Shopify Payments માટે સ્વીકાર્ય બિઝનેસ પદ્ધતિઓ અને જોખમ મૂલ્યાંકન

Shopify Paymentsનો ઉપયોગ કરવા માટે, તમારા બિઝનેસે ચોક્કસ ધોરણોનું પાલન કરવું આવશ્યક છે, જે વેપારીઓ અને ગ્રાહકો માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ જાળવી રાખવામાં સહાય કરે છે. જ્યારે તમે પ્રથમ વખત Shopify Payments માટે અરજી કરો, ત્યારે તમારા બિઝનેસનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પ્લૅટફૉર્મના તમારા ઉપયોગ દરમિયાન જોખમનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. જો સમીક્ષા દરમિયાન એવી પદ્ધતિઓ જોવા મળે કે જે ઊંચું જોખમ ઊભું કરે છે અથવા ગ્રાહકનો વિશ્વાસ ઘટાડે છે, તો તમારું એકાઉન્ટ અસ્વીકાર કરવામાં આવી શકે છે, નિષ્ક્રિય કરવામાં આવી શકે છે અથવા તેના પર પેઆઉટ હોલ્ડ, રિઝર્વ કે પેઆઉટમાં વિલંબ જેવા પ્રતિબંધોને આધીન હોઈ શકે છે.

Shopify Paymentsના જોખમ માટેનાં ધોરણો અને કાર્ડ નેટવર્કની મર્યાદાઓ

ચાર્જબૅક દર એ જોખમનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતા ઘણા સંકેતોમાંથી એક છે. જોકે, Visa અને Mastercard જેવા પેમેન્ટ નેટવર્ક્સ ચાર્જબૅકની મર્યાદાઓ પ્રકાશિત કરે છે, તેમ છતાં, સમગ્ર Shopify ઇકોસિસ્ટમમાં વેપારી અને ગ્રાહકનો વિશ્વાસ જાળવી રાખવા માટે તમારા સ્ટોરનું ઉચ્ચ ધોરણ સામે મૂલ્યાંકન કરવામાં આવે છે. નીચેનાં કારણોસર તમારા સ્ટોર માટે આ ઉચ્ચ ધોરણ જાળવવામાં આવે છે:

  • ચાર્જબૅકની આગળના જોખમના સંકેતો: જે ડિલિવર કરવામાં આવ્યું હોય તેની સાથે મેળ ન ખાતાં હોય તેવાં પ્રોડક્ટ લિસ્ટિંગ, સબ્સ્ક્રિપ્શનની ભ્રામક શરતો, અપ્રમાણિક રિવ્યૂ અને અવિશ્વસનીય ફુલફિલમેન્ટ જેવાં પરિબળો, ચાર્જબૅક દરો ઓછા હોય તો પણ ગ્રાહકો માટે ઊંચું જોખમ હોવાનું સૂચવી શકે છે.
  • નુકસાન વધે તે પહેલાંની પ્રારંભિક કાર્યવાહી: નેટવર્કની મર્યાદાઓ પહેલાં પગલાં લેવાથી તમારા સ્ટોરને વધુ ગંભીર પરિણામોથી સુરક્ષિત કરવામાં સહાય મળે છે, જે કોઈ બિઝનેસ નેટવર્ક-લેવલની મર્યાદા સુધી પહોંચે ત્યારે અનુસરે છે.
  • સમગ્ર પ્લૅટફૉર્મમાં વિશ્વાસ: જ્યારે ગ્રાહકો કોઈ વેપારી સાથે ટ્રાન્ઝેક્શન અંગે વિવાદ કરે છે કારણ કે પ્રોડક્ટ ક્યારેય શિપ કરવામાં આવી ન હતી અથવા વચન આપ્યા મુજબની ન હતી, ત્યારે પ્લૅટફૉર્મ પરના તમામ સ્વતંત્ર બિઝનેસ પ્રત્યે ગ્રાહકનો વિશ્વાસ ઘટે છે. ગ્રાહકોને નુકસાન પહોંચાડતા થોડા વેપારીઓ, પ્લૅટફૉર્મ પરના અન્ય દરેક વેપારીઓને બૅન્કો અને કાર્ડ નેટવર્ક્સ માટે ઓછા વિશ્વાસપાત્ર બનાવે છે.

જો તમે આમાંથી કોઈપણ પદ્ધતિ દર્શાવો છો, તો તમે નેટવર્ક-લેવલની મર્યાદા સુધી પહોંચો તે પહેલાં તમારા એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.

