ચાર્જબૅક અથવા પૂછપરછ માટેનાં કારણો

ચાર્જબૅક કે પૂછપરછના નિરાકરણ માટે તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને જે પ્રકારના પુરાવા મોકલવા જોઈએ, તેનો આધાર ગ્રાહકે ચાર્જબૅક કે પૂછપરછ માટે આપેલા કારણ પર છે. ગ્રાહક નીચેનાં કારણોમાંથી કોઈ એક માટે ચાર્જ પર વિવાદ કરી શકે છે:

ચાર્જબૅક ઉકેલતી વખતે અતિરિક્ત પુરાવા ઉમેરવા વિશે વધુ જાણો.

છેતરપિંડીયુક્ત

જો કાર્ડધારકે ચાર્જ અધિકૃત ન કર્યો હોય, તો ચાર્જબૅકને છેતરપિંડીયુક્ત તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આ ચાર્જબૅક માટેનું સૌથી સામાન્ય કારણ છે અને જો કાર્ડની ચોરી થઈ હોય તો આવું બની શકે છે.

છેતરપિંડીયુક્ત ચાર્જને હલ કરવા માટે, તમે ઑર્ડર આપનાર ગ્રાહકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકો છો. ગ્રાહક ખરીદી વિશે ભૂલી ગયો હોય શકે છે અથવા તે ખરીદી તેમના જીવનસાથી, મિત્ર કે પરિવારના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવી શકે છે. જો ગ્રાહક સંમત થાય છે કે ચાર્જ વાજબી હતો, તો તમારે તેમને તેમની બેંકનો સંપર્ક કરવાનું કહેવું જોઈએ અને જણાવવું જોઈએ કે તેઓ ચાર્જબૅક પડતું મૂકવા માગે છે. તમારે હજી પણ ક્રેડિટ કાર્ડ કંપનીને પુરાવા સબમિટ કરવા જોઈએ, જેમાં એવું સ્ટેટમેન્ટ સામેલ હોય જ્યાં ગ્રાહકે કહ્યું હોય કે તેઓ ચાર્જ પડતો મૂકશે.

જો તમને લાગતું હોય કે ગ્રાહક ભૂલથી આવું કહી રહ્યા છે અથવા સત્ય નથી બોલી રહ્યા, તો તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને નીચેના પુરાવા સબમિટ કરવા જોઈએ:

  • ઑર્ડર પૂર્ણ કરવામાં આવ્યાની તારીખ અને સમય
  • ગ્રાહકે ઉપયોગમાં લીધેલી બિલિંગ માહિતી
  • ઑર્ડર માટે ઉપયોગમાં લેવાયેલ IP ઍડ્રેસ અને દેશ
  • ઑર્ડર માટે શિપિંગ અને ટ્રૅકિંગ માહિતી

ઑર્ડર પૂર્ણ થયા પછી ક્રેડિટ કાર્ડ કંપનીઓ ચોરાયેલા કાર્ડ માટે ફંડ રિવર્સ કરી શકે છે. Shopify તમને કોઈપણ વિવાદિત ચાર્જ માટે પુરાવા એકત્રિત કરવામાં મદદ કરે છે. જોકે, ફંડ રિવર્સ કરવાનો નિર્ણય ક્રેડિટ કાર્ડ આપનાર બેંક દ્વારા લેવામાં આવે છે, નહીં કે Shopify દ્વારા. Shopify બેંકો તરફથી થતા ચાર્જ રિવર્સલને કવર કરતું નથી.

અજાણ્યું

જ્યારે ગ્રાહક તેમના ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ પર વેપારીનું નામ અથવા સ્થાન ઓળખતો નથી, ત્યારે ચાર્જબૅકને અજાણ્યા તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

અજાણ્યા ચાર્જને હલ કરવા માટે, તમારે ગ્રાહકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કેટલીકવાર ગ્રાહક ખરીદી વિશે ભૂલી ગયા હોય અથવા તે ખરીદી તેમના જીવનસાથી, મિત્ર કે પરિવારના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવી હોય શકે છે. જો ગ્રાહક સંમત થાય છે કે ચાર્જ વાજબી હતો, તો તમારે તેમને તેમની બેંકનો સંપર્ક કરવાનું કહેવું જોઈએ અને જણાવવું જોઈએ કે તેઓ ચાર્જબૅક પડતું મૂકવા માગે છે.

