ચાર્જબૅક અને પૂછપરછ નિવારવા

જ્યારે તમે તમારા ગ્રાહકોને તમારા સ્ટોર પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપો છો, ત્યારે ચાર્જબૅક અથવા પૂછપરછ મળવાની શક્યતા રહે છે. કેટલાક ચાર્જબૅક અને પૂછપરછ નિવારવા માટે તમે અમુક સામાન્ય પગલાં અનુસરી શકો છો:

  • તેને પૂર્ણ કરતા પહેલાં શંકાસ્પદ ઑર્ડરની તપાસ કરો.
  • ખાતરી કરો કે તમારી સંપર્ક માહિતી તમારા સ્ટોર પર સરળતાથી મળી શકે છે.
  • જ્યારે ગ્રાહકો કોઈ સમસ્યા માટે તમારો સંપર્ક કરે ત્યારે તેમને ઝડપથી પ્રતિસાદ આપો.
  • તમારા સ્ટોરની પૉલિસી વિશે ગ્રાહકોને માહિતગાર કરો.
  • આખી શિપિંગ પ્રક્રિયા દરમિયાન તમારા ગ્રાહકોને અપડેટ રાખો. જ્યારે પણ શક્ય હોય ત્યારે ઑનલાઇન ટ્રૅકિંગ અને ડિલિવરી પુષ્ટિનો ઉપયોગ કરો.

જો તમે Shopify Paymentsનો ઉપયોગ કરતા હોવ, તો તમે વિવાદની પૅટર્ન ઓળખવા અને નિવારણ માટેના કયા પગલાંને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવા માટે તમારા ચાર્જબૅક દરનું નિરીક્ષણ કરી શકો છો.

રૂબરૂ વેચાણ માટે, Shopify POS માટે છેતરપિંડી નિવારણ પ્રથાઓનો રિવ્યૂ કરો.

કારણ મુજબ ચાર્જબૅક નિવારવા

વિવિધ પ્રકારના ચાર્જબૅક અને પૂછપરછને ચોક્કસ રીતે પણ નિવારી શકાય છે:

