Shopify અને NFTs

નોન-ફંજીબલ ટોકન (NFT) એ blockchain પર રેકોર્ડ કરવામાં આવતું એક અનોખું ડિજિટલ ઓળખકર્તા છે જેનો ઉપયોગ ડિજિટલ અથવા ભૌતિક માલસામાનની માલિકીનો પુરાવો દર્શાવવા માટે થાય છે. NFTs માલિકી, ટ્રાન્ઝેક્શન ઇતિહાસ અને ઉદ્ભવસ્થાન સાથે સંબંધિત સાર્વજનિક રૂપે ચકાસી શકાય તેવા ડેટાને સંગ્રહિત કરી શકે છે.

Blockchains વિતરિત ડેટાબેઝ અથવા લેજર સિસ્ટમ્સ છે, જે નેટવર્ક પર બહુવિધ કમ્પ્યુટર્સ અથવા નોડ્સ દ્વારા સંચાલિત થાય છે. ટ્રાન્ઝેક્શન્સને ડેટાના બ્લોક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે, જેની પછી સમગ્ર નેટવર્ક દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. ડેટાના આ બ્લોક્સને ઘટનાઓની શેર્ડ, વિશ્વસનીય અને બદલી ન શકાય તેવી ટાઇમલાઇન બનાવવા માટે એકબીજા સાથે સાંકળવામાં આવે છે.

NFTs વિશે, અને તમારી કૉમર્સ વ્યૂહરચના માટે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તેના વિશે વધુ જાણો.

NFTs ની મુખ્ય વિશેષતાઓમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:

NFTs ની મુખ્ય વિશેષતાઓ
વિશેષતાવર્ણન
નોન-ફંજીબલUS ડૉલરથી વિપરીત, જે ફંગિબલ છે કારણ કે તમે તે ડૉલરને કોઈ પણ સમસ્યા વિના બીજા ડૉલરથી બદલી શકો છો, દરેક NFT એ એક અનોખું ડિજિટલ ટોકન છે જેને પ્રત્યક્ષ રીતે બીજા ડિજિટલ ટોકનથી બદલી શકાતું નથી.
વિકેન્દ્રિતNFTs સ્માર્ટ કૉન્ટ્રૅક્ટ મારફતે મિન્ટ કરવામાં આવે છે, અથવા એવા પ્રોગ્રામ્સ કે જેમાં નિયમોનો સેટ હોય છે અને તેને blockchain પર ડિપ્લોય કરવામાં આવે છે. સ્માર્ટ કૉન્ટ્રૅક્ટના નિયમો પૂર્વ-નિર્ધારિત હોય છે અને કોઈ પણ કેન્દ્રીય એન્ટિટીની જરૂરિયાત વિના તેનો અમલ કરી શકાય છે, જેનાથી માનવીય ભૂલ અથવા દુર્ભાવનાનું જોખમ ઘટે છે.
ન ઉલટાવી શકાય તેવુંblockchain પર NFT મિન્ટ થઈ ગયા પછી, જ્યાં સુધી સ્માર્ટ કૉન્ટ્રૅક્ટમાં સ્પષ્ટપણે મંજૂરી ન હોય ત્યાં સુધી સામાન્ય રીતે તેને બદલી શકાતું નથી.
કાયમી blockchain પરના તમામ રેકૉર્ડ અફર હોય છે, જેનો અર્થ છે કે દરેક NFT નો સ્રોત blockchain પર કાયમી ધોરણે રેકૉર્ડ થાય છે.
વિકસતી ટેક્નોલૉજીતમારા ઘણા ગ્રાહકો સહિત, ઘણા લોકો માટે NFT અને blockchain ટેક્નોલૉજી સામાન્ય રીતે નવી છે. તમારે તમારા ગ્રાહકોને NFTs વિશે માહિતગાર કરવાની અને NFT ની ખરીદી અંગે સ્પષ્ટ અપેક્ષાઓ નિર્ધારિત કરવાની ખાતરી કરવી જોઈએ. NFT ગ્રાહકનો અનુભવ વિશે વધુ જાણો.
NFT બનાવવાની પ્રક્રિયાને `minting` કહેવામાં આવે છે. મિન્ટિંગ પ્રક્રિયા દરમિયાન, સ્માર્ટ કૉન્ટ્રૅક્ટ મારફતે એક NFT ને blockchain પર પ્રકાશિત કરવામાં આવે છે, ત્યાર બાદ તે ગ્રાહકો દ્વારા ઍક્સેસ કરવા માટે ઉપલબ્ધ થાય છે. NFTs [Ethereum](https://ethereum.org/en/), [Polygon](https://polygon.technology/), [Solana](https://solana.com/), [Tezos](https://tezos.com/) અને [Flow](https://flow.com/) જેવા ઘણા blockchains પર મિન્ટ, વિતરિત અને ચકાસી શકાય છે.