તમારે હજી પણ ક્રેડિટ કાર્ડ કંપનીને પુરાવા સબમિટ કરવા જોઈએ, જેમાં એવું સ્ટેટમેન્ટ સામેલ હોય જ્યાં ગ્રાહકે કહ્યું હોય કે તેઓ ચાર્જ પડતો મૂકશે. તમે નીચેનામાંથી કેટલાક પુરાવાઓનો સમાવેશ કરી શકો છો:

  • તમે ઑર્ડર પૂર્ણ કર્યાની તારીખ અને સમય
  • ગ્રાહકે ઉપયોગમાં લીધેલી બિલિંગ માહિતી
  • ઑર્ડર માટે ઉપયોગમાં લેવાયેલ IP ઍડ્રેસ અને દેશ
  • ઑર્ડર માટે શિપિંગ અને ટ્રૅકિંગ માહિતી

ડુપ્લિકેટ

જ્યારે ગ્રાહક માને છે કે તમે તેમની પાસેથી એક જ પ્રોડક્ટ કે સેવા માટે બે વાર ચાર્જ લીધો છે, ત્યારે ચાર્જબૅકને ડુપ્લિકેટ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

જો તમે તમારા ગ્રાહક પાસેથી બે વાર ચાર્જ નથી લીધો, તો તમારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે તેમને સમજાવી શકો છો કે બંને ચાર્જ અલગ-અલગ પ્રોડક્ટ્સ કે સેવાઓ માટે હતા. જો ગ્રાહક સંમત થાય છે કે ચાર્જ વાજબી હતો, તો તમારે તેમને તેમની બેંકનો સંપર્ક કરવાનું કહેવું જોઈએ અને જણાવવું જોઈએ કે તેઓ ચાર્જબૅક પડતું મૂકવા માગે છે.

જો તમે ગ્રાહક સાથે વાત કરો ત્યારબાદ પણ તેઓ ચાર્જબૅક કે પૂછપરછ પડતી ન મૂકે, તો તમારે પુરાવા સબમિટ કરવાની જરૂર છે કે બંને ચાર્જ અલગ-અલગ પ્રોડક્ટ્સ કે સેવાઓ માટે હતા. તમે નીચેનામાંથી કેટલાક પુરાવાઓનો સમાવેશ કરી શકો છો:

  • બે ચાર્જ માટેના કારણની સમજૂતી
  • બંને ચાર્જ અલગ-અલગ પ્રોડક્ટ્સ અથવા સેવાઓ માટે હતા તે સાબિત કરતી રસીદો
  • ગ્રાહક સાથે થયેલો કોઈપણ સંવાદ જ્યાં તમે તેમને બે ચાર્જ વિશે જાણ કરી હોય

જો તમે તમારા ગ્રાહક પાસેથી એક જ પ્રોડક્ટ કે સેવા માટે બે વાર ચાર્જ લીધો હોય, તો તમારે ચાર્જબૅક સ્વીકારવું પડશે.

સબ્સ્ક્રિપ્શન રદ કર્યું

જો ગ્રાહક માને છે કે સબ્સ્ક્રિપ્શન રદ થઈ ગયા પછી પણ તમે તેની માટે તેમને ચાર્જ કર્યો છે, તો ચાર્જબૅકને સબ્સ્ક્રિપ્શન રદ કર્યું તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આનો અર્થ એ પણ થઈ શકે છે કે ગ્રાહક દરેક રિકરિંગ ચાર્જ પહેલાં રિમાઇન્ડરની અપેક્ષા રાખતા હતા પરંતુ તેમને કોઈ રિમાઇન્ડર મળ્યું ન હતું.

