કલેક્શન સેટિંગ્સને મેનેજ કરવા
કલેક્શન કેવી રીતે, ક્યારે અને ક્યાં પ્રદર્શિત થાય છે તેને નિયંત્રિત કરવા માટે તમે કલેક્શનના સેટિંગ્સ મેનેજ કરી શકો છો.
તમે કલેક્શન કઈ સેલ્સ ચેનલ પર ઉપલબ્ધ છે તે સેટ કરી શકો છો, તમારા ઑનલાઇન સ્ટોર પર પ્રદર્શિત કરવા માટે કલેક્શન માટે ભવિષ્યની પ્રકાશિત કરવાની તારીખ શેડ્યૂલ કરી શકો છો, તમારા ઑનલાઇન સ્ટોરમાં કલેક્શન પેજ કેવી રીતે પ્રદર્શિત થાય છે તેને નિયંત્રિત કરતું થીમ ટેમ્પ્લેટ પસંદ કરી શકો છો અને ગ્રાહકોને કલેક્શન શોધવામાં મદદ કરવા માટે સર્ચ એન્જિન લિસ્ટિંગમાં ફેરફાર કરી શકો છો. આ સેટિંગ્સ મેનેજ કરવાથી તમને યોગ્ય ગ્રાહકો સમક્ષ યોગ્ય સમયે યોગ્ય પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરવામાં મદદ મળે છે.
આ પેજ પર
કલેક્શનની ઉપલબ્ધતાને એડજસ્ટ કરવી
તમે કલેક્શનના ઉપલબ્ધતા સેટિંગ્સમાં ફેરફાર કરીને તમારી સક્રિય સેલ્સ ચેનલ પર કલેક્શન પ્રકાશિત કરી શકો છો અથવા છુપાવી શકો છો. તમે નીચેનામાંથી કોઈ પણ કારણસર કલેક્શનને છુપાવવા માંગી શકો છો:
- તે મોસમી અથવા સેલ પ્રોડક્ટ્સનું એવું કલેક્શન છે જેને તમે વર્ષના અમુક ભાગ માટે જ ઉપલબ્ધ કરાવવા માંગો છો.
- તમે કોઈ ચોક્કસ સેલ્સ ચેનલ સાથે માત્ર એક જ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ કરવા માંગો છો.
- કલેક્શનમાં રહેલી પ્રોડક્ટ્સ કોઈ ચોક્કસ સેલ્સ ચેનલની યોગ્યતા આવશ્યકતાઓને પૂર્ણ કરતી નથી.
- આ એવું કલેક્શન છે જેનો ઉપયોગ તમે તમારા સ્ટોરમાં ઉપયોગમાં લેવાતા Shopify ઍડમિન વર્કફ્લો માટે ફક્ત એક ઇનપુટ તરીકે કરો છો, જેમ કે કલેક્શનમાં ટૅક્સ ઓવરરાઇડ.
કલેક્શનની ઉપલબ્ધતાને એડજસ્ટ કરવા માટેના વિચારણાંના મુદ્દા
તમે કલેક્શનની ઉપલબ્ધતાને એડજસ્ટ કરો તે પહેલાં, નીચેના વિચારણાંના મુદ્દા રિવ્યૂ કરો:
- કલેક્શનને ઑનલાઇન સ્ટોર સેલ્સ ચેનલ પર દૃશ્યમાન કરવાથી કલેક્શન ઑટોમૅટિક રીતે તમારા સ્ટોરના મેનૂ સાથે લિંક થતું નથી. ગ્રાહકોને તમારા ઑનલાઇન સ્ટોરમાં કલેક્શન શોધવામાં મદદ કરવા માટે, તમારે તમારા સ્ટોરના મેનૂમાંથી કલેક્શનમાં લિંક ઉમેરવી પડશે.
- કલેક્શનની ઉપલબ્ધતા બદલવાથી કલેક્શનમાં રહેલી વ્યક્તિગત પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા બદલાતી નથી. જો તમે પ્રોડક્ટને ઉપલબ્ધ કે અનુપલબ્ધ કરવા માંગતા હો, તો તમારે પ્રોડક્ટ અપડેટ કરવી પડશે.
- કેટલીક સેલ્સ ચેનલ કદાચ એક કરતા વધુ પ્રદેશ અથવા એકાઉન્ટ ધરાવતાં બહુવિધ ચેનલ કનેક્શન પ્રદર્શિત કરી શકે છે, જેમાં તમે તમારું કલેક્શન ઉપલબ્ધ કરાવી શકો છો.
કલેક્શન માટે સેલ્સ ચેનલ ઉપલબ્ધતા સેટ કરવી
કલેક્શન જે સેલ્સ ચેનલ પર પ્રકાશિત થાય છે તેમાં તમે કોઈ પણ સમયે ફેરફાર કરી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > કલેક્શન પર જાઓ.