તમારા Shopify સ્ટોર પર NFTs માટેના ઉપયોગના કિસ્સાઓ

NFTs અને blockchain ટેક્નોલૉજી સતત વિકસી રહી છે, અને તેની સંપૂર્ણ અસર અને ઉપયોગના કિસ્સાઓ હજી શોધવામાં આવી રહ્યા છે. હાલમાં, ડિજિટલ આર્ટ જેવા મીડિયાની માલિકી દર્શાવવા માટે NFTs નો સૌથી લોકપ્રિય રીતે ઉપયોગ થાય છે, પરંતુ વેપારીઓ અને ગ્રાહકો બંને માટે તેના અન્ય ઘણા ઉપયોગો છે. તમે તમારા Shopify સ્ટોર પર નીચે મુજબની રીતોથી NFTs નો ઉપયોગ કરવાનું વિચારી શકો છો:

  • તમારા Shopify સ્ટોર મારફતે NFTs વેચો.
  • તમારા ગ્રાહકોને ખરીદીઓ, એન્ગેજમેન્ટ અને વફાદારી બદલ પુરસ્કાર આપવા માટે મફત NFTs ઑફર કરો.
  • ટોકનગેટેડ કૉમર્સ મારફતે ચોક્કસ NFTs ની માલિકીના આધારે વિશેષ પ્રોડક્ટ્સ, ડિસ્કાઉન્ટ અથવા પ્રોડક્ટ લૉન્ચના અર્લી ઍક્સેસની ઑફર કરો.
  • તમારા ઑનલાઇન સ્ટોર અથવા રૂબરૂ ઇવેન્ટ્સ મારફતે અન્ય બ્રાંડ સાથે ટોકનગેટેડ સહયોગ કરીને સંભવિત ઑડિયન્સમાં વધારો કરો.
  • માર્કેટિંગ સંપાદન અને જાળવણી ઝુંબેશ માટે NFT માલિકીના આધારે ગ્રાહક સેગમેન્ટ બનાવો.

તમારા Shopify સ્ટોર માટે NFT વ્યૂહરચના બનાવવા વિશે વધુ જાણો.

Shopify Payments મારફતે NFTs નું વિતરણ કરો

NFTs ના માન્ય વિક્રેતા બનવાથી તમે તમારા Shopify સ્ટોરફ્રન્ટ અથવા Storefront API મારફતે Shopify Payments નો ઉપયોગ કરીને NFTs ના પ્રથમ-પક્ષ અને પ્રાથમિક વેચાણને સક્ષમ કરી શકો છો. પ્રાથમિક વેચાણ એ NFT નું પહેલું વેચાણ હોય છે, જેમાં તમારા દ્વારા NFT વેચવામાં આવે છે અને ત્યાર બાદ મિન્ટ કરીને ગ્રાહકના વૉલેટમાં સીધું જ વિતરિત કરવામાં આવે છે.

Shopify Payments સક્ષમ હોવાથી, તમારા ગ્રાહકો ક્રેડિટ કાર્ડ, Shop Pay અને અન્ય એક્સિલરેટેડ ચેકઆઉટ પદ્ધતિઓ જેવી ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને NFTs માટે ચુકવણી કરી શકે છે. જો તમે NFTs વેચવાની મંજૂરી મેળવવા માટે અરજી કરવામાં રુચિ ધરાવતા હોવ, તો તમારે Shopify Payments નો ઉપયોગ કરીને NFTs વેચવા સાથે સંકળાયેલા જોખમો અને જરૂરિયાતોની સમીક્ષા કરવી જોઈએ.

જો તમે તમારા Shopify સ્ટોર પર NFTs માટે ચુકવણીઓ સ્વીકારવાનું આયોજન નથી કરતા, તો તેના બદલે તમે તમારા ગ્રાહકોને મફત NFTs ઑફર કરી શકો છો.

Shopify Payments મારફતે NFT વેચાણ હાલમાં નીચેના પ્રદેશોમાં સપોર્ટેડ છે: ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, જર્મની, આયર્લૅન્ડ, ઇટલી, જાપાન, નેધરલૅન્ડ્સ, સ્પેન, સ્વીડન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ.

