પ્રોડક્ટ્સની નિકાસ કરવી
તમે કેટલાક કાર્યોમાં સહાય માટે તમારી પ્રોડક્ટ્સને CSV ફાઇલમાં નિકાસ કરી શકો છો:
- તમારી પ્રોડક્ટ્સનું બૅકઅપ બનાવવું.
- તમારી વર્તમાન પ્રોડક્ટ્સને નવા Shopify સ્ટોરમાં ખસેડવી.
- સ્પ્રેડશીટનો ઉપયોગ કરીને બલ્કમાં તમારી પ્રોડક્ટ્સ ઍડિટ કરવી.
જો તમે તમારી પ્રોડક્ટ CSV ફાઇલને Shopify ઍડમિનમાં ઇમ્પોર્ટ કરો, તો તમે તમારી પ્રોડક્ટ CSV ફાઇલમાં પ્રોડક્ટ્સમાં કરો છો તે કોઈપણ ફેરફારો તમારા સ્ટોરના પ્રોડક્ટ લિસ્ટમાં પ્રદર્શિત થાય છે.
આ પેજ પર
તમારી પ્રોડક્ટ્સ નિકાસ કરો
જો તમે Current page અથવા Selected products નિકાસ વિકલ્પોનો ઉપયોગ કરો છો, તો નીચે મુજબ થાય છે:
- જો કોઈ એક પ્રોડક્ટમાં 100 કરતાં વધુ વેરિઅન્ટ હોય, તો CSV ફાઇલ તમને ઇમેઇલ કરવામાં આવે છે.
- જો બધી પ્રોડક્ટ્સમાં 100 કરતાં ઓછા વેરિઅન્ટ હોય, તો CSV ફાઇલ તમારા બ્રાઉઝર દ્વારા ડાઉનલોડ થાય છે.
નહીંતર, CSV ફાઇલ તમને ઇમેઇલ કરવામાં આવે છે. જો તમે સ્ટોર માલિક ન હો, તો ફાઇલ સ્ટોર માલિકના ઇમેઇલ પર પણ મોકલવામાં આવે છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
નિકાસ કરો પર ક્લિક કરો.
ડાયલોગ બૉક્સમાંથી, તમે જે પ્રોડક્ટ્સ નિકાસ કરવા માગો છો તે પસંદ કરો:
- પ્રોડક્ટ્સનું વર્તમાન પેજ
- બધી પ્રોડક્ટ્સ
- તમે પસંદ કરેલી પ્રોડક્ટ્સ
- તમારી શોધ અને ફિલ્ટર્સ સાથે મેળ ખાતી પ્રોડક્ટ્સ.
તમે કયા પ્રકારની CSV ફાઇલ નિકાસ કરવા માગો છો તે પસંદ કરો:
- Excel, Numbers અથવા અન્ય સ્પ્રેડશીટ પ્રોગ્રામ માટે CSV ફાઇલ. જો તમે તમારી પ્રોડક્ટ CSV ફાઇલને ઍડિટ કરવા માટે સ્પ્રેડશીટ પ્રોગ્રામનો ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા હો તો આ ફૉર્મેટનો ઉપયોગ કરો.
- પ્લેન CSV ફાઇલ. જો તમે તમારી પ્રોડક્ટ CSV ફાઇલ સાથે પ્લેન-ટેક્સ્ટ ઍડિટરનો ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા હો તો આ ફૉર્મેટનો ઉપયોગ કરો.
પ્રોડક્ટ્સ નિકાસ કરો પર ક્લિક કરો.
તમારી પ્રોડક્ટ ઇમેજ ફાઇલો ઍક્સેસ કરો
જો તમે તમારી પ્રોડક્ટ્સને નવી વેબસાઇટ પર ખસેડો છો અને તમારો વર્તમાન સ્ટોર બંધ કરવાની અથવા તેના કેટલાક પ્રોડક્ટ લિસ્ટિંગ કાઢી નાખવાની યોજના ઘડી રહ્યા છો, તો જ્યારે તમારો જૂનો સ્ટોર અને તેના પ્રોડક્ટ લિસ્ટિંગ જોઈ શકાય તેવા રહે ત્યારે તમારે તમારી પ્રોડક્ટ CSV ફાઇલને તમારા નવા સ્ટોર પર અપલોડ કરવાની જરૂર છે.
જ્યારે તમે તમારી પ્રોડક્ટ્સની નિકાસ કરો છો, ત્યારે દરેક પ્રોડક્ટ સાથે સંકળાયેલી ઇમેજ CSV ફાઇલમાં શામેલ કરવામાં આવતી નથી. જો તમે પ્રોડક્ટ્સને નવા સ્ટોરમાં ઇમ્પોર્ટ કરો છો, તો પ્રોડક્ટ ઇમેજ માત્ર ત્યારે જ જનરેટ થાય છે જો તે સાર્વજનિક રૂપે ઍક્સેસ કરી શકાય તેવી વેબસાઇટ પર જોઈ શકાય.
તમારી પ્રોડક્ટ ઇમેજ તમારા માટે ઍક્સેસિબલ રહે તેની ખાતરી કરવા માટે, જ્યાં સુધી તમે ઇમ્પોર્ટ પ્રક્રિયા પૂર્ણ ન કરો ત્યાં સુધી તમારા મૂળ સ્ટોર અને તેની પ્રોડક્ટ્સને અકબંધ રાખો. આનાથી તમારો નવો સ્ટોર દરેક લિસ્ટિંગમાં સાચી પ્રોડક્ટ ઇમેજ અસાઇન કરી શકે છે.