તમે જે કલેક્શન માટે તમારી સેલ્સ ચેનલ ઉપલબ્ધતા સેટ કરવા માંગતા હો તેના પર ક્લિક કરો.
ચેનલ પર ક્લિક કરો.
વેચાણ ચૅનલ ડ્રોપ-ડાઉન મેનૂના વિકલ્પોમાંથી પસંદ કરો અથવા નાપસંદ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો
ઉત્પાદનો ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી કલેક્શન પર ટૅપ કરો.
તમે જે કલેક્શન માટે તમારી સેલ્સ ચેનલ ઉપલબ્ધતા સેટ કરવા માંગતા હો તેના પર ટૅપ કરો.
કલેક્શન સેટિંગ્સ વિભાગમાં, વેચાણ ચૅનલ પર ટૅપ કરો.
તમારી ઉપલબ્ધ સેલ્સ ચેનલમાંથી પસંદ કરો અથવા પસંદગી રદ કરો અને પછી સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
કલેક્શન પ્રકાશિત કરવાની તારીખ સેટ કરો
તમે તમારા ઑનલાઇન સ્ટોરમાં પ્રદર્શિત કરવા માટે કલેક્શન માટે કોઈ ચોક્કસ પ્રકાશન તારીખ સેટ કરી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > કલેક્શન પર જાઓ.
તમે જે કલેક્શન પ્રકાશિત કરવાની તારીખ સેટ કરવા અથવા બદલવા માંગતા હો, તેના પર ક્લિક કરો.
ચેનલ પર ક્લિક કરો.
વેચાણ ચૅનલ ડ્રોપ-ડાઉન મેનૂની ઑનલાઇન સ્ટોર પંક્તિમાં,
આઇકન પર ક્લિક કરો.
તમે કલેક્શનને પ્રકાશિત કરવા માંગતા હો તે તારીખ અને સમય સેટ કરો અને પછી થઈ ગયું પર ક્લિક કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો
ઉત્પાદનો ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી કલેક્શન પર ટૅપ કરો.
તમે જે કલેક્શન પ્રકાશિત કરવાની તારીખ સેટ કરવા અથવા બદલવા માંગતા હો, તેના પર ટૅપ કરો.
કલેક્શન સેટિંગ્સ વિભાગમાં, વેચાણ ચૅનલ પર ટૅપ કરો.
તમારા ઑનલાઇન સ્ટોર માટે, ઉપલબ્ધતા શેડ્યૂલ કરો પર ટૅપ કરો.
તારીખ અને સમય પર ટૅપ કરો, તમારા ફેરફારો કરો અને પછી સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
કલેક્શનની વિગતોના પેજ પર, સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
કલેક્શન માટે થીમ ટેમ્પ્લેટ બદલો
જો તમારી પાસે તમારા ઑનલાઇન સ્ટોર પર તમારા કલેક્શન પેજને જુદી-જુદી રીતે પ્રદર્શિત કરવા માટે થીમ એડિટરમાં બનાવેલા કસ્ટમ કલેક્શન ટેમ્પ્લેટ હોય, તો તમે કલેક્શનનું થીમ ટેમ્પ્લેટ બદલી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > કલેક્શન પર જાઓ.
તમે જે કલેક્શન માટે થીમ ટેમ્પ્લેટ બદલવા માંગતા હો, તેના પર ક્લિક કરો.
થીમ ટેમ્પ્લેટ વિભાગમાં, ડિફૉલ્ટ કલેક્શન ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો.
તમે ઉપયોગ કરવા માંગતા હો તે થીમ ટેમ્પ્લેટ પસંદ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો
ઉત્પાદનો ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી કલેક્શન પર ટૅપ કરો.
તમે જે કલેક્શન માટે થીમ ટેમ્પ્લેટ બદલવા માંગતા હો, તેના પર ટૅપ કરો.
કલેક્શન સેટિંગ્સ વિભાગમાં, થીમ ટેમ્પ્લેટ પર ટૅપ કરો.
તમે ઉપયોગ કરવા માંગતા હો તે થીમ ટેમ્પ્લેટ પર ટૅપ કરો
સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
કલેક્શન માટે સર્ચ એન્જિન લિસ્ટિંગમાં ફેરફાર કરો
જ્યારે તમે નવું કલેક્શન બનાવો છો, ત્યારે URL હૅન્ડલ ઑટોમૅટિક રીતે જનરેટ થાય છે. તમે તમારા કલેક્શનના શીર્ષક સાથે મેચ કરવા માટે હૅન્ડલમાં ફેરફાર કરી શકો છો, પરંતુ હૅન્ડલમાં વારંવાર ફેરફાર કરશો નહીં, અન્યથા કલેક્શન સર્ચ એન્જિનના પરિણામોમાં પ્રદર્શિત ન પણ થાય.
