બનાવેલા ગિફ્ટ કાર્ડને મેનેજ કરવા
તમે તમારા Shopify ઍડમિનમાં ગિફ્ટ કાર્ડ પેજ પરથી બનાવેલા ગિફ્ટ કાર્ડ જોઈ, ગોઠવી અને તેમાં ફેરફાર કરી શકો છો. તમે તમારા સંદર્ભ માટે તમારા ગિફ્ટ કાર્ડને CSV ફાઇલમાં નિકાસ પણ કરી શકો છો.
આ પેજ પર
ગિફ્ટ કાર્ડ શોધો
તમે કોડ અથવા ગ્રાહક દ્વારા ગિફ્ટ કાર્ડ શોધી શકો છો. કીવર્ડ દ્વારા શોધવા અથવા સૂચિમાં ફિલ્ટર્સ લાગુ કરવા માટે ગિફ્ટ કાર્ડ પેજ પર સર્ચ બારનો ઉપયોગ કરો. પૂરા ગિફ્ટ કાર્ડ કોડ દ્વારા શોધવા માટે, તેને જગ્યા છોડ્યા વિના દાખલ કરો.
ગિફ્ટ કાર્ડને ચલણ તરીકે માનવામાં આવતા હોવાથી, ગિફ્ટ કાર્ડ બન્યા પછી માત્ર ગ્રાહક જ પૂરો કોડ જોઈ શકે છે. તમારા Shopify ઍડમિનમાં ગિફ્ટ કાર્ડની સૂચિમાં માત્ર છેલ્લા 4 અક્ષરો જ પ્રદર્શિત થાય છે. ગ્રાહકને તેમની ગિફ્ટ કાર્ડ નોટિફિકેશનમાં પૂરો કોડ મળે છે, અને ગિફ્ટ કાર્ડ બન્યા પછી Shopify ઍડમિનમાં પૂરો કોડ જોઈ શકાતો નથી. કાર્ડ કામ કરતું રહે તે માટે તમારે ગિફ્ટ કાર્ડ કોડની તમારી પોતાની કૉપિ રાખવાની જરૂર નથી.
ગિફ્ટ કાર્ડ ફિલ્ટર કરો
તમે ગિફ્ટ કાર્ડ પેજ પર ગિફ્ટ કાર્ડ ફિલ્ટર કરી શકો છો. જ્યારે તમે કોઈ ચોક્કસ માપદંડ સાથે મેળ ખાતા ગિફ્ટ કાર્ડ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે ફિલ્ટર કરવું ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, નિષ્ક્રિય કરાયેલા તમામ ગિફ્ટ કાર્ડની સૂચિ જોવા માટે તમે સ્ટેટસ દ્વારા ફિલ્ટર કરી શકો છો.
નીચેના ફિલ્ટર વિકલ્પો ઉપલબ્ધ છે:
- સ્ટેટસ - સક્રિય, નિષ્ક્રિય અથવા સમાપ્ત થઈ ગયેલા ગિફ્ટ કાર્ડ દર્શાવે છે
- બૅલેન્સ - બૅલેન્સ પૂરું, આંશિક રીતે વપરાયેલું અથવા ખાલી છે કે કેમ તેના આધારે ગિફ્ટ કાર્ડ દર્શાવે છે
- ગિફ્ટ કાર્ડનું મૂલ્ય - ગિફ્ટ કાર્ડ્સ ચોક્કસ મૂલ્યની સમાન છે, સમાન નથી, તેના કરતાં વધારે છે અથવા તેના કરતાં ઓછા છે, તેના આધારે પ્રદર્શિત કરે છે. તમે ચલણ દ્વારા પણ ફિલ્ટર કરી શકો છો.
- ચલણ - ચોક્કસ ચલણમાં ઇશ્યૂ કરાયેલા ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. જ્યારે તમારી પાસે બહુવિધ ચલણમાં ગિફ્ટ કાર્ડ્સ હોય, ત્યારે આ ફિલ્ટર ઉપલબ્ધ હોય છે.
