તમારી પ્રોડક્ટ્સ માટે બારકોડનો ઉપયોગ કરવો
બારકોડ સ્કેન કરી શકાય તેવા પ્રતીકો છે જે લીટીઓ, ખાલી જગ્યાઓ, અક્ષરો અને અંકોના બનેલા હોય છે. સપ્લાય ચેઇનના અલગ-અલગ તબક્કે પ્રોડક્ટ્સ ઓળખવા અને ટ્રૅક કરવા માટે બારકોડનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ઇન્વેન્ટરી ટ્રૅક કરવા માટે ફુલફિલમેન્ટ સેન્ટરમાં, એકાઉન્ટિંગમાં મદદ કરવા માટે ઇન્વૉઇસ પર, અથવા રિટેલ સ્ટોરમાં ખરીદીની પ્રક્રિયાના ભાગરૂપે.
તમે તમારા Shopify ઍડમિનમાં તમારી પ્રોડક્ટ્સ અને વેરિઅન્ટમાં બારકોડ ઉમેરી શકો છો. બારકોડ જ્યારે સ્કેન કરવામાં આવે છે ત્યારે પ્રોડક્ટ કે વેરિઅન્ટની ઓળખ કરે છે, જેમ કે રિટેલ સ્ટોરમાં ચેકઆઉટ વખતે અથવા ઇન્વેન્ટરીની ગણતરી દરમિયાન. ઑનલાઇન માર્કેટપ્લેસમાં પ્રોડક્ટની ઓળખ માટે પણ બારકોડનો ઉપયોગ કરી શકાય છે. ચેનલનો ઉપયોગ કરીને પ્રોડક્ટ પ્રકાશિત કરી શકાય તે પહેલાં કેટલીક સેલ્સ ચેનલમાં ગ્લોબલ ટ્રેડ આઇટમ નંબર (GTIN)ની જરૂર પડી શકે છે.
આ પેજ પર
બારકોડનો ઉપયોગ કરવા માટેની બાબતો
તમારી પ્રોડક્ટ્સમાં બારકોડ ઉમેરવા માટે નીચેની બાબતોની સમીક્ષા કરો:
- તમે પ્રોડક્ટ અથવા વેરિઅન્ટમાં 20 સુધીના બારકોડ ઉમેરી શકો છો, જેથી વિવિધ સપ્લાયર્સ, પ્રદેશો અથવા માર્કેટપ્લેસના કોડનો એક જ આઇટમ માટે ઉપયોગ કરી શકાય.
- એક જ પ્રોડક્ટ અથવા વેરિઅન્ટ પર સમાન બારકોડ મૂલ્યનો બે વાર ઉપયોગ કરી શકાતો નથી.
- જો તમારી પાસે પ્રોડક્ટ માટે GTIN ન હોય, તો તમે ઉત્પાદકને તેની વિનંતી કરી શકો છો. તમે ઉત્પાદન કરો છો તે પ્રોડક્ટ માટે GTIN કેવી રીતે મેળવવું તે GS1 ધોરણોની વેબસાઇટ પર જાણો.
- Shopify POS માં, તમે પ્રોડક્ટના કોઈપણ બારકોડ અથવા તેના SKU ને સ્કેન કરીને અથવા સર્ચ કરીને પ્રોડક્ટ શોધી શકો છો. Shopify POS માં પ્રોડક્ટ્સ શોધવા વિશે વધુ જાણો.
- Shopify POS વડે સ્કેન કરેલ બારકોડ્સનો ઉપયોગ Google અને YouTube ચેનલ પર પ્રોડક્ટ્સ પ્રકાશિત કરવા માટે થઈ શકે છે.
બારકોડનો ઉપયોગ ક્યારે કરવો
જ્યારે તૃતીય-પક્ષ સેવાઓ તમારી પ્રોડક્ટ્સ મેનેજ કરવામાં મદદ કરે છે, અથવા તમારી પાસે વિસ્તૃત ફુલફિલમેન્ટ કે ઇન્વેન્ટરી ટ્રેકિંગ પ્રક્રિયા હોય ત્યારે બારકોડ ઉપયોગી છે. નીચેના સંજોગોમાં તમારી પ્રોડક્ટ્સ માટે બારકોડ જરૂરી હોઈ શકે છે:
- તમે ઑનલાઇન માર્કેટપ્લેસમાં પ્રોડક્ટ્સ વેચો છો.