NFTs વિતરિત કરવાની મંજૂરી માટે અરજી કરો

Shopify Payments મારફતે NFTs વેચવાની મંજૂરી માટે અરજી કરવા માટે, તમે તમારા સ્ટોરમાં Shopify ના NFT વિતરણ ઍપ પાર્ટનર્સ માંથી કોઈ એકને ઉમેરી શકો છો. તમે NFT વિતરણ ઍપ પાર્ટનર ઉમેરો તે પછી, તમને યોગ્યતા સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવે છે અને તમને મંજૂરી મળી છે કે નહીં તે જણાવવા ઍપમાં એક મેસેજ મળશે.

કેટલાક NFT પ્રકારો અને વિતરણ પદ્ધતિઓ Shopify Payments મારફતે સપોર્ટેડ નથી, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • NFT માર્કેટપ્લેસ અને/અથવા તમે જેમના નિર્માતા અથવા માલિક નથી તેવા NFTs નું ફરીથી વેચાણ કરવું.
  • NFTs કે જેમાં સેકન્ડરી રૉયલ્ટી હોય છે, જેમ કે કોઈ એવું NFT વેચવું કે ગિફ્ટ કરવું જ્યાં ગ્રાહક સેકન્ડરી વેચાણમાંથી રૉયલ્ટી મેળવી શકે.
  • એવા NFTs કે જેમાં સ્ટેકિંગ રિવૉર્ડ્સ હોય છે, જેમ કે એવું NFT વેચવું અથવા ભેટ આપવું જ્યાં ગ્રાહક પરોક્ષ રીતે ટોકન કમાઈ શકે.
  • એવા NFTs કે જેનો ઉપયોગ Shopify Payments ની સેવાની શરતોનું ઉલ્લંઘન કરતી કોઈ પણ રીતે અથવા ગેમિફાઇડ રીતે કરવામાં આવે છે.

NFTs વેચવા અને મિન્ટ કરવા

Shopify મારફતે NFTs ના માન્ય વિક્રેતા તરીકે, તમે તમારા સ્ટોર પર Shopify Payments મારફતે NFTs ના પ્રથમ-પક્ષ અને પ્રાથમિક વેચાણને સક્ષમ કરી શકો છો. તમે NFTs માટેની ચુકવણી તરીકે સપોર્ટેડ ક્રિપ્ટોકરન્સી સ્વીકારવા માટે તમારા સ્ટોરમાં એક ક્રિપ્ટોકરન્સી ચુકવણી પ્રોસેસર પણ ઉમેરી શકો છો.

તમારા Shopify સ્ટોર મારફતે NFTs નું વેચાણ અને મિન્ટિંગ કરવું એ Shopify પર અન્ય કોઈ પણ પ્રોડક્ટ વેચવા જેવું જ છે. કારણ કે NFTs ડિજિટલ સામાન છે, તે ખરીદી પછી તરત જ તમારા ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી શકાય છે.

Shopify ના NFT વિતરણ ઍપ પાર્ટનર્સ ની મદદથી, તમે તમારી પસંદગીના blockchain માટે તમારા NFTs દ્વારા રજૂ કરવામાં આવતા સ્માર્ટ કૉન્ટ્રૅક્ટ અને સંપત્તિઓને વ્યાખ્યાયિત કરી શકો છો. તમારા Shopify સ્ટોર મારફતે NFTs વેચવા માટે તમારી પાસે કોઈ ક્રિપ્ટોકરન્સી હોય કે ક્રિપ્ટોકરન્સી વૉલેટ હોવું જરૂરી નથી.

જો તમે તમારી blockchain વ્યૂહરચના બનાવવા માટે મદદ શોધી રહ્યા હોવ, તો તમે Shopify ના Plus Services Partner પેજ ની મુલાકાત લઈ શકો છો.

તમારા ગ્રાહકોને મફત NFTs ઑફર કરો

NFTs વેચવા એ તમારા સ્ટોર માટે આવકનો નવો સ્રોત બની શકે છે, સાથે જ તમે તમારા ગ્રાહકોને મફતમાં NFTs ભેટ પણ આપી શકો છો. તમારા સ્ટોર પર પ્રોત્સાહન તરીકે મફત NFTs નો ઉપયોગ કરી શકો તેવી રીતોના ઉદાહરણ નીચે મુજબ છે:

  • ગ્રાહકોની કુલ ખરીદીની રકમના આધારે NFT સાથે તેમને ખરીદીઓ અને વફાદારી માટે પુરસ્કાર આપો.
  • ગ્રાહકની ખરીદી સાથે શામેલ અધિકૃતતાનું પ્રમાણપત્ર અથવા NFT રસીદ પ્રદાન કરો.
  • મફત NFTs માટે માર્કેટિંગ ઝુંબેશમાં જોડાતા ગ્રાહકોને તમારા સ્ટોર પર ટોકનગેટેડ લાભોનો ઍક્સેસ પ્રદાન કરો.
  • એવી નવી ઑડિયન્સ અથવા ગ્રાહકો સુધી પહોંચવા માટે માર્કેટિંગ સાઇન અપ પેજ પર મફત NFTs ઑફર કરો જે કદાચ અગાઉ તમારી બ્રાંડ સાથે જોડાયા ન હોય.