પ્રોડક્ટ એક્સપોર્ટમાં કલેક્શન
જ્યારે તમે તમારી પ્રોડક્ટ એક્સપોર્ટ કરો છો, ત્યારે દરેક પ્રોડક્ટ જે કલેક્શનની હોય છે તેને CSV ફાઇલમાં શામેલ કરવામાં આવતી નથી.
ઇમ્પોર્ટ કરતી વખતે પ્રોડક્ટને કલેક્શનમાં ઉમેરવા માટે, એક Collection કૉલમ CSV ફાઇલ ઇમ્પોર્ટ કરતાં પહેલાં તેમાં ઉમેરો. પ્રોડક્ટ CSV ફાઇલ વડે કલેક્શનમાં પ્રોડક્ટ ઉમેરવા વિશે વધુ જાણો.
તમારી પ્રોડક્ટ્સની CSV ફાઇલને એડિટ કરવા માટે ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરો
જો તમારી પાસે સ્પ્રેડશીટ પ્રોગ્રામ નથી, તો તમે ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને CSV ફાઇલો એડિટ કરી શકો છો.
મોટાભાગના કમ્પ્યુટરમાં ટેક્સ્ટ એડિટર્સ હોય છે, જે CSV ફાઇલો ખોલી શકે છે. તમારી CSV ફાઇલને એડિટ કરવા અને ડીબગ કરવા માટે તમે Visual Studio Code અથવા Sublime Text જેવા પ્રોગ્રામનો પણ ઉપયોગ કરી શકો છો.
જ્યારે તમે તમારી CSV ફાઇલને ટેક્સ્ટ એડિટરમાં ફોર્મેટ કરો, ત્યારે નીચેની બાબતો ધ્યાનમાં રાખો:
- કૉલમ હેડર અલ્પવિરામથી અલગ કરેલા હોવા જોઈએ (ઉદાહરણ તરીકે,
First Name,Last Name,Email,Company,Address1). - ટૅગનું લિસ્ટ અવતરણ ચિહ્નોમાં હોવું જોઈએ (ઉદાહરણ તરીકે,
"tag1,tag2,tag3"). - ટૅગ્સ કેસ સેન્સિટિવ હોતા નથી.
- અલગ-અલગ રેકોર્ડને લાઇન બ્રેકથી અલગ કરવા આવશ્યક છે.
તમારું પ્રોડક્ટ લિસ્ટ ફિલ્ટર કરો અને નિકાસ કરો
નિકાસ કરતાં પહેલાં તમારા પ્રોડક્ટ લિસ્ટને ગોઠવવા માટે તમે ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકો છો. જો તમારે તમારી માત્ર કેટલીક પ્રોડક્ટ્સ બદલવાની જરૂર હોય, તો તમે ફિલ્ટર ઉમેરી શકો છો. તમારા આખા પ્રોડક્ટ લિસ્ટની સરખામણીમાં ટૂંકી કરેલી CSV નો ઉપયોગ કરીને તમારી પ્રોડક્ટ્સને એડિટ કરવાનું વધુ સરળ હોઈ શકે છે.
પગલાં:
- Shopify માં ઉત્પાદનો પેજ પર, એવી શરતોનો ઉપયોગ કરીને ફિલ્ટર ઉમેરો જે માત્ર જરૂરી પ્રોડક્ટ્સની જ યાદી આપે છે.
- તમારા પ્રોડક્ટ લિસ્ટની નિકાસ કરો, અને ખાતરી કરો કે તમે માત્ર તમારા ફિલ્ટર સાથે મેળ ખાતી પ્રોડક્ટ્સની નિકાસ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
તમારી ફિલ્ટર કરેલી સૂચિમાં માત્ર તે પ્રોડક્ટ્સ ધરાવતી CSV ફાઇલ નિકાસ થશે.
તમે તમારી નિકાસ કરેલી પ્રોડક્ટ CSV માં કોઈ ફેરફાર કર્યા પછી, તમે એડિટ કરેલી CSV ફાઇલને ફરીથી Shopify માં ઇમ્પોર્ટ કરી શકો છો.
પ્રોડક્ટની નિકાસનું મુશ્કેલીનિવારણ
જો તમને પ્રોડક્ટ્સની નિકાસ કરતી વખતે સમસ્યાઓ આવી રહી હોય, તો નીચેની મુશ્કેલીનિવારણ માહિતીનો રિવ્યૂ કરો.
તમારી પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં ભૂલ આવી
“There was an error exporting your products. Try again in a few minutes” એરર મેસેજ સૂચવે છે કે નિકાસ પ્રક્રિયાનો સમય સમાપ્ત થઈ ગયો હોઈ શકે છે. જ્યારે તમે એવી CSV ફાઇલની નિકાસ કરવાનો પ્રયાસ કરો જેમાં હજારો વેરિઅન્ટ શામેલ હોય, ત્યારે આવું થઈ શકે છે.
આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે, નિકાસ કરતાં પહેલાં Shopify ઍડમિનમાં તમારી પ્રોડક્ટ્સને ફિલ્ટર કરીને તમારી નિકાસને એકથી વધુ નાની ફાઇલોમાં વિભાજિત કરો:
- તમારી પ્રોડક્ટ્સનો નાનો સબસેટ ડિસ્પ્લે કરવા માટે Shopify માં ઉત્પાદનો પેજ પર, ફિલ્ટર ઉમેરો.
- ફિલ્ટર કરેલી પ્રોડક્ટ્સની નિકાસ કરો.
- જ્યાં સુધી તમે તમારી બધી પ્રોડક્ટ્સની એકથી વધુ CSV ફાઇલોમાં નિકાસ ન કરી લો, ત્યાં સુધી અલગ-અલગ ફિલ્ટર્સ વડે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.