ચાર્જબૅક અને પૂછપરછ માટેનાં કારણો અને તેમને કેવી રીતે નિવારવા
ચાર્જબૅક અથવા પૂછપરછનું કારણતેનો અર્થતેને કેવી રીતે નિવારવું
છેતરપિંડીયુક્તગ્રાહકે ચાર્જને અધિકૃત કર્યો ન હતો. આ ચાર્જબૅક માટેનું સૌથી સામાન્ય કારણ છે અને જો કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા ચોરાઈ ગયું હોય, તો આવું થઈ શકે છે.
  • ખાતરી કરો કે તમારું બિલિંગ સ્ટેટમેન્ટ ટેક્સ્ટ તમારા ગ્રાહકો માટે સરળતાથી ઓળખી શકાય તેવું છે. તમારે તમારા સ્ટોરનું નામ અથવા ડોમેન નામ વાપરવું જોઈએ, જેથી ગ્રાહક તેને તેમના ક્રેડિટ કાર્ડ બિલ પર ઓળખી શકે. જો તમે Shopify Paymentsનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે Shopify ઍડમિનમાંથી બિલિંગ સ્ટેટમેન્ટ ટેક્સ્ટ સેટ કરી શકો છો.
  • ચુકવણી થવા પર તમારા ગ્રાહકોને તેમણે શેના માટે ચુકવણી કરી છે તેની યાદ અપાવવા માટે રસીદ મોકલો.
  • જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અથવા કૅનેડામાં ભૌતિક માલસામાન શિપ કરતા હો, તો માત્ર એવા ઑર્ડર માટે જ પ્રોડક્ટ શિપ કરવાનું વિચારો જે AVS ચકાસણી પાસ કરતા હોય. AVS ચકાસણી પાસ ન કરતા હોય એવા સરનામા પર શિપિંગ કરતાં પહેલાં તમે ગ્રાહકનો સંપર્ક પણ કરી શકો છો.
અજાણ્યાગ્રાહક કાર્ડના સ્ટેટમેન્ટમાં વેપારીનું નામ અથવા સ્થાન ઓળખતા નથી. તમે છેતરપિંડીવાળા કોડનો જે રીતે પ્રતિસાદ આપો છો, તે જ રીતે આનો પ્રતિસાદ આપો.
  • તમારા ગ્રાહકના ક્રેડિટ કાર્ડ બિલ પર પ્રદર્શિત થતા બિલિંગ સ્ટેટમેન્ટમાં ફેરફાર કરવાનું સુનિશ્ચિત કરો. તમારે તેને તમારા સ્ટોરનું નામ અથવા ડોમેન તરીકે સેટ કરવું જોઈએ જેથી ગ્રાહકને યાદ રહે કે ખરીદી શેના માટે હતી. જો તમે Shopify Payments નો ઉપયોગ કરતા હો, તો તમે Shopify ઍડમિનમાંથી બિલિંગ સ્ટેટમેન્ટ ટેક્સ્ટ સેટ કરી શકો છો.
ડુપ્લિકેટગ્રાહક માને છે કે તેમની પાસેથી એક જ પ્રોડક્ટ અથવા સેવા માટે બે વાર ચાર્જ લેવામાં આવ્યો છે.
  • જો આકસ્મિક રીતે ડબલ ચાર્જ લેવાયો હોય, તો તરત જ બીજા ચાર્જનું રિફંડ આપો અને ચાર્જબૅક અટકાવવા માટે તમારા ગ્રાહકનો સંપર્ક કરીને તેમને જણાવો કે શું થયું હતું.
  • જો તમારા સ્ટોરમાં વિવિધ પ્રોડક્ટ અથવા સેવાઓની કિંમત સમાન હોય પરંતુ અલગથી ચાર્જ લેવામાં આવતો હોય (તેથી ગ્રાહક માટે બહુવિધ ટ્રાન્ઝેક્શનનું ડુપ્લિકેટ ચાર્જ તરીકે ખોટું અર્થઘટન કરવાનું સરળ બની જાય છે), તો યોગ્ય અપેક્ષાઓ નિર્ધારિત કરવા માટે સુનિશ્ચિત કરો કે રસીદો અને પ્રોડક્ટ વર્ણનો સ્પષ્ટપણે દર્શાવે છે કે દરેક પ્રોડક્ટ અથવા સેવા શું છે અને ચાર્જિસ અલગથી લેવામાં આવ્યા છે. તમારી સ્ટોરની પૉલિસીઓ અથવા FAQ પેજ પર અને ઑર્ડરની પુષ્ટિ કરતા ઇમેઇલ પર પણ આ સંદર્ભનો સમાવેશ કરવાનું વિચારો.
