Shopify Subscriptions ઍપ અને Shopify પ્રાઇસિંગ પ્લાન વચ્ચેના તફાવત સમજવા

“Shopify સબ્સ્ક્રિપ્શન” એ Shopify પ્લેટફોર્મની અંદર બે અલગ-અલગ ખ્યાલોનો સંદર્ભ આપી શકે છે. એ સ્પષ્ટ કરવું અગત્યનું છે કે તમે સબ્સ્ક્રિપ્શન-આધારિત પ્રોડક્ટના સંચાલન માટે તૈયાર કરેલી Shopify Subscriptions ઍપ વિશે અથવા તો તમને ઉપલબ્ધ વિવિધ સ્તરના Shopify એકાઉન્ટને લગતા Shopify પ્રાઇસિંગ પ્લાન વિશે ચર્ચા કરી રહ્યાં છો.

Shopify Subscriptions ઍપ

Shopify Subscriptions ઍપ તમને સીધા તમારા Shopify ઍડમિનમાંથી રિકરિંગ આધાર પર પ્રોડક્ટ વેચવાની મંજૂરી આપે છે. આ ઍપનો ઉપયોગ એવા વ્યવસાયો દ્વારા કરી શકાય છે જેઓ તેમના ગ્રાહકોને સબ્સ્ક્રિપ્શન સેવાઓ અથવા રિકરિંગ બિલિંગ વિકલ્પો ઑફર કરવા માંગે છે. Shopify Subscriptions ઍપની મુખ્ય સુવિધાઓમાં આ શામેલ છે:

  • સબ્સ્ક્રિપ્શન સંચાલન: તમને નિશ્ચિત અથવા કસ્ટમ બિલિંગ સમયાંતર સાથે સબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટ બનાવવા અને તેનું સંચાલન કરવાની મંજૂરી આપે છે.
  • ગ્રાહક પોર્ટલ: તમારા ગ્રાહકોને તેમના સબ્સ્ક્રિપ્શનનું સંચાલન કરવાની મંજૂરી આપે છે, જેમાં તેમના ઑર્ડર થોભાવવા, ફરી શરૂ કરવા અથવા રદ કરવા શામેલ છે.
  • ડિસ્કાઉન્ટ સંચાલન: સબ્સ્ક્રિપ્શન ઑર્ડર પર ડિસ્કાઉન્ટ લાગુ કરવાની ક્ષમતા આપે છે, જેમાં ટકાવારી અથવા નિશ્ચિત રકમના ડિસ્કાઉન્ટ શામેલ છે.
  • ઍનાલિટિક્સ અને રિપોર્ટિંગ: સબ્સ્ક્રિપ્શન પ્રદર્શન પર વિગતવાર ઍનાલિટિક્સ પ્રદાન કરે છે.

Shopify પ્રાઇસિંગ પ્લાન

Shopify પ્રાઇસિંગ પ્લાન એ Shopify દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા ઑફરિંગના વિવિધ સ્તરો છે, જે તમને ઉપલબ્ધ સુવિધાઓની શ્રેણી તેમજ Shopify પ્લેટફોર્મના ઉપયોગના ખર્ચને નિર્ધારિત કરે છે. મુખ્ય સુવિધાઓમાં શામેલ છે:

  • પ્લાન વિકલ્પો: Basic, Grow અને Advanced શામેલ છે, દરેક વ્યવસાયના વિવિધ કદ અને જરૂરિયાતોને અનુરૂપ અલગ-અલગ સુવિધાઓ પ્રદાન કરે છે.
  • માસિક અથવા વાર્ષિક કિંમત નિર્ધારણ: ચાર્જ પસંદ કરેલા પ્લાન પર આધારિત હોય છે અને રિકરિંગ માસિક અથવા વાર્ષિક ધોરણે બિલ લેવામાં આવે છે.
  • પ્લાન સ્કેલેબિલિટી: તમે તમારી વ્યવસાયિક જરૂરિયાતોના આધારે તમારો પ્લાન અપગ્રેડ અથવા ડાઉનગ્રેડ કરી શકો છો.
  • શામેલ સુવિધાઓ: પસંદ કરેલા પ્લાનના આધારે, સુવિધાઓમાં Shopify POS ઇન્ટિગ્રેશન અને વિગતવાર રિપોર્ટિંગ ક્ષમતાઓ શામેલ હોઈ શકે છે.

Shopify Subscriptions ઍપ અને Shopify પ્રાઇસિંગ પ્લાનની તુલના

Shopify Subscriptions ઍપ અને Shopify પ્રાઇસિંગ પ્લાનની તુલના
સુવિધાShopify Subscriptions ઍપShopify પ્રાઇસિંગ પ્લાન
હેતુરિકરિંગ પ્રોડક્ટ વેચાણનું સંચાલન કરે છે.Shopify સુવિધાઓ અને ટૂલ્સના ઍક્સેસનું સ્તર નિર્ધારિત કરે છે.
મુખ્ય ધ્યાનસબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટનું સંચાલન.પ્લેટફોર્મનો ઍક્સેસ અને ઉપયોગ.
વપરાશકર્તાનો સંપર્કગ્રાહક સબ્સ્ક્રિપ્શન સંચાલન પોર્ટલ.પ્લાનનાં સેટિંગ્સ પસંદ કરવાં અને તેમનું સંચાલન કરવું.
કિંમત નિર્ધારણસેટઅપના આધારે વધારાની ફી શામેલ હોઈ શકે છે.પસંદ કરેલા પ્લાનના આધારે માસિક અથવા વાર્ષિક નિશ્ચિત કિંમત.
લક્ષિત પ્રેક્ષકોસબ્સ્ક્રિપ્શન-આધારિત પ્રોડક્ટ ધરાવતા વેપારીઓ.Shopify પ્લેટફોર્મનો ઉપયોગ કરતા કોઈપણ વેપારી.