Smart Pricing ઍપમાં કિંમત નિર્ધારણનો પ્રયોગ બનાવો
ટ્રાયલના સમયગાળા દરમિયાન પ્રોડક્ટની કિંમતમાં થયેલા ફેરફારોને ટેસ્ટ કરવા માટે તમે A/B કિંમત નિર્ધારણના પ્રયોગો બનાવી શકો છો. પ્રોડક્ટની કિંમતોમાં થતા આ ફેરફારો AI-સંચાલિત કિંમત સંબંધી ટિપ્સમાંથી આવી શકે છે અથવા તો તમારા દ્વારા મેન્યુઅલ રીતે સેટ કરી શકાય છે. ત્યારપછી તમે તમારા ઑનલાઇન સ્ટોર પર તમારી પ્રોડક્ટ માટે શ્રેષ્ઠ કિંમતો પસંદ કરવા માટે પ્રયોગ દરમિયાન શીખવા મળેલી બાબતોનો અમલ કરી શકો છો.
કિંમત નિર્ધારણનો પ્રયોગ બનાવતા પહેલાં, Smart Pricing ની આવશ્યકતાઓ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતોનો રિવ્યૂ કરો.
જ્યારે તમે કિંમત નિર્ધારણનો પ્રયોગ બનાવો છો, ત્યારે તમારા ઑનલાઇન સ્ટોર પરનો કૅટલોગ કામચલાઉ ધોરણે 2 વર્ઝનમાં વહેંચાઈ જાય છે: એક કંટ્રોલ વર્ઝન જેમાં કિંમત નિર્ધારણમાં કોઈ ફેરફાર હોતો નથી અને બીજું પ્રાયોગિક વર્ઝન જેમાં ઍડજસ્ટ કરેલી કિંમતો હોય છે. તમારા ગ્રાહકોને કૅટલોગ વચ્ચે રેન્ડમલી સમાન રીતે વહેંચવામાં આવે છે, જેમાં દરેકમાં સ્ટોરનો 50% ટ્રાફિક પ્રાપ્ત થાય છે. પ્રયોગના અંતે, સ્ટોરનો બધો ટ્રાફિક પાછો કંટ્રોલ વર્ઝન પર ડાયરેક્ટ કરવામાં આવે છે. જો તમારા પ્રાયોગિક કૅટલોગનું પ્રદર્શન બહેતર રહ્યું હોય, તો તમે પ્રયોગના પરિણામોવાળા પેજ પરથી એક્સપોર્ટ કરેલી CSV ફાઇલનો ઉપયોગ કરીને નવી કિંમતો લાગુ કરવાનું પસંદ કરી શકો છો. કિંમત સંબંધી ટિપ્સ કેવી રીતે જનરેટ થાય છે તેના વિશે વધુ જાણો.
કિંમત નિર્ધારણના પ્રયોગની શરૂઆત થયાના લગભગ 4 દિવસ પછી, સક્રિય પ્રયોગ પેજ પ્રયોગનાં વર્તમાન પરિણામો વિશેના મેટ્રિક પ્રદર્શિત કરે છે, જે દરરોજ રિફ્રેશ થાય છે.
કિંમત નિર્ધારણ પ્રયોગોનો કોઈ નિશ્ચિત સમયગાળો હોતો નથી અને આંકડાકીય રીતે નોંધપાત્ર પરિણામો વિકસાવવા માટે તમને જરૂર હોય ત્યાં સુધી ચાલુ રહી શકે છે. તમે કોઈપણ સમયે મેન્યુઅલી પ્રયોગ સમાપ્ત કરવાનું પસંદ કરી શકો છો.