સમીક્ષાના માપદંડો

તમારા વ્યવસાય ગ્રાહકો સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, તે પોતાને કેવી રીતે રજૂ કરે છે, તે ટ્રાન્ઝેક્શન અને વિવાદોનું સંચાલન કેવી રીતે કરે છે અને તમે સંચાલિત કરતા હો તેવા અન્ય વ્યવસાયોના ઇતિહાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં તમારી Shopify Payments પાત્રતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તમારા દેશ માટેની Shopify Payments સેવાની શરતોના પાલનને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જોખમના સ્તરનું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે અને તે બદલાવાને પાત્ર છે.

એકાઉન્ટ અને અનુપાલનની માહિતી

ઉચ્ચ જોખમ ધરાવતા સિનારિયો સાથે ઓળખાયેલ એકાઉન્ટ ફ્લૅગ થઈ શકે છે, જેમાં નીચે આપેલી સમસ્યાઓનો સમાવેશ થાય છે પણ તેના સુધી મર્યાદિત નથી:

  • અમાન્ય કર માહિતી.
  • Shopify Payments સેવાની શરતોના ઉલ્લંઘનમાં, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ ધરાવતાં એકાઉન્ટ.
  • વ્યવસાયના ભૌતિક સરનામા અને એકાઉન્ટ ઑપરેટિંગ સ્થાન વચ્ચેની વિસંગતતાઓ.
  • એકાઉન્ટની માલિકી અથવા વ્યવસાયની વિગતોને વેરિફાય કરવામાં અસંગતતાઓ.

વ્યવસાયની રીતો અને ગ્રાહકનો અનુભવ

પ્રોડક્ટ અને સેવાઓને પ્રામાણિકપણે રજૂ કરવામાં આવે છે અને ગ્રાહકો જે અપેક્ષા રાખે છે તે જ મેળવે છે તેની ખાતરી કરવા માટે તમારા સ્ટોરની ગ્રાહકો પ્રત્યેની રીતોની સમીક્ષા કરવામાં આવે છે. સમીક્ષા નીચે મુજબની રીતોનું મૂલ્યાંકન કરે છે:

  • પ્રોડક્ટ વર્ણન અને દાવાઓની ચોકસાઈ.
  • નકલી અથવા ખોટી રીતે રજૂ કરેલી પ્રોડક્ટ, જેમાં બૌદ્ધિક સંપત્તિનું ઉલ્લંઘન કરતી હોય અથવા પ્રોડક્ટના મૂળને ખોટી રીતે રજૂ કરતી હોય તેવી આઇટમનો સમાવેશ થાય છે.
  • વચનોની સરખામણીમાં શિપિંગ અને ફુલફિલમેન્ટની સમયમર્યાદા, જેમાં ઑર્ડર આપવા અને ડિલિવરી વચ્ચે નોંધપાત્ર અંતર ધરાવતા વ્યવસાયો જેમ કે ઇવેન્ટ આયોજકો અને કસ્ટમ ઑર્ડરવાળા વ્યવસાયોનો સમાવેશ થાય છે.
  • રિકરિંગ બિલિંગની શરતોની પારદર્શિતા અને રદ કરવાની સરળતા, જેમાં વાર્ષિક સબ્સ્ક્રિપ્શન જેવા લાંબા બિલિંગ ચક્ર સાથે ઑપરેટ થતા વ્યવસાયોનો સમાવેશ થાય છે.
  • પ્રી-સિલેક્શન અથવા એવી ડિઝાઇન જે ગ્રાહકોને સ્પષ્ટ સમજણ વિના સબ્સ્ક્રિપ્શન લેવા માટે છેતરે છે.
  • વિલંબ, સ્ટૉકને લગતી સમસ્યાઓ, કિંમત નિર્ધારણ અથવા પૉલિસીમાં અપડેટ જેવા કોઈ ફેરફાર થાય ત્યારે ગ્રાહકો સાથે સ્પષ્ટ સંચાર.
  • ગ્રાહકોને કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ ઑર્ડરમાં ગરબડ થાય ત્યારે ગ્રાહક સપોર્ટનો પ્રતિસાદ આપવાનો સમય.

વ્યવસાયની વિશ્વસનીયતા

તમારા વ્યવસાયના ઓળખપત્રો અને જાહેરમાં કરવામાં આવેલા દાવાઓ સચોટ અને ચકાસી શકાય તેવા છે તેની પુષ્ટિ કરવા માટે તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સમીક્ષા નીચે આપેલા ઓળખપત્રો અને દાવાઓનું મૂલ્યાંકન કરે છે:

  • વ્યવસાયના ઓળખપત્રો અને ઇતિહાસની રજૂઆત.
  • પ્રમાણપત્રો, રિવ્યૂ અને સમર્થનની પ્રામાણિકતા.
  • સર્ટિફિકેશન, અવૉર્ડ અથવા મીડિયા કવરેજ વિશેના દાવા.

