પ્રોડક્ટનું સ્ટેટસ અને ઉપલબ્ધતા
પ્રોડક્ટનું સ્ટેટસ નક્કી કરે છે કે પ્રોડક્ટ વેચાણ માટે તૈયાર છે કે કેમ, અને તેની ઉપલબ્ધતા એ સેલ્સ ચેનલો અને માર્કેટ્સ નક્કી કરે છે કે જ્યાં ગ્રાહકો તેને ખરીદી શકે છે. તમે તમારા Shopify ઍડમિનના ઉત્પાદનો વિભાગમાં પ્રોડક્ટ વિગતોના પેજ પરથી અથવા Shopify ઍપ માંથી બંનેમાં ફેરફાર કરી શકો છો.
ગ્રાહકો સેલ્સ ચેનલમાં પ્રોડક્ટ માત્ર ત્યારે જ ખરીદી શકે છે જ્યારે પ્રોડક્ટનું સ્ટેટસ સક્રિય અથવા અનલિસ્ટેડ હોય અને તે તે સેલ્સ ચેનલ પર પ્રકાશિત થયેલ હોય.
નવી પ્રોડક્ટ્સ ડિફૉલ્ટ રૂપે સક્રિય પર સેટ કરેલી હોય છે. જે પ્રોડક્ટ્સ તમે અસ્તિત્વમાં રહેલી પ્રોડક્ટની નકલ કરીને બનાવો છો અથવા જેને તમે અનઆર્કાઇવ કરો છો, તે ડિફૉલ્ટ રૂપે ડ્રાફ્ટ પર સેટ કરેલી હોય છે.
આ પેજ પર
પ્રોડક્ટનાં સ્ટેટસ
તમે પ્રોડક્ટ માટે નીચેનાં સ્ટેટસ સેટ કરી શકો છો:
| સ્ટેટસ | વર્ણન |
|---|---|
| સક્રિય | પ્રોડક્ટની વિગતો પૂર્ણ છે અને પ્રોડક્ટ વેચાણ માટે તૈયાર છે. |
| ડ્રાફ્ટ | પ્રોડક્ટનું વેચાણ થાય તે પહેલાં પ્રોડક્ટની વિગતો પૂર્ણ કરવી આવશ્યક છે. |
| આર્કાઇવ કરેલ | પ્રોડક્ટની વિગતો પૂર્ણ છે, પરંતુ પ્રોડક્ટ હવે વેચાણ માટે નથી. જ્યારે તમે કોઈ પ્રોડક્ટને આર્કાઇવ કરો છો, ત્યારે તે તમારા સ્ટોરફ્રન્ટ પરથી અને તમારા Shopify ઍડમિનમાંના મુખ્ય પ્રોડક્ટ લિસ્ટમાંથી છુપાવવામાં આવે છે. |
| અનલિસ્ટેડ | પ્રોડક્ટની વિગતો પૂર્ણ છે અને પ્રોડક્ટ વેચી શકાય છે, પરંતુ પ્રોડક્ટ ગ્રાહકોને દેખાતી નથી. અનલિસ્ટેડ પ્રોડક્ટ વિશે વધુ જાણો. |
કોઈ પ્રોડક્ટને કાયમી ધોરણે ડિલીટ કર્યા વિના તેનું વેચાણ અટકાવવા માટે, તમે પ્રોડક્ટને આર્કાઇવ કરી શકો છો. પ્રોડક્ટને આર્કાઇવ કરવાથી તેને જે કલેક્શનમાં સામેલ કરાઈ હોય તેમાંથી હટાવવામાં આવતી નથી. આર્કાઇવ કરેલ પ્રોડક્ટ કલેક્શનમાં જ રહે છે અને તમારા Shopify ઍડમિનમાં કલેક્શનની આઇટમ સેક્શનમાં સૂચિબદ્ધ થાય છે, પરંતુ ગ્રાહકો તેને જોઈ શકતા નથી કારણ કે આર્કાઇવ કરેલી પ્રોડક્ટ તમારા ઑનલાઇન સ્ટોર પરથી છુપાવવામાં આવે છે. આર્કાઇવ કરેલી પ્રોડક્ટને કલેક્શનની બહાર રાખવા માટે શરતનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