આ પેજ પર
- A/B કિંમત ટેસ્ટિંગ
- Smart Pricing ઍપમાં A/B પ્રયોગ ચલાવવાની જરૂરિયાતો
- A/B કિંમત નિર્ધારણ પ્રયોગો વિશેની વિચારણાઓ
- કિંમતની ટિપ સાથે કિંમત નિર્ધારણ પ્રયોગના ઘટકો
- Smart Pricing માં કિંમતની ટિપ સાથે કિંમત નિર્ધારણ પ્રયોગ બનાવો
- Smart Pricing માં મેન્યુઅલ કિંમત પ્રયોગ બનાવો
- સક્રિય પ્રયોગમાંથી પ્રોડક્ટ હટાવો
- સક્રિય પ્રયોગનાં દૈનિક પરિણામોનો રિવ્યૂ કરો
- સક્રિય પ્રયોગ સમાપ્ત કરો
A/B કિંમત ટેસ્ટિંગ
A/B ટેસ્ટ (જેને સ્પ્લિટ ટેસ્ટ અથવા બકેટ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ એક સામાન્ય વ્યાપાર પ્રેક્ટિસ છે જેમાં તમે અમુક સામગ્રીનું કોઈ એક ઘટક બદલો છો અને પછી તમારા પસંદ કરેલા માપદંડના આધારે કયું વર્ઝન વધુ સફળ છે તે માપવા માટે બંને વર્ઝનના (કંટ્રોલ અથવા અપરિવર્તિત વર્ઝન અને બદલાયેલ વર્ઝન) પ્રદર્શનની તુલના કરો છો.
કિંમત નિર્ધારણ માટે A/B ટેસ્ટના કિસ્સામાં, જેમ કે Smart Pricing ઍપનો ઉપયોગ કરીને સેટઅપ કરેલા ટેસ્ટમાં, તમે 50% ગ્રાહકોને પ્રોડક્ટની નિયમિત કિંમત અને બાકીના 50% ગ્રાહકોને ટેસ્ટ માટેની કિંમત પ્રદર્શિત કરો છો. કોઈ નિર્ધારિત સમયગાળા પછી, તમે ખાતરી કરી શકો છો કે કિંમતના ટેસ્ટ વર્ઝને તમારા કન્વર્ઝન રેટ અને વેચાણમાં વધારો કર્યો છે કે ઘટાડો કર્યો છે. આ પરિણામ પરથી, તમે તે નિર્ણય લઈ શકો છો કે કિંમતના એડજસ્ટમેન્ટને કાયમી કરવું કે નહીં.
તમારો પ્રયોગ માત્ર કોઈ એક જ ફેરફારની અસર પર ધ્યાન કેન્દ્રિત કરે તેની ખાતરી કરવા માટે, તમે જે પ્રોડક્ટને ટેસ્ટ કરવાનું પસંદ કરો છો તેનાં બંને વર્ઝન વચ્ચે અન્ય દરેક ઘટકોને હંમેશાં સમાન રાખો. ઉદાહરણ તરીકે, જો તમે પ્રોડક્ટની કિંમત બદલવાની અસરનો A/B ટેસ્ટ કરવા માંગતા હો, તો એક જ સમયે ટેસ્ટ વર્ઝન માટે પ્રોડક્ટ વર્ણન પણ ન બદલો.
Smart Pricing ઍપમાં A/B પ્રયોગો ચલાવવાની જરૂરિયાતો
Smart Pricing ઍપમાં A/B કિંમત નિર્ધારણ પ્રયોગો બનાવવા માટે, તમારે નીચેની જરૂરિયાતો પૂર્ણ કરવી આવશ્યક છે:
- તમારો સ્ટોર Grow અથવા તેનાથી ઉચ્ચ પ્લાન પર હોવો જોઈએ, જેમાં અર્લી ઍક્સેસમાં સમાવેશ કરવા માટે પૂરતા પ્રમાણમાં મુલાકાતી સત્રનું વૉલ્યુમ હોવું જોઈએ.
- તમારો સ્ટોર યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત હોવો જોઈએ, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત ગ્રાહકોને વેચાણ કરતો હોય.
- તમારા સ્ટોરમાં આનો ઉપયોગ થતો હોવો જોઈએ નવું Shopify Markets:
- તમારા સ્ટોર પાસે યુનાઇટેડ સ્ટેટ્સ માર્કેટ માટે માત્ર 1 જ કૅટલોગ હોવો જોઈએ.