- તમે રિટેલ સ્ટોર્સને પ્રોડક્ટ્સ જથ્થાબંધ વેચો છો.
- તમારી પ્રોડક્ટ્સ વેરહાઉસ, ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર અથવા ફુલફિલમેન્ટ સેવામાંથી પસાર થાય છે.
બારકોડના ફાયદા
બારકોડનો ઉપયોગ કરવાના નીચેના ફાયદાઓની સમીક્ષા કરો:
| ફાયદો | વર્ણન | ક્રિયા |
|---|---|---|
| ચોક્કસ ઇન્વેન્ટરી ટ્રેકિંગ | બારકોડનો ડેટા મેન્યુઅલી દાખલ કરેલા ડેટા કરતાં વધુ ભરોસાપાત્ર છે. બારકોડ ઇન્વેન્ટરી, કિંમત નિર્ધારણની માહિતી અને પ્રોડક્ટની માહિતી, જેમ કે એક્સપાયરી તારીખ કે વજનને ટ્રૅક કરી શકે છે. | વેરહાઉસ અને ડેટાબેઝમાં ઇન્વેન્ટરીનું ટ્રેકિંગ. |
| રીઅલ-ટાઇમ ડેટા | બારકોડ લગભગ તરત જ પ્રોડક્ટની માહિતી પ્રદાન કરે છે. તમારે ડેટા એન્ટ્રી અથવા પ્રાપ્તિમાં વધુ સમય બગાડવો પડતો નથી. | ઑનલાઇન માર્કેટપ્લેસમાં બારકોડનો ઉપયોગ કરીને પ્રોડક્ટ શોધવી. |
| ઓછી તાલીમની આવશ્યકતાઓ | બારકોડ સ્કેનરનો ઉપયોગ કરવા અથવા બારકોડ સ્કેન કરવા માટે સ્ટાફને વધુ તાલીમની જરૂર પડતી નથી. | ફુલફિલમેન્ટ સેન્ટરમાં બારકોડ સ્કેન કરવા. |
| સાર્વત્રિક રીતે સ્વીકૃત | બારકોડનો ઉપયોગ અને સ્વીકાર વિશ્વભરના ઘણા ઉદ્યોગોમાં થાય છે. | અલગ-અલગ વ્યવસાયો અને ઉદ્યોગોમાં બારકોડનો ઉપયોગ કરવો. |
બારકોડ સંબંધિત પરિભાષા
બારકોડની સામાન્ય પરિભાષા વિશે જાણવા માટે નીચેના ટેબલની સમીક્ષા કરો:
| શબ્દ | વ્યાખ્યા |
|---|---|
| ગ્લોબલ ટ્રેડ આઇટમ નંબર (GTIN) | GTIN એ પ્રોડક્ટ માટેનો એક અનોખો અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઓળખકર્તા છે. GTIN એ બારકોડ પ્રતીક નીચે છાપેલ નંબર છે. UPCs, EANs અને ISBNs એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત GTIN ના પ્રકાર છે. GTINs વિશે વધુ જાણો. |
| યુરોપિયન આર્ટિકલ નંબર (EAN) | EAN, જેને GTIN-13 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બારકોડ પ્રકાર છે જે સામાન્ય રીતે ઉત્તર અમેરિકાની બહાર વૈશ્વિક સ્તરે ગ્રાહક પ્રોડક્ટ માટે વપરાય છે. |
| યુનિવર્સલ પ્રોડક્ટ કોડ (UPC) | UPC, જેને GTIN-12 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બારકોડ પ્રકાર છે જે સામાન્ય રીતે ઉત્તર અમેરિકામાં ગ્રાહક પ્રોડક્ટ માટે વપરાય છે. |
| ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર (ISBN) | ISBN એ આંકડાકીય કોમર્શિયલ બુક ઓળખકર્તા છે જે દરેક અલગ પુસ્તક આવૃત્તિ અને ભિન્નતાને અસાઇન કરવામાં આવે છે. વિશ્વમાં ગમે ત્યાં પુસ્તકને વિશિષ્ટ રીતે ઓળખવા માટે ISBN કોડનો ઉપયોગ કરવામાં આવે છે. |
