3D મૉડલ બનાવવા માટે Shopify પાર્ટનરને કામે રાખવા

Shopify પાર્ટનર એ અનુભવી ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ હોય છે, જેઓ Shopify સ્ટોર બનાવવા અને અપડેટ કરવા વિશે ઊંડું જ્ઞાન ધરાવે છે. તમે તમારા ઑનલાઇન સ્ટોર માટે 3D મૉડલ બનાવવામાં મદદ લેવા માટે Shopify પાર્ટનરને કામે રાખી શકો છો. Shopify પાર્ટનરને કામે રાખવા વિશે વધુ જાણો.

3D મૉડલ બનાવવા માટે Shopify પાર્ટનરને કામે રાખો

તમે તમારી પ્રોડક્ટના 3D મૉડલ બનાવવામાં મદદ માટે Shopify પાર્ટનરને કામે રાખી શકો છો. Shopify ની Partner Directory માં, 3D મૉડલ બનાવવાની સેવાઓ ઑફર કરતા પાર્ટનર બ્રાઉઝ કરો, કોઈ પાર્ટનર પસંદ કરો અને તેમનો સંપર્ક કરો.

પાર્ટનર સંપર્ક ફૉર્મનો ઉપયોગ કરીને, તમારા પ્રોજેક્ટ વિશેની વિગતો પ્રદાન કરો. જો તમે અત્યારે પ્રોડક્ટના ફોટા અને પ્રોડક્ટના પરિમાણો પ્રદાન કરવા માગતા હો, તો ખાતરી કરો કે તમે લિંક કરેલી માર્ગદર્શિકાનું પાલન કરો છો.

જ્યારે તમે કોઈ પાર્ટનરનો સંપર્ક કરો છો, ત્યારે તમે Shopify પાર્ટનરને કામે રાખવાની કોઈ પ્રતિબદ્ધતા આપતા નથી. આ પગલું માત્ર પાર્ટનરને એક વિનંતી સબમિટ કરે છે, જેઓ ત્યારબાદ તમારી વિનંતીનો રિવ્યૂ કરે છે. જો પાર્ટનર તમારી સાથે કામ કરવાનું નક્કી કરે, તો તેઓ તેમની ફી વિશે અને તમે કેવી રીતે સાથે કામ કરવાનું શરૂ કરી શકો છો તે વિશેની વધુ માહિતી સાથે તમારો સંપર્ક કરશે.

જો તમે તમારી જૉબની વિનંતીના ભાગ રૂપે અગાઉથી પ્રોડક્ટના ફોટા અને પ્રોડક્ટનાં પરિમાણો પ્રદાન કર્યાં નથી, તો પાર્ટનર તમારી પાસે તેની વિનંતી કરે છે. ફોટા લેતી વખતે અને માપ લેતી વખતે નીચેની વિશિષ્ટતાઓ અનુસરો.

પ્રોડક્ટના ફોટા

3D મૉડલ ફોટાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. 3D મૉડલ બનાવવા માટે, Shopify પાર્ટનરને બહુવિધ એન્ગલથી તમારી પ્રોડક્ટના ફોટાની જરૂર છે:

પ્રોડક્ટના ફોટાના એન્ગલ

તમારી પ્રોડક્ટના ફોટા લેતી વખતે, આ માર્ગદર્શિકાઓ અનુસરો:

  • ખાતરી કરો કે તમારી પ્રોડક્ટ પર પૂરતો પ્રકાશ પડતો હોય.
  • ખાતરી કરો કે તમારી આખી પ્રોડક્ટ ફોકસમાં છે.
  • જો શક્ય હોય, તો સેલફોન કૅમેરાનો ઉપયોગ કરશો નહીં. ફર્નિચર જેવી મોટી પ્રોડક્ટ્સ માટે, 50 mm લેન્સવાળા કૅમેરાનો ઉપયોગ કરો. નાનાથી મધ્યમ માપની પ્રોડક્ટ્સ માટે, 70 mm અથવા 100 mm લેન્સનો ઉપયોગ કરો.
  • કોઈપણ અનન્ય વિગતો અથવા ટેક્સ્ચરના વધારાના ફોટા લો.
  • ફોટો ફાઇલોને blue vase - top અથવા blue vase - left જેવાં સ્પષ્ટ શીર્ષકો આપો અને તેમને સ્પષ્ટ રીતે લેબલ કરેલા ફોલ્ડરમાં સાચવો.

પ્રોડક્ટનાં પરિમાણો

ચોક્કસ 3D મૉડલ બનાવવા માટે, Shopify પાર્ટનરને તમારી પ્રોડક્ટના વિગતવાર માપની જરૂર છે. માપ પ્રદાન કરતી વખતે, આ માર્ગદર્શિકાઓ અનુસરો:

  • તમારી પ્રોડક્ટના દરેક પરિમાણને સ્પષ્ટ, સરળ શબ્દોમાં વર્ણવો.
  • mm માં માપ પ્રદાન કરો.
  • માપ કયા પરિમાણોને અનુરૂપ છે તે દર્શાવવા માટે આકૃતિ શામેલ કરો.
  • જો તમારી પાસે તમારી પ્રોડક્ટ સાથે સંકળાયેલા ટેકનિકલ ડ્રોઇંગ અથવા CAD ફાઇલો હોય, તો તેને પણ શામેલ કરો.

