ડ્રૉપશિપિંગ માટે શિપિંગની વ્યૂહરચનાઓ

ડ્રૉપશિપિંગ વ્યવસાયો જાતે પ્રોડક્ટ્સ શિપ કરતા નથી, તેમ છતાં પણ સામાન્ય રીતે તેઓને તેમના સપ્લાયર્સ પાસેથી શિપિંગ ફી વસૂલવામાં આવે છે. આ શિપિંગ ફીનું સમાધાન કરવા માટે ડ્રૉપશિપિંગ વ્યવસાયો વિવિધ વ્યૂહરચનાઓમાંથી પસંદગી કરી શકે છે:

  • મફત શિપિંગ ઑફર કરો અને શિપિંગ ખર્ચને તેમના નફામાંથી બાદ કરો
  • મફત શિપિંગ ઑફર કરો અને તેમની પ્રોડક્ટ્સની કિંમત વધારો
  • ઓછો ફ્લેટ શિપિંગ દર વસૂલો અને પ્રોડક્ટ્સની કિંમતમાં થોડો વધારો કરો
  • ગ્રાહક પાસેથી ફ્લેટ શિપિંગ દર વસૂલો
  • ગ્રાહક પાસેથી શિપિંગનો ચોક્કસ ખર્ચ વસૂલો

વ્યવસાયો અલગ અલગ પ્રોડક્ટ્સ માટે અલગ અલગ વ્યૂહરચનાઓ રાખવાનું પણ પસંદ કરી શકે છે, જેમ કે આઇટમ દીઠ શિપિંગ દર.

મફત શિપિંગ

તમારા ગ્રાહકોને મફત શિપિંગ ઑફર કરવાથી નીચેના લાભો મળી શકે છે:

  • માર્કેટિંગની તકો
  • વધુ સરળ શિપિંગ સેટઅપ
  • ગ્રાહક ઑર્ડર આપશે તેવી સંભાવનામાં વધારો

જો તમારો સપ્લાયર તમને મફત શિપિંગ ઑફર કરે છે, તો તમારા ગ્રાહકોને પણ મફત શિપિંગ આપવાનો આઇડિયા સારો બની શકે છે. જો તમારો સપ્લાયર મફત શિપિંગ ઑફર ન કરતો હોય, તો તમે તમારી પ્રોડક્ટની કિંમત નિર્ધારણમાં શિપિંગ ખર્ચને શામેલ કરવાનું અથવા તમારા નફામાંથી શિપિંગ ખર્ચને બાદ કરવાનું પસંદ કરી શકો છો.

તમારી પ્રોડક્ટ્સના ખર્ચમાં શિપિંગનો સમાવેશ કરવાથી તમને તમારા ગ્રાહકોને અપ-ફ્રન્ટ ખર્ચ પ્રદાન કરવામાં સહાય મળી શકે છે. આમ કરતા ઘણા વ્યવસાયો એવી જાહેરાત કરે છે કે શિપિંગ સામેલ છે. અગાઉથી પૂરેપૂરી કિંમત જાણવાથી ગ્રાહકોને એવો વિશ્વાસ આવે છે કે તમારા ચેકઆઉટમાં કોઈ છુપી ફી હશે નહીં.

સિંગલ ફ્લેટ શિપિંગ દર

તમારા ગ્રાહકોને સિંગલ ફ્લેટ શિપિંગ દર ઑફર કરવાથી નીચેના લાભો મળી શકે છે:

  • માર્કેટિંગની તકો
  • તમારા પોતાના શિપિંગ ખર્ચને સરભર કરવામાં મદદ કરો
  • ગ્રાહક ઑર્ડર આપશે તેવી સંભાવનામાં વધારો

કોઈપણ ઑર્ડર ફ્લેટ શિપિંગ ફી સાથે આવે છે તેવી જાહેરાત કરવાથી ગ્રાહકોને ખ્યાલ આવે છે કે તમારા ચેકઆઉટમાં કોઈ છુપી ફી નથી.