સબ્સ્ક્રિપ્શન રદ કર્યુંગ્રાહક અનુસાર, સબ્સ્ક્રિપ્શન રદ કર્યા પછી પણ તમે તેના માટે ચાર્જ લીધો છે. તેનો અર્થ એ પણ થઈ શકે છે કે ગ્રાહક દરેક રિકરિંગ ચાર્જ પહેલાં રિમાઇન્ડરની અપેક્ષા રાખતા હતા, પરંતુ તેમને તે મળ્યું નથી.
  • જ્યારે તમારા ગ્રાહક વિનંતી કરે ત્યારે તરત જ તેમના સબ્સ્ક્રિપ્શન રદ કરો અને તેમને રદ કર્યાની પુષ્ટિ પ્રદાન કરો.
  • તમારા સાઇન-અપ પેજ પર સ્પષ્ટ કરો કે તમારા ગ્રાહકો રિકરિંગ ચાર્જ માટે સંમત થઈ રહ્યા છે, અને તમે તેમને દરેક ચાર્જ પહેલાં એક રિમાઇન્ડર મોકલો છો.
  • તમારા સ્ટોર પર સબ્સ્ક્રિપ્શન રદ કરવાની પૉલિસી ઉમેરો.
પ્રોડક્ટ મળી નથીકોઈ ગ્રાહક દાવો કરે છે કે તેમને ખરીદેલો માલસામાન અથવા સેવાઓ મળી નથી.
  • તમે ઑર્ડર માટે ચુકવણી એકત્રિત કરો તે પછી વહેલામાં વહેલી તકે પ્રોડક્ટ શિપ કરો.
  • શિપિંગ અને ડિલિવરી તારીખોનો બને તેટલી સચોટતાથી અંદાજ લગાવો, અથવા તમારા ગ્રાહકને શિપિંગ કંપની તરફથી મળતી ટ્રૅકિંગની માહિતી પ્રદાન કરો.
  • જો શિપિંગમાં વિલંબ થાય, તો તમારા ગ્રાહકનો સંપર્ક કરો અને તેમને જણાવો કે તેમના ઑર્ડરનું શું થઈ રહ્યું છે.
અસ્વીકાર્ય પ્રોડક્ટપ્રોડક્ટ મળી હતી પરંતુ તે ખામીયુક્ત, ક્ષતિગ્રસ્ત અથવા વર્ણવ્યા મુજબની ન હતી.
  • સુનિશ્ચિત કરો કે તમારી પ્રોડક્ટ અથવા સેવાઓનાં ચિત્રો અને વર્ણનો સ્પષ્ટ અને સચોટ છે.
  • જો તમે ભૌતિક માલસામાન શિપ કરતા હો, તો સુનિશ્ચિત કરો કે તમે તમારી પ્રોડક્ટને એવી રીતે પૅક અને શિપ કરો કે જેથી ટ્રાન્ઝિટમાં તેમને નુકસાન ન થાય.
  • તમારા ગ્રાહકોને ઝડપથી પ્રતિસાદ આપો અને ખામીયુક્ત અથવા નુકસાન પામેલી પ્રોડક્ટને બદલી આપો.
ક્રેડિટ પર પ્રક્રિયા કરવામાં આવી નથીગ્રાહકે તમને જાણ કરી હતી કે ખરીદેલી પ્રોડક્ટ રિટર્ન કરવામાં આવી હતી અથવા તમારી સાથેનું ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવ્યું હતું, પરંતુ તમે હજી સુધી ગ્રાહકને રિફંડ કે ક્રેડિટ આપ્યા નથી.
  • સ્પષ્ટ રિટર્ન પૉલિસી રાખો અને તેને તમારા સ્ટોર પર સરળતાથી શોધી શકાય તેવી બનાવો.
  • સુનિશ્ચિત કરો કે તમે શક્ય તેટલી વહેલી તકે રિફંડ આપો.
સામાન્યઆ પ્રકારનું ચાર્જબૅક, મોટાભાગના ચાર્જબૅકથી વિપરીત, વર્ણવેલી ચોક્કસ શ્રેણીઓમાંથી કોઈ એક હેઠળ આવતું નથી.
  • ચાર્જબૅકના અન્ય કારણો માટે આપેલાં સૂચનો હજુ પણ મદદરૂપ થઈ શકે છે.

Shopify POS સાથે છેતરપિંડીના જોખમને ઘટાડવું

મેન્યુઅલ રીતે દાખલ કરવામાં આવતી કાર્ડની ચુકવણીઓ એવા ટ્રાન્ઝેક્શન છે જ્યાં કાર્ડ હાજર નથી હોતું, ભલે ગ્રાહક તમારા સ્ટોરમાં હોય. તેમાં છેતરપિંડીનું વધારાનું જોખમ રહેલું છે.

Shopify POS નો ઉપયોગ કરતી વખતે છેતરપિંડીનું જોખમ ઘટાડવા માટે:

આ પ્રથાઓ દરેક ચાર્જબૅકને અટકાવતી નથી. જો તમને કોઈ ચાર્જબૅક મળે છે, તો ચાર્જબૅક અથવા પૂછપરછનો ઉકેલ કેવી રીતે લાવવો તે વિશે જાણો.