ગ્રાહકનો અનુભવ
ગ્રાહકો નીચેના લાભ માણવા માટે Shopify સ્ટોર પર NFT અને ટોકનગેટેડ પ્રોડક્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે:
- ટોકનગેટેડ કૉમર્સ અથવા ઇવેન્ટ્સના ઍક્સેસ મારફતે વિશિષ્ટ ઑફર્સને અનલૉક કરો.
- Discord, Twitter પરની ચોક્કસ ઑનલાઇન કમ્યુનિટીમાં અથવા રૂબરૂ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે સભ્યપદ ટોકન તરીકે NFTનો ઉપયોગ કરો.
- ડિજિટલ અથવા ભૌતિક પ્રોડક્ટ માટે અધિકૃતતાના પ્રમાણપત્ર તરીકે NFTનો ઉપયોગ કરો.
- ડિજિટલ સંગ્રહ તરીકે NFT ખરીદો.
NFT અને blockchain સામાન્ય રીતે ઘણા લોકો માટે નવી ટેકનોલોજી છે, જેમાં તમારા ગ્રાહકો શામેલ હોઈ શકે છે. તમારે NFTની ખરીદીઓ સંબંધિત તમારા ગ્રાહકો માટે સ્પષ્ટ અપેક્ષાઓ સેટ કરવી જોઈએ. આમાં ગ્રાહકોને તમારા NFT વિશે FAQ, સ્પષ્ટ ફુલફિલમેન્ટ અને રિફંડ નીતિઓ અને સંપર્ક પેજ પ્રદાન કરવાનું શામેલ છે.
NFT ની ખરીદી કરવી
તમારા Shopify સ્ટોર પરની અન્ય કોઈ પણ પ્રોડક્ટની જેમ જ, ગ્રાહક તમારા સ્ટોરને બ્રાઉઝ કરે છે અને તેમના કાર્ટમાં NFT ઍડ કરે છે. જો તમને તમારા Shopify સ્ટોર મારફતે NFTs વેચવા માટે મંજૂરી મળી ગઈ હોય, તો તમારા ગ્રાહકો Shopify Payments મારફતે ક્રેડિટ કાર્ડથી અથવા ક્રિપ્ટોકરન્સી ચુકવણી પ્રોસેસર મારફતે સપોર્ટેડ ક્રિપ્ટોકરન્સીથી ચુકવણી કરી શકે છે. ઑર્ડર કન્ફર્મ થઈ ગયા પછી, ગ્રાહકે તમારા સ્ટોરમાંથી સફળતાપૂર્વક NFT ખરીદી લીધું છે એમ ગણાશે.
ઑર્ડર પૂર્ણ કરેલ સ્ટેટસમાં આવ્યા પછી, ગ્રાહકને NFT ક્લેમ પેજની લિંક સાથેનો એક ઇમેઇલ મળે છે. ગ્રાહક દ્વારા NFT ક્લેમ પેજ પર તેમની ક્રિપ્ટોકરન્સી વૉલેટની માહિતી પ્રદાન કરવામાં આવે, તે પછી NFT મિન્ટ કરવામાં આવે છે અને સીધું તેમના વૉલેટમાં ડિલિવર કરવામાં આવે છે. આ પ્રક્રિયા તમારા NFT વિતરણ ઍપ પાર્ટનર દ્વારા સક્ષમ કરવામાં આવે છે.
જો ગ્રાહક પાસે ક્રિપ્ટોકરન્સી વૉલેટ ન હોય, તો તેમને NFT ક્લેમ પેજ પરથી વૉલેટ બનાવવાના ફ્લો મારફતે માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારબાદ, NFT મિન્ટ કરવામાં આવે છે અને સીધું તેમના વૉલેટમાં ડિલિવર કરવામાં આવે છે.
ક્રિપ્ટોકરન્સી વૉલેટ્સ
ગ્રાહક માટે blockchain સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે ક્રિપ્ટોકરન્સી વૉલેટ જરૂરી છે. આ ક્રિયાપ્રતિક્રિયાઓમાં NFT ની ખરીદી અને વેચાણ, અથવા ટોકનગેટેડ કૉમર્સ ના કિસ્સામાં NFT ની માલિકીની ખરાઈ કરવાનો સમાવેશ થઈ શકે છે. ક્રિપ્ટોકરન્સી વૉલેટ્સ ડેસ્કટૉપ અને મોબાઇલ બંને ઉપકરણો પર ઉપલબ્ધ છે.
પરંપરાગત રીતે, ગ્રાહકો તેમના એકાઉન્ટની માહિતી અને પાછલા ઑર્ડર જોવા માટે ઇમેઇલ અને પાસવર્ડ જેવા તેમના એકાઉન્ટના ઓળખપત્રોનો ઉપયોગ કરીને Shopify સ્ટોરમાં લૉગ ઇન કરી શકે છે. એક વેપારી તરીકે, તમે તમારા ગ્રાહકો અને તેમના રસના વિષયોને તેમના ઑર્ડરના ઇતિહાસના આધારે વિભાજિત કરી શકો છો અને તે ધારણાઓની આસપાસ માર્કેટિંગ વ્યૂહરચનાઓ બનાવી શકો છો.
ટોકનગેટેડ કૉમર્સ સાથે, ગ્રાહક તેમના ક્રિપ્ટોકરન્સી વૉલેટને તમારા Shopify સ્ટોર સાથે કનેક્ટ કરી શકે છે. તમારી ટોકનગેટિંગ ઍપ દ્વારા તેમની કોઈ ચોક્કસ NFT ની માલિકીની ખરાઈ થઈ જાય, તે પછી ગ્રાહક તમે ઑફર કરી રહ્યાં હો તે ટોકનગેટેડ પ્રોડક્ટ, ડિસ્કાઉન્ટ અથવા અન્ય લાભને ઍક્સેસ કરી શકે છે. જ્યારે ગ્રાહક ટોકનગેટિંગ ઍપ મારફતે તેમના ક્રિપ્ટોકરન્સી વૉલેટને તમારા સ્ટોર સાથે કનેક્ટ કરે છે, ત્યારે તેઓ તમારા સ્ટોર સાથે તેમના દ્વારા એકત્રિત કરવામાં આવેલા NFTs જેવી માહિતી શેર કરી રહ્યાં હોય છે. આ તમને તમારા ગ્રાહકોના રસના વિષયોને સમજવામાં અને આ માહિતીનો ઉપયોગ કરીને માર્કેટિંગ વ્યૂહરચનાઓ બનાવવામાં મદદ કરી શકે છે.
સપોર્ટેડ ક્રિપ્ટોકરન્સી વૉલેટ્સના ઉદાહરણોમાં શામેલ છે:
તમામ blockchain ક્રિયાપ્રતિક્રિયાઓમાં, વપરાશકર્તાને તેમના ક્રિપ્ટોકરન્સી વૉલેટને ઍપ અથવા વેબસાઇટ સાથે કનેક્ટ કરવા માટે કહેવામાં આવે છે. પ્રોસેસ થતાં પહેલાં દરેક ટ્રાન્ઝેક્શનની ગ્રાહક દ્વારા પુષ્ટિ થવી જરૂરી છે.
તમે ક્રિપ્ટોકરન્સી સુરક્ષા ઉકેલોના અગ્રણી પ્રદાતા Ledger જેવા તૃતીય-પક્ષ પ્રદાતાઓ પાસેથી ક્રિપ્ટોકરન્સી વૉલેટ્સ અને સુરક્ષા પદ્ધતિઓ વિશે વધુ જાણી શકો છો.