- યુનાઇટેડ સ્ટેટ્સ માર્કેટ ટોપ-લેવલ માર્કેટ હોવું જોઈએ. તેને કોઈ પૅરન્ટ માર્કેટ હેઠળ નેસ્ટ કરી શકાતું નથી.
- તમારી પાસે ઓછામાં ઓછી 10 પ્રોડક્ટ હોવી જોઈએ, અને દરેકનું દર મહિને 25 કરતાં વધુ વેચાણ થતું હોવું જોઈએ.
A/B કિંમત નિર્ધારણ પ્રયોગો વિશેની વિચારણાઓ
જો તમારો સ્ટોર A/B કિંમત નિર્ધારણ પ્રયોગો માટે પાત્ર હોય, તો નીચેની વિચારણાઓનો રિવ્યૂ કરો:
- એક સમયે માત્ર 1 જ સક્રિય કિંમત નિર્ધારણ પ્રયોગ હોઈ શકે છે.
- તમે કિંમત નિર્ધારણ પ્રયોગમાં 250 જેટલી પ્રોડક્ટ શામેલ કરી શકો છો.
- પ્રોડક્ટની કિંમતના A/B ટેસ્ટિંગ માટે મહત્તમ 2 કિંમતોનો ઉપયોગ થાય છે: અસલ કિંમત અને ટેસ્ટની કિંમત. તમે પ્રયોગમાં એક જ પ્રોડક્ટ માટે એક કરતાં વધુ ટેસ્ટની કિંમતો બનાવી શકતા નથી.
- પ્રયોગ પૂર્ણ થયા પછી Smart Pricing ઍપ તમારા માટે તમારી પ્રોડક્ટની કિંમતોને એડજસ્ટ કરતી નથી. રિઝલ્ટ પેજ પરથી તમે ડાઉનલોડ કરી શકો તેવી CSV ફાઇલનો ઉપયોગ કરીને તમારે પ્રયોગનાં પરિણામોના આધારે કિંમત નિર્ધારણના કોઈપણ એડજસ્ટમેન્ટ સીધા જ અમલમાં મૂકવાની જરૂર છે. A/B કિંમત નિર્ધારણના પ્રયોગનાં પરિણામો વિશે વધુ જાણો.
- પ્રયોગ ચાલી રહ્યો છે તેનો અન્ય કોઈ જગ્યાએ Shopify ઍડમિનમાં વિઝ્યુઅલ સંકેત આપવામાં આવતો નથી. કોઈપણ સ્ટાફના સભ્યોને તમારે જાણ કરવી આવશ્યક છે જેથી તેઓ ઍડમિનમાં પ્રોડક્ટ વિગતોના પેજ પરથી પ્રભાવિત પ્રોડક્ટની કિંમત જાતે ન બદલે.
- જો તમે પ્રયોગના સમયગાળા દરમિયાન પ્રયોગમાં સામેલ કોઈ પ્રોડક્ટની કિંમત બદલો છો, તો તે પ્રયોગનાં પરિણામોને અમાન્ય કરે છે, કારણ કે પ્રોડક્ટની કિંમતોને એક સેટ તરીકે ટેસ્ટ અને ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે.
- જ્યારે સ્ટોરના નફા પર નોંધપાત્ર નકારાત્મક અસર થાય ત્યારે પ્રયોગો ઑટોમૅટિક રીતે બંધ થતા નથી. જો તમને લાગે કે તમારા સ્ટોરના નફા પર નોંધપાત્ર નકારાત્મક અસર થઈ રહી છે, તો તમારે પ્રયોગ મેન્યુઅલી રોકવો પડશે.