તમે કોઈપણ અઠવાડિયામાં પ્રાપ્ત થનારા ઑર્ડરની આગાહી કરીને નક્કી કરી શકો છો કે શિપિંગ માટે તમારે કેટલો ચાર્જ લેવો જોઈએ. જો તમે તમારા સપ્લાયરની તમામ શિપિંગ ફીનો સરવાળો કરો અને તે શિપિંગ રકમને ઑર્ડરની સંખ્યા વડે વિભાજિત કરો, તો તમે જાણી શકશો કે તમારા શિપિંગ ખર્ચને પહોંચી વળવા માટે તમારે દરેક ઑર્ડર પર કેટલો ફ્લેટ દર ચાર્જ કરવાની જરૂર છે.

ઉદાહરણ

ઉદાહરણ તરીકે શિપિંગ ખર્ચ
પ્રોડક્ટઆઇટમ દીઠ શિપિંગ ખર્ચઑર્ડરની આગાહીની સંખ્યાકુલ શિપિંગ ખર્ચની આગાહી
પ્લેટ$54$20
બાઉલ$44$16
મગ$410$40
કુલ18$66

સ્ટોરને 18 ઑર્ડર મળવાની અપેક્ષા છે, જેમાં કુલ શિપિંગ ખર્ચ $66 છે. સ્ટોરને તમામ શિપિંગ ખર્ચને પહોંચી વળવા માટે દરેક ઑર્ડર પર $3.67 ($66 / 18) ની ફ્લેટ શિપિંગ ફી ચાર્જ લેવાની જરૂર છે.

ટિયરવાળા ફ્લેટ દર

તમારા ગ્રાહકોને ટિયરવાળા ફ્લેટ શિપિંગ દરો ઑફર કરવાથી નીચેના લાભો પ્રદાન થઈ શકે છે:

  • તમારા પોતાના શિપિંગ ખર્ચને સરભર કરવામાં મદદ કરો
  • શું ઑર્ડર કરવામાં આવ્યું છે તેના આધારે વધુ સચોટ શિપિંગ દરો
  • મોટા ઑર્ડર પર ડિસ્કાઉન્ટવાળું શિપિંગ પ્રદાન કરવાની તક

તમે કિંમત અથવા વજનના આધારે મૂલ્યોની રેન્જ પર લાગુ કરવા માટે દરેક શિપિંગ દરને સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે એવા કાર્ટ માટે ત્રણ શિપિંગ દરો બનાવી શકો છો જેની કિંમત $0-$9.99, $10-$29.99 અને $30 થી વધુની વચ્ચે હોય.

ઉદાહરણ તરીકે, ધારો કે તમે અનોખા સ્ટિકી નોટ પેપર વેચો છો. તમારો સપ્લાયર એક પૅક શિપ કરવા માટે તમારી પાસેથી $1 અને ઑર્ડરમાંના પ્રત્યેક અતિરિક્ત પૅક માટે $0.25 ચાર્જ લે છે. જો તમે દરેક પૅકનું વજન સરખું, ઉદાહરણ તરીકે 1 lb સેટ કરો, તો પછી તમે ઑર્ડરના વજનના આધારે અલગ શિપિંગ ખર્ચ સેટ કરી શકો છો. 1 પૅક અથવા 1 lb ના ઑર્ડર માટે, તમે $1 ચાર્જ લઈ શકો છો. 2-5 પૅક અથવા 2-5 lb ના ઑર્ડર માટે, તમે $2 ચાર્જ લઈ શકો છો. 6-10 પૅકના ઑર્ડર માટે, તમે $4 ચાર્જ લઈ શકો છો. આ તમને સપ્લાયર તરફથી મળતી શિપિંગ બચત તમારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

આઇટમ-દીઠ શિપિંગ દરો

તમારા ગ્રાહકોને આઇટમ-દીઠ શિપિંગ દરો ઑફર કરવાથી નીચેના લાભો મળી શકે છે:

  • તમારા પોતાના શિપિંગ ખર્ચને સંપૂર્ણપણે સરભર કરી શકે છે
  • શું ઑર્ડર કરવામાં આવ્યું છે તેના આધારે ખૂબ જ સચોટ શિપિંગ દરો
  • મોટા ઑર્ડર પર ડિસ્કાઉન્ટવાળું શિપિંગ પ્રદાન કરવાની તક