તમે ગ્રાહકનું વૉલેટ ઍડ્રેસ એકત્રિત કરીને અને પછી NFT વિતરણ ઍપ મારફતે NFT મિન્ટ કરીને અને વિતરિત કરીને અથવા ગ્રાહકને મફત NFT ક્લેમ પેજ પર ડાયરેક્ટ કરીને તેમને મફત NFT ભેટ આપી શકો છો.

એક મફત NFT ક્લેમ પેજ બનાવો

ક્લેમ પેજનો ઉપયોગ કરીને, તમે અન્ય પ્રોડક્ટ્સની ખરીદી સાથે ભેટ તરીકે અથવા કોઈપણ ખરીદીની જરૂરિયાત વિના NFT વિતરિત કરી શકો છો. મફત NFT વિશેની માહિતી તમારા ગ્રાહકોને ઇમેઇલ અથવા અન્ય માર્કેટિંગ ચૅનલો દ્વારા મોકલી શકાય છે. તમે તમારા સ્ટોર માટે NFT ક્લેમ પેજ બનાવવા અને ડિઝાઇન કરવા માટે એક NFT વિતરણ ઍપ પાર્ટનર સાથે કામ કરી શકો છો.

ગ્રાહક NFT ક્લેમ પેજ પર તેમની ક્રિપ્ટોકરન્સી વૉલેટની માહિતી પ્રદાન કરે તે પછી, NFT વિતરણ અથવા એરડ્રોપિંગ ઍપ પાર્ટનર દ્વારા NFT મિન્ટ કરવામાં આવે છે અને સીધી જ તેમના વૉલેટમાં તેની ડિલિવરી કરવામાં આવે છે. જો ગ્રાહક પાસે ક્રિપ્ટોકરન્સી વૉલેટ ન હોય, તો તેમને મિન્ટિંગ અને ડિલિવરી પહેલાં NFT ક્લેમ પેજ પરથી વૉલેટ બનાવવા માટે સંકેત આપવામાં આવે છે. NFT ગ્રાહકના અનુભવ વિશે વધુ જાણો.

ટોકનગેટેડ કૉમર્સ

ટોકનગેટેડ કૉમર્સ તમને એવા ગ્રાહકોને તમારા સ્ટોર પરની પ્રોડક્ટ્સ, ડિસ્કાઉન્ટ્સ અથવા કલેક્શન્સની વિશિષ્ટ ઍક્સેસ ઑફર કરવાની મંજૂરી આપે છે, જેઓ કોઈ ચોક્કસ NFTની માલિકી ધરાવતા હોય. આ ઉપરાંત, બ્રાંડ અન્ય બ્રાંડ્સ દ્વારા વિતરિત કરાયેલા NFTs પર આધારિત સહયોગી પ્રોડક્ટ્સ અને કલેક્શન્સ દ્વારા ભાગીદારી બનાવવા માટે ટોકનગેટિંગનો ઉપયોગ કરી રહી છે. આ પ્રકારની ભાગીદારી બ્રાંડ્સને તેમના પોતાના સામાન્ય ગ્રાહક બેઝથી આગળ વધીને તેમના સંભવિત પ્રેક્ષકોને વધારવાની મંજૂરી આપે છે.

Shopifyના ટોકનગેટિંગ ઍપ પાર્ટનર્સની મદદથી, તમે એવા ચોક્કસ NFTs પસંદ કરી શકો છો, જે નીચે મુજબના લાભો મેળવી શકે છે:

  • તમારા ઑનલાઇન સ્ટોર પર કલેક્શન્સ, પ્રોડક્ટ્સ અને ડિસ્કાઉન્ટની વિશિષ્ટ ઍક્સેસ.
  • અન્ય સ્ટોર્સ સાથેની ભાગીદારી દ્વારા સહયોગી પ્રોડક્ટ્સ અને કલેક્શન્સની ઍક્સેસ.
  • Discord ચૅનલો અને સમુદાયો, રૂબરૂ ઇવેન્ટ્સ, એરડ્રોપ્સ અને રિટેલ સ્ટોર ઍક્ટિવેશન્સ સહિત કમ્યુનિટી એંગેજમેન્ટ ચૅનલોની ઍક્સેસ.