- Smart Pricing ઍપ માત્ર તમારા Shopify ઑનલાઇન સ્ટોર પર કિંમતોનું ટેસ્ટ કરે છે. અન્ય સેલ્સ ચેનલ, જેમ કે Meta તરફથી Facebook અને Instagram અથવા Google અને YouTube, ટેસ્ટની કિંમતનો ડેટા પ્રાપ્ત કરતી નથી. તેનો અર્થ એ છે કે સક્રિય પ્રયોગ દરમિયાન, ગ્રાહકને તમારા ઑનલાઇન સ્ટોર પર ટેસ્ટની કિંમત મળી શકે છે, પરંતુ જ્યારે તેઓ બીજી સેલ્સ ચેનલ પર સમાન પ્રોડક્ટની ખરીદી કરે છે ત્યારે તેમને અસલ કિંમત જ મળશે.
કિંમતની ટિપ સાથે કિંમત નિર્ધારણ પ્રયોગના ઘટકો
કિંમત નિર્ધારણ પ્રયોગ બનાવતી વખતે, તમે તમારા પ્રયોગનાં પરિમાણોને વ્યાખ્યાયિત કરવા માટે નીચેના ઘટકો સેટ કરી શકો છો.
| ઘટક | વર્ણન |
|---|---|
| કિંમતનું રાઉન્ડિંગ | તમે ચોક્કસ રાઉન્ડિંગ નિયમોના આધારે ઑટોમૅટિક રીતે કિંમતની ટિપને એડજસ્ટ કરી શકો છો. ડિફૉલ્ટ રૂપે, કિંમત નિર્ધારણના પ્રયોગો .00 સાથે સમાપ્ત થતા દશાંશમાં કિંમતોને ઑટોમૅટિક રીતે રાઉન્ડ કરે છે, પરંતુ તમે નીચેનામાંથી કોઈપણ વિકલ્પોનો અમલ કરવા માટે કિંમતના રાઉન્ડિંગ નિયમો એડજસ્ટ કરી શકો છો:
|
| પ્રોડક્ટનું પ્રીસેટ | તે તમને તમારા કિંમત નિર્ધારણ પ્રયોગમાં સામેલ કરવા માટે ઉપલબ્ધ કિંમતની ટિપ સાથે પ્રોડક્ટની પ્રીસેટ સૂચિ પસંદ કરવાની મંજૂરી આપે છે, જે તમારા પ્રયોગમાં રહેલા સંભવિત જોખમો અને રિવૉર્ડને અસર કરે છે. ત્યાં 3 પ્રકારનાં પ્રીસેટ ઉપલબ્ધ છે:
તમે બલ્કમાં કિંમતનો ફેરફાર પણ બનાવવાનું પસંદ કરી શકો છો, જ્યાં તમે તમારી બધી પ્રોડક્ટ પર એક જ કિંમત ઍડજસ્ટમેન્ટ લાગુ કરી શકો છો. તમે તમારા દ્વારા સેટ કરેલી ટકાવારી મુજબ તમારી તમામ પ્રોડક્ટની કિંમતો વધારવાનું અથવા ઘટાડવાનું પસંદ કરી શકો છો. |
| પ્રોડક્ટ લિસ્ટ | તમે પ્રોડક્ટ પ્રીસેટ પસંદ કરી લો ત્યારબાદ, ઉપલબ્ધ પ્રાઇસ ટિપ્સ સાથે સંકળાયેલી પ્રોડક્ટની સંખ્યા પ્રોડક્ટ લિસ્ટમાં દેખાય છે. તમે એવી પ્રોડક્ટ જેમાં કિંમત ઍડજસ્ટમેન્ટ શામેલ હોય, તેમ જ એવી પ્રોડક્ટ કે જેમાં પ્રયોગમાંથી કોઈ ફેરફાર નથી થયેલ હોય, તેમની વચ્ચે સ્વિચ કરી શકો છો. શામેલ કરેલી દરેક પ્રોડક્ટ અને વેરિઅન્ટ સાથે, નીચેની કૉલમ પ્રદર્શિત થાય છે:
|
Smart Pricing માં પ્રાઇસ ટિપ્સ સાથે પ્રાઇસિંગ પ્રયોગ બનાવો
તમે Shopify ઍડમિનમાં Smart Pricing સાથે પ્રાઇસિંગ પ્રયોગ બનાવી શકો છો. પ્રાઇસિંગ પ્રયોગ બનાવતા પહેલાં, Smart Pricing ની આવશ્યકતાઓ અને ધ્યાનમાં રાખવાની બાબતો રિવ્યૂ કરો.