- બનાવ્યાની તારીખ - ગિફ્ટ કાર્ડ્સ જ્યારે ઇશ્યૂ કરવામાં આવ્યાં હતાં તે સમયગાળાના આધારે પ્રદર્શિત કરે છે
- ઇશ્યૂ કરવાની પદ્ધતિ - કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં હતાં, ખરીદવામાં આવ્યાં હતાં અથવા કોઈ ઍપ દ્વારા જનરેટ કરવામાં આવ્યાં હતાં તેના આધારે ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે
બધા ફિલ્ટર્સ સર્ચ બારમાં ઇન-લાઇન પ્રદર્શિત થાય છે, તેથી તમે તમારા સર્ચ પરિણામોને પ્રભાવિત કરતા માપદંડોનો સંપૂર્ણ વ્યૂ મેળવો છો. તમે ચોક્કસ ફિલ્ટર માપદંડો સાથે વધુ ઍડવાન્સ્ડ વ્યૂ બનાવવા માટે is/is not અને or/and લૉજિકલ ઑપરેટરનો પણ ઉપયોગ કરી શકો છો.
વ્યૂનો ઉપયોગ કરીને તમારી સૂચિઓને શોધવા અને ફિલ્ટર કરવા વિશે વધુ જાણો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > ગિફ્ટ કાર્ડ પર જાઓ.
વૈકલ્પિક: વ્યૂ મેનૂ ખોલવા માટે બધા પર ક્લિક કરો, અને પછી તમે જે વ્યૂને ફિલ્ટર કરવા માગો છો તેને પસંદ કરો.
તમારા ફિલ્ટર માટે ઑપરેટર અને મૂલ્ય પસંદ કરો. તમે જે ફિલ્ટર પસંદ કરો છો તેના આધારે ઉપલબ્ધ મૂલ્યો અલગ હોય છે.
વૈકલ્પિક: તમારી શોધ રિફાઇન કરવા માટે અલગ-અલગ ફિલ્ટર્સ અને મૂલ્યો ઉમેરવાનું ચાલુ રાખવા માટે કીવર્ડ ટાઇપ કરવાનું ચાલુ રાખો:
- તમારી શોધમાં
andઑપરેટર સાથે વધારાનું ફિલ્ટર શામેલ કરવા માટે,પર ક્લિક કરો અથવા સ્પેસ ઉમેરો અને પછી તમે જે વધારાનું ફિલ્ટર શામેલ કરવા માગો છો તેનું નામ ટાઇપ કરવાનું શરૂ કરો.
- ફિલ્ટરમાં
orઑપરેટર સાથે વધારાનું મૂલ્ય શામેલ કરવા માટે, અલ્પવિરામ ઉમેરો, અને પછી તમે જે વધારાનું મૂલ્ય શામેલ કરવા માગો છો તેનું નામ ટાઇપ કરવાનું શરૂ કરો.
- તમારી શોધમાં
વૈકલ્પિક: ફિલ્ટરને સંપાદિત કરવા માટે સર્ચ બારમાં કોઈપણ ફિલ્ટરના ફિલ્ટર ટૅગ્સ પર ક્લિક કરો.
વૈકલ્પિક: ફિલ્ટર્સના તમારા વર્તમાન ક્રમને નવા વ્યૂ તરીકે સાચવવા માટે, સાચવો પર ક્લિક કરો અને પછી નવા વ્યૂને નામ આપો.
ફિલ્ટરને હટાવવા માટે, ફિલ્ટરના મૂલ્યની બાજુમાં આપેલા x પર ક્લિક કરો.
ગિફ્ટ કાર્ડ સૉર્ટ કરો
તમે ગિફ્ટ કાર્ડ પેજ પર ગિફ્ટ કાર્ડ સૉર્ટ કરી શકો છો. જ્યારે તમે ચોક્કસ માપદંડો સાથે મેળ ખાતા ગિફ્ટ કાર્ડ્સ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, ત્યારે સૉર્ટિંગ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, જે ગિફ્ટ કાર્ડ્સ વહેલાં સમાપ્ત થવાની સૌથી નજીક છે તેમને જોવા માટે તમે સમાપ્તિની તારીખ (ચડતો ક્રમ) દ્વારા સૉર્ટ કરી શકો છો.
