પ્રોડક્ટ બંડલ
બંડલ એ બે કે તેથી વધુ સંબંધિત પ્રોડક્ટનો સેટ છે, જેને સામાન્ય રીતે ડિસ્કાઉન્ટ સાથે ઑફર કરવામાં આવે છે. તમે ઑનલાઇન સ્ટોર, Shop અને Shopify POS સેલ્સ ચેનલ દ્વારા બંડલ વેચી શકો છો અને Google અને YouTube સેલ્સ ચેનલ પર માત્ર ફિક્સ્ડ પ્રોડક્ટ બંડલ સાથે વેચી શકો છો. બંડલ વેચવાથી નીચેના લાભ મળી શકે છે:
- તમારા સરેરાશ ઑર્ડર મૂલ્યમાં વધારો કરવો
- તમારા ગ્રાહકોને ક્યુરેશનના રૂપમાં મૂલ્ય પ્રદાન કરવું
- તમારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટનો લાભ આપવો
- જૂની ઇન્વેન્ટરી ક્લિયર કરવી
- તમારી પ્રોડક્ટ માટે વધુ વિઝિબિલિટી મેળવવી
તમારા સ્ટોર પર પ્રોડક્ટ બંડલ બનાવવા માટે, તમારા Shopify સ્ટોર પર બંડલ ઍપ ઇન્સ્ટૉલ કરેલી હોવી જરૂરી છે.