એક સમયે માત્ર 1 પ્રાઇસિંગ પ્રયોગ સક્રિય હોઈ શકે છે અને તમે પ્રાઇસિંગ પ્રયોગમાં 250 જેટલી પ્રોડક્ટ શામેલ કરી શકો છો. પ્રાઇસિંગ પ્રયોગ માટે કોઈ નિશ્ચિત સમયગાળો નથી અને તમે પ્રયોગના દૈનિક પરિણામો ના આધારે નક્કી કરી શકો છો કે તમે કેટલા સમય માટે પ્રયોગ ચલાવવા માગો છો. વધુ પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવાથી અથવા લાંબા સમયગાળા માટે તમારો પ્રાઇસિંગ પ્રયોગ ચલાવવાથી વધુ સચોટ પરિણામો પ્રાપ્ત થાય છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Shopify સ્માર્ટ પ્રાઇસિંગ પર જાઓ.
રિવ્યૂ કરો અને પ્રયોગ કરો પર ક્લિક કરો. જો તમે અગાઉ પછીથી રિવ્યૂ કરો પર ક્લિક કરીને નવી પ્રાઇસ ટિપ્સને અવગણી હોય, તો કિંમતોનો રિવ્યૂ કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: પ્રાઇસ ટિપ્સ માટે કિંમતના રાઉન્ડિંગનો નિયમ સેટ કરો:
- પ્રાઇસ રાઉન્ડિંગ ની બાજુમાં
પર ક્લિક કરો.
- પ્રાઇસ રાઉન્ડિંગ નિયમોમાં ફેરફાર કરો સંવાદમાં, પૂર્ણ સંખ્યા પસંદ કરો અથવા પ્રાઇસ ટિપ્સને રાઉન્ડ ઑફ કરવા માટે દશાંશ મૂલ્ય સેટ કરો.
- અપડેટ પર ક્લિક કરો.
- પ્રાઇસ રાઉન્ડિંગ ની બાજુમાં
પ્રોડક્ટ પ્રીસેટ ની બાજુમાં,
પર ક્લિક કરો.
પ્રીસેટ પસંદ કરો સંવાદમાં, તમારા પ્રીસેટ વિકલ્પોનો રિવ્યૂ કરો અને પછી તમે ઉપયોગ કરવા માગતા હો તે પ્રીસેટ માટે પસંદ કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: ટેસ્ટમાં પ્રોડક્ટ લિસ્ટમાં, તમે નીચે મુજબની કોઈ પણ ક્રિયાઓ કરી શકો છો:
- કોઈ પણ ખૂટતાં એકમ દીઠ ખર્ચ મૂલ્યોને ઉમેરવા અથવા તેનો અંદાજ લગાવવા માટે, વ્યક્તિગત મૂલ્યોને મેન્યુઅલી ઉમેરવા ખર્ચ ઉમેરો પર ક્લિક કરો અથવા તમારા સ્ટોરના નફાના માર્જિનના આધારે બલ્ક મૂલ્યો લાગુ કરવા માટે માર્જિનનો અંદાજ કાઢો પર ક્લિક કરો. આ મૂલ્યને શામેલ કરવાથી પ્રાઇસ ટિપ અને પરિણામોની સચોટતા બહેતર બને છે. Shopify બ્લોગ પર વેચેલા માલસામાનની કિંમત માટેની વ્યાખ્યા અને ફોર્મ્યુલા વિશે વધુ જાણો.
- કોઈ પ્રોડક્ટ માટે જનરેટ કરેલી પ્રાઇસ ટિપને મેન્યુઅલી ઓવરરાઇડ કરવા માટે, ટેસ્ટ કિંમત ફીલ્ડ પર ક્લિક કરો અને પ્રયોગના સમયગાળા માટે ઉપયોગ કરવા માટે એક અલગ કિંમત સેટ કરો. મૂળ પ્રાઇસ ટિપ મૂલ્ય પર પાછા જવા માટે, રિવર્ટ કરો પર ક્લિક કરો.
