Shopify Network Intelligence સક્ષમ કરવામાં આવે ત્યારે આવશ્યકતાઓ

જ્યારે Shopify Network Intelligence સક્ષમ હોય, ત્યારે તમારો વ્યવસાય ચલાવવાનું સરળ બનાવવા માટે, Shopify અન્ય વેપારીઓના ગ્રાહક ડેટાની સાથે તમારા ગ્રાહક ડેટાનો સુરક્ષિત રીતે ઉપયોગ કરીને એવી આંતરદૃષ્ટિ જનરેટ કરશે જે ઉન્નત સેવાઓ તરીકે ઓળખાતી અદ્યતન સુવિધાઓને સંચાલિત કરે છે.

ઉન્નત સેવાઓ તમારા સ્ટોર, અન્ય વેપારીઓ અને Shopify સાથેના ગ્રાહકના ઇન્ટરેક્શનમાંથી પ્રાપ્ત ડેટા અને માહિતીનો સમાવેશ કરતી સુવિધાઓ મારફતે તમારા વ્યવસાયને અને અન્ય Shopify મર્ચન્ટના વ્યવસાયોને સુરક્ષિત રાખવામાં, વિકસાવવામાં અને બહેતર બનાવવામાં મદદ કરે છે. અમુક Shopify ઍપ અને સુવિધાઓ માટે Shopify Network Intelligence સક્ષમ હોવું જરૂરી છે અને તે અહીં સૂચિબદ્ધ છે. આ સૂચિ સમયાંતરે અપડેટ થઈ શકે છે.

ગ્રાહકોને જાણ કરવા માટેની આવશ્યકતાઓ

જ્યારે Shopify Network Intelligence સક્ષમ હોય, ત્યારે તમારા ગ્રાહકોને એ વિશે જાણ કરવામાં આવી હોવાની ખાતરી કરવા માટે વધારાની આવશ્યકતાઓ હોય છે કે આ ઉન્નત સેવાઓ પ્રદાન કરવા માટે Shopify તેમના ડેટા પર કેવી રીતે પ્રક્રિયા કરે છે. કેટલીક મુખ્ય આવશ્યકતાઓની રૂપરેખા આ પેજ પર આપવામાં આવી છે, પરંતુ વધુ માહિતી માટે તમારે Shopify સેવાની શરતો ના વિભાગ 9.2 ની સમીક્ષા કરવી જોઈએ:

  • Shopify ની ગોપનીયતા નીતિની લિંક: તમારી ગોપનીયતા નીતિમાં Shopify ની ગ્રાહક ગોપનીયતા નીતિ ની લિંક શામેલ કરો અને તમારા સ્ટોરમાં મુલાકાતીઓ જોઈ શકે તે રીતે મુખ્ય સ્થાને તમારી ગોપનીયતા નીતિ ની લિંક પોસ્ટ કરો.
  • તમારી સેવાની શરતો અને ગોપનીયતા નીતિમાં માહિતી:
    • તમારી શરતો અને ગોપનીયતા નીતિએ મુલાકાતીઓને જણાવવું જોઈએ કે તમારો સ્ટોર Shopify દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો છે અને જ્યારે તેઓ તમારા સ્ટોરની મુલાકાત લે છે અને ખરીદીઓ કરે છે ત્યારે Shopify તેમના ડેટા પર પ્રક્રિયા કરે છે, જેમાં અન્ય વેપારીઓ અને Shopify સાથેના તેમના ઇન્ટરેક્શનના આધારે સેવાઓ પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.
    • મુલાકાતીઓને સમજાવો કે તેમને સેવાઓ પ્રદાન કરવા માટે તેમની માહિતી Shopify અને અન્ય દેશોમાં સ્થિત હોઈ શકે તેવા અન્ય તૃતીય પક્ષો સાથે શેર કરવામાં આવશે, જેમાં અન્ય વેપારીઓ અને Shopify સાથેના તેમના ઇન્ટરેક્શનના ડેટાનો સમાવેશ કરતી સેવાઓ પણ શામેલ છે.

સ્થાન અનુસાર અતિરિક્ત આવશ્યકતાઓ

તમે ક્યાં વ્યવસાય કરો છો અને તમારા ગ્રાહકો ક્યાં આધારિત છે તેના આધારે, Shopify Network Intelligence સક્ષમ કરવામાં આવે ત્યારે તમારા માટે કેટલીક વધારાની આવશ્યકતાઓ હોઈ શકે છે.

