સામાન્ય પ્રોડક્ટ CSV ઇમ્પોર્ટ સમસ્યાઓના ઉકેલો

જો તમને તમારી પ્રોડક્ટની CSV ફાઇલ અપલોડ કરવામાં સમસ્યા આવી રહી છે, તો તપાસો કે આ સમસ્યા નીચેના ઉકેલોમાં સૂચિબદ્ધ છે કે કેમ. જો તમને હજુ પણ સમસ્યાઓ આવી રહી હોય, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.

ભૂલના મેસેજ

દૈનિક વેરિઅન્ટ બનાવવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, ફરી પ્રયાસ કરો

5,00,000 કે તેથી વધુ પ્રોડક્ટ વેરિઅન્ટ ધરાવતા સ્ટોર્સ માટે (Plus સ્ટોર્સ સિવાય), 24 કલાકની સમયમર્યાદામાં CSV અપલોડ (અથવા API) દ્વારા 10,000 કરતાં વધુ નવા વેરિઅન્ટ બનાવી શકાતા નથી. 24 કલાકનું ટાઈમર દિવસના પ્રથમ અપલોડના સમયે શરૂ થાય છે.

ફુલફિલમેન્ટ સેવા ખાલી હોઈ શકે નહીં

તમે જે ફુલફિલમેન્ટ સેવાનો ઉપયોગ કરી રહ્યાં છો તેનું નામ તમારે દાખલ કરવાની જરૂર છે. જો તમે કોઈ ફુલફિલમેન્ટ સેવાનો ઉપયોગ કરી રહ્યાં નથી, તો આ manual પર સેટ કરેલું હોવું જોઈએ.

લાઇન #-## ને અવગણવામાં આવી કારણ કે હૅન્ડલ example પહેલેથી અસ્તિત્વમાં છે

દરેક વ્યક્તિગત પ્રોડક્ટને અનન્ય રીતે ઓળખવા માટે હૅન્ડલનો ઉપયોગ થાય છે. ખાતરી કરો કે તમારા CSVમાં દરેક પ્રોડક્ટ માટે તમારી પાસે અનન્ય હૅન્ડલ છે.

લાઇન #-## ને અવગણવામાં આવી કારણ કે તેમાં પ્રોડક્ટનો ડેટા નથી

આનો અર્થ એ છે કે હૅન્ડલ સાથે ઓછામાં ઓછી એક પ્રોડક્ટ છે, પરંતુ પ્રોડક્ટનું શીર્ષક નથી.

લાઇન પર અમાન્ય ક્વોટિંગ

જ્યારે તમે જે CSV ફાઇલ ઇમ્પોર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેમાં અમાન્ય અક્ષર હોય ત્યારે આ ભૂલ થાય છે. આને ઠીક કરવા માટે, યાદ રાખો કે તમારી CSV ફાઇલ UTF-8 એન્કોડેડ હોવી જોઈએ.

કેટલીકવાર, આ ભૂલ ખૂટતા અથવા અમાન્ય ક્વોટના કારણે થાય છે.

અયોગ્ય હેડરની તપાસ

તે લાઇનમાંથી ઇમેજ હટાવો અને ફરી પ્રયાસ કરો. જો તેનાથી સમસ્યાનું નિરાકરણ આવે છે, તો ઇમેજને બીજે ક્યાંક હોસ્ટ કરવાનો પ્રયાસ કરો.

અમાન્ય CSV હેડર: ખૂટતાં હેડર

તમારી CSV ફાઇલની પ્રથમ લાઇન આ હોવી જોઈએ:

Handle,Title,Body (HTML),Vendor,Type,Tags,Published,Option1 Name,Option1 Value,Option2 Name,Option2 Value,Option3 Name,Option3 Value,Variant SKU,Variant Grams,Variant Inventory Tracker,Variant Inventory Qty,Variant Inventory Policy,Variant Fulfillment Service,Variant Price,Variant Compare-at Price,Variant Requires Shipping,Variant Taxable,Variant Barcode,Image Src,Image Alt Text

પ્રથમ લાઇનના અંતે વધારાની ખાલી જગ્યાઓ તપાસવાનું યાદ રાખો.

