ડ્રૉપશિપિંગ
ડ્રૉપશિપિંગ તમને ઇન્વેન્ટરી કે શિપિંગને હેન્ડલ કર્યા વિના પ્રોડક્ટ વેચવાની મંજૂરી આપે છે. સપ્લાયર ગ્રાહકોને સીધા જ ઑર્ડર પૂરા (ફુલફિલ) કરે છે, જે અગાઉથી ચૂકવવા પડતા ખર્ચ અને લોજિસ્ટિકલ જટિલતા ઘટાડે છે. ડ્રૉપશિપિંગ નવા ઉદ્યોગસાહસિકો માટે આદર્શ છે અને તે પ્રોડક્ટ સોર્સિંગ અને ઑર્ડર મેનેજમેન્ટ માટેના Shopifyના ટૂલ્સ સાથે એકીકૃત રીતે કામ કરે છે.
ઘણા સામાન્ય પ્રકારના ડ્રૉપશિપિંગ બિઝનેસ મૉડલ છે:
- પ્રોડક્ટનું રિસેલિંગ: સપ્લાયરો પાસેથી વિશિષ્ટ આઇટમ જેવી પ્રોડક્ટ ક્યૂરેટ કરો. ઉદાહરણ તરીકે, તમે ઇકો-ફ્રેન્ડલી ઘરવખરીની વસ્તુઓ વેચી શકો છો.
- બિઝનેસ વિસ્તરણ: સ્થાનિક છૂટક વેપારીઓની ઑનલાઇન હાજરી વિસ્તારવા માટે તેમની સાથે ભાગીદારી કરો, જેમ કે બુટિકમાંથી હાથબનાવટની વસ્તુઓ વેચવી.
- પ્રોડક્ટ બનાવવી: અસ્તિત્વમાં હોય તેવી પ્રોડક્ટને નવી ઑફર સાથે બંડલ કરો, જેમ કે કોઈ એક જ સપ્લાયરની સામગ્રીનો ઉપયોગ કરીને DIY ક્રાફ્ટ કિટ બનાવવી.
ડ્રૉપશિપિંગ બિઝનેસ સેટઅપ કરવા વિશે વધુ જાણો, જેમ કે ઑર્ડર ફુલફિલમેન્ટ કઈ રીતે કાર્ય કરે છે, સપ્લાયર કઈ રીતે પસંદ કરવો અને તમારી પ્રોડક્ટ લાઇન કઈ રીતે બનાવવી:
સપ્લાય ચેઇન અને ફુલફિલમેન્ટ પ્રક્રિયા એવા સપ્લાયર સાથે શરૂ થાય છે, જેઓ પ્રોડક્ટ સોર્સ કરે છે, તેનું ઉત્પાદન કરે છે અને તેને વેરહાઉસમાં રાખે છે. જ્યારે કોઈ ગ્રાહક તમારા સ્ટોર પર ઑર્ડર પ્લેસ કરે છે, ત્યારે તે બહુ-પગલાંવાળી ફુલફિલમેન્ટ પ્રક્રિયા શરૂ (ટ્રિગર) કરે છે: ઑર્ડરની વિગતો તમારા ગ્રાહકથી તમારા Shopify સ્ટોર પર અને પછી તમારા સપ્લાયરને મોકલવામાં આવે છે. સપ્લાયર પ્રોડક્ટ પિક કરે છે, પૅક કરે છે અને સીધી તમારા ગ્રાહકને શિપ કરે છે. તેઓ તમારા સ્ટોરના બ્રાન્ડિંગને જાળવી રાખીને તમામ લૉજિસ્ટિક્સ હેન્ડલ કરે છે. આ સુવ્યવસ્થિત પ્રક્રિયાને લીધે તમારે ઇન્વેન્ટરી કે શિપિંગની કામગીરીનું સંચાલન કરવાની જરૂર રહેતી નથી, જોકે ગ્રાહક સેવા અને ઑર્ડરના ટ્રૅકિંગ માટે તમે જવાબદાર રહો છો.
સપ્લાયરોની પસંદગી કરતી વખતે, માસિક ફી લેતા હોય તેવા સપ્લાયરોને ટાળો, જાહેર જનતાને સીધું વેચાણ ન કરતા હોય તેવા સપ્લાયરોને પ્રાથમિકતા આપો અને તેમની ઑર્ડરની પ્રોસેસિંગની કાર્યક્ષમતા ચકાસો. આદર્શ ભાગીદારી માટે, પોતાની પ્રોડક્ટની કૅટેગરીમાં સાબિત થયેલી નિપુણતા, સમર્પિત ગ્રાહક સપોર્ટ ટીમ અને ઝડપી શિપિંગનો સમય ધરાવતા કેન્દ્રિય વેરહાઉસ સ્થાન ધરાવતા સપ્લાયરોને શોધો. તમારી પ્રોડક્ટ સોર્સિંગની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ બનાવવા માટે પ્રિન્ટ-ઑન-ડિમાન્ડ સેવાઓ અને સપ્લાયર માર્કેટપ્લેસ માટેની Shopifyની સંકલિત ઍપનો લાભ લો.
તમારી પ્રોડક્ટ લાઇન બનાવતી વખતે, તૃતીય-પક્ષ ઍપ દ્વારા સપ્લાયરો સાથે એકીકૃત થવામાં સપોર્ટ કરતી Shopifyની ઇકોસિસ્ટમનો લાભ લો. તમારી પ્રોડક્ટની વ્યૂહરચના વિકસાવતી વખતે, તમારી ઑફરને સપ્લાયરની ક્ષમતાઓ સાથે કાળજીપૂર્વક અલાઇન કરો. ઉદાહરણ તરીકે, કોઈ એક જ સપ્લાયરની પ્રોડક્ટનો ઉપયોગ કરીને બંડલ બનાવવાથી સ્પ્લિટ શિપમેન્ટને ટાળવામાં મદદ મળે છે અને ઑર્ડરનું ફુલફિલમેન્ટ સરળ બને છે. પ્રોડક્ટની પસંદગી અને સપ્લાયર સાથેની ભાગીદારી માટેનો આ વ્યૂહાત્મક અભિગમ કાર્યક્ષમ, વિસ્તૃત કરી શકાય તેવો ડ્રૉપશિપિંગ બિઝનેસ બનાવવામાં મદદ કરે છે.
જો તમે ડ્રૉપશિપિંગ ફુલફિલમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને અન્ય દેશોના ગ્રાહકોને માલ વેચતા હો, તો ક્રોસ-બોર્ડર વેચાણ પર લાગુ પડતા કર અને કસ્ટમની જવાબદારીઓ વિશે તમને જાણ હોવી આવશ્યક છે. આ જવાબદારીઓ પ્રદેશ પ્રમાણે બદલાય છે અને તે તમારા કિંમત નિર્ધારણ, અનુપાલનની જરૂરિયાતો અને ગ્રાહકના અનુભવને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે EUની બહારના સપ્લાયર પાસેથી યુરોપિયન યુનિયનના ગ્રાહકોને માલ વેચતા હો, તો તમારે Import One-Stop Shop (IOSS) સ્કીમ માટે રજિસ્ટર કરવું પડી શકે છે અને ચોક્કસ VAT જરૂરિયાતોનું પાલન કરવું પડી શકે છે. ડ્રૉપશિપિંગ માટેની કર સંબંધિત અને કાનૂની જવાબદારીઓ અને EU કર જરૂરિયાતો વિશે વધુ જાણો.