તમે કલેક્શન માટે સર્ચ એન્જિનના પરિણામોમાં પ્રદર્શિત થતા ટેક્સ્ટમાં ફેરફાર પણ કરી શકો છો. વર્ણનાત્મક શીર્ષકો અને વર્ણનો નવા ગ્રાહકોને તમારો ઑનલાઇન સ્ટોર શોધવામાં અને તેમના શોધ પરિણામોમાં લિંક પર ક્લિક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે. સર્ચ એન્જિન ઑપ્ટિમાઇઝેશન વિશે વધુ જાણો.
જ્યારે તમે કલેક્શનના સર્ચ એન્જિન લિસ્ટિંગમાં ફેરફારો કરો છો, ત્યારે તે કેવું દેખાશે તેનો પ્રિવ્યૂ જોઈ શકો છો.
જો તમે શીર્ષક માટે 70 કરતાં વધુ અક્ષરો અથવા વર્ણન માટે 320 કરતાં વધુ અક્ષરો દાખલ કરો છો, તો સર્ચ એન્જિનના પરિણામોમાં તમારું ટેક્સ્ટ કપાઈ શકે છે.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > કલેક્શન પર જાઓ.
તમે જેના સર્ચ એન્જિન લિસ્ટિંગમાં ફેરફાર કરવા માંગતા હો, તે કલેક્શન પર ક્લિક કરો.
સર્ચ એન્જિન લિસ્ટિંગ વિભાગમાં,
આઇકન પર ક્લિક કરો.
પેજનું શીર્ષક ફીલ્ડમાં, તમારા કલેક્શન માટે વર્ણનાત્મક શીર્ષક દાખલ કરો. શીર્ષક સર્ચ એન્જિનના પરિણામોમાં લિંક તરીકે પ્રદર્શિત થાય છે.
મેટા વર્ણન ફીલ્ડમાં, તમારા કલેક્શન માટે વર્ણન દાખલ કરો. નવા ગ્રાહકોને તમારું કલેક્શન શોધવામાં મદદરૂપ થવા સંબંધિત કીવર્ડ્સ અને તમારા સ્ટોરના નામને શામેલ કરવાનું વિચારો.
વૈકલ્પિક: કલેક્શનના URLમાં ફેરફાર કરો:
- URL હૅન્ડલ ફીલ્ડમાં, તમે તમારા કલેક્શન માટેના વેબ ઍડ્રેસના ભાગમાં ફેરફાર કરી શકો છો. વેબ ઍડ્રેસમાં કોઈ સ્પેસ હોઈ શકે નહીં.
- જૂના URLથી નવા URL પર રીડાયરેક્ટ બનાવવું કે કેમ તે પસંદ કરો. આ એ સુનિશ્ચિત કરે છે કે જે ગ્રાહકો જૂના URLની લિંક પર ક્લિક કરે છે તેઓ 404 "પેજ મળ્યું નથી" પેજ પર જવાને બદલે નવા URL પર રીડાયરેક્ટ થાય છે.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો
ઉત્પાદનો ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી કલેક્શન પર ટૅપ કરો.
તમે જેના સર્ચ એન્જિન લિસ્ટિંગમાં ફેરફાર કરવા માંગતા હો, તે કલેક્શન પર ટૅપ કરો.
કલેક્શન સેટિંગ્સ વિભાગમાં, સર્ચ એન્જિન લિસ્ટિંગ પર ટૅપ કરો.
પેજનું શીર્ષક ફીલ્ડમાં, તમારા કલેક્શન માટે વર્ણનાત્મક શીર્ષક દાખલ કરો. શીર્ષક સર્ચ એન્જિનના પરિણામોમાં લિંક તરીકે પ્રદર્શિત થાય છે.
મેટા વર્ણન ફીલ્ડમાં, તમારા કલેક્શન માટે વર્ણન દાખલ કરો. નવા ગ્રાહકોને તમારું કલેક્શન શોધવામાં મદદરૂપ થવા સંબંધિત કીવર્ડ્સ અને તમારા સ્ટોરના નામને શામેલ કરવાનું વિચારો.
વૈકલ્પિક: કલેક્શનના URLમાં ફેરફાર કરો:
- URL હૅન્ડલ ફીલ્ડમાં, તમે તમારા કલેક્શન માટેના વેબ ઍડ્રેસના ભાગમાં ફેરફાર કરી શકો છો. વેબ ઍડ્રેસમાં કોઈ સ્પેસ હોઈ શકે નહીં.
- અગાઉના હૅન્ડલથી URL રીડાયરેક્ટ બનાવો કે નહીં, તે પસંદ કરો. આ એ સુનિશ્ચિત કરે છે કે જે ગ્રાહકો જૂના URLની લિંક પર ટૅપ કરે છે તેઓ 404 "પેજ મળ્યું નથી" પેજ પર જવાને બદલે નવા URL પર રીડાયરેક્ટ થાય છે.
સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
કલેક્શનની વિગતોના પેજ પર, સાચવો અથવા ✓ પર ટૅપ કરો.