નીચેના સૉર્ટ વિકલ્પો ઉપલબ્ધ છે:
| સૉર્ટનો વિકલ્પ | વર્ણન |
|---|---|
| ગ્રાહકની અટક (A-Z) | ગ્રાહકની અટક મુજબ ચડતા ક્રમમાં મૂળાક્ષરો પ્રમાણે ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| ગ્રાહકની અટક (Z-A) | ગ્રાહકની અટક મુજબ ઉતરતા ક્રમમાં મૂળાક્ષરો પ્રમાણે ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| ગિફ્ટ કોડનો અંત (ચડતો ક્રમ) | ગિફ્ટ કાર્ડના કોડના છેલ્લા અંકો મુજબ ચડતા ક્રમમાં ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| ગિફ્ટ કોડનો અંત (ઉતરતો ક્રમ) | ગિફ્ટ કાર્ડના કોડના છેલ્લા અંકો મુજબ ઉતરતા ક્રમમાં ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| કુલ બૅલેન્સ (ઓછાથી વધુ) | સૌથી ઓછા કુલ કાર્ડ બૅલેન્સથી સૌથી વધુના ક્રમમાં ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| કુલ બૅલેન્સ (વધુથી ઓછું) | સૌથી વધુ કુલ કાર્ડ બૅલેન્સથી સૌથી ઓછાના ક્રમમાં ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| બનાવ્યાની તારીખ (નવા પહેલાં) | કાર્ડ બનાવવામાં આવ્યું હતું તે તારીખના ક્રમમાં સૌથી તાજેતરના કાર્ડથી શરૂ કરીને ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| બનાવ્યાની તારીખ (જૂના પહેલાં) | કાર્ડ બનાવવામાં આવ્યું હતું તે તારીખના ક્રમમાં સૌથી જૂના કાર્ડથી શરૂ કરીને ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| સંપાદિત કર્યાની તારીખ (નવા પહેલાં) | કાર્ડ સંપાદિત કરવામાં આવ્યું હતું તે તારીખના ક્રમમાં સૌથી તાજેતરના કાર્ડથી શરૂ કરીને ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| સંપાદિત કર્યાની તારીખ (જૂના પહેલાં) | કાર્ડ સંપાદિત કરવામાં આવ્યું હતું તે તારીખના ક્રમમાં સૌથી જૂના કાર્ડથી શરૂ કરીને ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| સમાપ્તિની તારીખ (ચડતો ક્રમ) | સમાપ્તિની તારીખ મુજબ ચડતા ક્રમમાં ગિફ્ટ કાર્ડ્સ પ્રદર્શિત કરે છે. |
| સમાપ્તિની તારીખ (ઉતરતો ક્રમ) | સમાપ્તિની તારીખ મુજબ ઉતરતા ક્રમમાં ગિફ્ટ કાર્ડ પ્રદર્શિત કરે છે. |
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > ગિફ્ટ કાર્ડ પર જાઓ.
વૈકલ્પિક: વ્યૂ મેનૂ ખોલવા માટે બધા પર ક્લિક કરો, અને પછી તમે જેના માટે સૉર્ટ વિકલ્પનો રિવ્યૂ કરવા માગો છો તે વ્યૂને પસંદ કરો.
ડિસ્પ્લે વિકલ્પની પૅનલ ખોલવા માટે
આઇકન પર ક્લિક કરો.
આનાથી સૉર્ટ કરો મેનૂ પર ક્લિક કરો, અને પછી સૉર્ટના માપદંડનો વિકલ્પ તેમજ સૉર્ટનો ક્રમ પસંદ કરો.
વૈકલ્પિક: કૉલમ વિભાગમાં, નીચેનામાંથી કોઈપણ ક્રિયા કરીને તમારા વ્યૂની કૉલમ કસ્ટમાઇઝ કરો:
- કૉલમ છુપાવવા માટે,
પર ક્લિક કરો.
- કૉલમ દર્શાવવા માટે,
પર ક્લિક કરો.
- કૉલમને ફરીથી ગોઠવવા માટે,
પર ક્લિક કરો અને કૉલમને ઉપર અથવા નીચે ખેંચો.
- કૉલમ છુપાવવા માટે,
સૉર્ટ વિકલ્પને વ્યૂ તરીકે સાચવવા માટે, સાચવો પર ક્લિક કરો અને વ્યૂનું નામ દાખલ કરો, અને પછી ફરીથી સાચવો પર ક્લિક કરો.