જો તમારા સપ્લાયર્સ દરેક પ્રોડક્ટ માટે ફ્લેટ ફી ચાર્જ કરે છે અને વધુ વૉલ્યુમ પર ડિસ્કાઉન્ટ આપતા નથી, તો આઇટમ-દીઠ શિપિંગ દરો શિપિંગ ખર્ચને સચોટ રાખવા અને મોટા ઑર્ડરમાં નફાના નુકસાનને રોકવામાં મદદ કરે છે. તમે યોગ્ય શિપિંગ દરો ધરાવતી શિપિંગ પ્રોફાઇલમાં દરેક પ્રોડક્ટને ઉમેરી શકો છો. ચેકઆઉટ સમયે, કુલ શિપિંગ ખર્ચ પ્રદાન કરવા માટે કાર્ટમાં રહેલી તમામ પ્રોડક્ટના શિપિંગ દરોને સંયુક્ત કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, ધારો કે તમે AA અને AAA બેટરીઓ વેચો છો. AA બેટરીના દરેક પૅકને શિપ કરવાનો ખર્ચ $3 થાય છે અને AAA બેટરીના દરેક પૅકને શિપ કરવાનો ખર્ચ $2 થાય છે. તમે બેટરીના દરેક માપ અને યોગ્ય શિપિંગ દરો માટે શિપિંગ પ્રોફાઇલ બનાવી શકો છો. જો તમે એક શિપિંગ પ્રોફાઇલમાં AA બેટરી માટે $3 નો દર અને અન્ય પ્રોફાઇલમાં AAA બેટરી માટે $2 નો દર બનાવ્યો હોય, તો દરેક બેટરીના એક પૅકનો ઑર્ડર કરવાથી ગ્રાહકને ચેકઆઉટ સમયે $5 નો શિપિંગ દર જોવા મળશે.

જો તમારા સ્ટોરને એવી પ્રોડક્ટના ઑર્ડર મળે જે ઘણી અલગ-અલગ પ્રોફાઇલ્સમાંથી હોય, તો આઇટમ-દીઠ શિપિંગ જટિલ બની શકે છે. વધુ માહિતી માટે, સંયુક્ત શિપિંગ દરો નો સંદર્ભ લો.

ઍડવાન્સ્ડ શિપિંગ દરનું ઉદાહરણ

તમારો સપ્લાયર શિપિંગ ખર્ચ કેવી રીતે નક્કી કરે છે તેના આધારે, તમારા શિપિંગ દરો સેટ કરતી વખતે ધ્યાનમાં લેવાના કેટલાક વધુ પરિબળો હોઈ શકે છે:

  • કેટલાક સપ્લાયર્સ અલગ-અલગ દેશો માટે અલગ-અલગ દર ચાર્જ કરે છે.
  • ઑર્ડરમાં બહુવિધ આઇટમ હોઈ શકે છે જેના માટે સપ્લાયર્સ અલગ-અલગ શિપિંગ દરો ચાર્જ કરતા હોય છે.
  • કેટલાક સપ્લાયર્સ એક્સપ્રેસ શિપિંગનો વિકલ્પ ઑફર કરી શકે છે.

ધારો કે તમારો સપ્લાયર તમને નીચે મુજબની શિપિંગ ફી પ્રદાન કરે છે:

ડ્રૉપશિપિંગ સપ્લાયર તરફથી ઉદાહરણ તરીકે શિપિંગ ખર્ચ
ઑર્ડરમાં પ્રોડક્ટકૅનેડા માટે મૂળભૂત શિપિંગ ખર્ચ*કૅનેડા માટે પ્રત્યેક અતિરિક્ત આઇટમનો ખર્ચયુનાઇટેડ સ્ટેટ્સ માટે મૂળભૂત શિપિંગ કિંમત*યુનાઇટેડ સ્ટેટ્સ માટે પ્રત્યેક અતિરિક્ત આઇટમનો ખર્ચ
પ્લેટ્સ

