3D સ્કેનર

તમે 3D સ્કેનરનો ઉપયોગ કરીને Shopify ઍપમાં તમારી પ્રોડક્ટ્સને સ્કેન કરી શકો છો અને તેના 3D મૉડલ બનાવી શકો છો. ગ્રાહકોને તમારી પ્રોડક્ટ્સ સાથે ઇન્ટરેક્ટ કરવા દેવા માટે 3D મૉડલ એક શ્રેષ્ઠ માર્ગ છે. ગ્રાહકો સીધા તેમની સ્પેસમાં 3D મૉડલનું પ્રીવ્યૂ કરી શકે છે અથવા પ્રોડક્ટને તમામ એંગલથી જોઈ શકે છે. વિચારો કે સારા 3D મૉડલની જોડી તમારી પ્રોડક્ટ્સની ઉચ્ચ-ગુણવત્તાવાળી, વિગતવાર ઇમેજના સેટને પૂરક બનાવવામાં કેવી રીતે મદદ કરી શકે છે.

તમારું એન્વાયર્નમેન્ટ સેટઅપ કરવું

ખાતરી કરો કે તમે તમારા મૉડલને સારી રીતે પ્રકાશિત જગ્યામાં સ્કેન કરો છો. પ્રોડક્ટ પરના અને તેની આસપાસના દૃશ્યમાન પડછાયાને દૂર કરવા માટે હળવા, પ્રસરિત પ્રકાશનો ઉપયોગ કરો. જો તમારી પાસે લૅમ્પ અથવા પ્રકાશના અન્ય સ્રોત હોય, તો તમારી પ્રોડક્ટ પર પ્રકાશ ફેંકવા માટે તેને દીવાલ, છત કે ફ્લોર તરફ વાળો. તમારા મૉડલને સપાટ, સફેદ કે હળવા રંગની સપાટી પર મૂકો અને પ્રોડક્ટની આસપાસ સંપૂર્ણ રીતે ફરવા માટે પૂરતી જગ્યા રહેવા દો.

પ્રોડક્ટની આવશ્યકતાઓ અને મર્યાદાઓ

પ્રોડક્ટની અમુક ભૌતિક લાક્ષણિકતાઓ 3D સ્કેનર માટે ઉપયોગી 3D મૉડલ બનાવવા પૂરતી સારી રીતે કૅપ્ચર કરવામાં વધુ મુશ્કેલ હોય છે. તમે તમારું સ્કેન શરૂ કરો તે પહેલાં, ખાતરી કરો કે તમારી પ્રોડક્ટ ન્યૂનતમ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળું 3D મૉડલ પરિણમે તેવી ભૌતિક લાક્ષણિકતાઓ ધરાવે છે.

પ્રોડક્ટના ન્યૂનતમ પરિમાણો

3D સ્કેનર દ્વારા શોધવા માટે પ્રોડક્ટ્સ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં ઓછામાં ઓછી 3 ઇંચ (8 cm) હોવી જરૂરી છે.

પ્રોડક્ટની લાક્ષણિકતાઓ

પ્રોડક્ટની ભૌતિક લાક્ષણિકતાઓ 3D મૉડલની મહત્તમ ગુણવત્તા પર સીધી અસર કરે છે. ઉદાહરણ તરીકે, જો તમારી પ્રોડક્ટ લીસી અને ઉચ્ચ પ્રતિબિંબીત સપાટી ધરાવતી હોય, તો 3D સ્કેનર માટે ઉચ્ચ ગુણવત્તાવાળા 3D મૉડલને કૅપ્ચર કરવું અને રેન્ડર કરવું વધુ મુશ્કેલ બનશે.

નીચેની ભૌતિક લાક્ષણિકતાઓ તમારા સ્કેનની ગુણવત્તાને અસર કરે તેવી શક્યતા છે:

રેન્ડર ગુણવત્તા પર અસર કરતી પ્રોડક્ટની ભૌતિક લાક્ષણિકતાઓ
લાક્ષણિકતાસકારાત્મક અસરનકારાત્મક અસર
ટેક્સચરટેક્સચરવાળીલીસી
પૅટર્નવિવિધતાકોઈ પૅટર્ન નહીં અથવા પુનરાવર્તિત પૅટર્ન
રંગવિવિધતામોનોક્રોમ
ફિનિશમૅટરિફ્લેક્ટિવ
કઠોરતાકઠોરનરમ અથવા લવચીક
જાડાઈજાડુંવાળ અને રૂંવાટી જેવા પાતળા અથવા ઝીણા તત્વો
ગેપનાની ગેપ અથવા કોઈ ગેપ નહીંમોટી ગેપ અથવા બહુવિધ ગેપ