બનાવેલા ગિફ્ટ કાર્ડની વિગતવાર માહિતી જુઓ
તમે તમારા Shopify ઍડમિનમાં ઉત્પાદનો > ગિફ્ટ કાર્ડ ની સૂચિમાંથી ગિફ્ટ કાર્ડના લિસ્ટિંગ પર ક્લિક કરીને ગિફ્ટ કાર્ડ વિશેની વિગતવાર માહિતી જોઈ શકો છો.
ગિફ્ટ કાર્ડના વિગતોવાળા પેજ પરથી, તમે ગિફ્ટ કાર્ડ વિશે નીચેની માહિતીનો રિવ્યૂ કરી શકો છો:
- ગિફ્ટ કાર્ડના ચલણમાં પ્રારંભિક બૅલેન્સ અને વર્તમાન બૅલેન્સ.
- ગિફ્ટ કાર્ડની પ્રારંભિક ખરીદી સાથે સંકળાયેલો ઑર્ડર નંબર.
- જે ગ્રાહકે ગિફ્ટ કાર્ડ ઑર્ડર કર્યું હતું અથવા જેના માટે ગિફ્ટ કાર્ડ બનાવવામાં આવ્યું હતું, તેનું નામ.
- સમાપ્તિની તારીખ, જો લાગુ પડતું હોય.
- ગિફ્ટ કાર્ડ સાથે સંકળાયેલી ઇવેન્ટની ટાઇમલાઇન, જેમાં ઑર્ડરનો પણ સમાવેશ થાય છે, જ્યાં ગિફ્ટ કાર્ડનો ચુકવણી પદ્ધતિ તરીકે ઉપયોગ થયો હતો. ચલણ ટાઇમલાઇન ઇવેન્ટ્સ પર પ્રતિબિંબિત થાય છે.
- ગિફ્ટ કાર્ડ કોડના છેલ્લા ચાર અક્ષરો.
- ક્રોસ-કરન્સી રિડમ્પશન સ્ટ્રેટેજી જે નિર્ધારિત કરે છે કે ગિફ્ટ કાર્ડ તે ચલણ સિવાયના અન્ય ચલણમાં રિડીમ કરી શકાય છે કે કેમ જેમાં ગિફ્ટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. જો ગિફ્ટ કાર્ડ એ સ્ટોર ચલણ ગિફ્ટ કાર્ડ હોય, તો બધા ચલણ પ્રદર્શિત થાય છે.
ગિફ્ટ કાર્ડ બૅલેન્સને સીધા Shopify ઍડમિનમાંથી એડિટ કરી શકાતા નથી. બૅલેન્સમાં ફેરફાર ફક્ત રિડમ્પશન, રિફંડ અથવા ગિફ્ટ કાર્ડ APIનો ઉપયોગ કરતા કસ્ટમ ઇન્ટિગ્રેશન દ્વારા જ થાય છે. જો બૅલેન્સને Shopify ઍડમિનની બહાર સમાયોજિત કરવાની જરૂર હોય, તો ડેવલપરનો સંપર્ક કરો અથવા Shopify ગિફ્ટ કાર્ડ ડેવલપર ડૉક્યુમેન્ટેશનનો સંદર્ભ લો.
ગિફ્ટ કાર્ડમાં રિફંડ કરો
જો તમારા ગ્રાહકે ખરીદી માટે ચૂકવણી કરવા માટે ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય, તો તમે ગિફ્ટ કાર્ડ પર રિફંડ લાગુ કરી શકો છો અને તેનું બૅલેન્સ આપમેળે અપડેટ થઈ જશે. જો તમે ગિફ્ટ કાર્ડ અને અન્ય ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખરીદેલા ઑર્ડરના માત્ર અમુક ભાગનું રિફંડ કરો છો, તો તમે દરેક ચુકવણી પદ્ધતિ પર લાગુ થતી રિફંડની રકમને મેન્યુઅલી બદલી શકો છો.
