ડ્રૉપશિપિંગ શું છે?

ડ્રૉપશિપિંગ એ ઇન્વેન્ટરીને સ્ટોર કર્યા વિના અથવા પ્રોડક્ટ જાતે શિપ કર્યા વિના પ્રોડક્ટ વેચવાની એક રીત છે. તમારો પહેલો ઑનલાઇન વ્યવસાય સેટ કરવા અને શરૂ કરવા માટે ડ્રૉપશિપિંગ સરળ છે.

જો તમે ડ્રૉપશિપિંગ વ્યવસાય ચલાવો છો, તો તમારી પ્રોડક્ટ એવા સપ્લાયર પાસેથી આવે છે જે તમારા વતી તમારા ગ્રાહકોને પ્રોડક્ટ શિપ કરે છે. આ સપ્લાયર ઉત્પાદક, વેરહાઉસ અથવા તો તેમના ઘરેથી પ્રોડક્ટ બનાવતા પરિવારના સભ્યો પણ હોઈ શકે છે. Shopify વડે, પ્રિન્ટ-ઑન-ડિમાન્ડ ઍપ અને ડ્રૉપશિપિંગ ઍપ દ્વારા સપ્લાયર શોધવાનું સરળ છે.

તમે ડ્રૉપશિપિંગનો પ્રયાસ કરો તે પહેલાં, ખાતરી કરો કે તમે તે કેવી રીતે કાર્ય કરે છે, તેની સુવિધાઓ અને ખામીઓ તેમજ ઑર્ડર અને પ્રોડક્ટ જે પ્રક્રિયામાંથી પસાર થાય છે તે સમજો છો.

આ વિભાગમાં