અનલિસ્ટેડ પ્રોડક્ટનું સ્ટેટસ
અનલિસ્ટેડ પ્રોડક્ટનું પેજ તમારા સ્ટોરફ્રન્ટ પર હોય છે, પરંતુ તેને માત્ર પ્રોડક્ટના સીધા URL વડે જ ઍક્સેસ કરી શકાય છે. તમે નીચેનાં ઉદાહરણ મુજબનાં દૃશ્યોમાં પ્રોડક્ટને અનલિસ્ટેડ તરીકે સેટ કરી શકો છો:
- જો તમારી પાસે વૉરંટી ઍડ-ઑન હોય અથવા એવી પ્રોડક્ટ હોય કે જેનું વેચાણ માત્ર બંડલના ભાગરૂપે જ થતું હોય, તો કદાચ તમે તેને તમારા સ્ટોરફ્રન્ટ પર અથવા સર્ચ એન્જિનનાં પરિણામોમાં દર્શાવવા ન ઇચ્છતા હોવ. તમે વૉરંટી અથવા બંડલ પ્રોડક્ટને અનલિસ્ટેડ તરીકે સેટ કરી શકો છો, પરંતુ તે ખરીદી માટે ઉપલબ્ધ રહે છે અને તેને મૂળ પ્રોડક્ટની સાથે ઑર્ડરમાં ઉમેરી શકાય છે.
- તમે અમુક પ્રોડક્ટ્સની ઍક્સેસને પ્રતિબંધિત કરી શકો છો, જેમ કે ચોક્કસ ગ્રાહકોને અર્લી ઍક્સેસ આપવા માટે તેમની સાથે સીધું પ્રોડક્ટ URL શેર કરવું.
અનલિસ્ટેડ પ્રોડક્ટને ઇન્ટરનેટ સર્ચ, Shopify Catalog અને તમારા સ્ટોરના સાઇટમેપથી છુપાવવામાં આવે છે. તેમને Shopify સંચાલિત કલેક્શન પેજ, પ્રિડિક્ટિવ સર્ચ સહિતનાં સર્ચ પરિણામો, અથવા તમારા સ્ટોરફ્રન્ટ પર પ્રોડક્ટની ભલામણોમાં દર્શાવવામાં આવતી નથી.
જ્યારે તમે પ્રોડક્ટનું સ્ટેટસ અનલિસ્ટેડ તરીકે સેટ કરો છો, ત્યારે પેજમાં noindex અને nofollow મેટા ટૅગ ઉમેરવામાં આવે છે અને પ્રોડક્ટને તમારા સ્ટોરની XML સાઇટમેપ ફાઇલમાંથી હટાવવામાં આવે છે, જેનો અર્થ છે કે સર્ચ એન્જિન ક્રોલર ઉત્પાદન પૃષ્ઠને શોધી શકતા નથી.
પ્રોડક્ટનું સ્ટેટસ અનલિસ્ટેડ તરીકે સેટ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
પ્રોડક્ટનું સ્ટેટસ અનલિસ્ટેડ તરીકે સેટ કરતી વખતે નીચે આપેલી બાબતોને ધ્યાનમાં રાખો:
- જ્યારે તમે પ્રોડક્ટને અનલિસ્ટેડ તરીકે સેટ કરો છો, ત્યારે ઉત્પાદન પૃષ્ઠનું URL એવું ને એવું જ રહે છે.
- જો કોઈ બાહ્ય વેબસાઇટ અનલિસ્ટેડ ઉત્પાદન પૃષ્ઠના URL પર બૅકલિંક કરે, તો બૅકલિંક હજી પણ તમને ઉત્પાદન પૃષ્ઠ પર જ લઈ જાય છે.