| GS1 | GS1 એ નફા-રહિત, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે બારકોડ જેવા ધોરણો વિકસાવે છે અને જાળવે છે. |
| Shopify દ્વારા અસાઇન કરેલ | એક બારકોડ પ્રકાર જે Shopify Fulfillment Network (SFN) માં તમામ પ્રોડક્ટને આપમેળે અસાઇન કરવામાં આવે છે. |
| ફુલફિલમેન્ટ નેટવર્ક સ્ટોક કીપિંગ યુનિટ (FNSKU) | Fulfillment by Amazon (FBA) વિક્રેતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતો Amazon-વિશિષ્ટ બારકોડ. દરેક FNSKU ની શરૂઆત X અથવા B અક્ષરથી થાય છે. |
| Amazon સ્ટાન્ડર્ડ આઇડેન્ટિફિકેશન નંબર (ASIN) | Amazon ના આંતરિક કૅટેલોગ નંબરનો એક પ્રકાર જે અનોખો છે અને કોઈ પ્રોડક્ટ અથવા પ્રોડક્ટની ભિન્નતા સાથે સંકળાયેલ છે. દરેક ASIN 10 અંકોનો હોય છે અને તેમાં અક્ષરો અને અંકોનું સંયોજન હોય છે. દરેક ASIN ની શરૂઆત X અથવા B અક્ષરથી થાય છે. |
બારકોડ પ્રકારો
તમારા Shopify ઍડમિનમાંના દરેક બારકોડનો એક પ્રકાર હોઈ શકે છે જે રેકોર્ડ કરે છે કે તેનું મૂલ્ય કયા ઉદ્યોગ ધોરણને અનુસરે છે. તમે જે મૂલ્ય દાખલ કરો છો તે તે ધોરણની લંબાઈ મર્યાદા અને માન્ય અક્ષરો સાથે મેળ ખાતું હોવું જોઈએ. જો તમારી પાસે એવો બારકોડ હોય કે જે સેટ કરેલા ધોરણનું પાલન ન કરતો હોય, તો પછી બારકોડ પ્રકાર Custom તરીકે રાખો.
તમે તમારા Shopify ઍડમિનમાં પસંદ કરી શકો તેવા બારકોડ પ્રકારો વિશે જાણવા માટે નીચેના ટેબલનો રિવ્યૂ કરો:
| બારકોડ પ્રકાર | સ્વીકૃત મૂલ્યો | વપરાશ |
|---|---|---|
| કસ્ટમ | કોઈપણ બારકોડ મૂલ્ય, મહત્તમ 255 અક્ષરોની લંબાઈ સુધી. આ ડિફૉલ્ટ બારકોડ પ્રકાર છે. | એવા બારકોડ કે જે સેટ કરેલા ધોરણને અનુસરતા નથી, જેમાં Code 39 અને Code 128 જેવા બિન-GTIN બારકોડ સામેલ છે, જે અક્ષરો અને સંખ્યાઓને એન્કોડ કરી શકે છે. Code 39 નો ઉપયોગ મુખ્યત્વે વેરહાઉસિંગમાં અને ઑટોમોટિવ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ઔદ્યોગિક ઍપ્લિકેશનોમાં થાય છે. Code 128 નો ઉપયોગ વિશ્વભરમાં વેરહાઉસિંગ, કપડાં, ફૂડ પ્રોસેસિંગ, દવાઓ અને તબીબી ઉપકરણોના ઉદ્યોગોમાં થાય છે. |
| GTIN | 8, 12, 13 અથવા 14 અંકો. | પ્રોડક્ટ માટેનો એક અનોખો અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ઓળખકર્તા. UPCs, EANs અને ISBNs એ GTIN ના પ્રકાર છે. |
