ઑટોમૅટિક રીતે પ્રોડક્ટ વર્ણનો જનરેટ કરવા

ઑટોમૅટિક ટેક્સ્ટ જનરેશનનો ઉપયોગ કરીને પ્રોડક્ટ વર્ણનો લખવા માટે તમે Shopify Magicનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધા તમે પ્રદાન કરેલી વિગતો લેવા માટે, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) નો ઉપયોગ કરે છે, જેમ કે પ્રોડક્ટનું શીર્ષક અને કીવર્ડ, અને પ્રોડક્ટ વર્ણન માટે સૂચન જનરેટ કરે છે.

તમે તમારા પ્રોડક્ટ વર્ણનો માટે ઑટોમૅટિક ટેક્સ્ટ જનરેટ કરો તે પહેલાં, AI-સંચાલિત ટૂલનો ઉપયોગ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે જાણો.

સપોર્ટેડ ભાષાઓ

ઑટોમૅટિક પ્રોડક્ટ વર્ણન જનરેશન Shopify દ્વારા સપોર્ટેડ બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમે કોઈપણ ભાષામાં તમારો પ્રૉમ્પ્ટ લખી શકો છો, અને જનરેટ કરેલી સામગ્રી તમારા પ્રૉમ્પ્ટની ભાષા સાથે મેળ ખાશે. શ્રેષ્ઠ પરિણામો માટે, તમે જે ભાષામાં તમારું પ્રોડક્ટ વર્ણન રાખવા માંગો છો, તે જ ભાષામાં તમારો પ્રૉમ્પ્ટ લખો.

સંપૂર્ણ પ્રોડક્ટ વર્ણનનો ડ્રાફ્ટ બનાવવો

જ્યારે તમારે નવું પ્રોડક્ટ વર્ણન લખવાની જરૂર હોય, ત્યારે તમને શરૂ કરવામાં મદદ કરવા માટે તમે ઑટોમૅટિક રીતે જનરેટ થયેલાં વર્ણનોનો ઉપયોગ કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.

  2. તમે જે પ્રોડક્ટ માટે વર્ણનનો ડ્રાફ્ટ બનાવવા માંગો છો, તેના પર ક્લિક કરો.

  3. પ્રોડક્ટ વર્ણનના ટેક્સ્ટ બૉક્સમાં, ટૂલબારમાં આપેલા ટેક્સ્ટ જનરેટ કરો આઇકન પર ક્લિક કરો.

  4. તમે જે સામગ્રી જનરેટ કરવા માંગો છો તેનું વર્ણન કરતો પ્રૉમ્પ્ટ દાખલ કરો અને પછી તેને સબમિટ કરો. જનરેટ કરેલું ટેક્સ્ટ સીધું જ પ્રોડક્ટ વર્ણન પર લાગુ થાય છે. તમે જેટલી વધુ વિગતો ઉમેરશો, સૂચવેલી સામગ્રી એટલી જ વધુ સુસંગત હશે. તમે તમારા પ્રૉમ્પ્ટમાં સીધી જ પ્રોડક્ટની સુવિધાઓ, કીવર્ડ, ઇચ્છિત ટોન અથવા અન્ય કોઈપણ સૂચનાઓ શામેલ કરી શકો છો.

  5. તમારી પ્રોડક્ટ અને બ્રાંડ સાથે મેળ ખાવા માટે પ્રોડક્ટ વર્ણનમાં ફેરફાર અને ફોર્મેટ કરો અને પછી સાચવો પર ક્લિક કરો. પ્રકાશિત કરેલી પ્રોડક્ટ્સ તરત જ નવું પ્રોડક્ટ વર્ણન પ્રદર્શિત કરે છે.

તમને મળતા સામગ્રીના સૂચનોમાં સુધારો કરવો

​ જ્યારે તમે તમારા પ્રોડક્ટ વર્ણનો માટે જનરેટ કરેલા સૂચનોનું મૂલ્યાંકન કરો, ત્યારે સારા પ્રોડક્ટ વર્ણનની રચનામાં શું મહત્વનું છે તે ધ્યાનમાં લો. પ્રોડક્ટ વર્ણનોએ તમારી પ્રોડક્ટના ફાયદાઓને એવી બિન-સામાન્ય રીતે જણાવવા જરૂરી છે, જે તમારા સ્ટોરની બ્રાંડને પ્રતિબિંબિત કરે. જ્યારે તમે વર્ણન સામગ્રીને ઑટોમૅટિક રીતે જનરેટ કરતા હોવ, ત્યારે તમારા પ્રૉમ્પ્ટમાં વધુ વિગતો શામેલ કરવાથી તમને વધુ સારા પરિણામો મળશે.