ચાર્જબૅકનો ઉકેલ લાવવા માટે, તમારે તમારા ગ્રાહકનો સંપર્ક કરવો જોઈએ. એ શક્ય છે કે તમે ગેરસમજને સમજાવી શકો અથવા ગ્રાહક સાથે કોઈ કરાર પર પહોંચી શકો. જો તમે કોઈ કરાર પર પહોંચો, તો તમારે ગ્રાહકને તેમની બેંકનો સંપર્ક કરવાનું કહેવું જોઈએ અને જણાવવું જોઈએ કે તેઓ ચાર્જબૅક પડતું મૂકવા માગે છે. તમારે આ વાતચીતના પુરાવા ક્રેડિટ કાર્ડ કંપનીને પણ મોકલવા જોઈએ. ગ્રાહક દ્વારા રદ કરાયેલ ચાર્જબૅક ઉકેલોનો સંદર્ભ લો.

જો તમને લાગે છે કે ગ્રાહકે ચાર્જ લેવામાં આવ્યો તે પહેલાં સબ્સ્ક્રિપ્શન રદ કર્યું ન હતું, તો તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને એવા પુરાવા સબમિટ કરવા જોઈએ જે સાબિત કરે છે કે ગ્રાહકે તેમના છેલ્લા ચાર્જ પછી સબ્સ્ક્રિપ્શન રદ કર્યું છે. તમે નીચેનામાંથી કેટલાક પુરાવાઓનો સમાવેશ કરી શકો છો:

  • તમારી સબ્સ્ક્રિપ્શન રદ કરવાની પૉલિસી
  • ગ્રાહકને તેમના રદીકરણ વિશે મોકલેલા કોઈપણ ઇમેઇલ અથવા નોટિફિકેશન
  • ગ્રાહકને રદ કરવાની પૉલિસી વિશે ક્યારે અને ક્યાં જાણ કરવામાં આવી હતી તેની સમજૂતી
  • ડિજિટલ પ્રોડક્ટ અથવા સેવા માટે: એક ઍક્ટિવિટી લૉગ જે સાબિત કરે છે કે ગ્રાહકે તેમના જણાવ્યા મુજબ સબ્સ્ક્રિપ્શન રદ કર્યાની તારીખ પછી પ્રોડક્ટ અથવા સેવાનો ઍક્સેસ કર્યો હતો

જો તમે તમારા ગ્રાહકે તેમનું સબ્સ્ક્રિપ્શન રદ કર્યા પછી તેમની પાસેથી ચાર્જ લીધો હોય, તો તમારે ચાર્જબૅક સ્વીકારવું પડશે.

પ્રોડક્ટ મળી નથી

જો ગ્રાહકને લાગે કે તેમને તેમણે ખરીદેલી ચીજવસ્તુઓ અથવા સેવાઓ મળી નથી, તો ચાર્જબૅકને પ્રોડક્ટ મળી નથી તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

સમસ્યા શોધવા માટે તમારે પહેલા ગ્રાહકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમે તમારા ગ્રાહક સાથે સમસ્યાનું નિરાકરણ લાવી શકો, તો તમારે ગ્રાહકને તેમની બૅંકનો સંપર્ક કરવા અને ચાર્જબૅક છોડી દેવા માંગે છે તેમ કહેવું જોઈએ. તમે ક્રેડિટ કાર્ડ કંપનીને મોકલો છો તે પ્રતિસાદમાં ગ્રાહક ચાર્જબૅક છોડી દેવા માટે સંમત થયા હોવાના પુરાવાનો પણ સમાવેશ કરવો જોઈએ. ગ્રાહક દ્વારા રદ કરાયેલ ચાર્જબૅકનું નિરાકરણ લાવો નો સંદર્ભ લો.

