તમારો ડેટા ભૂંસી નાખો

તમારો વેપારીનો વ્યક્તિગત ડેટા તમારા ગ્રાહકોના વ્યક્તિગત ડેટા કરતાં અલગ હોય છે. તમારા વ્યક્તિગત ડેટામાં તમારા Shopify એકાઉન્ટનું સંચાલન કરતા લોકોના નામ અને સંપર્ક વિગતો જેવી માહિતી શામેલ હોય છે.

તેના બદલે ગ્રાહકનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવા માટે, ગ્રાહકના ડેટાની વિનંતીઓ પર પ્રક્રિયા કરવા નો સંદર્ભ લો.

ગ્રાહક પ્રોફાઇલમાં ફેરફાર કરવા અથવા તેને ડિલીટ કરવા માટે, ગ્રાહકોને મેનેજ કરવા નો સંદર્ભ લો.

એક વેપારી તરીકે Shopify ની સેવાઓનો ઉપયોગ કરતી વખતે, તમારી પાસે તમારા વ્યક્તિગત ડેટાના સંગ્રહ અને ઉપયોગ સંબંધિત વિકલ્પો હોય છે. ધ્યાનમાં રાખો કે તમારો વ્યક્તિગત ડેટા તમારા ગ્રાહકોના વ્યક્તિગત ડેટા કરતાં અલગ છે. તમારા વ્યક્તિગત ડેટામાં તમારા Shopify એકાઉન્ટનું સંચાલન કરતા લોકોના નામ અને સંપર્ક માહિતી જેવી બાબતો શામેલ હોય છે.

વેપારી તરીકે Shopify માંથી તમારો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવો

જ્યારે તમે વેપારી તરીકે Shopify સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે Shopify દ્વારા પ્રક્રિયા કરવામાં આવતા વ્યક્તિગત ડેટામાં તમારા પોતાના વિશેની અને તમારા બિઝનેસના સંચાલન સાથે સંકળાયેલી અન્ય વ્યક્તિઓ વિશેની માહિતી શામેલ હોય છે. આ માહિતીમાં તમારા બધા સ્ટોર પરથી નામ, સરનામું, ઇમેઇલ ઍડ્રેસ અને ચુકવણીની વિગતો તેમજ બહુવિધ સ્ટોર સાથે સંકળાયેલ હોઈ શકે તેવી તમારી Shopify એકાઉન્ટ માહિતી શામેલ છે, પરંતુ તે માત્ર આના પૂરતી જ મર્યાદિત નથી. Shopify ને તમારો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવાની સૂચના આપવાથી તમે ધરાવતા તમામ Shopify શૉપ અને એકાઉન્ટમાંથી વ્યક્તિગત ડેટા ભૂંસાઈ જાય છે.

તમારા વ્યક્તિગત ડેટાને ભૂંસી નાખવાની વિનંતી કરતા પહેલાં નીચેની બાબતોની સમીક્ષા કરો:

  • તમે તમારા ઇમેઇલ ઍડ્રેસ સાથે સંકળાયેલા બધા સ્ટોર અને બધા એકાઉન્ટને નિષ્ક્રિય કરી દો, તે પછી જ તમારો વેપારીનો વ્યક્તિગત ડેટા ભૂંસી શકાય છે. વેપારીના વ્યક્તિગત ડેટાની નાબૂદીની પ્રક્રિયાના ભાગ રૂપે તમને બધા એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે તેની ખાતરી કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવે છે.
  • તમારો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવામાં આવ્યા પછી, તેને પુનઃપ્રાપ્ત કરી શકાતો નથી.

તમારા વ્યક્તિગત ડેટાની નાબૂદીની વિનંતી કરવા માટે, Shopify ગોપનીયતા નિયંત્રણો પર જાઓ અને પ્રક્રિયા શરૂ કરવા માટે મારો ડેટા ભૂંસી નાખો પર ક્લિક કરો. તમારી વિનંતી પર પ્રક્રિયા કરવામાં Shopify ને 30 દિવસ જેટલો સમય લાગી શકે છે અને નાબૂદી લાગુ કાયદા દ્વારા પ્રદાન કરવામાં આવેલા અપવાદો અને મર્યાદાઓને આધીન હોઈ શકે છે.