જનરેટ કરેલા સૂચનોને બહેતર બનાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારા પ્રૉમ્પ્ટમાં તમારી પ્રોડક્ટ વિશે વધુ વિગતો પ્રદાન કરવી. વર્ણન જનરેટ કરતા પહેલાં, ઓછામાં ઓછું પ્રોડક્ટનું શીર્ષક અને ઓછામાં ઓછી 2 પ્રોડક્ટ સુવિધાઓ અથવા કીવર્ડ આઇટમ પ્રદાન કરો. જો તમે વધુ કીવર્ડ અથવા વાક્યો ઉમેરો છો, તો તમને વધુ સચોટ અને વિશિષ્ટ જનરેટ કરેલી સામગ્રી પ્રાપ્ત થશે. તમે તમારા પ્રૉમ્પ્ટમાં સીધા જ ઇચ્છિત ટોન અથવા લખવાની શૈલીને પણ નિર્દિષ્ટ કરી શકો છો.

પરિણામોને સુધારવા માટે, તમારા પ્રોડક્ટ વર્ણનોમાં નીચેના પ્રકારની માહિતી ઉમેરવાનું વિચારો:

  • પ્રોડક્ટના પ્રકારના કીવર્ડ: જો તમારી પ્રોડક્ટનું શીર્ષક સ્પષ્ટપણે પ્રોડક્ટના પ્રકારનું વર્ણન કરતું ન હોય, ઉદાહરણ તરીકે, Washington જેવું પ્રોડક્ટનું નામ કે જેમાં eyeglasses શામેલ નથી, તો તમને ઓછી ગુણવત્તાવાળા પરિણામો મળી શકે છે. એવા કીવર્ડ પ્રદાન કરો કે જે પ્રોડક્ટનો પ્રકાર અથવા કૅટેગરી સૂચવતા હોય, જેમ કે hot sauce અથવા bar soap.
  • ગ્રાહક વિશેની માહિતી: શ્રેષ્ઠ પ્રોડક્ટ વર્ણનો તમારા લક્ષિત ગ્રાહકની જરૂરિયાતો અને રુચિઓને પ્રતિબિંબિત કરે છે. પ્રોડક્ટ કોના માટે શ્રેષ્ઠ રહેશે તે વિશેના કેટલાક કીવર્ડ શામેલ કરો, જેમ કે તેમની વસ્તી વિષયક માહિતી (યુવા માતા-પિતા) અથવા તેમના મૂલ્યો (પર્યાવરણ પ્રત્યે જાગૃત, બહાર ફરવાનું પસંદ કરતા લોકો). આ માહિતી પ્રોડક્ટના ફાયદાઓ જનરેટ કરવા માટે અને તમારા પરિણામોમાં ઉપયોગમાં લેવાતી શબ્દભંડોળનો પ્રકાર નક્કી કરવા માટે મદદરૂપ છે.
  • સામગ્રી, ઉત્પાદન પદ્ધતિ, ફિટિંગ, હેતુપૂર્વકના ઉપયોગ વિશેની વિશિષ્ટ વિગતો: તમે પ્રદાન કરો છો તે કોઈપણ પ્રોડક્ટ વિશિષ્ટતાઓને તમારા જનરેટ કરેલા વર્ણનોમાં ફકરાઓમાં ફેરવી શકાય છે.
  • મહત્વપૂર્ણ બ્રાંડ કીવર્ડ અથવા પરિભાષા: જ્યારે પરિણામોમાં તમે પ્રદાન કરેલી માહિતી માટે અલગ શબ્દપ્રયોગ શામેલ હશે, ત્યારે બ્રાંડના નામ અથવા વિશિષ્ટ વર્ણનાત્મક શબ્દો જેવા વિશેષ શબ્દો અથવા વાક્યો વારંવાર સાચવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે કીવર્ડમાં તમારા મિન્ટ લિપ બામને mint-astic તરીકે વર્ણવો છો, તો જનરેટ કરેલા સૂચનોમાં વારંવાર તે શબ્દ શામેલ હશે.
  • અન્ય પ્રોડક્ટ વિગતો: તમે કયા કીવર્ડ પ્રદાન કરવા તે વિશે આઇડિયા મેળવવા માટે Shopify પર તમારી પ્રોડક્ટમાં ઉમેરેલી વિગતોનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પ્રોડક્ટમાં વેરિઅન્ટ હોય, તો તમે કીવર્ડ તરીકે માપ અને રંગ જેવા વેરિઅન્ટ વિકલ્પો પ્રદાન કરી શકો છો. અન્ય પ્રોડક્ટ વિગતો પણ ધ્યાનમાં લઈ શકાય છે, જેમ કે વિક્રેતા, કૅટેગરી અથવા કલેક્શનના નામ.