સ્ટાન્ડર્ડ: $5

એક્સપ્રેસ: $11

સ્ટાન્ડર્ડ: $2

એક્સપ્રેસ: $2

સ્ટાન્ડર્ડ: $3

એક્સપ્રેસ: $8

સ્ટાન્ડર્ડ: $1

એક્સપ્રેસ: $2

બાઉલ

સ્ટાન્ડર્ડ: $4

એક્સપ્રેસ: $9

સ્ટાન્ડર્ડ: $1

એક્સપ્રેસ: $2

સ્ટાન્ડર્ડ: $2

એક્સપ્રેસ: $6

સ્ટાન્ડર્ડ: $1

એક્સપ્રેસ: $2

મગ

સ્ટાન્ડર્ડ: $3

એક્સપ્રેસ: $8

સ્ટાન્ડર્ડ: $1

એક્સપ્રેસ: $2

સ્ટાન્ડર્ડ: $1.50

એક્સપ્રેસ: $5

સ્ટાન્ડર્ડ: $1

એક્સપ્રેસ: $2

પ્લેટ્સ અને બાઉલ

સ્ટાન્ડર્ડ: $7

એક્સપ્રેસ: $13

સ્ટાન્ડર્ડ: $2

એક્સપ્રેસ: $3

સ્ટાન્ડર્ડ: $6

એક્સપ્રેસ: $11

સ્ટાન્ડર્ડ: $1.50

એક્સપ્રેસ: $2

પ્લેટ્સ અને મગ

સ્ટાન્ડર્ડ: $6

એક્સપ્રેસ: $11

સ્ટાન્ડર્ડ: $2

એક્સપ્રેસ: $2.50

સ્ટાન્ડર્ડ: $5

એક્સપ્રેસ: $9

સ્ટાન્ડર્ડ: $1.50

એક્સપ્રેસ: $2

બાઉલ અને મગ

સ્ટાન્ડર્ડ: $6

એક્સપ્રેસ: $11

સ્ટાન્ડર્ડ: $2

એક્સપ્રેસ: $2.50

સ્ટાન્ડર્ડ: $5

એક્સપ્રેસ: $9

સ્ટાન્ડર્ડ: $1.50

એક્સપ્રેસ: $2

પ્લેટ્સ, બાઉલ અને મગ

સ્ટાન્ડર્ડ: $8

એક્સપ્રેસ: $15

સ્ટાન્ડર્ડ: $2

એક્સપ્રેસ: $2.50

સ્ટાન્ડર્ડ: $6

એક્સપ્રેસ: $13

સ્ટાન્ડર્ડ: $1.50

એક્સપ્રેસ: $2

*મૂળભૂત ખર્ચમાં “ઑર્ડરમાં પ્રોડક્ટ” કૉલમમાંની દરેક આઇટમમાંથી એકને શિપ કરવાના ખર્ચનો સમાવેશ થાય છે.

તમારા બજાર સંશોધનના આધારે, તમે અંદાજ લગાવો છો કે તમને નીચેના ઑર્ડર મળશે અને તમારે નીચે મુજબની શિપિંગ ફી ચૂકવવી પડશે:

  • સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને કૅનેડા માટે 1 મગના 5 ઑર્ડર: 5 x $3 = $15
  • એક્સપ્રેસ શિપિંગનો ઉપયોગ કરીને કૅનેડા માટે 1 મગનો 1 ઑર્ડર: 1 x $8 = $8
  • સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ માટે 1 મગના 7 ઑર્ડર: 7 x $1.50 = $10.50
  • સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને કૅનેડા માટે 2 બાઉલના 2 ઑર્ડર: 2 x $5 = $10
  • એક્સપ્રેસ શિપિંગનો ઉપયોગ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ માટે 2 બાઉલ અને 2 મગનો 1 ઑર્ડર: 1 x $13 = $13
  • સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને કૅનેડા માટે 4 પ્લેટ અને 4 મગના 4 ઑર્ડર: 4 x $18 = $72
  • સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ માટે 2 પ્લેટ, 2 બાઉલ અને 2 મગના 4 ઑર્ડર: 4 x $10.50 = $42

પરિણામો 24 ઑર્ડરની આગાહી કરે છે જેમાં શિપિંગ ફીમાં $170.50 નો ખર્ચ થશે. તમારા શિપિંગ ખર્ચને કવર કરવા માટે, તમારે દરેક ઑર્ડર પર શિપિંગ માટે $7.11 ચાર્જ કરવાની જરૂર પડશે.

મફત શિપિંગ ઑફર કરવું

જો તમે મફત શિપિંગ ઑફર કરવા માંગતા હોવ અને એવી જાહેરાત કરવા માંગતા હોવ કે તમારી કિંમતમાં શિપિંગ શામેલ છે, તો તમે તમારી પ્રોડક્ટની કિંમતમાં $170.50 શિપિંગ ખર્ચને વહેંચી શકો છો. અંદાજના આધારે, તમે 77 પ્રોડક્ટ વેચશો. તમારા શિપિંગ ખર્ચને કવર કરવા માટે તમારે તમારી દરેક પ્રોડક્ટની કિંમતમાં $2.22 ઉમેરવાની જરૂર પડશે.