ટોકનગેટેડ કૉમર્સ તમારી blockchain વ્યૂહરચનાનો એક અભિન્ન ભાગ બની શકે છે, ખાસ કરીને જ્યારે વાત સમુદાય નિર્માણ, ગ્રાહક જાળવણી અને આવકમાં વૃદ્ધિની હોય. Shopifyના ઍપ પાર્ટનર્સ સતત એવા ઇન્ટિગ્રેશન બનાવી રહ્યાં છે, જે તમને સમર્થિત blockchains પર તમારા તમામ NFT ધારકોને વધારાનું મૂલ્ય પ્રદાન કરવાની મંજૂરી આપે છે.

ટોકનગેટેડ કૉમર્સનો અનુભવ

NFTs ગ્રાહકના ક્રિપ્ટોકરન્સી વૉલેટમાં માલિકી ધરાવે છે અને સંગ્રહિત હોય છે અને સંભવિત ગ્રાહક કોઈપણ આવશ્યક NFTsની માલિકી ધરાવે છે કે નહીં, તે માન્ય કરવા માટે ટોકનગેટિંગ ઍપનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાહક પાસે આવશ્યક NFTs છે તેની ટોકનગેટિંગ ઍપ દ્વારા પુષ્ટિ કરવામાં આવ્યા પછી, ગ્રાહક તેમના કાર્ટમાં વિશિષ્ટ કલેક્શન, પ્રોડક્ટ અથવા ડિસ્કાઉન્ટ ઉમેરી શકે છે અને તેમનો ઑર્ડર પૂર્ણ કરી શકે છે.

તમારા સ્ટોર માટે ટોકનગેટેડ કૉમર્સને સક્ષમ કરવા, Shopifyના ટોકનગેટિંગ ઍપ પાર્ટનર્સનો સંપર્ક કરો.

તૃતીય-પક્ષ NFT માર્કેટપ્લેસ

NFT માર્કેટપ્લેસ NFTsને મિન્ટ અને સેલ કરવાની રીતો ઑફર કરે છે. આ એવા માર્કેટપ્લેસ છે, જ્યાં તમારા ગ્રાહકો સેકન્ડરી માર્કેટમાં NFTs ખરીદવા અથવા વેચવા માટે જઈ શકે છે. જોકે, માર્કેટપ્લેસમાં તમારા બિઝનેસને અલગ પાડવા માટે ઓછી રીતો ઉપલબ્ધ છે અને તમારી પાસે તમારા બ્રાન્ડિંગ, ઍનાલિટિક્સ અથવા ગ્રાહક મેનેજમેન્ટ પર મર્યાદિત નિયંત્રણ રહેલું છે.

કેટલાક સામાન્ય માર્કેટપ્લેસ જ્યાં તમે NFTsને મિન્ટ અને વેચી શકો છો તે નીચે મુજબ છે:

NFTs બનાવવા અને વેચવા માટેના સામાન્ય માર્કેટપ્લેસ
માર્કેટપ્લેસblockchain
Magic Edenબહુવિધ blockchains
OpenSeaબહુવિધ blockchains
objktTezos
GaiaFlow

ટકાઉપણું અને પર્યાવરણીય ચિંતાઓ

Shopify blockchain પ્રત્યે તટસ્થ રહેવા માંગે છે, જેનો અર્થ એ થાય છે કે, Shopify કોઈપણ blockchain પર ઇન્ટિગ્રેશન વિકસાવવા માટે તમારી અને ઍપ પાર્ટનર્સની સાથે મળીને કામ કરે છે.

જોકે NFTs તમારા માટે કૉમર્સ કરવા માટેની એક નવી રીત રજૂ કરે છે, તેમ છતાં મૂળભૂત blockchain ટેક્નોલોજીઓની પર્યાવરણ પર જે અસરો થઈ શકે છે, તેના અંગે લાંબા સમયથી ચિંતાઓ રહેલી છે. જેમ જેમ blockchain ટેક્નોલોજી વિકસિત થાય છે તેમ Ethereum જેવા કેટલાક લોકપ્રિય blockchainsએ તેમના ઉર્જા વપરાશને ઘટાડવા માટે કામ કર્યું છે.

ઊર્જા વપરાશ અને તમારા NFTs સંબંધિત પ્રશ્નો માટે, તમે જે blockchain ઍપ પાર્ટનર સાથે કામ કરી રહ્યા છો તેમનો સંપર્ક કરો.