વેચાણ, શેરિંગ અને લક્ષિત જાહેરાત

વેચાણ: યુએસ રાજ્ય ગોપનીયતા કાયદાઓ માટે સામાન્ય રીતે કંપનીઓએ તૃતીય પક્ષોને તેમની વ્યક્તિગત માહિતીના “વેચાણ” ની સ્પષ્ટ અને ધ્યાન ખેંચે તેવી નોટિસ પ્રદાન કરવી અને ગ્રાહકોને તેમાંથી ઑપ્ટ આઉટ કરવાની મંજૂરી આપવી જરૂરી છે. કેટલાક યુએસ રાજ્યોમાં, "વેચાણ" ને વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જેમાં પૈસા અથવા અન્ય મૂલ્યવાન અવેજ માટે વ્યક્તિગત માહિતીના કોઈપણ ટ્રાન્સફર અથવા ડિસ્ક્લોઝરનો સમાવેશ થાય છે.

શેરિંગ: કેલિફોર્નિયામાં, કેલિફોર્નિયા કન્ઝ્યુમર પ્રાઇવસી એક્ટ (CCPA) માં કરવામાં આવેલા કેલિફોર્નિયા પ્રાઇવસી રાઇટ્સ એક્ટ (CPRA) સુધારાઓમાં પણ નોટિસ આપવી અને વ્યક્તિગત માહિતીના “શેરિંગ” માંથી ઑપ્ટ આઉટ કરવાની ક્ષમતા હોવી જરૂરી છે, જેમાં “શેરિંગ” ને “ક્રોસ-કોન્ટેક્સ્ટ બિહેવિયરલ એડવર્ટાઇઝિંગ” માટે વ્યક્તિગત માહિતીના ડિસ્ક્લોઝર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. “ક્રોસ-કોન્ટેક્સ્ટ બિહેવિયરલ એડવર્ટાઇઝિંગ,” નો અર્થ એવો થાય છે કે “ગ્રાહક ઇરાદાપૂર્વક જે વ્યવસાય, અલગ-બ્રાન્ડેડ વેબસાઇટ, ઍપ્લિકેશન અથવા સેવા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેના સિવાયના અન્ય વ્યવસાયો, અલગ-બ્રાન્ડેડ વેબસાઇટ્સ, ઍપ્લિકેશનો અથવા સેવાઓ પરની ગ્રાહકની પ્રવૃત્તિમાંથી મેળવેલ ગ્રાહકની વ્યક્તિગત માહિતીના આધારે ગ્રાહકને જાહેરાત માટે લક્ષિત કરવું.”

લક્ષિત જાહેરાત: અન્ય યુએસ રાજ્યો ગ્રાહકોને “લક્ષિત જાહેરાત” માંથી ઑપ્ટ આઉટ કરવાની મંજૂરી આપે છે, જે “શેરિંગ” જેવી જ છે અને “એવા ગ્રાહકને એવી જાહેરાતો દર્શાવવી કે જે આવા ગ્રાહકની પસંદગીઓ અથવા રુચિઓની આગાહી કરવા માટે સમય જતાં અને બિન-સંલગ્ન વેબસાઇટ્સ અથવા ઑનલાઇન ઍપ્લિકેશનો પરની તે ગ્રાહકની પ્રવૃત્તિઓમાંથી મેળવેલ વ્યક્તિગત માહિતીના આધારે પસંદ કરવામાં આવે છે” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. લક્ષિત જાહેરાતમાં સામાન્ય રીતે ફર્સ્ટ-પાર્ટી માર્કેટિંગ, સંદર્ભિત જાહેરાત અથવા માહિતી અથવા પ્રતિસાદ માટેની તેમની વિનંતીના આધારે ગ્રાહકોને જાહેરાતો બતાવવાનો સમાવેશ થતો નથી.

Shopify તમને અમુક એવી પ્રોડક્ટ્સ અને સેવાઓ ઑફર કરે છે જેને US રાજ્યના ગોપનીયતા કાયદા હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબ Shopify સાથે વ્યક્તિગત માહિતીનું "શેરિંગ" અથવા "લક્ષિત જાહેરાત" ગણી શકાય છે અને તમે તમારા સ્ટોર અને વેબસાઇટને કઈ રીતે ઑપરેટ કરો છો તેના આધારે તમે ગ્રાહકની વ્યક્તિગત માહિતીના "વેચાણ," "શેરિંગ" અથવા "લક્ષિત જાહેરાત"માં પણ શામેલ હોઈ શકો છો. તમારી કાનૂની જવાબદારીઓનું મૂલ્યાંકન કરવું અને તમે ગ્રાહકોને કોઈપણ જરૂરી નોટિસ પ્રદાન કરો છો અને લાગુ પડતું હોય તે રીતે તેમને આ પ્રવૃત્તિઓમાંથી નાપસંદ (opt-out) કરવાની ક્ષમતા પ્રદાન કરો છો, તે સુનિશ્ચિત કરવું એ તમારા પર નિર્ભર છે.

આ US રાજ્યના ગોપનીયતા કાયદા હેઠળ "વેચાણ," "શેરિંગ" અથવા "લક્ષિત જાહેરાત" સાથે સંબંધિત જરૂરિયાતોની કોઈ વ્યાપક સૂચિ નથી, જે સતત બદલાતી રહે છે.