જ્યારે મૂળ ટ્રાન્ઝેક્શન પર Shopify Payments વડે પ્રક્રિયા કરવામાં આવી હોય ત્યારે રિટર્ન અને એક્સચેન્જ પ્રક્રિયા દરમિયાન ગિફ્ટ કાર્ડ રિલોડ કરી શકાય છે. જો Shopify Paymentsનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય, તો ગિફ્ટ કાર્ડ રિલોડ કરી શકાતું નથી. તમારે ગ્રાહક માટે રિફંડની રકમ સાથે નવું ગિફ્ટ કાર્ડ બનાવવાની જરૂર પડશે.
જો કોઈ ગ્રાહકે ગિફ્ટ કાર્ડ અને ચુકવણીની અન્ય પદ્ધતિનો ઉપયોગ કરીને ખરીદી કરી હોય, તો જ્યારે તમે આંશિક રિફંડ કરો છો, ત્યારે જ્યાં સુધી ગિફ્ટ કાર્ડ રિફંડ માટે ઉપલબ્ધ સંપૂર્ણ રકમ સુધી પહોંચે નહીં ત્યાં સુધી રિફંડ પહેલા ગિફ્ટ કાર્ડ પર લાગુ કરવામાં આવે છે. બાકીનું રિફંડ અન્ય ચુકવણી પદ્ધતિઓ પર લાગુ થાય છે.
ગિફ્ટ કાર્ડમાં રિફંડ કરવા માટેની વિચારણાઓ
ગિફ્ટ કાર્ડથી ચૂકવવામાં આવેલા ઑર્ડરનું રિફંડ કરતી વખતે નીચેની બાબતોની સમીક્ષા કરો:
- સમાપ્ત થયેલ ગિફ્ટ કાર્ડ: જો ગિફ્ટ કાર્ડની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોય, તો તમે સમાપ્તિની તારીખ એડિટ ન કરો ત્યાં સુધી તેમાં રિફંડ કરી શકતા નથી. તમે સમાપ્તિની તારીખ બદલીને ભવિષ્યની કોઈ તારીખ કરી શકો છો, રિફંડ પૂર્ણ કરી શકો છો અને પછી જો જરૂરી હોય તો મૂળ સમાપ્તિની તારીખ પુનઃસ્થાપિત કરી શકો છો.
- નિષ્ક્રિય કરેલ ગિફ્ટ કાર્ડ: નિષ્ક્રિય કરેલ ગિફ્ટ કાર્ડ ફરીથી સક્રિય કે રિલોડ કરી શકાતા નથી. જો તમારે નિષ્ક્રિય કરેલ ગિફ્ટ કાર્ડ વડે ચૂકવેલા ઑર્ડર માટે રિફંડ કરવાની જરૂર હોય, તો રિફંડની રકમ માટે ગ્રાહકને નવું ગિફ્ટ કાર્ડ ઇશ્યૂ કરો.
ગિફ્ટ કાર્ડના રિફંડ માટેનું મુશ્કેલીનિવારણ
જો તમે ગિફ્ટ કાર્ડમાં ઑર્ડરનું રિફંડ કરવામાં અસમર્થ હો, તો નીચેની માહિતીની સમીક્ષા કરો.
સમાપ્ત થયેલ ગિફ્ટ કાર્ડમાં રિફંડ કરવામાં અસમર્થ
જો તમને ઑર્ડરનું રિફંડ કરવાનો પ્રયાસ કરતી વખતે ગિફ્ટ કાર્ડ સમાપ્ત થઈ ગયાનો ભૂલ સંદેશ મળે છે, તો રિફંડ પૂર્ણ કરવા માટે ગિફ્ટ કાર્ડની સમાપ્તિની તારીખ એડિટ કરો:
- ઑર્ડરની ટાઇમલાઇનમાં (ચુકવણીની માહિતી હેઠળ અથવા "રિફંડ કરવામાં અસમર્થ" સંદેશમાં) ગિફ્ટ કાર્ડના છેલ્લા ચાર અંકો શોધો.
- તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > ગિફ્ટ કાર્ડ પર જાઓ.
- ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવાયેલ ગિફ્ટ કાર્ડને શોધવા માટે ચાર અંકો સર્ચ કરો.
- ગિફ્ટ કાર્ડ પર ક્લિક કરો.
- પેજના ઉપરના ભાગમાં રહેલા પેન્સિલ આઇકન પર ક્લિક કરો.
