Shopify Payments સેટઅપ કરવું
તમે તમારા Shopify ઍડમિનમાંના ચુકવણીઓ પેજ પરથી Shopify Payments સક્રિય કરી શકો છો. Shopify Payments સેટઅપ કરવાથી તમે ક્રેડિટ કાર્ડ અને અન્ય ચુકવણી પદ્ધતિઓ સ્વીકારી શકો છો અને સાથે જ તમારા Shopify ઍડમિનમાં સીધી જ દરેક વસ્તુ મેનેજ કરી શકો છો. તમે Shopify Payments સેટઅપ કરો તે પહેલાં, તમારી પાત્રતા અને બેંક એકાઉન્ટની આવશ્યકતાઓ ની સમીક્ષા કરો.
બીજા કોઈ ચુકવણી પ્રદાતાનું સેટઅપ ન કર્યું હોય એવા કેટલાક નવા સ્ટોરને Shopify Paymentsનું સેટઅપ પૂર્ણ થાય તે પહેલાં ઑર્ડર મળી શકે છે. આ ઑર્ડરની ચુકવણીઓ પ્રોસેસ કરવા માટે Shopify Adminમાં દર્શાવેલી સમયમર્યાદા સુધીમાં Shopify Paymentsનું સેટઅપ પૂર્ણ કરવું જરૂરી છે. નહીં તો આ ઑર્ડર રદ થાય છે. આ ઑર્ડર માટે સેવ કરેલી ચુકવણીની વિગતોનો ઉપયોગ થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતા સાથે કરી શકાતો નથી. Shopify Paymentsનું સેટઅપ પૂર્ણ થાય તે પહેલાં ઑર્ડર મેળવવા વિશે વધુ જાણો.
તમારું Shopify Payments એકાઉન્ટ સેટઅપ પૂર્ણ કરવા માટે જરૂરી માહિતી તમારો સ્ટોર કયા દેશમાં આધારિત છે તેના પર નિર્ભર કરે છે. દરેક સપોર્ટેડ દેશ માટેની આવશ્યકતાઓની સૂચિનો સંદર્ભ લો.
તમે Shopify Payments સેટઅપ કરો તે પછી, તમારા ગ્રાહકો તમારા સ્ટોર પર CVV નંબર ધરાવતા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંનેનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકે છે.