જો તમે તમારા ગ્રાહક સાથે સમસ્યાનું નિરાકરણ લાવી શકતા નથી, તો તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને એવા પુરાવા સબમિટ કરવા જોઈએ કે જે સાબિત કરે કે ગ્રાહકને ચાર્જબૅક કરવામાં આવે તે પહેલાં પ્રોડક્ટ અથવા સેવા મળી ગઈ હતી. તમે નીચેના કેટલાક પુરાવાઓ સામેલ કરી શકો છો:

  • તમે ઑર્ડર પૂર્ણ કર્યાની તારીખ અને સમય
  • ગ્રાહકે ઉપયોગમાં લીધેલી બિલિંગ માહિતી
  • ઑર્ડર માટે શિપિંગ અને ટ્રૅકિંગ માહિતી
  • ડિજિટલ પ્રોડક્ટ અથવા સેવા માટે: ઍક્ટિવિટી લૉગ કે જે સાબિત કરે છે કે ગ્રાહકે પ્રોડક્ટ અથવા સેવાનો ઍક્સેસ મેળવ્યો હતો

પ્રોડક્ટ અસ્વીકાર્ય

જો ગ્રાહકને લાગે કે પ્રોડક્ટ મળી ગઈ છે પણ તે ખામીયુક્ત હતી, નુકસાન પામેલી હતી અથવા વર્ણવ્યા મુજબની નહોતી, તો ચાર્જબૅકને પ્રોડક્ટ અસ્વીકાર્ય તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

તમારા ગ્રાહકનો સંપર્ક કરો. જો તમે ગ્રાહક સાથે સમસ્યાનું નિરાકરણ લાવી શકો, તો તમારે ગ્રાહકને તેમની બૅંકનો સંપર્ક કરવા અને તેઓ ચાર્જબૅક છોડી દેવા માંગે છે તેમ કહેવું જોઈએ. તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને એવા પુરાવા પણ મોકલવા જોઈએ કે ગ્રાહક ચાર્જ છોડી દેવા માટે સંમત થયા છે. ગ્રાહક દ્વારા રદ કરાયેલ ચાર્જબૅકનું નિરાકરણ લાવો નો સંદર્ભ લો.

જો ગ્રાહકે ચાર્જબૅક કરવામાં આવે તે પહેલાં પ્રોડક્ટ રિટર્ન કરવાનો અથવા સેવા રદ કરવાનો પ્રયાસ કર્યો ન હોય, અથવા જો તમે ગ્રાહકને બદલામાં પ્રોડક્ટ કે સેવા પ્રદાન કરી હોય, તો તેના પુરાવા પણ મોકલો.

ભલે તમે ગ્રાહક સાથે સમસ્યાનું નિરાકરણ લાવો કે ન લાવો, તો પણ તમારે સંબંધિત પુરાવા ક્રેડિટ કાર્ડ કંપનીને મોકલવા જોઈએ. તમે નીચેના કેટલાક પુરાવાઓ સામેલ કરી શકો છો:

  • તમે ઑર્ડર પૂર્ણ કર્યાની તારીખ અને સમય
  • ગ્રાહકે ઉપયોગમાં લીધેલી બિલિંગ માહિતી
  • ઑર્ડર માટે શિપિંગ અને ટ્રૅકિંગ માહિતી
  • તમારા સ્ટોરમાંથી પ્રોડક્ટ્સના વર્ણનો અથવા ચિત્રો જે સાબિત કરે છે કે તે વર્ણવ્યા મુજબ જ હતી

ક્રેડિટ પર પ્રક્રિયા થઈ નથી

જો ગ્રાહકે તમને જાણ કરી હોય કે ખરીદેલી પ્રોડક્ટ રિટર્ન કરવામાં આવી હતી અથવા તમારી સાથેનું ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવ્યું હતું, પરંતુ તમે હજુ સુધી ગ્રાહકને રિફંડ કે ક્રેડિટ આપી નથી, તો ચાર્જબૅકને ક્રેડિટ પર પ્રક્રિયા થઈ નથી તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

તમારા ગ્રાહકનો સંપર્ક કરો. ચાર્જબૅક થયા પછી તમે રિફંડ જારી કરી શકતા નથી, પરંતુ તમે પરિસ્થિતિ સમજાવી શકો છો અથવા સમસ્યા હલ કરવાની બીજી રીત શોધી શકો છો. જો ગ્રાહકે પૂછપરછ માટે કહ્યું હોય, તો તમે રિફંડ જારી કરી શકો છો. જો તમે ગ્રાહક સાથે સમસ્યાનું નિરાકરણ લાવી શકો, તો તમારે ગ્રાહકને તેમની બૅંકનો સંપર્ક કરવા અને તેઓ ચાર્જબૅક અથવા પૂછપરછ છોડી દેવા માંગે છે તેમ કહેવું જોઈએ. તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને એવા પુરાવા પણ મોકલવા જોઈએ કે ગ્રાહક ચાર્જબૅક છોડી દેવા માટે સંમત થયા છે. ગ્રાહક દ્વારા રદ કરાયેલ ચાર્જબૅકનું નિરાકરણ લાવો નો સંદર્ભ લો.