ટ્રાન્ઝેક્શન અને ઑપરેશનલ પૅટર્ન

જોખમ અને વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવા માટે તમારા ટ્રાન્ઝેક્શનના ઇતિહાસ અને ઑપરેશનલ ટ્રૅક રેકોર્ડની સમીક્ષા કરવામાં આવે છે. સમીક્ષામાં નીચે આપેલા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે:

  • ચાર્જબૅક દર અને ટ્રેન્ડ.
  • રિફંડ અને વિવાદના નિરાકરણની પદ્ધતિઓ.
  • વચન મુજબ ગ્રાહકના ઑર્ડર પૂર્ણ કરવાની ક્ષમતા.
  • વેચાણનું પ્રમાણ, વેચાણના દિવસોની આવર્તન અને સફળતાપૂર્વક પૂર્ણ થયેલા ઑર્ડરની સંખ્યા.
  • તમે સંચાલિત કરતા હો તેવા કોઈપણ વ્યવસાયોમાં ઐતિહાસિક પૅટર્ન.
  • વેચાણના પ્રમાણમાં ઝડપી વધારો, જે ગેરવહીવટ અથવા સંભવિત કપટપૂર્ણ પ્રવૃત્તિ સૂચવી શકે છે.

જોખમનું મૂલ્યાંકન સેંકડો સંકેતોને ધ્યાનમાં લે છે અને પ્લેટફોર્મ પરથી ગ્રાહકોને નુકસાન પહોંચાડતી અને વિશ્વાસ ઘટાડતી નવી છેતરપિંડીની પૅટર્નને ઉકેલવા માટે સતત વિકસિત થાય છે. આ કોઈ સંપૂર્ણ સૂચિ નથી, અને એકંદર મૂલ્યાંકનના આધારે વ્યવસાયોની આકારણી કરવામાં આવે છે.

ઊંચા જોખમ માટે એકાઉન્ટ પર લેવાતાં પગલાં

જ્યારે તમારા વ્યવસાય માટે ઊંચા જોખમની ઓળખ થાય છે, ત્યારે સંભવિત આર્થિક નુકસાનને ઘટાડવા માટે કેટલાક પગલાં અમલમાં મૂકી શકાય છે.

તમારા એકાઉન્ટના સ્ટેટસ વિશે માહિતગાર રહો અને તમારી Shopify Payments પેઆઉટ પ્રક્રિયામાં વિક્ષેપો ટાળવા માટે Shopify તરફથી કરવામાં આવતી કોઈપણ વિનંતીનો તરત જ ઉકેલ લાવો તેની ખાતરી કરો. રિઝર્વની શરતો અને કોઈપણ હોલ્ડ વિશે સ્ટોર માલિકના રજિસ્ટર થયેલા ઇમેઇલ ઍડ્રેસ અને તમારા Shopify ઍડમિનમાં નોટિફિકેશન મારફત જાણ કરવામાં આવે છે.

પેઆઉટ શેડ્યૂલ એડજસ્ટ કરવાં

વધુ જોખમ ધરાવતા વ્યવસાયો માટે કસ્ટમ પેઆઉટ શેડ્યૂલ લાગુ કરી શકાય છે, જેના પરિણામે તમને ચુકવણીઓ મળે તે પહેલાં રાહ જોવાનો સમય લાંબો થઈ શકે છે. પેઆઉટ માટે 5 થી 20 કામકાજના દિવસો લાગી શકે છે.

રિઝર્વ અમલમાં મૂકવાં

રિઝર્વ એ નિર્દિષ્ટ સમયગાળા માટે Shopify Payments મારફત પ્રક્રિયા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનના કેટલાક હિસ્સા પર અથવા કેટલાક કિસ્સાઓમાં પૂરેપૂરી રકમ પર મૂકવામાં આવેલો કામચલાઉ હોલ્ડ છે. રિઝર્વ એ નિશ્ચિત રકમ અથવા દરેક ટ્રાન્ઝેક્શનની ટકાવારી હોઈ શકે છે અને તે સંભવિત વિવાદો તેમજ રિફંડ માટે ફંડ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

રિઝર્વ એ ચાર્જબૅક અને રિફંડની માત્રાને કારણે ઊભા થઈ શકતા સંભવિત નુકસાન સામે સુરક્ષાત્મક પગલા તરીકે કામ કરે છે. Shopify Paymentsમાં રિઝર્વ વિશે વધુ જાણો.