- પ્રયોગમાંથી પ્રોડક્ટને હટાવવા માટે, ⊖ આઇકન પર ક્લિક કરો. તમે ⊕ પર ક્લિક કરીને પ્રોડક્ટ ફરીથી ઉમેરી શકો છો.
વૈકલ્પિક: વધુ ટેસ્ટ પ્રોડક્ટ ઉમેરો પ્રોડક્ટ લિસ્ટમાં, તમે નીચે મુજબની કોઈ પણ ક્રિયાઓ કરી શકો છો:
- કોઈ પણ ખૂટતાં એકમ દીઠ ખર્ચ મૂલ્યોને ઉમેરવા અથવા તેનો અંદાજ લગાવવા માટે, ખર્ચ ઉમેરો અથવા માર્જિનનો અંદાજ કાઢો પર ક્લિક કરો.
- પ્રયોગમાં પ્રોડક્ટ ઉમેરવા માટે, ⊕ આઇકન પર ક્લિક કરો. જો પ્રોડક્ટ સાથે સંકળાયેલી કોઈ પ્રાઇસ ટિપ ન હોય, તો તમને ટેસ્ટ કિંમત મેન્યુઅલી સેટ કરવા માટે કહેવામાં આવશે.
પ્રયોગ શરૂ કરો પર ક્લિક કરો.
તમે શરૂ કરો તે પહેલાં: કાળજીપૂર્વક વાંચો સંવાદમાં, પ્રયોગના સારાંશનો રિવ્યૂ કરો અને પછી પ્રયોગ શરૂ કરો પર ક્લિક કરો.
તમે તમારા Shopify ઍડમિનમાં Smart Pricing ઍપ પર પાછા ફરીને, ટેસ્ટ કરવામાં આવતી પ્રોડક્ટ અને કિંમતો સહિત તમારા સક્રિય પ્રાઇસિંગ પ્રયોગની વિગતોને કોઈ પણ સમયે ઍક્સેસ કરી શકો છો.
Smart Pricing માં મેન્યુઅલ કિંમતનો પ્રયોગ બનાવો
જો તમારા સ્ટોર પાસે હજી સુધી AI-સંચાલિત પ્રાઇસ ટિપ્સનો ઍક્સેસ નથી, તો પછી તમે પ્રોડક્ટ પસંદ કરીને અને તમારી જાતે ટેસ્ટ કિંમતો સેટ કરીને મેન્યુઅલ કિંમત પ્રયોગ સેટઅપ કરી શકો છો. મોટા ભાગના A/B પ્રયોગના ફીચર, જેમાં દૈનિક પરિણામો, વિગતવાર રિપોર્ટ અને કિંમત અપડેટ કરવાનો સમાવેશ થાય છે, તે મેન્યુઅલી બનાવેલ પ્રયોગો માટે ઉપલબ્ધ છે. માત્ર ટેસ્ટ પ્રાઇસ પ્રીસેટ અને પ્રાઇસ રાઉન્ડિંગ ઉપલબ્ધ નથી, કારણ કે તેમને AI-સંચાલિત પ્રાઇસ ટિપ્સના ઍક્સેસની જરૂર હોય છે.
એક સમયે માત્ર 1 પ્રાઇસિંગ પ્રયોગ સક્રિય હોઈ શકે છે અને તમે પ્રાઇસિંગ પ્રયોગમાં 250 જેટલી પ્રોડક્ટ શામેલ કરી શકો છો. પ્રાઇસિંગ પ્રયોગ માટે કોઈ નિશ્ચિત સમયગાળો નથી અને તમે પ્રયોગના દૈનિક પરિણામો ના આધારે નક્કી કરી શકો છો કે તમે કેટલા સમય માટે પ્રયોગ ચલાવવા માગો છો. વધુ પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવાથી અથવા લાંબા સમયગાળા માટે તમારો પ્રાઇસિંગ પ્રયોગ ચલાવવાથી વધુ સચોટ પરિણામો પ્રાપ્ત થાય છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Shopify સ્માર્ટ પ્રાઇસિંગ પર જાઓ.