તમારા સ્ટોરમાંથી ગ્રાહકનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવો

જો તમે Shopify વેપારી છો અને તમને કોઈ ગ્રાહક તરફથી તેમનો વ્યક્તિગત ડેટા ડિલીટ કરવાની વિનંતી મળી છે, તો ગ્રાહકના ડેટાની વિનંતી પર પ્રક્રિયા કરવાના પગલાં અનુસરો.

નિષ્ક્રિય કરેલા સ્ટોરમાંથી ગ્રાહકનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવો

જો તમે Shopify વેપારી તરીકે તમારો સ્ટોર નિષ્ક્રિય કરવાનું પસંદ કરો છો, તો તમે ભવિષ્યમાં તમારો સ્ટોર ફરીથી ખોલવાનું નક્કી કરો, તે સંજોગો માટે તમારા સ્ટોરની બધી માહિતી 2 વર્ષ સુધી જાળવી રાખવામાં આવે છે. જોકે, તમે તે સમયમર્યાદા પહેલાં કોઈપણ સમયે તમારા નિષ્ક્રિય કરેલા સ્ટોરમાંથી તમારા ગ્રાહકોના વ્યક્તિગત ડેટાની નાબૂદી માટે વિનંતી કરી શકો છો.

તમારા ગ્રાહકોના વ્યક્તિગત ડેટાને ભૂંસી નાખવાની વિનંતી કરતા પહેલાં નીચેની બાબતોની સમીક્ષા કરો:

  • તમારા બધા ગ્રાહકોનો વ્યક્તિગત ડેટા માત્ર નિષ્ક્રિય કરેલા સ્ટોરમાંથી જ ભૂંસી શકાય છે.
  • તમારા ગ્રાહકોનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવાનું માત્ર તમે જે સ્ટોરને નિષ્ક્રિય કરવાની વિનંતી કરો છો, તેને જ લાગુ પડે છે. જો તમારી પાસે અન્ય સક્રિય કે નિષ્ક્રિય Shopify સ્ટોર હોય, તો તે સ્ટોરમાંના ગ્રાહકોનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવામાં આવતો નથી.
  • વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવામાં આવ્યા પછી, તેને પુનઃપ્રાપ્ત કરી શકાતો નથી અને સ્ટોર ફરીથી ખોલી શકાતો નથી.
  • માત્ર સ્ટોર માલિક જ તે સ્ટોરના ગ્રાહકોના વ્યક્તિગત ડેટાની નાબૂદીની વિનંતી કરી શકે છે. અન્ય કોઈ સ્ટાફ મેમ્બર સ્ટોર માલિક વતી વિનંતી સબમિટ કરી શકતા નથી.

તમારા ગ્રાહકોનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવાની તમારી વિનંતી સબમિટ કરવા માટે, Shopify સપોર્ટનો સંપર્ક કરો. લાગુ કાયદા દ્વારા પ્રદાન કરવામાં આવેલા અપવાદો અને મર્યાદાઓને આધીન રહીને, વિનંતી પૂર્ણ થયાના 14 દિવસની અંદર તમારા સ્ટોરના ગ્રાહકોનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવામાં આવે છે.

Shop અથવા Shop Pay નાબૂદીની વિનંતીઓ

જો તમારા ગ્રાહક Shop અથવા Shop Pay નો ઉપયોગ કરી રહ્યાં હોય અને Shopify પાસે રહેલો તેમનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવા માગતા હોય, તો તેઓ Shopify ગોપનીયતા નિયંત્રણો પર જઈ શકે છે અને પ્રક્રિયા શરૂ કરવા માટે મારો ડેટા ભૂંસી નાખો પર ક્લિક કરી શકે છે. નોંધો કે આ તેમણે જે મર્ચન્ટ સ્ટોરમાંથી ખરીદી કરી હોય, તેમાંથી વ્યક્તિગત ડેટાને ભૂંસતું નથી.