- સમાપ્તિની તારીખને ભવિષ્યની કોઈ તારીખ સાથે એડિટ કરો.
- સાચવો પર ક્લિક કરો.
- ઑર્ડરનું રિફંડ કરો.
ગિફ્ટ કાર્ડ પ્રોડક્ટનું રિફંડ કરવું
તમે કોઈપણ ખરીદેલા ગિફ્ટ કાર્ડ માટે રિફંડ ઇશ્યૂ કરી શકો છો. તમારા Shopify ઍડમિન અથવા Shopify POSમાંથી સીધા બનાવવામાં આવેલા ગિફ્ટ કાર્ડનું રિફંડ થઈ શકતું નથી, કારણ કે તે ગિફ્ટ કાર્ડ માટે કોઈ ચુકવણી કૅપ્ચર કરવામાં આવી નથી. રિફંડ ઇશ્યૂ કરવા વિશે વધુ જાણો.
જો તમે ખરીદેલા ગિફ્ટ કાર્ડનું રિફંડ કરો છો, તો તે આપમેળે નિષ્ક્રિય થઈ જાય છે. તમારે રિફંડ કરવા માટેના ગિફ્ટ કાર્ડની સંખ્યા નિર્દિષ્ટ કરવાની જરૂર છે, પરંતુ તમારે તેમને રિસ્ટોક કરવાની અથવા ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમનું રિફંડ કરવાની જરૂર નથી.
ગિફ્ટ કાર્ડને નિષ્ક્રિય કરો
તમે તેના વિગતોના પેજ પરથી ગિફ્ટ કાર્ડને નિષ્ક્રિય કરી શકો છો. ગિફ્ટ કાર્ડને નિષ્ક્રિય કરવું એ કાયમી છે. નિષ્ક્રિય કરેલ ગિફ્ટ કાર્ડ ફરીથી સક્રિય, રિલોડ કે રિફંડ કરી શકાતું નથી. તેના બદલે નવું ગિફ્ટ કાર્ડ ઇશ્યૂ કરો.
જો તમે કાર્ડ નિષ્ક્રિય કર્યા હોય અને તેમાં સંબંધિત રિફંડ પાછું ન જવા દેવા માંગતા હો, તો તમે તેના બદલે સ્ટોર ક્રેડિટમાં રિફંડ કરી શકો છો, અને પછી જો ક્રેડિટ ઉપયોગ માટે બાકી રાખવાની જરૂર ન હોય તો ગ્રાહકના સ્ટોર ક્રેડિટ બૅલેન્સમાં ઘટાડો કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > ગિફ્ટ કાર્ડ પર જાઓ.
તમે જે ગિફ્ટ કાર્ડને નિષ્ક્રિય કરવા માંગો છો તેના માટે ગિફ્ટ કાર્ડના લિસ્ટિંગ પર ક્લિક કરો.
નિષ્ક્રિય કરો પર ક્લિક કરો.
ગ્રાહકને ગિફ્ટ કાર્ડ ઇમેઇલ કરો
જો કોઈ ગ્રાહક ગિફ્ટ કાર્ડ કોડ ખોઈ બેસે અથવા તેને બૅલેન્સ અપડેટની જરૂર હોય, તો તમે તેના મૂળ ગ્રાહકને અપડેટ કરેલ ગિફ્ટ કાર્ડ ઇમેઇલ કરી શકો છો. જો ગિફ્ટ કાર્ડનો આંશિક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો ગ્રાહકને ફક્ત અવશિષ્ટ રકમ જ મોકલવામાં આવે છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > ગિફ્ટ કાર્ડ પર જાઓ.
તમે જે ગિફ્ટ કાર્ડ ફરીથી મોકલવા માંગતા હો તેના માટે ગિફ્ટ કાર્ડના લિસ્ટિંગ પર ક્લિક કરો.
ગિફ્ટ કાર્ડ ફરીથી મોકલો પર ક્લિક કરો.