મેન્યુઅલ પ્રયોગ સેટઅપ કરો પર ક્લિક કરો.
તમારા પ્રયોગમાં પ્રોડક્ટ ઉમેરવાનું શરૂ કરવા માટે પ્રોડક્ટ ઉમેરો પર ક્લિક કરો.
તમે તમારા પ્રયોગમાં ઉમેરવા માગતા હો તે પ્રોડક્ટ પસંદ કરો:
- વૈકલ્પિક: તમારું પ્રોડક્ટ લિસ્ટ શોધવા અને ફિલ્ટર કરવા માટે
પર ક્લિક કરો.
- તમારા ટેસ્ટમાં વ્યક્તિગત પ્રોડક્ટ ઉમેરવા માટે
પર ક્લિક કરો.
- ટેસ્ટમાં પ્રોડક્ટ શામેલ કરો સંવાદમાં, તમારી પ્રોડક્ટ માટે ટેસ્ટ કિંમત સેટ કરો.
- કિંમત સેટ કરો પર ક્લિક કરો.
- વૈકલ્પિક: તમારું પ્રોડક્ટ લિસ્ટ શોધવા અને ફિલ્ટર કરવા માટે
વૈકલ્પિક: તમારા પ્રયોગમાં બહુવિધ પ્રોડક્ટ ઉમેરવા અને બલ્કમાં કિંમતો ઍડજસ્ટ કરવા માટે:
- બહુવિધ પ્રોડક્ટ પસંદ કરવા માટે ચેકબૉક્સ પર ક્લિક કરો અને પછી પ્રયોગમાં ઉમેરો પર ક્લિક કરો.
- તમે પસંદ કરેલી તમામ પ્રોડક્ટની કિંમતોમાં કરવા માગતા હો તે બલ્ક પ્રાઇસ ઍડજસ્ટમેન્ટ સેટ કરો. તમે ટકાવારી અથવા નિશ્ચિત રકમ દ્વારા કિંમતમાં વધારો કે ઘટાડો કરી શકો છો.
- લાગુ કરો અને પ્રયોગમાં ઉમેરો પર ક્લિક કરો.
તમારું પ્રોડક્ટ લિસ્ટ અને તમે સેટ કરેલી ટેસ્ટ કિંમતો રિવ્યૂ કરવા માટે, ટેસ્ટમાં ટૅબ પર ક્લિક કરો:
- ખૂટતા યુનિટ દીઠ ખર્ચ મૂલ્યો ઉમેરવા અથવા તેનો અંદાજ લગાવવા માટે, વ્યક્તિગત મૂલ્યોને મેન્યુઅલી ઉમેરવા ખર્ચનો રિવ્યૂ કરો પર ક્લિક કરો. આ મૂલ્યનો સમાવેશ કરવાથી પરિણામોની ચોકસાઈમાં સુધારો થાય છે. Shopify બ્લોગ પર વેચાયેલા માલસામાનના ખર્ચની વ્યાખ્યા અને ફોર્મ્યુલા વિશે વધુ જાણો.
- કોઈ પ્રોડક્ટ માટે તમારી ટેસ્ટ કિંમત બદલવા માટે, નવી કિંમત ફીલ્ડ પર ક્લિક કરો અને પ્રયોગના સમયગાળા માટે ઉપયોગમાં લેવા માટે અલગ કિંમત સેટ કરો.
- પ્રયોગમાંથી કોઈ પ્રોડક્ટને હટાવવા માટે, ⊖ > હટાવો પર ક્લિક કરો. તમે વધુ ટેસ્ટ પ્રોડક્ટ ઉમેરો ટૅબમાંથી પ્રોડક્ટને ફરીથી ઉમેરી શકો છો.
પ્રયોગ શરૂ કરો પર ક્લિક કરો.