US-આધારિત વ્યવસાયો અથવા ગ્રાહકો

કેટલીક ઉન્નત સેવાઓ, જેમ કે એવી સેવાઓ જે અન્ય વેપારીઓ અને Shopify સાથેની તમારા ગ્રાહકોની પ્રવૃત્તિના આધારે જાહેરાતને લક્ષિત કરે છે, તે US ના અમુક રાજ્યોના ગોપનીયતા કાયદા હેઠળ "શેરિંગ" અથવા "લક્ષિત જાહેરાત" હોઈ શકે છે. આ વ્યાખ્યાઓ વિશે અહીં વધુ જાણો.

જો તમારો સ્ટોર US ના તે રાજ્યોમાંના ગ્રાહકો માટે ઉપલબ્ધ હોય, તો તમારે નીચે મુજબ કરવું જોઈએ:

  • તે રાજ્યોમાંના તમારા ગ્રાહકોને "શેરિંગ" અથવા "લક્ષિત જાહેરાત" માટે તેમના ડેટાનો ઉપયોગ કરવાનું નાપસંદ (opt-out) કરવાનો અધિકાર પ્રદાન કરો.
  • તમારી ગોપનીયતા નીતિમાં ઑપ્ટ-આઉટ કરવાની પદ્ધતિની લિંક શામેલ કરો. અમુક રાજ્યોમાં તમારે ગ્રાહકોને ઑપ્ટ-આઉટ કરવા માટે બીજી પદ્ધતિ ઑફર કરવાની પણ જરૂર પડી શકે છે
  • આ આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં તમારી સહાય કરવા માટે, Shopify સ્વચાલિત ગોપનીયતા સેટિંગ્સ ઑફર કરે છે, જેમાં ગોપનીયતા નીતિનું ટેમ્પ્લેટ અને ડેટા શેરિંગના ઑપ્ટ-આઉટ પેજનો સમાવેશ થાય છે.

EEA, UK અથવા સ્વિટ્ઝરલૅન્ડ-આધારિત વ્યવસાય અથવા ગ્રાહકો

જો તમારો સ્ટોર અથવા ગ્રાહકો UK, EEA અથવા સ્વિટ્ઝરલૅન્ડમાં આધારિત હોય, તો GDPR નું પાલન કરવામાં સહાય કરવા માટે Shopify નો ઉપયોગ કરવો માં દર્શાવેલ ગોપનીયતા અનુપાલન જવાબદારીઓ ઉપરાંત તમારે નીચે મુજબ કરવું જોઈએ:

  • ગ્રાહકોની તમારા સ્ટોરમાં, અન્ય વેપારીઓ સાથે અને Shopify સાથેની પ્રવૃત્તિના આધારે તેમને જાહેરાતો બતાવવા માટે તેમની સંમતિ મેળવો અને તેમને તેમની સંમતિ પાછી ખેંચવાની ક્ષમતા પ્રદાન કરો. કૂકી બૅનર અને ગ્રાહકો તેમની સંમતિની પસંદગીઓને કઈ રીતે ઍક્સેસ કરી શકે છે તેના વિશે અહીં વધુ જાણો.
  • તમારી ગોપનીયતા નીતિમાં Shopify ના ગોપનીયતા પોર્ટલ ની લિંક શામેલ કરો જ્યાં ગ્રાહકો ઉન્નત સેવાઓ પ્રદાન કરવા માટે તેમની સંમતિ પાછી ખેંચવા અથવા Shopify દ્વારા તેમના ડેટાની પ્રક્રિયા કરવા સામે વાંધો ઉઠાવવાના તેમના અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણી શકે.
  • આ આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં તમારી સહાય કરવા માટે, Shopify સ્વચાલિત ગોપનીયતા સેટિંગ્સ ઑફર કરે છે, જેમાં ગોપનીયતા નીતિના ટેમ્પ્લેટ અને કૂકી બૅનરનો સમાવેશ થાય છે.