તમારા ગિફ્ટ કાર્ડની પ્રોડક્ટની CSVમાં નિકાસ કરો
સ્પેડશીટમાં વિગતો જોવા માટે તમે તમારા ગિફ્ટ કાર્ડની CSV ફાઇલમાં નિકાસ કરી શકો છો. બાકી રકમ વિશેની માહિતીની સમીક્ષા કરવા અથવા અન્ય રેકોર્ડ્સ માટે આ ઉપયોગી થઈ શકે છે. તમે ગિફ્ટ કાર્ડની પ્રોડક્ટ બનાવવા માટે ગિફ્ટ કાર્ડ CSVની આયાત કરી શકતા નથી.
સુરક્ષા માટે, માનક CSV નિકાસમાં દરેક ગિફ્ટ કાર્ડ કોડના માત્ર છેલ્લા 4 અક્ષરો જ સામેલ હોય છે. માનક CSV નિકાસનો ઉપયોગ જાતે જ કાર્ડ ફરીથી બનાવવા અથવા તેમને બીજી સિસ્ટમમાં માઇગ્રેટ કરવા માટે કરી શકાતો નથી.
ચાલુ અથવા રિકરિંગ ફુલ-કોડ નિકાસ સમર્થિત નથી. જો તમે ગિફ્ટ કાર્ડને બીજી સિસ્ટમમાં માઇગ્રેટ કરી રહ્યાં છો, તો તે સિસ્ટમની ગિફ્ટ કાર્ડની આયાત કરવાની આવશ્યકતાઓની સમીક્ષા કરો અને જ્યારે જરૂર પડે ત્યારે નવા કોડ ઇશ્યૂ કરો.
ગિફ્ટ કાર્ડ CSVમાં તમારા ગિફ્ટ કાર્ડ વિશેની નીચેની માહિતી સામેલ હોય છે:
| શીર્ષક | વર્ણન |
|---|---|
| ID | દરેક ગિફ્ટ કાર્ડનો અનન્ય ઓળખકર્તા (ગિફ્ટ કાર્ડ કોડ નહીં). |
| છેલ્લા અક્ષરો | ગિફ્ટ કાર્ડ કોડના છેલ્લા ચાર અક્ષરો. |
| ગ્રાહકનું નામ | ગિફ્ટ કાર્ડ ખરીદનાર ગ્રાહકનું નામ. |
| ઇમેઇલ | ગિફ્ટ કાર્ડ ખરીદનાર ગ્રાહકનું ઇમેઇલ ઍડ્રેસ. |
| પ્રાપ્તકર્તાનું નામ | જેમના માટે ગિફ્ટ કાર્ડ ખરીદવામાં આવ્યું હતું તે પ્રાપ્તકર્તાનું નામ. |
| પ્રાપ્તકર્તાનું ઇમેઇલ | જેમના માટે ગિફ્ટ કાર્ડ ખરીદવામાં આવ્યું હતું તે પ્રાપ્તકર્તાનું ઇમેઇલ ઍડ્રેસ. |
| ઑર્ડરનું નામ | ગિફ્ટ કાર્ડ સાથે સંકળાયેલ ઑર્ડર નંબર. જો ગિફ્ટ કાર્ડ સાથે કોઈ સંકળાયેલ ઑર્ડર ન હોય, તો આ ફિલ્ડ ખાલી રહે છે. |
| ઇશ્યૂ કર્યાની તારીખ | ગિફ્ટ કાર્ડ ખરીદ્યું હોય અથવા ઇશ્યૂ કરવામાં આવ્યું હોય તે તારીખ, yyyy/mm/dd hh:mm:ss -ટાઇમ ઝોન ફોર્મેટમાં. |
| મોકલવાનો સમય | પ્રાપ્તકર્તાને ગિફ્ટ કાર્ડ મોકલ્યાની તારીખ. જો ભવિષ્યની તારીખ હોય, તો આ તારીખે તે મોકલવામાં આવશે. yyyy/mm/dd hh:mm:ss -ટાઇમ ઝોન ફોર્મેટમાં. |
| સમાપ્તિની તારીખ | સમાપ્તિની તારીખ. જો ગિફ્ટ કાર્ડની સમાપ્તિ થતી ન હોય, તો આ ફીલ્ડ ખાલી રહે છે. |
| પ્રારંભિક બૅલેન્સ | ગિફ્ટ કાર્ડ ખરીદવામાં આવ્યું કે ઇશ્યૂ કરવામાં આવ્યું ત્યારે તેમાં રહેલું બૅલેન્સ. |