| UPC | 8 અથવા 12 અંકો. | રિટેલ પ્રોડક્ટ, મોટેભાગે ઉત્તર અમેરિકામાં. મોટાભાગની રિટેલ પ્રોડક્ટ પર UPC-A બારકોડનો ઉપયોગ કરવામાં આવે છે અને નાના પૅકેજ અથવા સૌંદર્ય પ્રસાધનો અને ચ્યુઇંગ ગમના પૅક જેવી પ્રોડક્ટ પર UPC-E બારકોડનો ઉપયોગ કરવામાં આવે છે. |
| EAN | 8 અથવા 13 અંકો. | રિટેલ પ્રોડક્ટ, મોટેભાગે ઉત્તર અમેરિકાની બહાર. સામયિકો, મૅગેઝિન અને પુસ્તકો જેવી પ્રોડક્ટ પર EAN-13 બારકોડનો ઉપયોગ કરવામાં આવે છે અને નાના પૅકેજ અથવા સૌંદર્ય પ્રસાધનો અને ચ્યુઇંગ ગમના પૅક જેવી પ્રોડક્ટ પર EAN-8 બારકોડનો ઉપયોગ કરવામાં આવે છે. |
| ISBN | 10 અથવા 13 અક્ષરો, અને તેમાં X અક્ષરનો સમાવેશ થઈ શકે છે. | વિશ્વભરમાં ભૌતિક પુસ્તકો અને ઇ-બુક્સ. જાન્યુઆરી 2007 પહેલાં અસાઇન કરેલા ISBN માં 10 અક્ષરો હોય છે. |
| ASIN | 10 અક્ષરો અથવા અંકો. | કોઈ પ્રોડક્ટ અથવા પ્રોડક્ટની ભિન્નતા માટે Amazon નો આંતરિક કૅટેલોગ નંબર. |
| NS-PID | કોઈપણ મૂલ્ય, મહત્તમ 255 અક્ષરોની લંબાઈ સુધી. | મોડલ નંબર, પાર્ટ નંબર અથવા સ્ટાઇલ કોડ જેવો બિન-પ્રમાણિત ઉત્પાદક પ્રોડક્ટ ઓળખકર્તા. તેનો ઉપયોગ યુરોપિયન યુનિયનના શિપમેન્ટ માટેના કસ્ટમ ડિક્લેરેશન પર થાય છે. |
જો તમે GS1 માં રજિસ્ટર્ડ હોય તેવો બારકોડ દાખલ કરો છો, તો બારકોડ પ્રકાર GTIN તરીકે આપમેળે સેટ થઈ જાય છે. જો તમારા પ્રોડક્ટના નામ અને વિક્રેતાની સરખામણી તે બારકોડના GS1 લિસ્ટિંગ સાથે કરી શકાતી હોય અને તે મેળ ખાતા ન હોય, તો ચેતવણી પ્રદર્શિત થાય છે. તમારી પ્રોડક્ટની વિગતોની સરખામણી GS1 રજિસ્ટ્રી સાથે કરવા માટે, ચેતવણીના આઇકન પર ક્લિક કરો.
જો સાચવેલા બારકોડનો પ્રકાર Custom હોય અને તેનું મૂલ્ય માન્ય GTIN હોય, તો તેના પ્રકાર તરીકે GTIN સૂચવવામાં આવે છે. તમે આ સૂચનને સ્વીકારી અથવા ફગાવી શકો છો.
જો તમે બારકોડ વિશે વધુ જાણવા માંગતા હો, તો કેનેડા માટેનો GS1 બારકોડ ચાર્ટ અથવા US માટેનો GS1 બારકોડ ચાર્ટ નો સંદર્ભ લો.
પ્રોડક્ટમાં બારકોડ ઉમેરો
તમે તમારા Shopify ઍડમિનમાં પ્રોડક્ટ અથવા વેરિઅન્ટમાં, અથવા Shopify ઍપ માં તમારા મોબાઇલ ડિવાઇસના કૅમેરા વડે તેને સ્કેન કરીને બારકોડ ઉમેરી શકો છો. જ્યારે તમે બારકોડ ઉમેરો છો, ત્યારે તમે તેનો બારકોડ પ્રકાર પણ સેટ કરી શકો છો.
તમે બલ્ક એડિટર નો ઉપયોગ કરીને અથવા CSV ફાઇલ ઇમ્પોર્ટ કરીને પણ બારકોડ ઉમેરી શકો છો. બલ્ક એડિટરમાં, તમે બારકોડ જાતે દાખલ કરવાને બદલે બારકોડ સ્કેનર વડે દાખલ કરી શકો છો. બલ્ક એડિટરમાં બારકોડ સ્કેન કરવા વિશે વધુ જાણો.