જો તમે સમસ્યાનું નિરાકરણ લાવી શકતા નથી અને તમને લાગે છે કે ચાર્જબૅક માન્ય નથી, તો તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને પુરાવા મોકલવા જોઈએ કે તમે ગ્રાહકને ચાર્જબૅક અથવા પૂછપરછ કરવામાં આવે તે પહેલાં રિફંડ આપ્યું હતું, અથવા ગ્રાહક રિફંડ માટે હકદાર ન હતા. તમે નીચેના કેટલાક પુરાવાઓ સામેલ કરી શકો છો:

  • તમારી રિફંડ અને રિટર્ન પૉલિસી
  • ગ્રાહકને રિફંડ નીતિ વિશે ક્યારે અને ક્યાં જાણ કરવામાં આવી હતી તેનું સ્પષ્ટીકરણ
  • રિફંડ વિશે તમે ગ્રાહકને મોકલેલા કોઈપણ ઇમેઇલ અથવા નોટિફિકેશન
  • ગ્રાહક શા માટે રિફંડ માટે હકદાર ન હતા તેનું સ્પષ્ટીકરણ

સામાન્ય

જો ચાર્જબૅક અન્ય કોઈ કૅટેગરીમાં બંધબેસતું ન હોય, તો તેને સામાન્ય તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

સામાન્ય ચાર્જબૅકનું નિરાકરણ લાવવા માટે, તમારે ગ્રાહકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીને શરૂઆત કરવી જોઈએ જેથી તમે સમસ્યા શું છે તે જાણી શકો. જો તમે ગ્રાહક માટે સમસ્યાનો ઉકેલ લાવી શકો, તો તમારે ગ્રાહકને તેમની બૅંકનો સંપર્ક કરવા અને તેઓ ચાર્જબૅક રદ કરવા માંગે છે તેમ કહેવું જોઈએ. ત્યારબાદ તમારે વિનંતી કરવી જોઈએ કે તેઓ તમને તેમની બૅંકના ચાર્જબૅક ઉપાડ પત્ર ની કૉપિ પ્રદાન કરે. તમારી પાસે ગ્રાહકે ચાર્જબૅક રદ કરવાની વિનંતી કર્યાનો પુરાવો હોય તે પછી, તમારે આ પત્ર ઑર્ડર પરના ચાર્જબૅક પ્રતિસાદ ફોર્મમાં પુરાવા તરીકે સબમિટ કરવો પડશે. ગ્રાહક દ્વારા રદ કરાયેલ ચાર્જબૅકનું નિરાકરણ લાવો નો સંદર્ભ લો.

જો ગ્રાહક ચાર્જબૅક છોડવા ન માંગતા હોય, તો તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને પુરાવા મોકલવા જોઈએ કે ચાર્જ માન્ય હતો. તમે નીચેના કેટલાક પુરાવાઓ સામેલ કરી શકો છો:

  • જેનો ઑર્ડર કરવામાં આવ્યો હતો તે પ્રોડક્ટ્સ વિશેની વિગતો
  • ઑર્ડર પૂર્ણ કરવામાં આવ્યાની તારીખ અને સમય
  • ગ્રાહકની બિલિંગ માહિતી
  • ગ્રાહકનું IP ઍડ્રેસ અને દેશ
  • તમે ગ્રાહક સાથે કરેલ ઇમેઇલ અથવા અન્ય સંચાર
  • USPS/FedEx/UPS અથવા અન્ય ઑનલાઇન ટ્રૅકિંગ કે શિપિંગની પુષ્ટિ
  • અગાઉના રિફંડ અથવા રિપ્લેસમેન્ટ શિપમેન્ટના પુરાવા