પ્રોડક્ટ વર્ણનો ઑટોમૅટિક રીતે જનરેટ કરવા

તમે પ્રોડક્ટ વર્ણનો લખવા માટે Sidekick નો ઉપયોગ કરી શકો છો. Sidekick તમે પ્રદાન કરો છો તે વિગતો લે છે, જેમ કે પ્રોડક્ટનું શીર્ષક અને કીવર્ડ્સ, અને પ્રોડક્ટ વર્ણન માટે એક સૂચન જનરેટ કરે છે.

તમારા પ્રોડક્ટ વર્ણનો માટે ઑટોમૅટિક ટેક્સ્ટ જનરેટ કરતા પહેલાં, AI-સંચાલિત ટૂલના ઉપયોગ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે જાણો.

સમર્થિત ભાષાઓ

ઑટોમૅટિક પ્રોડક્ટ વર્ણન જનરેશન Shopify દ્વારા સમર્થિત બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમે તમારો પ્રૉમ્પ્ટ કોઈપણ ભાષામાં લખી શકો છો અને જનરેટ કરેલી સામગ્રી તમારા પ્રૉમ્પ્ટની ભાષા સાથે મેળ ખાશે. શ્રેષ્ઠ પરિણામો માટે, તમારો પ્રૉમ્પ્ટ એ જ ભાષામાં લખો જેમાં તમે તમારું પ્રોડક્ટ વર્ણન રાખવા માગો છો.

સંપૂર્ણ પ્રોડક્ટ વર્ણનનો ડ્રાફ્ટ બનાવવો

જ્યારે તમારે નવું પ્રોડક્ટ વર્ણન લખવાની જરૂર હોય, ત્યારે તમે શરૂઆત કરવામાં મદદ માટે ઑટોમૅટિક રીતે જનરેટ કરેલા વર્ણનોનો ઉપયોગ કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.

  2. જે પ્રોડક્ટ માટે તમે વર્ણનનો ડ્રાફ્ટ બનાવવા માગતા હો તેના પર ક્લિક કરો.

  3. પ્રોડક્ટ વર્ણન ટેક્સ્ટ બૉક્સમાં, ટૂલબારમાં રહેલા Generate text આઇકન પર ક્લિક કરો.

  4. તમે જે સામગ્રી જનરેટ કરવા માગો છો તેનું વર્ણન કરતો પ્રૉમ્પ્ટ દાખલ કરો અને પછી તેને સબમિટ કરો. જનરેટ થયેલું ટેક્સ્ટ સીધું જ પ્રોડક્ટ વર્ણનમાં લાગુ કરવામાં આવે છે. તમે જેટલી વધુ વિગતો ઉમેરશો, સૂચવેલી સામગ્રી એટલી જ વધુ સંબંધિત હશે. તમે તમારા પ્રૉમ્પ્ટમાં સીધા જ પ્રોડક્ટની વિશેષતાઓ, કીવર્ડ, ઇચ્છિત સૂર અથવા અન્ય કોઈપણ સૂચનાઓ શામેલ કરી શકો છો.

  5. તમારી પ્રોડક્ટ અને બ્રાંડ સાથે મેળ ખાવા માટે પ્રોડક્ટ વર્ણનમાં ફેરફાર અને ફૉર્મેટ કરો અને પછી સાચવો પર ક્લિક કરો. પ્રકાશિત કરેલી પ્રોડક્ટ તરત જ નવું પ્રોડક્ટ વર્ણન પ્રદર્શિત કરે છે.

તમને મળતા સામગ્રીનાં સૂચનો બહેતર બનાવવા

​ જ્યારે તમે તમારા પ્રોડક્ટ વર્ણનો માટે જનરેટ કરેલાં સૂચનોનું મૂલ્યાંકન કરો છો, ત્યારે સારું પ્રોડક્ટ વર્ણન શેનાથી બને છે તે ધ્યાનમાં લો. પ્રોડક્ટ વર્ણનોમાં તમારી પ્રોડક્ટના ફાયદાઓને બિન-સામાન્ય રીતે જણાવવા જરૂરી છે, જે તમારા સ્ટોરની બ્રાંડને પ્રતિબિંબિત કરે. જ્યારે તમે ઑટોમૅટિક રીતે વર્ણન સામગ્રી જનરેટ કરી રહ્યાં હોવ, ત્યારે તમારા પ્રૉમ્પ્ટમાં વધુ વિગતો શામેલ કરવાથી તમને વધુ સારાં પરિણામો મળશે.