વેરિઅન્ટ વિનાની પ્રોડક્ટમાં બારકોડ ઉમેરો
જ્યારે તમે પ્રોડક્ટ બનાવો અથવા જ્યારે તમે હાલની પ્રોડક્ટમાં ફેરફાર કરો ત્યારે તમે બારકોડ ઉમેરી શકો છો. Shopify ઍપ માં, તમે તમારા મોબાઇલ ડિવાઇસના કૅમેરા વડે બારકોડ સ્કેન કરી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
હાલની પ્રોડક્ટ પર ક્લિક કરો અથવા નવી પ્રોડક્ટ બનાવો.
ઇન્વેન્ટરી વિભાગમાં, બારકોડ ફીલ્ડ પર ક્લિક કરો.
બારકોડ ફીલ્ડમાં, બારકોડ નંબર દાખલ કરો.
વૈકલ્પિક: બારકોડ લાગુ પડે છે તે ઉદ્યોગ ધોરણ સેટ કરવા માટે, Custom ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તમે ઉપયોગ કરવા માંગતા હો તે બારકોડ પ્રકાર પસંદ કરો. રજિસ્ટર્ડ GTIN બારકોડ મૂલ્યો આપમેળે ઓળખાઈ જાય છે અને તમારા માટે GTIN બારકોડ પ્રકાર પસંદ થઈ જાય છે.
વૈકલ્પિક: અન્ય બારકોડ ઉમેરવા માટે,
બારકોડ ઉમેરો પર ક્લિક કરો અને પછી 4 અને 5 પગલાંઓનું પુનરાવર્તન કરો.
સાચવો પર ક્લિક કરો.
મોબાઇલ
- Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો .
- વર્તમાન પ્રોડક્ટ પર ટૅપ કરો અથવા નવી પ્રોડક્ટ બનાવો.
- ઇન્વેન્ટરી વિભાગમાં, ફેરફાર કરો પર ટૅપ કરો.
- બારકોડ્સ (EAN, GTIN, ISBN, UPC, વગેરે) પર ટૅપ કરો.
આઇકન પર ટૅપ કરો અને પછી તમારા મોબાઇલ ડિવાઇસના કૅમેરાથી બારકોડને સ્કેન કરો.
- વૈકલ્પિક: બારકોડને લાગુ પડતું ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ સેટ કરવા માટે, કસ્ટમ ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી તમે ઉપયોગ કરવા માંગતા હોય તે બારકોડનો પ્રકાર પસંદ કરો.
- વૈકલ્પિક: અન્ય બારકોડ ઉમેરવા માટે,
બારકોડ ઉમેરો પર ટૅપ કરો અને પછી પગલાં 5 અને 6 નું પુનરાવર્તન કરો.
- સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
પ્રોડક્ટ વેરિઅન્ટમાં બારકોડ ઉમેરો
જો કોઈ પ્રોડક્ટમાં વેરિઅન્ટ હોય, તો તમે દરેક વેરિઅન્ટમાં બારકોડ ઉમેરી શકો છો. Shopify ઍપ માં, તમે તમારા મોબાઇલ ડિવાઇસના કૅમેરાથી બારકોડ સ્કેન કરી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જેમાં ફેરફાર કરવા માંગતા હોવ તે પ્રોડક્ટ પર ક્લિક કરો.
વેરિઅન્ટ વિભાગમાં, તમે જેમાં ફેરફાર કરવા માંગો છો તે વેરિઅન્ટ પસંદ કરો અને પછી
> બારકોડમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
બારકોડમાં ફેરફાર કરો ડાયલોગમાં દરેક વેરિઅન્ટ માટે, ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો.
બારકોડ ફીલ્ડમાં, બારકોડ નંબર દાખલ કરો.
વૈકલ્પિક: બારકોડ લાગુ પડે છે તે ઉદ્યોગ ધોરણ સેટ કરવા માટે, Custom ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તમે ઉપયોગ કરવા માંગતા હો તે બારકોડ પ્રકાર પસંદ કરો. રજિસ્ટર્ડ GTIN બારકોડ મૂલ્યો આપમેળે ઓળખાઈ જાય છે અને તમારા માટે GTIN બારકોડ પ્રકાર પસંદ થઈ જાય છે.
વૈકલ્પિક: વેરિઅન્ટમાં અન્ય બારકોડ ઉમેરવા માટે,
બારકોડ ઉમેરો પર ક્લિક કરો અને પછી પગલાં 5 અને 6 નું પુનરાવર્તન કરો.
