ટૅગ ફોર્મેટ
જો તમારી પાસે માત્ર થોડી જ પ્રોડક્ટ હોય, તો કદાચ તમને પ્રોડક્ટ ટૅગની વ્યૂહરચનાની જરૂર ન પડે. જોકે, જો તમારી પાસે મોટી સંખ્યામાં પ્રોડક્ટ હોય અને તમે તમારી પ્રોડક્ટ અને કલેક્શન સાથે ટૅગનો અસરકારક રીતે ઉપયોગ કરવા માગતા હોવ, તો તમારી પાસે એક સામાન્ય ટૅગ ફોર્મેટ હોવું જરૂરી છે જેનો તમે સતત ઉપયોગ કરી શકો.
તમે દરેક પ્રોડક્ટ પર વધુમાં વધુ 250 ટૅગ લાગુ કરી શકો છો.
પ્રોડક્ટ ટૅગની માર્ગદર્શિકા
નીચેની માર્ગદર્શિકા તમારા ટૅગને તમારા અને તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ રીતે કામ કરવામાં મદદ કરી શકે છે:
- અક્ષરો - તમારા ટૅગમાં માત્ર સામાન્ય અક્ષરો, નંબરો અને હાઇફન (-) નો ઉપયોગ કરો. ઉચ્ચારવાળા અક્ષરો અને અન્ય ચિહ્નો ટાળો.
જોકે તમે કેટલાક વિશિષ્ટ અક્ષરોનો ઉપયોગ કરતા ટૅગ બનાવી શકો છો, તેમ છતાં તેઓ શોધમાં અથવા કલેક્શનની શરતો તરીકે તમારી અપેક્ષા મુજબ કામ કરશે નહીં. ટૅગમાં રહેલા વિશિષ્ટ અક્ષરોને કાં તો અવગણવામાં આવે છે અથવા સમાન તરીકે ગણવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, તમારી પાસે કલેક્શન માટે એક શરત છે કે પ્રોડક્ટ ટૅગ red-new ને સમાન હોય. red_new, red+new અથવા red&new જેવા ટૅગવાળી તમામ પ્રોડક્ટને પણ કલેક્શનમાં શામેલ કરવામાં આવે છે.
- લંબાઈ - ઉપયોગમાં સરળતા માટે, ટૅગ ટૂંકા રાખો. ઉદાહરણ તરીકે, તમે વેચતા હો તે પ્રોડક્ટની સંખ્યા અને વિવિધતાના આધારે, તમે 16 કરતાં વધુ અક્ષરો ન ધરાવતા હોય એવા ટૅગનો ઉપયોગ કરી શકો છો.
સરળ અને સમજી શકાય તેવા - તમારા ટૅગને એવી રીતે નામ આપો કે જે તમને અને તમારા સ્ટાફને સમજાય જેથી દરેક ટૅગનો હેતુ સ્પષ્ટ હોય અને યાદ રાખવામાં સરળ રહે.
ગ્રાહકો માટે સ્પષ્ટ - કેટલીક ઑનલાઇન સ્ટોર થીમમાં, ગ્રાહકોને પ્રોડક્ટ ટૅગ બતાવવામાં આવે છે, જેમ કે ડ્રોપ-ડાઉન ફિલ્ટર મેનૂમાં. ટૅગ દૃશ્યમાન હોવાથી, તમારે ખાતરી કરવાની જરૂર છે કે તે ગ્રાહકોને સમજાય.
ઉદાહરણ તરીકે, ધારો કે તમે એવી પ્રોડક્ટ માટે ટૅગ બનાવવા માગો છો કે જેને તમે ફૉલ 2019 સીઝન માટે કલેક્શનમાં રાખવા માગો છો. તમે
myfall19ટૅગ બનાવી શકો છો, પરંતુ જો તે ટૅગ તમારા ઑનલાઇન સ્ટોરના ફિલ્ટર મેનૂમાં બતાવવામાં આવે, તો તમારા ગ્રાહકોને તેનો અર્થ ખબર ન પણ પડે. તેના કરતાંFall-2019વધુ સારી પસંદગી બની શકે છે.
સર્ચ એન્જિન દ્વારા ટૅગનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેથી તમારા ઑનલાઇન સ્ટોરના શોધ પરિણામોને બહેતર બનાવવાનો પ્રયાસ કરવા માટે ટૅગનો ઉપયોગ કરશો નહીં. તેના બદલે, તમારા Shopify સ્ટોરમાં SEO માટે કીવર્ડ ઉમેરવામાં સમજાવ્યા મુજબ કીવર્ડ ઉમેરો.
પ્રોડક્ટ ટૅગ ફોર્મેટના ઉદાહરણો
તમે ઑનલાઇન કપડાંનો સ્ટોર ચલાવો છો. તમે તમારી પ્રોડક્ટના રંગ અને મટિરિયલને દર્શાવવા માટે ટૅગનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો. ઉદાહરણ તરીકે, તમે
blue,red,blackઅનેwhiteતેમજcotton,linen,fleeceઅનેdenimટૅગનો ઉપયોગ કરો છો. તમારી ઑનલાઇન સ્ટોર થીમ કલેક્શન પેજ પર ફિલ્ટર તરીકે ટૅગનો ઉપયોગ કરતી હોવાથી, ગ્રાહક એવી તમામ પ્રોડક્ટ શોધી શકે છે જેમાંblueઅનેcottonએમ બંને ટૅગ હોય અથવાblueઅનેfleeceએમ બંને ટૅગ હોય.તમે ડઝનબંધ મિશ્રણો સાથે ઔષધિ અને મસાલાનો વ્યવસાય ચલાવો છો. તમે દરેક ઘટક માટે ટૂંકા એક શબ્દના ટૅગનો ઉપયોગ કરવાનું નક્કી કરો છો:
Basil,Parsley,Rosemaryવગેરે. પછી તમે દરેક પ્રોડક્ટ પર એક કરતાં વધુ ટૅગ લાગુ કરો છો. પછીથી, તમે એવા કલેક્શન બનાવી શકો છો જે શરતો તરીકે આ ટૅગનો ઉપયોગ કરે છે.