તમારી પ્રોડક્ટ સ્કેન કરો

હવે તમે તમારું વાતાવરણ, લાઇટિંગ અને પ્રોડક્ટ સેટઅપ કરી લીધું છે, તેથી તમે તમારી પ્રોડક્ટ સ્કેન કરવા માટે તૈયાર છો. 3D મોડલ સ્કેન કરવામાં અને બનાવવામાં સંભવતઃ તમને 10 થી 15 મિનિટનો સમય લાગશે.

મોડલ બનાવવા માટે 3D સ્કેનરને ત્રણ અલગ સ્કેનની જરૂર હોય છે. તમે નીચેનામાંથી કોઈ એક કન્ફિગરેશનમાં તમારી પ્રોડક્ટ સ્કેન કરી શકો છો:

  • તમારી પ્રોડક્ટ ફ્લિપ કરો અને દરેક બાજુ સ્કેન કરો.
  • પ્રોડક્ટને તેની પ્રારંભિક સ્થિતિમાં રહેવા દો અને ઊંચા ઍંગલથી સ્કેન કરો અને પછી નીચા ઍંગલથી સ્કેન કરો.

3D સ્કેનર ઑટોમૅટિક રીતે એક અથવા બીજા કન્ફિગરેશનનું સૂચન કરશે. જો સૂચિત કન્ફિગરેશન તમારા માટે યોગ્ય ન હોય, તો તમે તેના બદલે અન્ય કન્ફિગરેશન પસંદ કરી શકો છો.

સ્કેન કરો અને મોડલને સીધું કોઈ પ્રોડક્ટમાં ઍડ કરો

  1. Shopify ઍપમાંથી, ઉત્પાદનો આઇકન પર ટૅપ કરો .
  2. તમે જે પ્રોડક્ટ સ્કેન કરવા માંગતા હોવ તેના પર ટૅપ કરો અથવા નવી પ્રોડક્ટ બનાવવા માટે + પર ટૅપ કરો.
  3. મીડિયા વિભાગમાં, + પર ટૅપ કરો અથવા ઇમેજ, વિડિઓ અથવા 3D મોડલ ઍડ કરો પર ટૅપ કરો.
  4. 3D સ્કેનર પર ટૅપ કરો.
  5. તમારી પ્રોડક્ટ સ્કેન કરવા માટે 3D સ્કેનરના પ્રૉમ્પ્ટ અનુસરો.
  6. બધા સ્કેન પૂર્ણ થઈ જાય, તે પછી તમારું મોડલ બનાવવા માટે ચાલુ રાખો પર ટૅપ કરો. જ્યાં સુધી 3D મોડલની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી Shopify ઍપ ઓપન અને ચાલુ રાખો.
  7. તમારું મોડલ બની જાય, તે પછી તેને તમામ ઍંગલથી જોવા માટે મોડલને ફેરવીને તેનો રિવ્યૂ કરો અને તમારી સ્પેસમાં મોડલ જોવા માટે વિસ્તૃત કરો આઇકન પર ટૅપ કરો.
  8. મોડલ ઍડ કરવા અને તમારી પ્રોડક્ટ પર પાછા ફરવા માટે પ્રોડક્ટમાં ઍડ કરો પર ટૅપ કરો.
  9. તમારી પ્રોડક્ટના મીડિયામાં 3D મોડલ અપલોડ કરવા માટે સાચવો પર ટૅપ કરો.

મોડલ સ્કેન કરો અને તમારા ઉપકરણની ફાઇલોમાં સાચવો

  1. Shopify ઍપમાંથી, ઉત્પાદનો આઇકન પર ટૅપ કરો .
  2. 3D સ્કેન બનાવો પર ટૅપ કરો.
  3. તમારી પ્રોડક્ટ સ્કેન કરવા માટે 3D સ્કેનરના પ્રૉમ્પ્ટ અનુસરો.
  4. બધા સ્કેન પૂર્ણ થઈ જાય, તે પછી તમારું મોડલ બનાવવા માટે ચાલુ રાખો પર ટૅપ કરો. જ્યાં સુધી 3D મોડલની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી Shopify ઍપ ઓપન અને ચાલુ રાખો.
  5. તમારું મોડલ બની જાય, તે પછી તેને તમામ ઍંગલથી જોવા માટે મોડલને ફેરવીને તેનો રિવ્યૂ કરો અને તમારી સ્પેસમાં મોડલ જોવા માટે વિસ્તૃત કરો આઇકન પર ટૅપ કરો.
  6. મોડલને તમારી Files ઍપમાં કોઈ ફોલ્ડરમાં ખસેડવા માટે Files ઍપમાં સાચવો પર ટૅપ કરો.
  7. તમારા ઇચ્છિત સ્થાનમાં 3D મોડલ ફાઇલને સાચવવા માટે ખસેડો પર ટૅપ કરો.

