Authorize.net ચુકવણી પ્રદાતા

Authorize.net એ એક ચુકવણી પ્રદાતા છે જે તમને તમારા Shopify સ્ટોર પર ક્રેડિટ કાર્ડ ચુકવણીઓ સ્વીકારવા દે છે.

તમારા સ્ટોર પર Authorize.net સેટ કરો

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચુકવણીઓ સ્વીકારવા માટે Authorize.net સક્રિય કરી શકો તે પહેલાં, તમારે ટેસ્ટ મોડ નિષ્ક્રિય કરવો આવશ્યક છે.

Authorize.net માટે ટેસ્ટ મોડ નિષ્ક્રિય કરો

જ્યારે તમે Authorize.net એકાઉન્ટ ખોલો છો, ત્યારે તમારો ગેટવે ડિફૉલ્ટ રૂપે ટેસ્ટ મોડમાં હોય છે. Authorize.netના ટેસ્ટ સર્વર Shopify સાથે સુસંગત નથી, તેથી તમે ચુકવણીઓ સ્વીકારવાનું શરૂ કરો તે પહેલાં તમારે તમારા Authorize.net એકાઉન્ટ માટે ટેસ્ટ મોડને નિષ્ક્રિય કરવાની જરૂર છે.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ચુકવણીઓ પર જાઓ.

  2. https://account.authorize.net/ પર મર્ચન્ટ ઇન્ટરફેસમાં લૉગ ઇન કરો.

  3. મુખ્ય મેનૂમાં એકાઉન્ટ હેઠળ સેટિંગ્સ પસંદ કરો.

  4. Security Settings વિભાગમાં, Test Mode પર ક્લિક કરો.

  5. તમારા એકાઉન્ટ માટે ટેસ્ટ મોડ નિષ્ક્રિય કરવા માટે, Turn Test OFF (ટેસ્ટ બંધ કરો) પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપમાંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. સ્ટોર સેટિંગ વિભાગમાં, ચુકવણીઓ પર ટૅપ કરો.

  3. https://account.authorize.net/ પર મર્ચન્ટ ઇન્ટરફેસમાં લૉગ ઇન કરો.

  4. મુખ્ય મેનૂમાં એકાઉન્ટ હેઠળ સેટિંગ્સ પસંદ કરો.

  5. Security Settings વિભાગમાં, Test Mode પર ટૅપ કરો.

  6. તમારા એકાઉન્ટ માટે ટેસ્ટ મોડ નિષ્ક્રિય કરવા માટે, Turn Test OFF (ટેસ્ટ બંધ કરો) પર ટૅપ કરો.

Shopifyમાં Authorize.net સક્રિય કરો

તમે ટેસ્ટ મોડ નિષ્ક્રિય કરી લો તે પછી, તમે તમારા Shopify ઍડમિનમાં Authorize.netને સક્રિય કરી શકો છો.

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ચુકવણીઓ પર જાઓ.

  2. નીચેનીમાંથી કોઈ એક ક્રિયા કરો:

    • જો તમે Shopify Payments સક્રિય કરેલ હોય, તો નીચેનાં પગલાં પૂર્ણ કરો:
      1. Shopify Payments વિભાગમાં, મેનેજ કરો પર ક્લિક કરો.
      2. ચુકવણી પદ્ધતિઓ મેનેજ કરો પર ક્લિક કરો.
      3. Shopify Payments નિષ્ક્રિય કરો પર ક્લિક કરો.
      4. અન્ય તમામ પ્રદાતાઓ જુઓ પર ક્લિક કરો.
    • જો તમે Shopify Payments સક્રિય કરેલ નથી, તો Shopify Payments વિભાગમાં, અન્ય તમામ પ્રદાતાઓ જુઓ પર ક્લિક કરો.
    • જો તમારા દેશમાં Shopify Payments ઉપલબ્ધ ન હોય, તો ચુકવણી પ્રદાતાઓ વિભાગમાં, પ્રદાતા પસંદ કરો પર ક્લિક કરો.
  3. ચુકવણી પ્રદાતાઓ વિભાગમાં, પ્રદાતાઓની સૂચિમાંથી Authorize.net પસંદ કરો.

  4. ઇન્સ્ટૉલ કરો પર ક્લિક કરો.

  5. Authorize.net સાથે કનેક્ટ કરો પર ક્લિક કરો.

  6. તમારા Authorize.net ઓળખપત્રો દાખલ કરો અને પછી સક્રિય કરો પર ક્લિક કરો.

  7. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપમાંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. સ્ટોર સેટિંગ વિભાગમાં, ચુકવણીઓ પર ટૅપ કરો.

