ઝડપી, સુરક્ષિત ચુકવણીઓ માટે Shop Pay એક્સિલરેટેડ ચેકઆઉટ

Shop Pay એક એક્સિલરેટેડ ચેકઆઉટ વિકલ્પ છે જે તમારા Shopify સ્ટોર પર અને Shop પર ગ્રાહકો માટે ખરીદીના અનુભવને બહેતર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે ગ્રાહકોને તેમનું ઇમેઇલ ઍડ્રેસ, ચુકવણી પદ્ધતિ અને શિપિંગ તેમજ બિલિંગ માહિતી સેવ કરવાની મંજૂરી આપે છે, જે ચેકઆઉટ પ્રક્રિયાને વધુ ઝડપી અને વધુ અનુકૂળ બનાવે છે. Shop Pay સક્રિય કરીને, તમે તમારા ગ્રાહકો માટે સીમલેસ અને કાર્યક્ષમ ચેકઆઉટનો અનુભવ પ્રદાન કરી શકો છો, ખાસ કરીને એવા ગ્રાહકો કે જેમણે કોઈપણ Shopify સ્ટોર પર પહેલાંથી જ Shop Pay પસંદ કર્યું છે. Shop Pay ને Shopify Paymentsના ભાગ રૂપે શામેલ કરવામાં આવેલ છે અને ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા તમારા Shopify Payments દરો પર કરવામાં આવે છે.

ચુકવણીની માહિતી સેવ કરવા માટે ગ્રાહકે ચેકઆઉટ વખતે ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરવું આવશ્યક છે. જે ગ્રાહકો સંપર્ક ફીલ્ડમાં માત્ર ફોન નંબર દાખલ કરે છે, તેમને તેમની માહિતી સેવ કરવા માટે કહેવામાં આવતું નથી. એક્સિલરેટેડ ચેકઆઉટ વિશે વધુ જાણો.

તમે તમારા ગ્રાહકોને નીચેના લાભો અને સુવિધાઓ ઑફર કરવા માટે Shop Pay નો ઉપયોગ કરી શકો છો:

  • સમય-બચાવતું ચેકઆઉટ: Shop Pay તમારા ગ્રાહકોનું ઇમેઇલ ઍડ્રેસ, ચુકવણી પદ્ધતિ અને શિપિંગ તેમજ બિલિંગ માહિતી સેવ કરે છે, જેથી તેમણે જ્યારે પણ ખરીદી કરવી હોય ત્યારે આ વિગતો દાખલ કરવાની જરૂર રહેતી નથી. આનાથી ચેકઆઉટ પ્રક્રિયા નોંધપાત્ર રીતે ઝડપી બને છે, પરિણામે કન્વર્ઝન રેટમાં વધારો થાય છે અને ગ્રાહકના સંતોષમાં સુધારો થાય છે. Shop Pay ના પ્રદર્શન વિશે વધુ વિગતો માટે Shop Pay ઇન્ટરનેટ પર સૌથી શ્રેષ્ઠ રીતે કન્વર્ટ થતો એક્સિલરેટેડ ચેકઆઉટ બ્લોગ તપાસો.
  • રૂબરૂ વેચાણ માટે Shop Pay: તમે Shopify POS પર ચુકવણી વિકલ્પ તરીકે Shop Pay ઑફર કરી શકો છો. ગ્રાહકો તમારા POS ઉપકરણ પર QR કોડ સ્કેન કરી શકે છે અને Shop વેબસાઇટ પર ચુકવણી પૂર્ણ કરી શકે છે. Shopify POS પર Shop Pay સ્વીકારવા વિશે વધુ જાણો.
  • સ્ટોરમાંથી પિકઅપ અથવા સ્થાનિક ડિલિવરી માટે સપોર્ટ: જો તમારો સ્ટોર સ્ટોરમાંથી પિકઅપ અથવા સ્થાનિક ડિલિવરી ઑફર કરે છે, તો ગ્રાહકો Shop Pay નો ઉપયોગ કરતી વખતે ચેકઆઉટ દરમિયાન તે વિકલ્પ પસંદ કરી શકે છે. આ સુવિધા એવા ગ્રાહકો માટે સગવડ અને અનુકૂળતા પ્રદાન કરે છે જેઓ પોતાના ઑર્ડર સ્થાનિક ધોરણે એકત્રિત કરવાનું પસંદ કરે છે.
  • સુરક્ષિત ડેટા સ્ટોરેજ: ગ્રાહકની શિપિંગ અને બિલિંગ માહિતી Shopify ના PCI સુસંગત સર્વર પર સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે. ઑર્ડર આપવામાં આવે ત્યારે જ આ માહિતી તમારા સ્ટોર સાથે શેર કરવામાં આવે છે, જે તમારા ગ્રાહકોના ડેટાની ગોપનીયતા અને સુરક્ષાની ખાતરી આપે છે. જો તમારા ગ્રાહકોને Shop Pay કેવી રીતે કાર્ય કરે છે અથવા તેમનો ડેટા કેવી રીતે સંગ્રહિત થાય છે તે વિશે પ્રશ્નો હોય, તો તમે તેમને Shop સહાય કેન્દ્ર પેજ પર મોકલી શકો છો.
  • ચુકવણીના અનુકૂળ વિકલ્પો: ગ્રાહકોને ચુકવણી કરવાની અનુકૂળ અને સરળ રીતો આપો. ગ્રાહકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તેમજ Shopify Payments દ્વારા પ્રક્રિયા કરવામાં આવતી સ્થાનિક ચુકવણી પદ્ધતિઓ વડે ચુકવણી કરી શકે છે.

યોગ્ય હોય ત્યારે Shop Pay સક્રિય કરવાથી તમારા સ્ટોરમાં નીચેની Shop સુવિધાઓ પણ ઉમેરાય છે:

  • Shop Pay નો ઉપયોગ કરતા અને Shop ચૅનલની યોગ્યતાની બધી આવશ્યકતાઓને પૂર્ણ કરતા સ્ટોર પર Shop સાથે વેચો આપમેળે સક્રિય થાય છે. આ સુવિધા ગ્રાહકોને શોધવા અને ખરીદવા માટે Shop ઍપમાં તમારી યોગ્ય પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરે છે.
  • Shop Pay અને ગ્રાહક એકાઉન્ટનો ઉપયોગ કરતા સ્ટોર પર Shop સાથે સાઇન ઇન કરો આપમેળે સક્રિય થાય છે. આ સુવિધા વધુ પર્સનલાઇઝ કરેલા ખરીદીના અનુભવ અને વન-ટેપ ચેકઆઉટ માટે ગ્રાહકોને તેમના Shop એકાઉન્ટનો ઉપયોગ કરીને તમારા ઑનલાઇન સ્ટોરમાં સાઇન ઇન કરવા દે છે.

આ વિભાગમાં