થઈ ગયું પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
મોબાઇલ
- Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો .
- તમે જેમાં ફેરફાર કરવા માંગતા હોવ તે પ્રોડક્ટ પર ટૅપ કરો.
- વેરિઅન્ટ વિભાગમાં, પ્રોડક્ટના વેરિઅન્ટ પર ટૅપ કરો અને પછી તમે જે વેરિઅન્ટમાં ફેરફાર કરવા માંગતા હોવ તેના પર ટૅપ કરો.
- ઇન્વેન્ટરી વિભાગમાં, ફેરફાર કરો પર ટૅપ કરો.
- બારકોડ્સ (EAN, GTIN, ISBN, UPC, વગેરે) પર ટૅપ કરો.
આઇકન પર ટૅપ કરો અને પછી તમારા મોબાઇલ ડિવાઇસના કૅમેરાથી બારકોડને સ્કેન કરો.
- વૈકલ્પિક: બારકોડને લાગુ પડતું ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ સેટ કરવા માટે, કસ્ટમ ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી તમે ઉપયોગ કરવા માંગતા હોય તે બારકોડનો પ્રકાર પસંદ કરો.
- વૈકલ્પિક: અન્ય બારકોડ ઉમેરવા માટે,
બારકોડ ઉમેરો પર ટૅપ કરો અને પછી પગલાં 6 અને 7 નું પુનરાવર્તન કરો.
- સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
બારકોડ પ્લેસમેન્ટ અને પ્રિન્ટિંગની શ્રેષ્ઠ પદ્ધતિઓ
તમે પ્રોડક્ટ પર બારકોડ કેવી રીતે પ્રિન્ટ કરો છો અને મૂકો છો તે તમારા બારકોડને વાંચવાની સ્કેનરની ક્ષમતા પર અસર કરી શકે છે.
બારકોડ પ્રિન્ટિંગ પદ્ધતિઓ
તમારી પ્રોડક્ટના આધારે, અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને બારકોડ પ્રિન્ટ કરી શકાય છે. બારકોડ પ્રિન્ટિંગ પદ્ધતિઓ વિશે વધુ જાણવા માટે નીચેના કોષ્ટકનો રિવ્યૂ કરો:
| પદ્ધતિ | વર્ણન | ઉદાહરણ પ્રોડક્ટ્સ |
|---|---|---|
| પ્રોડક્ટ પર સીધો પ્રિન્ટ કરાયેલ બારકોડ. | જ્યારે બારકોડને પ્રોડક્ટથી અલગ ન કરવો હોય ત્યારે બારકોડને સીધા જ પ્રોડક્ટ પર પ્રિન્ટ કરવા માટે લેસર પ્રિન્ટરનો ઉપયોગ કરતી એક સામાન્ય પદ્ધતિ. | પુસ્તકો, મેટલ કૅન, પ્લાસ્ટિકની બૉટલો. |
| પ્રોડક્ટ સાથે જોડાયેલા લેબલ પર પ્રિન્ટ કરાયેલ બારકોડ. | નાના બિઝનેસ અથવા એવા બિઝનેસ દ્વારા ઉપયોગમાં લેવાય છે જેમની પાસે બારકોડ સીધા પ્રોડક્ટ પર પ્રિન્ટ કરવા માટે લેસર પ્રિન્ટર હોતું નથી. | સ્ટેશનરી, કૉફી, છૂટક પેદાશો. |
| પ્રોડક્ટ સાથે જોડાયેલા હૅંગટેગ પર પ્રિન્ટ કરાયેલ બારકોડ. | એવી પ્રોડક્ટ્સ માટે ઉપયોગમાં લેવાય છે જેમાં બારકોડ માટે યોગ્ય સપાટીનો અભાવ હોય અને એવી પ્રોડક્ટ્સ માટે જેને લેબલ એડહેસિવથી નુકસાન થઈ શકે છે. | કપડાં, ગિફ્ટવેર, ટેબલ પ્રોડક્ટ્સ. |
| પ્રોડક્ટ પૅકેજિંગ પર પ્રિન્ટ કરાયેલ બારકોડ. | એવી પ્રોડક્ટ્સ માટે ઉપયોગમાં લેવાય છે જે બૉક્સ અથવા પૅકેજમાં આવે છે. | શૂઝ, સ્કેટ, ઇલેક્ટ્રોનિક્સ અને કોઈપણ પૅક કરેલી પ્રોડક્ટ્સ. |
બારકોડ પ્રિન્ટિંગ માર્ગદર્શિકા
બારકોડને યોગ્ય રીતે કેવી રીતે પ્રિન્ટ કરવા તે અંગે નીચેની સામાન્ય માર્ગદર્શિકાનો રિવ્યૂ કરો, જેથી કરીને તમારા બારકોડ યોગ્ય માપના હોય અને તમે પ્રિન્ટ કરો છો તે લેબલ પર તે કપાઈ ન જાય કે ખોટી રીતે ગોઠવાય ન જાય:
- જો તમે તમારા બારકોડ પ્રિન્ટ કરતા હોવ, તો 300 DPI અથવા તેનાથી વધુના રિઝોલ્યુશનનો ઉપયોગ કરો, જેથી કરીને બારકોડ સ્કેનર તેને સ્કેન કરી શકે.