જનરેટ કરેલાં સૂચનોને બહેતર બનાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારા પ્રૉમ્પ્ટમાં તમારી પ્રોડક્ટ વિશે વધુ વિગતો આપવી. ઓછામાં ઓછું, વર્ણન જનરેટ કરતા પહેલાં પ્રોડક્ટનું શીર્ષક અને ઓછામાં ઓછી 2 પ્રોડક્ટ વિશેષતાઓ અથવા કીવર્ડ આઇટમ પ્રદાન કરો. જો તમે વધુ કીવર્ડ અથવા વાક્યાંશો ઉમેરશો, તો તમને વધુ સચોટ અને અનન્ય જનરેટ કરેલી સામગ્રી પ્રાપ્ત થશે. તમે સીધા જ તમારા પ્રૉમ્પ્ટમાં ઇચ્છિત સૂર અથવા લખવાની શૈલી પણ ઉલ્લેખિત કરી શકો છો.

પરિણામો બહેતર બનાવવા માટે, તમારા પ્રોડક્ટ વર્ણનોમાં નીચેના પ્રકારની માહિતી ઉમેરવાનું ધ્યાનમાં લો:

  • પ્રોડક્ટના પ્રકારના કીવર્ડ: જો તમારું પ્રોડક્ટનું શીર્ષક પ્રોડક્ટનો પ્રકાર સ્પષ્ટપણે વર્ણવતું ન હોય, ઉદાહરણ તરીકે, પ્રોડક્ટનું નામ Washington છે જેમાં eyeglasses નો સમાવેશ થતો નથી, તો તમને ઓછી ગુણવત્તાવાળાં પરિણામો મળી શકે છે. એવા કીવર્ડ આપો જે પ્રોડક્ટનો પ્રકાર અથવા કૅટેગરી દર્શાવે છે, જેમ કે hot sauce અથવા bar soap.
  • ગ્રાહક વિશે માહિતી: શ્રેષ્ઠ પ્રોડક્ટ વર્ણનો તમારા લક્ષિત ગ્રાહકની જરૂરિયાતો અને રુચિઓ પ્રતિબિંબિત કરે છે. પ્રોડક્ટ કોના માટે ઉત્તમ રહેશે તેના કેટલાક કીવર્ડ શામેલ કરો, જેમ કે તેમની ડેમોગ્રાફિક (યુવા માતાપિતા) અથવા તેમનાં મૂલ્યો (પર્યાવરણ પ્રત્યે જાગૃત, આઉટડોર્સી). આ માહિતી પ્રોડક્ટના ફાયદા જનરેટ કરવામાં અને તમારા પરિણામોમાં ઉપયોગમાં લેવાતા શબ્દભંડોળનો પ્રકાર નક્કી કરવામાં મદદરૂપ છે.
  • સામગ્રી, ઉત્પાદન પદ્ધતિ, ફિટ, ઇચ્છિત ઉપયોગ વિશે ચોક્કસ વિગતો: તમે પ્રદાન કરેલી કોઈપણ પ્રોડક્ટ સ્પષ્ટીકરણો તમારા જનરેટ કરેલા વર્ણનોમાં ફકરામાં ફેરવી શકાય છે.
  • મહત્વપૂર્ણ બ્રાંડ કીવર્ડ અથવા પરિભાષા: જોકે તમે પ્રદાન કરો છો તે માહિતી માટે પરિણામોમાં અલગ શબ્દપ્રયોગ શામેલ હશે, પરંતુ ખાસ શબ્દો અથવા વાક્યાંશો ઘણીવાર રાખવામાં આવે છે, જેમ કે બ્રાંડનાં નામ અથવા અનન્ય વર્ણનાત્મક શબ્દો. ઉદાહરણ તરીકે, જો તમે કીવર્ડમાં તમારા મિન્ટ લિપ બામને mint-astic તરીકે વર્ણવો છો, તો જનરેટ કરેલાં સૂચનોમાં ઘણીવાર તે શબ્દનો સમાવેશ કરવામાં આવશે.
  • અન્ય પ્રોડક્ટ વિગતો: કયા કીવર્ડ પ્રદાન કરવા તે વિશેના આઇડિયા મેળવવા માટે તમે Shopify માં તમારી પ્રોડક્ટમાં ઉમેરેલી વિગતોનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પ્રોડક્ટમાં વેરિઅન્ટ હોય, તો તમે વેરિઅન્ટ વિકલ્પ પ્રદાન કરી શકો છો જેમ કે કીવર્ડ તરીકે માપ અને રંગ. અન્ય પ્રોડક્ટ વિગતો પણ ધ્યાનમાં લઈ શકાય છે, જેમ કે વિક્રેતા, કૅટેગરી અથવા કલેક્શનનાં નામ.