| વર્તમાન બૅલેન્સ | કાર્ડ ઑર્ડર પર લાગુ કરવામાં આવ્યા પછી તેમાં રહેલું બાકી બૅલેન્સ. |
| ચલણ | ત્રણ અંકોનો ચલણ કોડ. |
| ઇશ્યૂ કરવાની રીત | ગિફ્ટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું, ખરીદવામાં આવ્યું હતું કે ઍપ દ્વારા જનરેટ કરવામાં આવ્યું હતું. |
| સમાપ્ત થયું છે? | ગિફ્ટ કાર્ડ સમાપ્ત થયું છે કે નહીં. |
| સક્રિય છે? | ગિફ્ટ કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય છે. |
| નિષ્ક્રિય કર્યાનો સમય | ગિફ્ટ કાર્ડ નિષ્ક્રિય કર્યાની તારીખ. જો ગિફ્ટ કાર્ડ ક્યારેય નિષ્ક્રિય કરવામાં ન આવ્યું હોય, તો આ ફીલ્ડ ખાલી રહે છે. ફોર્મેટ yyyy/mm/dd hh:mm:ss -ટાઇમ ઝોન છે. |
| ઇશ્યૂ કરનાર સ્ટાફ મેમ્બર | ગિફ્ટ કાર્ડ ઇશ્યૂ કરનાર સ્ટાફ મેમ્બરનું નામ. જો ગિફ્ટ કાર્ડ ગ્રાહક દ્વારા ખરીદવામાં આવ્યું હોય અથવા ઍપ દ્વારા જનરેટ કરવામાં આવ્યું હોય, તો આ ફીલ્ડ ખાલી રહે છે. |
| મેસેજ | ગ્રાહક દ્વારા દાખલ કરવામાં આવેલ મેસેજ, જે પ્રાપ્તકર્તાને મોકલવામાં આવે છે. |
| નોંધ | ગિફ્ટ કાર્ડ પર લાગુ કરવાની નોંધ. |
જો તમે ગિફ્ટ કાર્ડના એક પેજ સુધીના એટલે કે 50 સુધીના ગિફ્ટ કાર્ડ નિકાસ કરો છો, તો CSV ફાઇલ તમારા બ્રાઉઝર દ્વારા ડાઉનલોડ કરવામાં આવે છે. જો તમે 50 કરતાં વધુ ગિફ્ટ કાર્ડ નિકાસ કરો છો, તો તમને CSV ફાઇલ ઇમેઇલ કરવામાં આવે છે. જો તમે સ્ટોર માલિક નથી, તો ફાઇલ સ્ટોર માલિકના ઇમેઇલ પર પણ મોકલવામાં આવે છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > ગિફ્ટ કાર્ડ પર જાઓ.
નિકાસ કરો પર ક્લિક કરો.
ડાયલોગમાં, નિકાસના નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો:
- વર્તમાન પેજ: લિસ્ટના દેખાતા પેજ પરના ગિફ્ટ કાર્ડ નિકાસ કરવા માટે
- બધા ગિફ્ટ કાર્ડ: તમારા બધા ગિફ્ટ કાર્ડ નિકાસ કરવા માટે
- પસંદ કરેલ ગિફ્ટ કાર્ડ: તમે ચેક કરેલા ગિફ્ટ કાર્ડ નિકાસ કરવા માટે
- વર્તમાન શોધ: લાગુ કરેલ શોધ અથવા ફિલ્ટર સાથેના ગિફ્ટ કાર્ડનું લિસ્ટ નિકાસ કરવા માટે
જો તમે તમારી CSV ફાઇલને Excel, Numbers અથવા અન્ય સ્પ્રેડશીટ પ્રોગ્રામમાં ખોલવાનું આયોજન કરી રહ્યાં હોવ, તો Excel, Numbers અને અન્ય સ્પ્રેડશીટ પ્રોગ્રામ માટે CSV પર ક્લિક કરો. અન્યથા, સાદી CSV ફાઇલ પર ક્લિક કરો.
ગિફ્ટ કાર્ડ નિકાસ કરો પર ક્લિક કરો.