- જો તમે પ્રોડક્ટને સીધી કાર્ટમાં ઉમેરવા પર રોક લગાવવા માટે તમારા સ્ટોરનાં અનલિસ્ટેડ ઉત્પાદન પૃષ્ઠોને કસ્ટમાઇઝ ન કર્યાં હોય, તો ગ્રાહકો તમારા ઑનલાઇન સ્ટોર પરના પ્રોડક્ટના સીધા URL મારફતે અનલિસ્ટેડ પ્રોડક્ટને તેમની કાર્ટમાં ઉમેરી શકે છે.
- તમે અનલિસ્ટેડ પ્રોડક્ટને પૉઇન્ટ ઑફ સેલ સેલ્સ ચેનલ પર પ્રકાશિત કરી શકો છો અને તેમને Shopify POSમાં વેચી શકો છો.
- તમે અનલિસ્ટેડ પ્રોડક્ટને કોઈ પણ તૃતીય-પક્ષ સેલ્સ ચેનલ પર પ્રકાશિત કરી શકતા નથી.
- અનલિસ્ટેડ પ્રોડક્ટનું સ્ટેટસ સપોર્ટ ન કરતી હોય તેવી કોઈ પણ થર્ડ-પાર્ટી ઍપમાં અને Digital Products અને Marketplace Connect ઍપમાં અનલિસ્ટેડ પ્રોડક્ટ્સ સક્રિય તરીકે દેખાય છે.
- જો તમે થર્ડ-પાર્ટી સર્ચ અથવા પ્રોડક્ટની ભલામણો માટેની ઍપનો ઉપયોગ કરો છો જે અનલિસ્ટેડ પ્રોડક્ટના સ્ટેટસની કાર્યક્ષમતા સાથે એકીકૃત નથી, તો ઍપ હજી પણ તેની સર્ચ અથવા ભલામણોનાં પરિણામોમાં તમારી અનલિસ્ટેડ પ્રોડક્ટને દર્શાવી શકે છે.
- અનલિસ્ટેડ પ્રોડક્ટ સેલ્સ ચેનલો માટેની સંદર્ભ આધારિત પ્રોડક્ટ ફીડમાં ઉપલબ્ધ હોતી નથી.
- Shopify ઍડમિનના એવા તમામ વિસ્તારો જ્યાં પ્રોડક્ટનું સ્ટેટસ દર્શાવવામાં આવે છે, ત્યાં અનલિસ્ટેડ પ્રોડક્ટ્સ માટે અનલિસ્ટેડ લેબલ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પ્રોડક્ટ્સના ઇન્ડેક્સ પેજમાં, ડ્રાફ્ટ ઑર્ડર માટેના પ્રોડક્ટ સિલેક્શન ડાયલૉગમાં અને Translate & Adapt જેવી ઍપમાં પ્રોડક્ટ ફિલ્ટરિંગ ટૂલ્સમાં.
સેલ્સ ચેનલની ઉપલબ્ધતા
પ્રોડક્ટની વિગતોના પેજના પ્રકાશન સેક્શનમાં તમારી સેલ્સ ચેનલો અને માર્કેટ્સને સૂચિબદ્ધ કરવામાં આવે છે. જો તમે Shopify B2Bનો ઉપયોગ કરતા હોવ, તો ત્યાં તમારા B2B કૅટેલોગને પણ સૂચિબદ્ધ કરવામાં આવે છે. મૂળભૂત રીતે બધી સેલ્સ ચેનલો અને માર્કેટ્સ પસંદ કરેલાં હોય છે.
તમે પ્રોડક્ટને તમારી સક્રિય સેલ્સ ચેનલોમાં સામેલ કરીને તેને ક્યાં વેચવી તે નિયંત્રિત કરી શકો છો. જો તમે કોઈ પ્રોડક્ટને અમુક ચોક્કસ સેલ્સ ચેનલમાંથી બાકાત રાખો છો, તો તેને એ ચેનલમાંથી છુપાવવામાં આવે છે. જો તમે Shop ચેનલમાંથી કોઈ પ્રોડક્ટને બાકાત રાખો, તો તે કદાચ હજી પણ Shopમાં દેખાઈ શકે છે, પરંતુ ગ્રાહકોને ખરીદી કરવા માટે તમારા ઑનલાઇન સ્ટોર પર રીડાયરેક્ટ કરવામાં આવે છે.