  3. નીચેનીમાંથી કોઈ એક ક્રિયા કરો:

    • જો તમે Shopify Payments સક્રિય કરેલ હોય, તો નીચેનાં પગલાં પૂર્ણ કરો:
      1. ચુકવણી પદ્ધતિઓ મેનેજ કરો પર ટૅપ કરો.
      2. Shopify Payments નિષ્ક્રિય કરો પર ટૅપ કરો.
      3. અન્ય તમામ પ્રદાતાઓ જુઓ પર ટૅપ કરો.
    • જો તમે Shopify Payments સક્રિય કર્યું ન હોય, તો Shopify payments વિભાગમાં, અન્ય તમામ પ્રદાતાઓ જુઓ પર ટૅપ કરો.
    • જો તમારા દેશમાં Shopify Payments ઉપલબ્ધ ન હોય, તો ચુકવણી પ્રદાતાઓ વિભાગમાં, પ્રદાતા પસંદ કરો પર ટૅપ કરો.
  4. ચુકવણી પ્રદાતાઓ વિભાગમાં, પ્રદાતાઓની સૂચિમાંથી Authorize.net પસંદ કરો.

  5. ઇન્સ્ટૉલ કરો પર ટૅપ કરો.

  6. Authorize.net સાથે કનેક્ટ કરો પર ટૅપ કરો.

  7. તમારા Authorize.net ઓળખપત્રો દાખલ કરો અને પછી સક્રિય કરો પર ટૅપ કરો.

  8. સાચવો પર ટૅપ કરો.

ટેસ્ટ મોડમાં Authorize.netનો ઉપયોગ કરો

જો તમે ટેસ્ટ મોડમાં Authorize.netનો ઉપયોગ કરવા માગતા હો, તો તમારે Authorize.net સેન્ડબૉક્સ એકાઉન્ટ માટે સાઇન અપ કરવું પડશે. તમે સેન્ડબૉક્સ એકાઉન્ટ માટે સાઇન અપ કરો તે પછી, તમારે તમારા Shopify ઍડમિનમાં ટેસ્ટ મોડ સેટઅપ કરવાની જરૂર છે.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ચુકવણીઓ પર જાઓ.

  2. Authorize.net વિભાગમાં, ફેરફાર કરો પર ક્લિક કરો:

  3. ટેસ્ટ મોડનો ઉપયોગ કરો ચેક કરો અને તમારા સેન્ડબૉક્સ ઓળખપત્રો દાખલ કરો:

  4. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપમાંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. સ્ટોર સેટિંગ વિભાગમાં, ચુકવણીઓ પર ટૅપ કરો.

  3. Authorize.net વિભાગમાં, ફેરફાર કરો પર ટૅપ કરો:

  4. ટેસ્ટ મોડનો ઉપયોગ કરો ચેક કરો અને તમારા સેન્ડબૉક્સ ઓળખપત્રો દાખલ કરો:

  5. સાચવો અથવા ✓ પર ટૅપ કરો.

તમે હવે Authorize.net ટેસ્ટ કાર્ડ નંબરોમાંથી એકનો ઉપયોગ કરીને તમારા સ્ટોર પર ખરીદી કરીને તમારા Authorize.net કન્ફિગરેશનનું પરીક્ષણ કરી શકો છો.

Authorize.net મુશ્કેલીનિવારણ

આવશ્યક ફીલ્ડના કારણે રિફંડ નિષ્ફળ જાય છે

જ્યારે તમે Shopifyમાં એવા ઑર્ડરનું રિફંડ આપો છો જેની ચુકવણી Authorize.net મારફતે કરવામાં આવી હતી, ત્યારે તમને Bill To Last Name is required જેવો ભૂલનો મેસેજ મળી શકે છે. આ મેસેજનો અર્થ એ છે કે તમારા Authorize.net હૉસ્ટેડ પેમેન્ટ ફૉર્મ પર એક કે તેથી વધુ ફીલ્ડ required તરીકે સેટ કરેલા છે, જે Shopify ઑર્ડરમાં ભૂલનું કારણ બને છે. તમે Shopifyમાં ઑર્ડરનું રિફંડ આપી શકો તે પહેલાં, તમારે તમારા Authorize.net એકાઉન્ટમાં હૉસ્ટેડ પેમેન્ટ ફૉર્મ પર જવું પડશે અને બધી ફીલ્ડને બિન-આવશ્યક તરીકે સેટ કરવી પડશે. તમારા હૉસ્ટેડ પેમેન્ટ ફૉર્મ પર ફીલ્ડ સેટ કરવા માટેની સૂચનાઓ શોધવા માટે, Authorize.net સપોર્ટ સેન્ટરમાં શોધો.

ચુકવણીઓ માટેનો સપોર્ટ ક્યાંથી મેળવવો

તમે તમારા Shopify ઍડમિન સેટિંગમાં ચુકવણીઓ વિભાગમાંથી સપોર્ટ માટે તમારા ચુકવણી પ્રદાતાનો સંપર્ક કરી શકો છો.

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ચુકવણીઓ પર જાઓ.

  2. તમે જે ચુકવણી પ્રદાતાનો સંપર્ક કરવા માગતા હો, તેને પસંદ કરો:

  • તમારા ક્રેડિટ કાર્ડ ચુકવણી પ્રદાતા માટે, મેનેજ કરો પર ક્લિક કરો.
  • વધારાની ચુકવણી પદ્ધતિઓ માટે, પ્રદાતાના નામ પર ક્લિક કરો.
  1. વધુ ક્રિયાઓ > પ્રદાતાનો સંપર્ક કરો પર ક્લિક કરો.
  2. તમારો મેસેજ દાખલ કરો અને પછી મોકલો પર ક્લિક કરો.