કાર્ડના પ્રકાર અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં Shopify Payments ના દરો

જો તમારો વ્યવસાય યુનાઇટેડ સ્ટેટ્સમાં આધારિત હોય, તો તમારા Shopify Payments ના ચાર્જ તમારા ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતા કાર્ડના પ્રકાર પર આધાર રાખે છે.

ઑનલાઇન કાર્ડના પ્રકારો

નીચે મુખ્ય બે કાર્ડના પ્રકારો આપવામાં આવ્યા છે, જે તમારા Shopify Payments ના ઑર્ડરના ચાર્જ નક્કી કરે છે:

  • માનક: આમાં Visa, Mastercard, Discover અને Diners Club દ્વારા જારી કરવામાં આવતા સ્થાનિક ગ્રાહકોના કાર્ડ શામેલ છે.
  • પ્રીમિયમ: આમાં સ્થાનિક કમર્શિયલ, કૉર્પોરેટ અથવા બિઝનેસ-ટિયર કાર્ડ, જેમ કે Visa બિઝનેસ અને તમામ સ્થાનિક American Express કાર્ડ શામેલ છે.

ગ્રાહકોના કાર્ડ

ગ્રાહકોના કાર્ડ એવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ છે જે વ્યક્તિઓને અંગત વપરાશ માટે જારી કરવામાં આવે છે અને તેને માનક કાર્ડના પ્રકાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

કમર્શિયલ, કૉર્પોરેટ અને બિઝનેસ કાર્ડ

કમર્શિયલ, કૉર્પોરેટ અને બિઝનેસ કાર્ડ વ્યવસાયો અને સંસ્થાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તે વ્યવસાય સંબંધિત ખર્ચાઓ માટેની ચુકવણી પદ્ધતિ છે, જેમ કે સપ્લાય, ઇન્વેન્ટરી અને કર્મચારીના ખર્ચ. આ કાર્ડ પ્રીમિયમ કાર્ડના પ્રકાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય કાર્ડ માટેના વધારાના ચાર્જ

જો તમે આંતરરાષ્ટ્રીય કાર્ડ અને ચુકવણી પદ્ધતિઓ પર પ્રક્રિયા કરો છો, તો બેઝ રેટ કરતાં વધુ ચાર્જ લાગુ થાય છે. પ્લાન અને કિંમત નિર્ધારણ વિશે વધુ જાણો.

રૂબરૂ કાર્ડ

જો તમે Shopify POS, Tap to Pay on Shopify Mobile અને Shopify કાર્ડ રીડર નો ઉપયોગ કરીને રૂબરૂ ચુકવણીઓ સ્વીકારો છો, તો આ ટ્રાન્ઝેક્શન પર અલગ દરો લાગુ થાય છે. રૂબરૂ ચુકવણીના દરોમાં સામાન્ય રીતે ઑનલાઇન દરો કરતા ઓછો ખર્ચ થાય છે કારણ કે ચુકવણી કાર્ડની ભૌતિક હાજરીને લીધે તેમને ઓછું જોખમ માનવામાં આવે છે.

તમે તમારા Shopify ઍડમિનના Shopify Payments વિભાગમાં તમારા વિશિષ્ટ રૂબરૂ દરો જોઈ શકો છો. રૂબરૂ કાર્ડ ચુકવણીઓ સ્વીકારવા વિશે વધુ જાણો.

મેન્યુઅલી દાખલ કરેલી કાર્ડ ચુકવણીઓ

મેન્યુઅલી દાખલ કરેલી કાર્ડ ચુકવણી એ એક ટ્રાન્ઝેક્શન છે જ્યાં તમે ગ્રાહકની કાર્ડ વિગતો દાખલ કરો છો અને પછી ડ્રાફ્ટ ઑર્ડર નો ઉપયોગ કરીને ઍડમિન દ્વારા અથવા Shopify POS દ્વારા તેમની ચુકવણી પર પ્રક્રિયા કરો છો.

મેન્યુઅલી દાખલ કરેલી ચુકવણીઓ પર વધુ ફી લાગુ પડે છે કારણ કે કાર્ડની વિગતો મોટાભાગે ફોન પર અથવા અન્ય અનએન્ક્રિપ્ટેડ પદ્ધતિઓ દ્વારા એકત્રિત કરવામાં આવે છે, જેનાથી છેતરપિંડીનું જોખમ વધે છે.

તમારા Shopify ઍડમિનમાં ચુકવણી દરો જુઓ

તમે તમારા ચુકવણી દરો કેવી રીતે જુઓ છો તે તમારો સ્ટોર Shopify સંસ્થાનો ભાગ છે કે નહીં તેના પર નિર્ભર કરે છે.

કોઈ સંસ્થામાં ન હોય તેવા સ્ટોર માટે

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ચુકવણીઓ પર જાઓ.

  2. Shopify Payments વિભાગમાં, મેનેજ કરો પર ક્લિક કરો.

  3. વધુ ક્રિયાઓ પર ક્લિક કરો અને પછી ચુકવણી પદ્ધતિઓ મેનેજ કરો પર ક્લિક કરો.

  4. ચુકવણી દરો જુઓ પર ક્લિક કરો.

સંસ્થામાંના સ્ટોર માટે

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ચુકવણીઓ પર જાઓ.

  2. ચુકવણી પ્રદાતાઓ વિભાગમાં, Shopify Payments પર ક્લિક કરો.

  3. એકાઉન્ટ વિભાગમાં, તમે જે ચુકવણી એન્ટિટી માટે દરો જોવા માગતા હો તેને પસંદ કરો.

  4. વધુ ક્રિયાઓ પર ક્લિક કરો અને પછી ચુકવણી પદ્ધતિઓ મેનેજ કરો પર ક્લિક કરો.

  5. ચુકવણી દરો જુઓ પર ક્લિક કરો.

ચુકવણીઓનો ફાઇનાન્સ રિપોર્ટ

ચુકવણીઓનો ફાઇનાન્સ રિપોર્ટ પસંદ કરેલી સમયમર્યાદા માટે તમારા સ્ટોરનાં ચુકવણી ટ્રાન્ઝેક્શનની સૂચિ આપે છે. તેમાં કાર્ડના પ્રકારોના આધારે ટ્રાન્ઝેક્શન વૉલ્યુમ પણ શામેલ છે. ચુકવણીઓનાં ફાઇનાન્સ રિપોર્ટ વિશે વધુ જાણો.

ચુકવણીઓનો ફાઇનાન્સ રિપોર્ટ જુઓ

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનલિટિક્સ > રિપોર્ટ પર જાઓ.

  2. કેટેગરી પર ક્લિક કરો.

  3. માત્ર ફાઇનાન્સ રિપોર્ટ શામેલ કરવા માટે રિપોર્ટને ફિલ્ટર કરવા ફાઇનાન્સ પસંદ કરો.

  4. નામ કૉલમમાં, ચુકવણીઓ રિપોર્ટ પર ક્લિક કરો.