કોઈ સેલ્સ ચેનલને પ્રોડક્ટનો કયો ડેટા મળે છે તે પસંદ કરવા માટે, જેમ કે એક ચેનલ માટે અલગ શીર્ષક, સેલ્સ ચેનલો માટે પ્રોડક્ટ ડેટા કસ્ટમાઇઝ કરવા વિશેના લેખનો સંદર્ભ લો.
ચેનલનાં કનેક્શન અને ચેનલ માર્કેટ્સ
તમારી પ્રોડક્ટ ઉપલબ્ધ કરવા માટે કેટલીક સેલ્સ ચેનલો એક કરતાં વધુ પ્રદેશ અથવા એકાઉન્ટ સાથેનાં અનેક ચેનલનાં કનેક્શન દર્શાવી શકે છે.
જો તમે ચેનલ માર્કેટ્સનો ઉપયોગ કરતા હોવ, તો કોઈ પ્રોડક્ટ સેલ્સ ચેનલમાં ઉપલબ્ધ થાય તેના માટે એ જરૂરી છે કે પ્રોડક્ટને તમે ચેનલ માર્કેટમાં અસાઇન કરેલા કોઈ પણ કૅટેલોગમાં સામેલ કરેલી હોવી જોઈએ અને સેલ્સ ચેનલ પર પ્રકાશિત કરવામાં આવેલી હોવી જોઈએ.
કોઈ પ્રોડક્ટને સેલ્સ ચેનલ પરથી છુપાવવાનાં કારણો
તમે નીચે દર્શાવેલાં કારણોમાંથી કોઈ એક કારણસર પ્રોડક્ટને સેલ્સ ચેનલ પરથી છુપાવી શકો છો:
- તમારી પાસે મોસમી પ્રોડક્ટ્સ છે જેને તમે વર્ષના માત્ર અમુક ભાગ માટે જ દર્શાવવા માગો છો.
- કોઈ પ્રોડક્ટ આઉટ ઑફ સ્ટૉક છે, પરંતુ તમને પાછળથી તેનો વધુ સ્ટૉક મળી રહેશે.
- તમે કોઈ પ્રોડક્ટ વેચવા ઇચ્છતા નથી, પરંતુ તમે તેને પાછળથી ફરી ઑફર કરી શકો છો.
- તમે ખાસ ઑનલાઇન અથવા ખાસ ઇન-સ્ટોર ઉપલબ્ધ હોય તેવી પ્રોડક્ટ્સ ઑફર કરવા માગો છો.
- તમે કોઈ ચોક્કસ સેલ્સ ચેનલનો ઉપયોગ કરીને પ્રોડક્ટ વેચવા ઇચ્છતા નથી.
કોઈ પ્રોડક્ટને માત્ર તેના સીધા URL વડે ઍક્સેસ કરવાલાયક રાખવા, પરંતુ બાકીની રીતે છુપાવવા માટે, પ્રોડક્ટનું સ્ટેટસ અનલિસ્ટેડ તરીકે સેટ કરો.
પ્રોડક્ટનું સ્ટેટસ બદલો
તમે પ્રોડક્ટની વિગતોના પેજ પરથી પ્રોડક્ટનું સ્ટેટસ બદલીને તેને સક્રિય, ડ્રાફ્ટ અથવા અનલિસ્ટેડ કરી શકો છો. જો કોઈ પ્રોડક્ટને આર્કાઇવ કરવામાં આવી હોય, તો તમે તેનું સ્ટેટસ બદલી શકો તે પહેલાં તમારે તેને અનઆર્કાઇવ કરવી પડશે. અનઆર્કાઇવ કરેલી પ્રોડક્ટને ડ્રાફ્ટ તરીકે સેટ કરવામાં આવે છે.
