તમારી પ્રોડક્ટ ઇન્વેન્ટરી સેટઅપ કરવી

તમારી પ્રોડક્ટને અસરકારક રીતે મેનેજ કરવા માટે તમારી ઇન્વેન્ટરી યોગ્ય રીતે સેટઅપ કરવી આવશ્યક છે. સ્ટોર ઇન્વેન્ટરી એ તમારી પાસે વેચાણ માટે ઉપલબ્ધ દરેક પ્રોડક્ટ વેરિઅન્ટની સંખ્યા દર્શાવે છે. તમે તમારા Shopify ઍડમિનમાં ઇન્વેન્ટરી પેજ પર તમારા સ્ટોરના ઇન્વેન્ટરી સ્તરને ટ્રેક અને મેનેજ કરી શકો છો.

ઇન્વેન્ટરી ટ્રેકિંગ સક્રિય કરવું

ઇન્વેન્ટરી ટ્રેકિંગ સક્રિય કરવા માટે, તમે પહેલી વાર ઇન્વેન્ટરી ટ્રેકિંગ સેટઅપ કરી શકો છો, અથવા CSV ફાઇલનો ઉપયોગ કરીને તમારા ઇન્વેન્ટરીના જથ્થાને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકો છો.

આઉટ ઑફ સ્ટૉક વર્તન કન્ફિગર કરવું

આઉટ ઑફ સ્ટૉક આઇટમ માટે ઇન્વેન્ટરી વર્તન કન્ફિગર કરવા, તમે નક્કી કરી શકો છો કે જ્યારે પ્રોડક્ટ આઉટ ઑફ સ્ટૉક થઈ જાય ત્યારે શું થશે, તમારા કલેક્શનમાંથી આઉટ ઑફ સ્ટૉક પ્રોડક્ટને છુપાવી શકો છો અને સ્થાનની ઉપલબ્ધતાના આધારે પ્રોડક્ટ બતાવવી કે નહીં તે નિયંત્રિત કરી શકો છો. આ વર્તન તમે દરેક સ્થાન માટે ફુલફિલમેન્ટ કેવી રીતે સેટઅપ કરો છો તેના પર પણ આધારિત છે.

સ્થાનો અને વેરહાઉસમાં ઇન્વેન્ટરી મેનેજ કરવી

તમે બહુવિધ સ્થાનો અને ઍપ માટે ઇન્વેન્ટરી મેનેજ કરી શકો છો, અને બિન લોકેશન સાથે તમારા વેરહાઉસને ગોઠવી શકો છો.

આ વિભાગમાં