સૂચિમાં ઇન્વેન્ટરી નીતિ શામેલ કરવામાં આવી નથી

ઇન્વેન્ટરી નીતિ 'deny' અથવા 'continue' પર સેટ કરેલી હોવી જોઈએ.

ઇન્વેન્ટરીનો જથ્થો ખાલી રાખી શકાતો નથી

ઇન્વેન્ટરીનો જથ્થો સેટ કરેલો હોવો જોઈએ. જો તમે ઇન્વેન્ટરી ટ્રૅક ન કરતા હો, તો ખાતરી કરો કે વેરિઅન્ટ ઇન્વેન્ટરી ટ્રૅકર ખાલી રાખેલું છે. નહીંતર, પ્લૅટફૉર્મને ઇન્વેન્ટરીના જથ્થાની જરૂર પડે છે.

ઇન્વેન્ટરીનો જથ્થો કોઈ નંબર નથી

તમારે સ્ટૉકમાં રહેલી આઇટમના જથ્થા માટે નંબર મૂલ્ય દાખલ કરવાની જરૂર છે.

લાઇનમાં અવતરણચિહ્ન ખૂટે છે અથવા વધારાનું છે

આ એક્સેલ અથવા અન્ય સ્પ્રેડશીટ પ્રોગ્રામ દ્વારા કર્લી ક્વોટ્સ (સ્માર્ટ ક્વોટ્સ) ઉમેરવાનું પરિણામ હોઈ શકે છે. આ અવતરણચિહ્નોને સ્ટ્રેટ ક્વોટ દ્વારા બદલવાની જરૂર છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, ટેક્સ્ટ ઍડિટરમાં ફાઇલ ખોલો અને “ “ ને આના જેવા દેખાતા અવતરણચિહ્નોમાં બદલવા માટે શોધો અને બદલો (search and replace) કરો: " ".

અન્ય સંભવિત કારણ એ છે કે ફાઇલમાં વધારાનું અવતરણચિહ્ન ઉમેરવામાં આવ્યું છે. ટેક્સ્ટ ઍડિટરમાં ફાઇલ ખોલો અને ભૂલ ધરાવતી લાઇન શોધો. વધારાના અવતરણચિહ્નો માટે ફીલ્ડ્સની સમીક્ષા કરો અને તેમને હટાવો.

માન્ય પ્રોડક્ટ કૅટેગરી નથી

તમે દાખલ કરેલી પ્રોડક્ટ કૅટેગરી Shopifyના સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ વર્ગીકરણમાં સૂચિબદ્ધ સંપૂર્ણ પ્રોડક્ટ કૅટેગરીના બ્રેડક્રમ્બ અથવા કૅટેગરી ID સાથે મેળ ખાતી નથી. તમારે કૅટેગરી બ્રેડક્રમ્બ અથવા કૅટેગરી ID બરાબર મેળવવાની જરૂર છે.

માન્યતા નિષ્ફળ ગઈ: ઇમેજ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરતી વખતે એક ભૂલ આવી

એક ઇમેજ ફાઇલ ખૂટે છે.

માન્યતા નિષ્ફળ ગઈ: getaddrinfo: નોડનેમ કે સર્વનેમ પ્રદાન કરેલ નથી અથવા અજ્ઞાત છે

આ ભૂલ ત્યારે થાય છે જ્યારે ઇમેજ URL માં કોઈ ભૂલ હોય. ઇમેજ URL ની આગળ http:// હોવું જરૂરી છે. તે ઇમેજ માટે સાર્વજનિક રૂપે ઍક્સેસ કરી શકાય તેવી ડાયરેક્ટ લિંક પણ હોવી જોઈએ.

માન્યતા નિષ્ફળ ગઈ: વિકલ્પો અનન્ય નથી

આ ભૂલ ત્યારે થાય છે જ્યારે પ્રોડક્ટમાં ડુપ્લિકેટ વિકલ્પો હોય. તમે સમાન વિકલ્પ મૂલ્ય ધરાવતા બે વેરિઅન્ટ સાથે પ્રોડક્ટ સેટ કરી હશે (ઉદાહરણ તરીકે, 2 મીડિયમ પ્રોડક્ટ, બંને કાળા રંગમાં). જો વિકલ્પ મૂલ્યો અનન્ય હોય, તો સમાન હૅન્ડલ સાથે CSV માં અન્ય જગ્યાએ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોઈ શકે છે.