જોકે, તમે અંદાજ લગાવો છો કે બે ઑર્ડરને એક્સપ્રેસ શિપિંગ જોઈશે, તેથી તમારે એ નક્કી કરવાની જરૂર છે કે ગ્રાહકોને ફી લઈને એક્સપ્રેસ શિપિંગ ઑફર કરવું છે કે પછી બધું જ સ્ટાન્ડર્ડ શિપિંગમાં રાખવું છે.

જો તમે કોઈ ખર્ચે એક્સપ્રેસ શિપિંગ ઑફર કરો છો, તો તમારે સૌથી પહેલા માત્ર તમારા સ્ટાન્ડર્ડ શિપિંગને કવર કરવા માટેનો ખર્ચ નક્કી કરવાની જરૂર છે, કારણ કે તેનાથી એ નક્કી થાય છે કે તમારી પ્રોડક્ટની કિંમત કેટલી વધારવી. સ્ટાન્ડર્ડ શિપિંગવાળા ઑર્ડરમાં 72 પ્રોડક્ટ છે, જેનો કુલ શિપિંગ ખર્ચ $149.50 છે. આનો અર્થ એ છે કે તમારા શિપિંગ ખર્ચને કવર કરવા માટે તમારે તમારી પ્રોડક્ટની કિંમતોમાં $2.08 નો વધારો કરવાની જરૂર છે.

એક્સપ્રેસ શિપિંગ સાથેના બે ઑર્ડર છે જેની કુલ શિપિંગ ફી $21 થાય છે. આ ઑર્ડરમાં કુલ 5 પ્રોડક્ટ છે. સ્ટાન્ડર્ડ શિપિંગને સરભર કરવા માટે પ્રોડક્ટની કિંમતમાં પહેલેથી જ $2.08 નો વધારો કરવામાં આવ્યો હોવાથી, કુલ $21 એક્સપ્રેસ શિપિંગ ફીમાંથી $10.40 પહેલેથી જ ગણતરીમાં લેવામાં આવ્યા છે. જેથી બે એક્સપ્રેસ ઑર્ડરમાંથી $10.60 કલેક્ટ કરવાના રહે છે, એટલે કે તમે અંદાજિત ખર્ચને કવર કરવા માટે એક્સપ્રેસ શિપિંગ માટે $5.30 ચાર્જ કરી શકો છો.

જો તમે એક્સપ્રેસ શિપિંગ ઑફર ન કરવાનું નક્કી કરો છો, તો તમારે તેના બદલે સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરવા માટે તમામ એક્સપ્રેસ શિપિંગ ઑર્ડરની ફરીથી ગણતરી કરવાની જરૂર પડશે. હવે તમારો કુલ શિપિંગ ખર્ચ $160.50 થશે, એટલે કે તે ખર્ચને કવર કરવા માટે તમારે દરેક પ્રોડક્ટમાં $2.09 ઉમેરવાની જરૂર પડશે.

એક જ શિપિંગ દર ઑફર કરવો

તમારા સપ્લાયર સ્ટાન્ડર્ડ અને એક્સપ્રેસ શિપિંગ ઑફર કરતા હોવાથી, દરેક વિકલ્પ માટે સિંગલ ફ્લેટ દર ઑફર કરવો અર્થપૂર્ણ છે. અંદાજના આધારે, તમને એક્સપ્રેસ શિપિંગવાળા 2 ઑર્ડર મળવાની અપેક્ષા છે, જેનો તમને કુલ $21 ખર્ચ થશે. તમે સ્ટાન્ડર્ડ શિપિંગવાળા 22 ઑર્ડરની પણ અપેક્ષા રાખો છો, જેનો ખર્ચ $149.50 થશે. તમારી શિપિંગ ફીને કવર કરવા માટે, તમારે એક્સપ્રેસ ઑર્ડર માટે ફ્લેટ શિપિંગ ફી તરીકે $10.50 અને સ્ટાન્ડર્ડ શિપિંગવાળા ઑર્ડર માટે ફ્લેટ ફી તરીકે $6.80 ચાર્જ કરવા જોઈએ.