તમારી GDPR જવાબદારીઓને પૂર્ણ કરવામાં Shopify તમને કેવી રીતે સહાય કરી શકે છે તે વિશેની માહિતી માટે, GDPR નું પાલન કરવામાં સહાય કરવા માટે Shopify નો ઉપયોગ કરવો નો સંદર્ભ લો.

સ્વચાલિત ગોપનીયતા સેટિંગ્સ

આ આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં સહાય કરવા માટે તમે ઉપયોગ કરી શકો તેવા નીચે મુજબના સ્વચાલિત ગોપનીયતા સેટિંગ્સ Shopify ઑફર કરે છે:

  • સ્વચાલિત ગોપનીયતા નીતિ: ગોપનીયતા નીતિ એ એક કાનૂની દસ્તાવેજ છે જેમાં તમારો વ્યવસાય તેના મુલાકાતીઓની વ્યક્તિગત માહિતી કેવી રીતે એકત્રિત કરે છે, ઉપયોગ કરે છે, સંગ્રહિત કરે છે અને તેનું રક્ષણ કરે છે તેની વિગતો આપે છે. તમારા Shopify Network Intelligence સેટિંગ સહિત તમારા સ્ટોરનાં સેટિંગ્સ સાથે તમારી નીતિને સિંકમાં રાખવામાં સહાય કરવા માટે, Shopify એડમિનમાં સેટિંગ્સ > ગ્રાહકની ગોપનીયતા પર Shopify સ્વચાલિત પૉલિસી જનરેટર પ્રદાન કરે છે. તમારી પાસે તમારી ગોપનીયતા નીતિ મેન્યુઅલી ડ્રાફ્ટ કરવાનો વિકલ્પ પણ છે, જ્યાં સુધી તે ઉપર વર્ણવેલ આવશ્યકતાઓને પૂર્ણ કરતી હોય.
  • કૂકી બૅનર: કૂકી બૅનર એ એક નોટિફિકેશન છે જે મુલાકાતીઓને કૂકીઝ અને સમાન ટેક્નોલૉજીના ઉપયોગ વિશે જણાવે છે અને વિવિધ હેતુઓ માટે આ ટેક્નોલૉજીના ઉપયોગ માટે તેમની સંમતિ માંગે છે. ગ્રાહકોને સૂચિત કરવા અને કૂકીઝ તેમજ સમાન ટેક્નોલૉજી દ્વારા તેમનો ડેટા એકત્રિત કરવાની સંમતિ મેળવવા માટે, Shopify એક ટૂલ ઑફર કરે છે જેને તમે જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો.
  • ડેટા શેરિંગ ઑપ્ટ-આઉટ પેજ: ડેટા શેરિંગ ઑપ્ટ-આઉટ પેજ એ તમારા સ્ટોર માટેનું એક ટૂલ છે જે મુલાકાતીઓને Shopify અથવા અન્ય તૃતીય પક્ષો સાથે તેમના વ્યક્તિગત ડેટાના "વેચાણ" અથવા "શેરિંગ" માંથી (ચોક્કસ US રાજ્યના ગોપનીયતા કાયદા હેઠળ આ શબ્દોને વ્યાખ્યાયિત કર્યા મુજબ) ઑપ્ટ આઉટ કરવાની અને ચોક્કસ US રાજ્યના ગોપનીયતા કાયદા હેઠળ આવશ્યક હોઈ શકે તે મુજબ, વિવિધ વેપારીઓ અને વેબસાઇટ્સ પરની તેમની પ્રવૃત્તિના આધારે લક્ષિત જાહેરાત માટે તેમના વ્યક્તિગત ડેટાના ઉપયોગમાંથી ઑપ્ટ આઉટ કરવાની મંજૂરી આપે છે.
    • જો તમે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર સ્થિત હોવ અને તમારો સ્ટોર આ રાજ્યોના ગ્રાહકો માટે ઉપલબ્ધ હોય, તો તમારે તમારા સ્ટોર માટે આ ટૂલ્સ સક્રિય કરવા માટે તમે જ્યાં કામગીરી કરો છો તે માર્કેટ દર્શાવવા આવશ્યક છે.
    • તમે જ્યાં વ્યવસાય કરો છો અને તમે તમારો સ્ટોર ચલાવવાનું કેવી રીતે પસંદ કરો છો તેના આધારે, તમે આ ઑપ્ટ-આઉટ ઉપલબ્ધ કરાવો છો તે માર્કેટને કસ્ટમાઇઝ કરી શકો છો.