3D મૉડલ બનાવવાનું ઉદાહરણ

નાઓમી આ વાદળી ફૂલદાની વેચી રહી છે:

આકૃતિ નીચેના માપ દર્શાવવા માટે ઍનોટેટ કરેલી છે

ફૂલદાનીનું 3D મૉડલ બનાવવા માટે Shopify પાર્ટનરને શોધવા માટે તે Shopify Partner Directory નો ઉપયોગ કરે છે. નાઓમી પાર્ટનરને 70 mm લેન્સવાળા કૅમેરાથી લીધેલા છ ઉચ્ચ ગુણવત્તાના ફોટા પ્રદાન કરે છે:

ફોટાઓ આગળ, પાછળ, ડાબે, જમણે, ઉપર અને નીચેથી ફૂલદાની દર્શાવે છે

નાઓમી પાર્ટનરને મિલિમીટરમાં સંબંધિત પ્રોડક્ટનાં પરિમાણો સાથેની માપની આકૃતિ આપે છે:

ફૂલદાની

  • ફૂલદાનીની ઊંચાઈ (1) ____mm છે
  • ફૂલદાનીની ટોચથી ગરદનના તળિયા સુધી (2) ____mm છે
  • ગરદનના તળિયાથી ફૂલદાનીના તળિયા સુધી (3) ____mm છે
  • ફૂલદાનીના મુખનો વ્યાસ (4) ____mm છે
  • મુખની કિનારીની પહોળાઈ (5) ____mm છે
  • ગરદનના તળિયાનો વ્યાસ (6) ____mm છે
  • ફૂલદાની પર 8 ષટ્કોણીય બાજુઓ છે
  • ષટ્કોણીય બાજુઓની ઊંચાઈ (8) ____mm છે
  • ષટ્કોણીય બાજુઓની પહોળાઈ (9) ____mm છે
  • ફૂલદાનીના સૌથી પહોળા ભાગનો વ્યાસ (10) ____mm છે
  • ફૂલદાનીના તળિયાનો વ્યાસ (11) ____mm છે
  • ફોમ ફીટનો વ્યાસ ____mm છે

Shopify પાર્ટનર વાદળી ફૂલદાનીનું 3D મૉડલ બનાવવા માટે આ ફોટા અને પરિમાણોનો ઉપયોગ કરે છે. પાર્ટનર નાઓમીને તેના ઑનલાઇન સ્ટોરમાં ઉમેરવા માટે GLB ફાઇલ મોકલે છે.

તમારાં 3D મૉડલની ગુણવત્તા તપાસો

જ્યારે Shopify પાર્ટનર તમને 3D મૉડલ પ્રદાન કરે છે, ત્યારે તમારે તપાસવું જોઈએ કે તમે તેની ગુણવત્તાથી સંતુષ્ટ છો. પાર્ટનરે તમને મૉડલનું પૂર્વાવલોકન કરવા માટે સૂચનાઓ પ્રદાન કરવી જોઈએ.

મૉડલને તમામ એન્ગલથી તપાસો. તમે તમારાં 3D મૉડલનું પૂર્વાવલોકન કરવા માટે glTF Viewer નો ઉપયોગ કરી શકો છો. તમારા મૉડલની સમીક્ષા કરતી વખતે, નીચેના પ્રશ્નોને ધ્યાનમાં લો:

  • શું મૉડલનો આકાર તમે પાર્ટનરને પ્રદાન કરેલા પ્રોડક્ટના સંદર્ભ ફોટા સાથે મેળ ખાય છે?
  • શું મૉડલના તમામ ભાગો બાકીના ભાગના પ્રમાણમાં છે?
  • જો તમે ઑગમેન્ટેડ રિયાલિટીમાં મૉડલનું પૂર્વાવલોકન કરી શકો છો, તો શું બાકીના દ્રશ્યની તુલનામાં મૉડલનો સ્કેલ યોગ્ય રીતે પ્રદર્શિત થાય છે?
  • શું મૉડલ પ્રોડક્ટના સમાન મટિરિયલમાંથી બનેલું હોવાનું જણાય છે?
  • શું મૉડલનાં મટિરિયલ ખેંચાયેલાં, ધૂંધળાં અથવા વિકૃત દેખાય છે?
  • શું મૉડલના મટિરિયલને વધુ વાસ્તવિક બનાવવા માટે તેમાં ઘસરકા અથવા સ્ક્રેચ જેવી વિગતો છે?
  • જો પ્રોડક્ટના ભાગો પારદર્શક, પ્રતિબિંબિત હોય અથવા તેમાંથી પ્રકાશ આવતો હોય, તો શું તે યોગ્ય રીતે પ્રદર્શિત થાય છે?
  • શું બધી કિનારીઓ વાસ્તવિક લાગે છે? શું તેમાંથી કોઈ વધારે પડતી ધારદાર છે જેને હળવી કરવાની જરૂર છે?
  • જો લોગો અથવા અમુક ટેક્સ્ટ જેવી કોઈ સુશોભન વિગતો હોય, તો શું તેને જોવી સરળ છે?
  • જ્યાં ન હોવા જોઈએ ત્યાં કોઈ ગેપ અથવા કાણાં છે?
  • શું 3D મૉડલ Shopify પ્લેટફોર્મ માટેની ટેકનિકલ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે?
    • 3D મૉડલ GLB ફાઇલ હોવું આવશ્યક છે.
    • GLB ફાઇલ આશરે 4 MB ની હોવી જોઈએ.
    • GLB ફાઇલ 15 MB થી વધુ ન હોવી જોઈએ.

Shopify પાર્ટનરે અમુક ધોરણો મુજબ 3D મૉડલ બનાવવું જોઈએ. તમે મૉડલની બહેતર સમીક્ષા કરી શકો તે માટે આ ધોરણો વિશે વધુ જાણવા માટે, વેપારીઓ માટે 3D મૉડલ બનાવવું જુઓ.

જો તમને લાગે કે મૉડલની ગુણવત્તા પૂરતી સારી નથી, તો Shopify પાર્ટનરનો સંપર્ક કરો અને તેમાં શું ખોટું છે તે સમજાવો.