શરૂઆતમાં લગાવેલા અંદાજને બદલે, તમારો વ્યવસાય વધતો જાય તેમ તમારા વાસ્તવિક ઑર્ડરની સંખ્યા અને શિપિંગ ખર્ચને ધ્યાનમાં રાખવા માટે આ શિપિંગ દરોને વારંવાર ઍડજસ્ટ કરવાની જરૂર પડી શકે છે.

વધુ સચોટ બનવા માટે, ઑર્ડર કયા દેશમાંથી કરવામાં આવ્યો હતો તેના આધારે તમે અલગ-અલગ ફ્લેટ શિપિંગ દરો બનાવી શકો છો.

ટાયર્ડ શિપિંગ દરો ઑફર કરવા

જો તમારી આગાહીઓ ખોટી હોય, તો તમારા શિપિંગ ખર્ચને વધુ સચોટ રાખવા માટે તમે ટાયર્ડ ફ્લેટ દરો પણ ઑફર કરી શકો છો. યાદ રાખો કે તમે વજન અથવા કિંમતના આધારે ટાયર્ડ ફ્લેટ દરો ઑફર કરી શકો છો. જો તમે દરેક પ્રોડક્ટનું વજન 1 lb પર સેટ કરો અને વજનના આધારે ફ્લેટ શિપિંગ દરો બનાવો, તો તમે ગણતરી કરી શકો છો કે દરેક વજન માટે સરેરાશ શિપિંગ ખર્ચ કેટલો છે.

1 lb ના ઑર્ડર માટેનો ખર્ચ

1 lb ના ઑર્ડર માટેનો ખર્ચ
ઑર્ડરમાં સામેલ પ્રોડક્ટકૅનેડા માટેનો શિપિંગ ખર્ચયુનાઇટેડ સ્ટેટ્સ માટેનો શિપિંગ ખર્ચ
1 પ્લેટ$5$3
1 બાઉલ$4$2
1 મગ$3$1.50

કૅનેડામાં 1 lb શિપ કરવાનો સરેરાશ ખર્ચ $4 છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં $2.17 છે.

2 lb ના ઑર્ડર માટેનો ખર્ચ

2 lb ના ઑર્ડર માટેનો ખર્ચ
ઑર્ડરમાં સામેલ પ્રોડક્ટકૅનેડા માટેનો શિપિંગ ખર્ચયુનાઇટેડ સ્ટેટ્સ માટેનો શિપિંગ ખર્ચ
2 પ્લેટ$7$4
2 બાઉલ$5$3
2 મગ$4$2.50
1 પ્લેટ અને 1 બાઉલ$7$6
1 પ્લેટ અને 1 મગ$6$5
1 બાઉલ અને 1 મગ$6$5

કૅનેડામાં 2 lb શિપ કરવાનો સરેરાશ ખર્ચ $5.84 છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં $4.25 છે.

જો તમે 3 lb, 4 lb અને તેનાથી વધુ વજનના ઑર્ડર માટે ગણતરી કરવાનું ચાલુ રાખો છો, તો તમે વધુ સચોટ શિપિંગ દરો સેટ કરી શકો છો, જે અનપેક્ષિત શિપિંગ ખર્ચમાંથી નફામાં થતા કોઈપણ નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.

આઇટમ દીઠ શિપિંગ ખર્ચ ઑફર કરવો

દરેક પ્રોડક્ટ માટે, તમે શિપિંગ પ્રોફાઇલ સેટઅપ કરી શકો છો અને જે પ્રોડક્ટ ઑર્ડર કરવામાં આવી હોય તેના આધારે શિપિંગ દરો સેટ કરી શકો છો.

જ્યારે ઑર્ડરમાં અલગ-અલગ પ્રોફાઇલમાંથી પ્રોડક્ટ શામેલ હોય, ત્યારે ચેકઆઉટ વખતે તેમના શિપિંગ દરો જોડાઈ જાય છે, જેનાથી તમારા ગ્રાહકો માટે શિપિંગનો ખર્ચ વધી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે પ્લેટ માટે $5 ના દર સાથે શિપિંગ પ્રોફાઇલ અને બાઉલ માટે $4 ના દર સાથે શિપિંગ પ્રોફાઇલ સેટઅપ કરો છો, તો એક પ્લેટ અને એક બાઉલ સાથેના ચેકઆઉટથી $9 નો શિપિંગ દર બનશે.

