મીડિયા માટે થંબનેલ રિપ્લેસ કરવા
જ્યારે તમે તમારી પ્રોડક્ટમાં 3D મૉડલ અને વિડિઓ ઉમેરો છો, ત્યારે તેમના માટે થંબનેલ ઑટોમૅટિક રીતે બની જાય છે. તમે ડિફૉલ્ટ થંબનેલની જગ્યાએ તમારી પસંદગીની ઇમેજ રાખી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જે પ્રોડક્ટમાં ફેરફાર કરવા માગતા હો તેના નામ પર ક્લિક કરો.
મીડિયા હેઠળ, તમે જે 3D મૉડલ અથવા વિડિઓ માટે થંબનેલ બદલવા માગતા હો તેના પર ક્લિક કરો.
કવર ઇમેજની બાજુમાં આપેલા પેન્સિલ આઇકન પર ક્લિક કરો.
તમે ઉપયોગ કરવા માગતા હો તે ઇમેજ પસંદ કરો.
તમારી ઇમેજ ઉમેર્યા પછી, મીડિયા પ્રિવ્યૂમાંથી બહાર નીકળવા માટે X પર ક્લિક કરો.