તમે શરૂ કરો તે પહેલાં: કાળજીપૂર્વક વાંચો સંવાદમાં, પ્રયોગના સારાંશનો રિવ્યૂ કરો અને પછી પ્રયોગ શરૂ કરો પર ક્લિક કરો.
સક્રિય પ્રયોગમાંથી પ્રોડક્ટ હટાવો
તમે સક્રિય પ્રયોગમાંથી પ્રોડક્ટ હટાવી શકતા નથી, કારણ કે તે પ્રયોગનાં પરિણામોને અમાન્ય કરી દેશે. તમારે પ્રયોગ બંધ કરવો આવશ્યક છે.
સક્રિય પ્રયોગનાં દૈનિક પરિણામોનો રિવ્યૂ કરો
કિંમત નિર્ધારણનો પ્રયોગ શરૂ કર્યાના ચાર દિવસ પછી, પરિણામોનો ડેટા જનરેટ થશે અને સક્રિય પ્રયોગ પેજમાં પ્રદર્શિત થશે. આ ડેટા ચાલી રહેલા પ્રયોગનાં પરિણામોના આધારે દરરોજ રિફ્રેશ થાય છે. વધુમાં, જ્યારે 95% કૉન્ફિડન્સ પર આંકડાકીય મહત્ત્વ પહોંચી જાય, ત્યારે સક્રિય પ્રયોગનાં મેટ્રિક નિર્ણાયક ઇન્ડિકેટર પ્રદર્શિત કરે છે.
કિંમત નિર્ધારણનો પ્રયોગ ક્યારે બંધ કરવો તે નક્કી કરવામાં તમારી સહાય માટે તમે આ દૈનિક પરિણામોનો ઉપયોગ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Shopify સ્માર્ટ પ્રાઇસિંગ પર જાઓ.
તમે જેનાં પરિણામો ઍક્સેસ કરવા માગતા હો તે સક્રિય પ્રયોગ પર ક્લિક કરો.
સક્રિય પ્રયોગને સમાપ્ત કરો
તમે કોઈપણ કારણસર, કોઈપણ સમયે સક્રિય કિંમત નિર્ધારણના પ્રયોગને મેન્યુઅલી સમાપ્ત કરી શકો છો.
4-દિવસની મુદત પહેલાં બંધ થઈ ગયેલા પ્રયોગો પરિણામો જનરેટ કરશે નહીં અને તેને ફરીથી શરૂ કરી શકાશે નહીં.
શ્રેષ્ઠ પરિણામો માટે, સક્રિય પ્રયોગ પેજ પર પ્રદર્શિત કરાયેલા પ્રયોગનાં દૈનિક પરિણામોના આધારે જ્યારે પરિણામો આંકડાકીય મહત્ત્વ પર પહોંચી જાય ત્યારે તમારે પ્રયોગોને પૂર્ણ કરવા જોઈએ.
કિંમત નિર્ધારણનો પ્રયોગ સમાપ્ત થયાના 2 દિવસ સુધીમાં, પ્રયોગનાં અંતિમ પરિણામો જનરેટ થાય છે અને પ્રયોગ પરિણામો પેજ પર પ્રદર્શિત થાય છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Shopify સ્માર્ટ પ્રાઇસિંગ પર જાઓ.
તમે જે સમાપ્ત કરવા માગતા હો તે સક્રિય પ્રયોગ પર ક્લિક કરો.
પ્રયોગ સમાપ્ત કરો:
- જો પ્રયોગ 4 દિવસ કરતાં ઓછા સમયથી ચાલી રહ્યો હોય, તો પ્રયોગ બંધ કરો પર ક્લિક કરો.
- જો પ્રયોગ 4 દિવસ કે તેથી વધુ સમયથી ચાલી રહ્યો હોય, તો પ્રયોગ પૂર્ણ કરો પર ક્લિક કરો.
તમે પ્રયોગને સમાપ્ત કરવા માગો છો તેની ખાતરી કરવા માટે ડાયલૉગમાં પ્રયોગ બંધ કરો અથવા પ્રયોગ પૂર્ણ કરો પર ક્લિક કરો.