પેઆઉટ અથવા ચાર્જ પર હોલ્ડ મૂકવા

એકાઉન્ટની સમીક્ષા દરમિયાન તમારા પેઆઉટ અથવા ચાર્જ પર કામચલાઉ હોલ્ડ મૂકવામાં આવી શકે છે. તમારી એકાઉન્ટની માહિતી વેરિફાય કરવામાં સમસ્યાઓ હોય ત્યારે આવું બની શકે છે. પેઆઉટ પર મૂકેલા હોલ્ડ વિશે તમને તમારા Shopify ઍડમિન મર્ચન્ટ અલર્ટમાં અથવા સ્ટોર માલિકના રજિસ્ટર થયેલા ઇમેઇલ ઍડ્રેસ પર નોટિફિકેશન મોકલવામાં આવે છે.

દસ્તાવેજોની વિનંતી કરવી

જો ચોક્કસ અનુપાલન અથવા વેરિફિકેશનની સમસ્યાઓ ઊભી થાય, તો તમને આ ચિંતાઓના ઉકેલ માટે વધારાના દસ્તાવેજો આપવા માટે કહેવામાં આવી શકે છે.

તમારા Shopify Payments એકાઉન્ટની સમીક્ષા અને તેને સમાપ્ત કરવું

ઉચ્ચ-જોખમી વર્તન દર્શાવતા અથવા તમારા દેશ માટેની Shopify Payments સેવાની શરતોનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટની વધુ સમીક્ષા કરવામાં આવી શકે છે, જે તમારા Shopify Payments એકાઉન્ટને બંધ કરવા તરફ દોરી શકે છે.

પેઆઉટ સસ્પેન્ડ કરવાં અથવા ચાર્જ નિષ્ક્રિય કરવા

જ્યાં જોખમોનો યોગ્ય રીતે ઉકેલ ન આવતો હોય તેવા ગંભીર સંજોગોમાં, તમારા પેઆઉટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અથવા Shopify Payments મારફત ચાર્જની પ્રક્રિયા કરવાની તમારી ક્ષમતાને નિષ્ક્રિય કરવામાં આવી શકે છે.

નકારેલા અથવા નિષ્ક્રિય કરેલા એકાઉન્ટ

જો તમારું Shopify Payments એકાઉન્ટ નકારવામાં આવે અથવા નિષ્ક્રિય કરવામાં આવે, તો તમને આગળના પગલાંઓ સાથેનું એક ઇમેઇલ નોટિફિકેશન મળે છે. ભૂલથી લેવામાં આવ્યો હોવાનું તમે માનતા હોવ તેવા નિર્ણય સામે અપીલ કરવા માટે, નિષ્ક્રિયકરણ માટે તમારા સ્ટોરની સમાપ્તિ સામે અપીલ કરવા અથવા નકારવામાં આવેલી ઍપ્લિકેશન માટે Shopify Payments પર ફરીથી અરજી કરવાનો સંદર્ભ લો. તમારા સ્ટોરમાં ટ્રાન્ઝેક્શન પર પ્રક્રિયા કરવાનું ચાલુ રાખવા માટે તમે થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાને પણ સક્રિય કરી શકો છો.

યોગ્ય સ્થિતિ જાળવી રાખવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ

તમારા Shopify Payments એકાઉન્ટને યોગ્ય સ્થિતિમાં રાખવા માટે, ભલામણ કરવામાં આવેલી આ પદ્ધતિઓને અનુસરો:

  • સચોટ પ્રોડક્ટ વર્ણન પ્રદાન કરો અને વાસ્તવિક ડિલિવરીની અપેક્ષાઓ સેટ કરો.
  • ગ્રાહકોને વચન આપેલ સમયમર્યાદામાં ઑર્ડર પૂર્ણ કરો.
  • રિકરિંગ સબ્સ્ક્રિપ્શનની શરતો સ્પષ્ટ રાખો અને સબ્સ્ક્રિપ્શન રદ કરવાની પ્રક્રિયાને સરળ બનાવો.
  • ગ્રાહકોની ચિંતાઓ અને વિવાદોનો તરત જ પ્રતિસાદ આપો.
  • ખાતરી કરો કે વ્યવસાયના ઓળખપત્રો અને દાવાઓ સચોટ તેમજ ચકાસી શકાય તેવા છે.
  • તમારા ગ્રાહકો સાથે પારદર્શક અને પ્રમાણિક સંચાર જાળવી રાખો.