દરેક શિપિંગ પ્રોફાઇલ માટે તમારા શિપિંગ દરો સેટ કરવાની એક પ્રાથમિક રીત એ છે કે કાર્ટમાં બીજું શું સામેલ છે તે ધ્યાનમાં લીધા વિના, પ્રોફાઇલમાં રહેલી પ્રોડક્ટનો સરેરાશ ખર્ચ શોધવો.

સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને કૅનેડામાં પ્લેટ શિપ કરવાનો ખર્ચ:

  • 1 પ્લેટ = $5
  • 2 પ્લેટ = $7 ($5 + $2)
  • 3 પ્લેટ = $9 ($5 + $2 + $2)
  • 1 પ્લેટ અને 1 બાઉલ = $3.5 ($7 x 0.5)
  • 2 પ્લેટ અને 1 બાઉલ = $6 ($9 x 0.66)
  • 3 પ્લેટ અને 1 બાઉલ = $8.25 ($11 x 0.75)
  • 1 પ્લેટ અને 1 મગ = $3 ($6 x 0.5)
  • 2 પ્લેટ અને 1 મગ = $5.33 ($8 x 0.66)
  • 3 પ્લેટ અને 1 મગ = $7.50 ($10 x 0.75)

કોઈપણ પ્રમાણમાં પ્લેટ શિપ કરવાનો સરેરાશ ખર્ચ $6.04 છે.

સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને કૅનેડામાં બાઉલ શિપ કરવાનો ખર્ચ:

  • 1 બાઉલ = $4
  • 2 બાઉલ = $5 ($4 + $1)
  • 3 બાઉલ = $6 ($4 + $1 + $1)
  • 1 બાઉલ અને 1 પ્લેટ = $3.5 ($7 * .5)
  • 2 બાઉલ અને 1 પ્લેટ = $6 ($9 * .66)
  • 3 બાઉલ અને 1 પ્લેટ = $8.25 ($11 * .75)
  • 1 બાઉલ અને 1 મગ = $3.5 ($7 * .5)
  • 2 બાઉલ અને 1 મગ = $6 ($9 * .66)
  • 3 બાઉલ અને 1 મગ = $8.25 ($11 * .75)

કોઈપણ સંખ્યામાં બાઉલ શિપિંગનો સરેરાશ ખર્ચ $5.55 છે

સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને કેનેડામાં મગ શિપિંગનો ખર્ચ:

  • 1 મગ = $3
  • 2 મગ = $4 ($3 + $1)
  • 3 મગ = $5 ($3 + $1 + $1)
  • 1 મગ અને 1 પ્લેટ = $3 ($6 * .5)
  • 2 મગ અને 1 પ્લેટ = $5.33 ($8 * .66)
  • 3 મગ અને 1 પ્લેટ = $7.50 ($10 * .75)
  • 1 મગ અને 1 બાઉલ = $3.5 ($7 * .5)
  • 2 મગ અને 1 બાઉલ = $6 ($9 * .66)
  • 3 મગ અને 1 બાઉલ = $8.25 ($11 * .75)

કોઈપણ સંખ્યામાં મગ શિપિંગનો સરેરાશ ખર્ચ $5.07 છે

આ નંબરોના આધારે, તમે કેનેડા માટેના દરેક અપેક્ષિત ઑર્ડર પર નીચે મુજબ નફો મેળવશો:

  • સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને કેનેડા માટે 1 મગના 5 ઑર્ડર્સ: $25.35 - $15 = $10.35 નફો
  • સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને કેનેડા માટે 2 બાઉલના 2 ઑર્ડર્સ: $11.10 - $10 = $1.10 નફો
  • સ્ટાન્ડર્ડ શિપિંગનો ઉપયોગ કરીને કેનેડા માટે 4 પ્લેટ અને 4 મગના 4 ઑર્ડર્સ: $44.44 - $72 = $27.56 નુકસાન

આઇટમ દીઠ શિપિંગનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે, તમારે કદાચ દરેક શિપિંગ પ્રોફાઇલમાં વજન અથવા કિંમત પર આધારિત ટાયર્ડ શિપિંગ દર ઉમેરવાની જરૂર પડશે.

આઇટમ દીઠ શિપિંગના વધુ ઉદાહરણો માટે, સંયુક્ત શિપિંગ દર નો સંદર્ભ લો.