માન્યતા નિષ્ફળ ગઈ: કિંમત ખાલી રાખી શકાતી નથી

આ લાઇનમાં કિંમત ઉમેરવાની જરૂર છે.

માન્યતા નિષ્ફળ ગઈ: અપલોડ કરેલી ઇમેજ 20 મેગાપિક્સલ મર્યાદા કરતાં વધી ગઈ છે

તમારી પ્રોડક્ટ ઇમેજ 5000 × 5000 px અથવા 25 મેગાપિક્સલ સુધીના કોઈપણ માપની હોઈ શકે છે. ઇમેજનું માપ ઘટાડો અથવા અલગ ઇમેજનો ઉપયોગ કરો.

માન્યતા નિષ્ફળ ગઈ: મૂલ્ય માન્ય પ્રોડક્ટ સંદર્ભ હોવું આવશ્યક છે

આ ભૂલ ત્યારે થાય છે જ્યારે તમારું CSV કોઈ મેટાફીલ્ડમાં પ્રોડક્ટનો સંદર્ભ આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રોડક્ટ હજી સુધી તમારા સ્ટોરમાં અસ્તિત્વમાં નથી. કારણ કે મેટાફીલ્ડ્સમાં પ્રોડક્ટ સંદર્ભોએ અસ્તિત્વમાં રહેલી પ્રોડક્ટનો સંદર્ભ આપવો આવશ્યક છે, તેથી તમે મેટાફીલ્ડમાં તેનો સંદર્ભ આપો તે પહેલાં તેને તમારા સ્ટોરમાં ઉમેરીને આને ઠીક કરી શકો છો.

તમારી પ્રોડક્ટ્સને બહુવિધ તબક્કામાં ઇમ્પોર્ટ કરવાનું વિચારો. પ્રથમ, તમારી પ્રોડક્ટ્સને મેટાફીલ્ડ મૂલ્યો વિના તમારા સ્ટોરમાં ઇમ્પોર્ટ કરો. આગળ, મેટાફીલ્ડ મૂલ્યોને તમારી CSV ફાઇલમાં પાછા ઉમેરો અને પછી બીજું ઇમ્પોર્ટ કરો જે પ્રોડક્ટ્સને ઓવરરાઇટ કરે છે. આ તમારી બધી પ્રોડક્ટ્સને જરૂરી મેટાફીલ્ડ મૂલ્યો રાખવા માટે અપડેટ કરે છે અને ખાતરી કરે છે કે પ્રોડક્ટ્સ મેટાફીલ્ડ્સમાં સંદર્ભિત કરતાં પહેલાં તમારા સ્ટોરમાં અસ્તિત્વમાં છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

મારી નિકાસમાં રેન્ડમ અક્ષરો છે. શું તમે આંતરરાષ્ટ્રીય ભાષાઓને હૅન્ડલ કરો છો?

Shopify કોઈપણ ભાષા અથવા અક્ષરોને સપોર્ટ કરે છે જે UTF-8 એન્કોડિંગમાં શામેલ છે. જો તમે તમારા પ્રોડક્ટ વર્ણનમાં વિચિત્ર અક્ષરો જોતા હો, તો તેનો કદાચ અર્થ એ છે કે તમારી CSV ફાઇલ UTF-8 એન્કોડિંગનો ઉપયોગ કરી રહી નથી. તેને ઠીક કરવા માટે, ટેક્સ્ટ ઍડિટરમાં ફાઇલ ખોલો. તેને ફરીથી સાચવો, ખાતરી કરો કે તમે UTF-8 એન્કોડિંગનો ઉલ્લેખ કરો છો.

મેં મારું CSV અપલોડ કરવાનો પ્રયાસ કર્યો અને એક Choose column headings વિન્ડો દેખાઈ

આ વિન્ડો ત્યારે પ્રદર્શિત થાય છે જ્યારે તમારી CSV ફાઇલના હેડર ખોટા હોય. તમે તમારી CSV ફાઇલને Shopifyમાં ઇમ્પોર્ટ કરવામાં તમારી સહાય કરવા માટે ડ્રોપ-ડાઉન મેનૂમાંથી સાચા હેડર પસંદ કરી શકો છો.