એક જ સમયે અનેક પ્રોડક્ટ્સનું સ્ટેટસ બદલવા માટે, બલ્કમાં ફેરફાર કરવા માટે પ્રોડક્ટ્સ પસંદ કરો. બલ્ક એડિટરમાં, સ્ટેટસના વિકલ્પોમાં આર્કાઇવ કરેલાનો સમાવેશ થાય છે.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જે પ્રોડક્ટને બદલવા માગતા હો તેના નામ પર ક્લિક કરો.
સ્ટેટસ વિભાગમાં, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી સક્રિય, ડ્રાફ્ટ અથવા અનલિસ્ટેડ પસંદ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
- Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો .
- તમે જે પ્રોડક્ટને બદલવા માગતા હો તેના નામ પર ટૅપ કરો.
- સ્ટેટસ વિભાગમાં, વર્તમાન સ્ટેટસ પર ટૅપ કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી સક્રિય, ડ્રાફ્ટ અથવા અનલિસ્ટેડ પર ટૅપ કરો.
- સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
તમારી સેલ્સ ચેનલમાં પ્રોડક્ટની ઉપલબ્ધતા સેટ કરો
તમે પ્રોડક્ટની વિગતોના પેજ પરથી તમારી સેલ્સ ચેનલમાં પ્રોડક્ટનો સમાવેશ કરી શકો છો અથવા તેને બાકાત રાખી શકો છો. એક જ સમયે અનેક પ્રોડક્ટ્સ માટે પ્રોડક્ટની ઉપલબ્ધતા સેટ કરવા માટે, બલ્ક ઍક્શનનો ઉપયોગ કરો. સમગ્ર પ્રોડક્ટને બદલે વ્યક્તિગત વેરિઅન્ટ માટે ઉપલબ્ધતાને નિયંત્રિત કરવા માટે, તમારી સેલ્સ ચેનલ અને કૅટેલૉગ માટે ચોક્કસ વેરિઅન્ટ પ્રકાશિત કરો અથવા અપ્રકાશિત કરો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
પ્રોડક્ટની વિગતો ખોલવા માટે તેના નામ પર ક્લિક કરો.
પ્રકાશન વિભાગમાં,
આઇકન પર ક્લિક કરો.
સંવાદમાં, તમે જેના માટે પ્રકાશનના સેટિંગ્સ બદલવા માગતા હો તે સેલ્સ ચેનલ પસંદ કરો અથવા નાપસંદ કરો.
થઈ ગયું પર ક્લિક કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
- Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો .
- પ્રોડક્ટની વિગતો ખોલવા માટે તેના નામ પર ટૅપ કરો. સેલ્સ ચેનલ વિભાગમાં સૂચિબદ્ધ સેલ્સ ચેનલમાં પ્રોડક્ટ શામેલ કરવામાં આવી છે.
- ફેરફાર કરો પર ટૅપ કરો.
- તમે જેના માટે પ્રકાશન સેટિંગ્સ બદલવા માગતા હો તે સેલ્સ ચેનલ પસંદ કરો અથવા નાપસંદ કરો.
- સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
Shopify દ્વારા સંચાલિત સ્ટેટસ
Shopifyની સેવાની શરતો અને સ્વીકાર્ય ઉપયોગ નીતિના આધારે, જો તમારો સ્ટોર બૌદ્ધિક સંપત્તિની નોટિસને આધીન હોય તો વૈકલ્પિક સ્ટેટસ પ્રદર્શિત થઈ શકે છે. નીચેનાં સ્ટેટસનું સંચાલન સીધું જ Shopify દ્વારા કરવામાં આવે છે:
- સસ્પેન્ડ કરેલા: પ્રોડક્ટ હવે વેચાણ માટે નથી અને પ્રોડક્ટની વિગતોમાં ફેરફાર કરી શકાશે નહીં.
- સસ્પેન્શન બાકી છે: જ્યાં સુધી આ સ્ટેટસ કાઢી નાખવામાં ન આવે અથવા સસ્પેન્ડ કરેલામાં બદલવામાં ન આવે, ત્યાં સુધી વર્તમાન પ્રોડક્ટ સ્ટેટસ (સક્રિય, ડ્રાફ્ટ અથવા આર્કાઇવ કરેલા) જાળવી રાખવામાં આવે છે.