સિંગાપોર માટે Shopify Paymentsનો ઉપયોગ કરતી વખતે કરનો રિપોર્ટ કરવો
વેપારી તરીકે, તમારે કર રિપોર્ટિંગ સહિતના તમામ લાગુ પડતા નિયમોનું પાલન કરવું જરૂરી છે. તમારા અધિકારક્ષેત્રના આધારે, Shopify Paymentsએ તમારા વેચાણની સ્થાનિક કર સત્તાવાળાઓને જાણ કરવી પણ જરૂરી બની શકે છે.
સિંગાપોરમાં, તમારે ટ્રાન્ઝેક્શન ફી પર ચૂકવેલ GSTની રકમ સરકારમાં ફાઇલ કરવાની જરૂર છે. આ માહિતી મેળવવા માટે, તમે જનરેટ કરેલ ઇન્વૉઇસ ડાઉનલોડ કરી શકો છો અથવા તમારી ટ્રાન્ઝેક્શનની માહિતી સાથેની ફાઇલ નિકાસ કરી શકો છો.
આ પેજ પર
સિંગાપોરમાં Shopify Payments ફી અને GST (ગુડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ)
સિંગાપોરમાં Shopify Payments ફીમાં GST શામેલ છે. સિંગાપોરમાં, Shopify Payments મારફત પ્રક્રિયા કરવામાં આવતા તમામ ટ્રાન્ઝેક્શન પર 9%નો વર્તમાન GST દર લેવામાં આવે છે.
જનરેટ કરેલ ઇન્વૉઇસ ડાઉનલોડ કરો
તમે તમારા કરના દાવા સાથે સબમિટ કરવા માટે માસિક ઇન્વૉઇસ ડાઉનલોડ કરી શકો છો. દરેક ઇન્વૉઇસમાં તે મહિને તમારા સ્ટોરમાં કરેલા તમામ ઑર્ડર માટે ટ્રાન્ઝેક્શન ફી પર ચૂકવવામાં આવેલ કુલ GST શામેલ છે. આ સુવિધા UTC સમય ક્ષેત્રનો ઉપયોગ કરે છે, જે તમારા સ્ટોરના સમય ક્ષેત્રથી અલગ હોઈ શકે છે. જો તમને એવો રિપોર્ટ જોઈતો હોય કે જે તમારા સ્ટોરના સમય ક્ષેત્રનો ઉપયોગ કરે, તો તમે તમારા સ્ટોરના ટ્રાન્ઝેક્શનની સૂચિને CSV ફાઇલ તરીકે નિકાસ કરી શકો છો. દસ્તાવેજોનો વિભાગ માત્ર સ્ટોર માલિક માટે જ ઉપલબ્ધ છે. જો તમે સ્ટાફને બધી ઉપલબ્ધ પરવાનગીઓ પ્રદાન કરો તો પણ તેઓ આ વિભાગને ઍક્સેસ કરી શકતા નથી.
દરેક મહિનાનું ઇન્વૉઇસ પછીના મહિનાની 5મી તારીખે જનરેટ થાય છે. ઉદાહરણ તરીકે, જૂનનું ઇન્વૉઇસ 5મી જુલાઈએ જનરેટ થાય છે. જો અમુક મહિના માટે તમે Shopify Payments સાથે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા ન હોય, તો તે મહિના માટે કોઈ ઇન્વૉઇસ જનરેટ થતું નથી.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ચુકવણીઓ પર જાઓ.
Shopify Payments વિભાગમાં, પેઆઉટ જુઓ પર ક્લિક કરો.
દસ્તાવેજો પર ક્લિક કરો.
કર દસ્તાવેજોના ડાયલોગ બૉક્સ પર, તમે જે ઇન્વૉઇસ ડાઉનલોડ કરવા માગતા હોવ તેની બાજુમાં આવેલા PDF ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ વિભાગમાં, ચુકવણીઓ પર ટૅપ કરો.
Shopify Payments વિભાગમાં, પેઆઉટ જુઓ પર ટૅપ કરો.
દસ્તાવેજો પર ટૅપ કરો.
કર દસ્તાવેજોના ડાયલોગ બૉક્સ પર, તમે જે ઇન્વૉઇસ ડાઉનલોડ કરવા માગતા હોવ તેની બાજુમાં આવેલા PDF ડાઉનલોડ કરો પર ટૅપ કરો.
ટ્રાન્ઝેક્શનની નિકાસ કરો
તમે તમારા સ્ટોરના ટ્રાન્ઝેક્શનની સૂચિને CSV ફાઇલમાં નિકાસ કરી શકો છો. સિંગાપોરના વેપારીઓ માટે CSV ફાઇલમાં GST કૉલમ શામેલ છે.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ચુકવણીઓ પર જાઓ.
Shopify Payments વિભાગમાં, પેઆઉટ જુઓ પર ક્લિક કરો.
ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરો.
નિકાસ કરો પર ક્લિક કરો. તમારા બ્રાઉઝરમાં એક CSV ફાઇલ ડાઉનલોડ થાય છે.
સ્પ્રેડશીટ એડિટરમાં CSV ફાઇલ ખોલો.
CSV ફાઇલની છેલ્લી કૉલમ દરેક ટ્રાન્ઝેક્શન પર એકત્રિત કરેલી GSTની રકમ પ્રદર્શિત કરે છે.
તમે એકત્રિત કરેલ GSTની કુલ રકમની ગણતરી કરવા માટે SUM ટૂલનો ઉપયોગ કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ વિભાગમાં, ચુકવણીઓ પર ટૅપ કરો.
Shopify Payments વિભાગમાં, પેઆઉટ જુઓ પર ટૅપ કરો.
ટ્રાન્ઝેક્શન પર ટૅપ કરો.
નિકાસ કરો પર ટૅપ કરો. તમારા બ્રાઉઝરમાં CSV ફાઇલ ડાઉનલોડ થાય છે.
સ્પ્રેડશીટ એડિટરમાં CSV ફાઇલ ખોલો.
CSV ફાઇલની છેલ્લી કૉલમ દરેક ટ્રાન્ઝેક્શન પર એકત્રિત કરેલી GSTની રકમ પ્રદર્શિત કરે છે.
તમે એકત્રિત કરેલ GSTની કુલ રકમની ગણતરી કરવા માટે SUM ટૂલનો ઉપયોગ કરો.