- તમે બારકોડની મોટી બૅચ પ્રિન્ટ કરો તે પહેલાં, એક જ ટેસ્ટ શીટ પ્રિન્ટ કરો અને પછી ચકાસો કે બારકોડ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહિ.
- પ્રતીકની નીચે બારકોડ નંબર પ્રિન્ટ કરો, જેથી જો બારકોડને નુકસાન થાય તો પણ નંબર પરથી પ્રોડક્ટ ઓળખી શકાય.
- ખાતરી કરો કે બારકોડ ઓછામાં ઓછો 1.5 ઇંચ પહોળો અને 1 ઇંચ ઊંચો હોય. GS1 ધોરણોના ભલામણ કરેલ માપ નો રિવ્યૂ કરો.
- બારકોડ પ્રિન્ટ કરતી વખતે કાળી શાહી અથવા અન્ય કોઈ ઘેરા રંગનો ઉપયોગ કરો. લાલ અથવા કથ્થઈ શાહીનો ઉપયોગ કરવાનું ટાળો.
- દરેક પ્રોડક્ટ વેરિઅન્ટ માટે અલગ બારકોડ પ્રિન્ટ કરો, જેથી સપ્લાય ચેઇનની અંદર દરેક વેરિઅન્ટને ઓળખી શકાય.
બારકોડ પ્લેસમેન્ટ માર્ગદર્શિકા
બારકોડ યોગ્ય રીતે કેવી રીતે મૂકવા તે અંગે નીચેની સામાન્ય માર્ગદર્શિકાનો રિવ્યૂ કરો:
- બારકોડને પ્રોડક્ટ પર સપાટ રીતે મૂકો અને તેને વાળશો નહીં.
- બારકોડની આસપાસ ટેપ કે શ્રિંક રેપ લગાવશો નહીં.
- તમારા બારકોડની ખૂબ નજીક સ્ટીકર અથવા ટેક્સ્ટ મૂકવાનું ટાળો.
- તમારા લેબલ માટે જગ્યા બનાવવા માટે તમારા બારકોડની ઉપર કે નીચેની બાજુ કાપશો નહીં.
- તમારી પ્રોડક્ટ પર એક કરતા વધારે બારકોડ લગાવશો નહીં.
- બારકોડ પર સ્ટેપલ મારશો નહીં.
- અપૂરતી જગ્યા ધરાવતા વિસ્તારમાં પ્રોડક્ટ પર બારકોડ લગાવશો નહીં.
- પ્રોડક્ટની કિનારીઓ પર બારકોડ મૂકશો નહીં.
- જો તમારી પ્રોડક્ટ ચોરસ, લંબચોરસ, ગોળાકાર, અંતર્ગોળ કે બહિર્ગોળ આકારની હોય, તો સ્પોટ લેબલ, હૅંગટેગ અથવા કાર્ડવાળી સ્લીવ્ઝનો ઉપયોગ કરવા પર વિચાર કરો.
જો તમે બારકોડ પ્રિન્ટિંગ અને લેબલ સેટઅપની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે વધુ જાણવા માંગતા હોવ, તો પ્રોડક્ટ્સ પર બારકોડ મૂકવા માટે GS1 માર્ગદર્શિકા નો સંદર્ભ લો.