આ આવશ્યકતાઓ લાગુ કાયદા હેઠળ તમારી પાસે હોઈ શકે તેવી કોઈપણ જવાબદારીઓ ઉપરાંત છે. Shopify તમને તમારા વ્યવસાય વિશે કાનૂની સલાહ પ્રદાન કરવામાં સક્ષમ નથી. જો તમને કયા કાયદા તમને અને તમારા વ્યવસાયને લાગુ પડે છે તે વિશે ચોક્કસ પ્રશ્નો હોય, તો તે કાયદાઓથી પરિચિત એવા વકીલની સલાહ લો.

જો તમે Shopify નાં સ્વચાલિત ગોપનીયતા સેટિંગ્સ (ઉદાહરણ તરીકે, કૂકી બૅનર અને/અથવા ઑપ્ટ આઉટ પેજ) અથવા તૃતીય-પક્ષનાં એવાં ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યાં છો જે Customer Privacy API સાથે યોગ્ય રીતે સંકલિત છે, તો પછી Shopify Network Intelligence માં તમારી સાઇટ પરની ગ્રાહકની સંમતિની પસંદગીઓને Shopify માન આપે છે. આ કેવી રીતે કાર્ય કરે છે તેની વધુ વિગતો અમે નીચે પ્રદાન કરી છે.

જ્યારે Shopify Network Intelligence સક્ષમ કરેલ હોય ત્યારે:

  • જો કોઈ ગ્રાહક ગ્લોબલ પ્રાઇવસી કંટ્રોલ (GPC) હેડર, Shopify ના ડેટા શેરિંગના ઑપ્ટ આઉટ પેજ, અથવા Customer Privacy API સાથે યોગ્ય રીતે સંકલિત કરેલા તૃતીય-પક્ષ ટૂલનો ઉપયોગ કરીને વેપારી સાથે તેમના ડેટાના વેચાણ/શેરિંગમાંથી ઑપ્ટ આઉટ કરે છે, તો તેમની સાઇટ પરની ગ્રાહકની પ્રવૃત્તિને એવી રીતે ચિહ્નિત કરવામાં આવશે કે તેનો ઉપયોગ Shopify Network Intelligence દ્વારા જાહેરાતના હેતુઓ માટે કરવામાં ન આવે.
  • જો કોઈ ગ્રાહક Shopify ના કૂકી સંમતિ બૅનર અથવા Customer Privacy API સાથે યોગ્ય રીતે સંકલિત કરેલી તૃતીય-પક્ષ કૂકી બૅનર ઍપનો (અને અમે ભલામણ કરેલું લખાણ પણ અહીં આપ્યું છે) ઉપયોગ કરતા વેપારી સાથે બિન-આવશ્યક કૂકીઝ અથવા અન્ય ટ્રૅકિંગ ટેક્નોલૉજીના ઉપયોગ માટે સંમતિ ન આપે, તો તે સાઇટ પરના ગ્રાહકના ઉપકરણના ડેટાને એવી રીતે ચિહ્નિત કરવામાં આવશે કે જેથી તેનો ઉપયોગ Shopify Network Intelligence દ્વારા જાહેરાતના હેતુઓ સહિત અન્ય કોઈપણ બિન-આવશ્યક હેતુઓ માટે કરવામાં ન આવે.
  • જો કોઈ ગ્રાહક વેપારી પાસે તેમના ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરે છે, તો તેમનો ડેટા Shopify Network Intelligence માંથી પણ ડિલીટ કરવામાં આવશે. ગ્રાહક Shopify ના ગોપનીયતા પોર્ટલ નો ઉપયોગ કરીને સીધી જ ડિલીટ કરવાની વિનંતી કરી શકે છે અથવા જાહેરાતોના હેતુઓ માટે Shopify દ્વારા તેમના ડેટાને શેર કરવામાં આવતો હોય તેમાંથી ઑપ્ટ આઉટ કરી શકે છે.

તમે સેટિંગ્સ > ગ્રાહકની ગોપનીયતા પર જઈને કોઈપણ સમયે તમારા Shopify Network Intelligence સેટિંગ્સ બદલી શકો છો.