Shopify પર NFTs વિશેના FAQs
તમે Shopify પર NFTs વિશે વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો શોધવા માટે આ પેજનો ઉપયોગ કરી શકો છો. સામાન્ય NFT પ્રશ્નોના જવાબો મેળવવાથી તમને તમારા Shopify સ્ટોર સાથે blockchain સુવિધાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવામાં મદદ મળી શકે છે.
આ પેજ પર
- શું મારે ટોકનગેટેડ કૉમર્સ સક્ષમ કરવા માટે Shopify પર NFTs ના મંજૂર વિક્રેતા હોવું જરૂરી છે?
- હું Shopify પર NFTs વેચવા માટે મંજૂરી કેવી રીતે મેળવી શકું?
- પ્રાથમિક વેચાણ અને દ્વિતીય વેચાણ વચ્ચે શું તફાવત છે?
- મારા પ્રદેશમાં Shopify Payments મારફતે NFT વેચાણને ક્યારે સપોર્ટ મળશે?
- કયા blockchains ને સપોર્ટ મળે છે?
- Shopify મારફતે NFTs વેચવા સાથે સંકળાયેલા ખર્ચ કયા છે?
શું મારે ટોકનગેટેડ કૉમર્સ સક્ષમ કરવા માટે Shopify પર NFTs ના મંજૂર વિક્રેતા હોવું જરૂરી છે?
ટોકનગેટિંગ તમામ વેપારીઓ માટે તેમના Shopify સ્ટોર્સ પર સક્ષમ કરવા માટે ઉપલબ્ધ છે. ટોકનગેટિંગ ઍપ્સ વિશે વધુ જાણો.
Shopify Payments નો ઉપયોગ કરીને તમારા Shopify સ્ટોર મારફતે NFT વેચવા માટે, તમારું NFTs ના મંજૂર વિક્રેતા હોવું જરૂરી છે.
હું Shopify પર NFTs વેચવા માટે મંજૂરી કેવી રીતે મેળવી શકું?
જો તમે કોઈ યોગ્ય પ્રદેશમાં સ્થિત Shopify મર્ચન્ટ હો, તો તમે તમારા ઑનલાઇન સ્ટોર પર Shopify ના મિન્ટિંગ ઍપ પાર્ટનર્સ માંથી કોઈ એકને સક્ષમ કરીને ફર્સ્ટ-પાર્ટી, પ્રાથમિક NFTs ના મંજૂર વિક્રેતા બનવા માટે અરજી કરી શકો છો.
તમારા Shopify સ્ટોર મારફતે NFTs નું વિતરણ કરવા માટેની યોગ્યતાની આવશ્યકતાઓ વિશે વધુ જાણો.
NFTs ના મંજૂર વિક્રેતા બનવાથી તમારા Shopify સ્ટોરફ્રન્ટ અથવા Storefront API મારફતે Shopify Payments નો ઉપયોગ કરીને ફર્સ્ટ-પાર્ટી, પ્રાથમિક NFTs નું વેચાણ સક્ષમ થાય છે. NFTs ના દ્વિતીય વેચાણ અથવા પુનર્વેચાણની મંજૂરી નથી.
પ્રાથમિક વેચાણ અને દ્વિતીય વેચાણ વચ્ચે શું તફાવત છે?
પ્રાથમિક વેચાણ એ NFT નું પ્રથમ અથવા પ્રારંભિક વેચાણ છે. પ્રાથમિક વેચાણનું એક ઉદાહરણ એ છે કે જ્યારે NFT વેપારી દ્વારા બનાવવામાં આવે અને વેચવામાં આવે, તથા તેને સીધું ગ્રાહકના વૉલેટમાં મિન્ટ કરવામાં આવે.
દ્વિતીય વેચાણ એ પીઅર-ટુ-પીઅર વેચાણ છે જે સામાન્ય રીતે દ્વિતીય માર્કેટપ્લેસ પર થાય છે.
મારા પ્રદેશમાં Shopify Payments મારફતે NFT વેચાણને ક્યારે સપોર્ટ મળશે?
Shopify સક્રિયપણે NFT વેચાણ પ્રોગ્રામના વિસ્તરણની દિશામાં કામ કરી રહ્યું છે. અપડેટ્સ અને નવી વિગતો માટે NFTs વેચવા વિશેના સહાયતા પેજને સમયાંતરે ચોક્કસ તપાસો.
કયા blockchains ને સપોર્ટ મળે છે?
Shopify ના ઍપ પાર્ટનર્સ અને તેમને સપોર્ટ કરતા blockchains વિશે વધુ જાણો.
Shopify મારફતે NFTs વેચવા સાથે સંકળાયેલા ખર્ચ કયા છે?
Shopify Payments મારફતે ક્રેડિટ કાર્ડ પ્રોસેસિંગ ફી સહિત, Shopify અન્ય કોઈ પણ પ્રોડક્ટની જેમ જ NFTs ને પણ સમાન માને છે.
ટોકનગેટિંગ, એરડ્રૉપિંગ અને વિતરણ ઍપ્સ તેમની સેવાઓ માટે વધારાની ફી લે છે. ફી ઍપ પાર્ટનર દ્વારા નક્કી કરવામાં આવે છે.