શ્રેષ્ઠ પદ્ધતિઓ અને મુશ્કેલીનિવારણ

જો તમને તમારું સ્કેન પૂર્ણ કરવામાં કે ઉચ્ચ ગુણવત્તાવાળું 3D મોડલ મેળવવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમે તમારી પ્રોડક્ટ સ્કેન કરો તે દરમિયાન નીચેના પગલાં અજમાવો:

  • તમારી પ્રોડક્ટ વર્ચ્યુઅલ બૉક્સની અંદર સંપૂર્ણપણે ફિટ છે તે સુનિશ્ચિત કરવા માટે તમે હૅન્ડલ ડ્રૅગ કરીને તમારી પ્રોડક્ટની આસપાસના બૉક્સનું કદ બદલી શકો છો.
  • તમે સ્કેન કરો, તે દરમિયાન ખાતરી કરો કે પ્રોડક્ટ હલતી નથી અને સ્કેનરમાં કેન્દ્રમાં છે.
  • કોઈપણ સમયે સેગમેન્ટ સ્કેન ફરીથી શરૂ કરવા માટે રીસેટ પર ટૅપ કરો.
  • હાથ સ્થિર રાખો. કૅપ્ચર કરેલી ઇમેજના ફોકસ અને સ્પષ્ટતાને વધારવા માટે સ્કેન દરમિયાન તમારી પ્રોડક્ટની આસપાસ ધીમેથી અને સરળતાથી ફરો.
  • જો ડાયલ કે પૉઇન્ટ ક્લાઉડ પરના સ્પૉટ ભરેલા ન હોય, તો વધારાની ઇમેજને મૅન્યુઅલી કૅપ્ચર કરવા માટે નીચેના જમણા ખૂણામાં મૅન્યુઅલ શટર આઇકન પર ટૅપ કરો. આ ઇમેજ મોડલમાંની ગેપ ભરવામાં મદદ કરી શકે છે.
  • કયું કન્ફિગરેશન શ્રેષ્ઠ પરિણામો બનાવે છે તે જોવા માટે તમારી પ્રોડક્ટ બંને સેગમેન્ટ કન્ફિગરેશનમાં સ્કેન કરો.

દરેક પ્રોડક્ટ ઉચ્ચ ગુણવત્તાવાળું 3D મોડલ બની શકતી નથી. જો તમે તમારા વાતાવરણ સેટઅપ અને સ્કેન પ્રક્રિયા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓનું પાલન કરો છો છતાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળું 3D મોડલ બનાવવામાં સક્ષમ નથી, તો નબળી ગુણવત્તા માટે સંભવતઃ પ્રોડક્ટની ભૌતિક લાક્ષણિકતાઓ જવાબદાર છે.

3D સ્કેનર માટે સુસંગત ઉપકરણો

તમે સુસંગત iOS ઉપકરણો પર 3D સ્કેનરનો ઉપયોગ કરી શકો છો અથવા Android માટે તૃતીય-પક્ષ સ્કેનિંગ ઍપ ડાઉનલોડ કરી શકો છો. 3D સ્કેનર સુસંગત iOS ઉપકરણો વિશે વધુ જાણવા માટે નીચેના કોષ્ટકનો રિવ્યૂ કરો.

3D સ્કેનર સુસંગત ઉપકરણો
ઉપકરણવર્ણન
iPhone ProiOS 17 કે તે પછીના વર્ઝન પર ચાલતો iPhone 12 Pro અથવા તે પછીનો ફોન
iPhone Pro MaxiOS 17 કે તે પછીના વર્ઝન પર ચાલતો iPhone 12 Pro Max અથવા તે પછીનો ફોન
iPad ProiPadOS 17 કે તે પછીના વર્ઝન પર ચાલતા 2021થી અથવા તે પછીના iPad Pro મોડલ