સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવો અને એડિટ કરો
તમે Shopify Subscriptions ઍપનો ઉપયોગ કરીને તમારી પ્રોડક્ટ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવી શકો છો. જ્યારે તમે સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવો છો, ત્યારે તમારા ગ્રાહકોને પ્લાન કેવી રીતે ઑફર કરવામાં આવે છે તેના માટે તમે નીચેની વિગતો સેટ કરી શકો છો:
- શીર્ષક અને આંતરિક વર્ણન
- સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં શામેલ પ્રોડક્ટ
- સબ્સ્ક્રિપ્શન પ્લાન માટે વૈકલ્પિક ડિસ્કાઉન્ટ
- ડિલિવરીની આવર્તન અને ડિલિવરી અંતરાલ, જેમ કે દર અઠવાડિયે, મહિને અથવા વર્ષમાં એક વાર
- સબ્સ્ક્રિપ્શન પ્લાન માટે ચોક્કસ બિલિંગનો દિવસ અથવા તારીખ
- દરેક ગ્રાહકનું સબ્સ્ક્રિપ્શન ઑટોમૅટિક રીતે સમાપ્ત થાય તે પહેલાં ઑર્ડરની મહત્તમ સંખ્યા
તમે Shopify Subscriptions ઍપમાંથી અથવા તમારા Shopify ઍડમિનમાં પ્રોડક્ટની વિગતોના પૃષ્ઠ પરથી સીધા જ સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવી અથવા મેનેજ કરી શકો છો.
આ પૃષ્ઠ પર
Shopify Subscriptions ઍપમાં સબ્સ્ક્રિપ્શન પ્લાનનું સંચાલન કરવું
તમે Shopify Subscriptions ઍપના પ્લાન પૃષ્ઠ પર નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન ઉમેરી શકો છો, સબ્સ્ક્રિપ્શન પ્લાન એડિટ કરી શકો છો અથવા સબ્સ્ક્રિપ્શન પ્લાન કાઢી નાખી શકો છો.
સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Subscriptions પર જાઓ.
પ્લાન પર ક્લિક કરો.
પ્લાન બનાવો પર ક્લિક કરો.
શીર્ષક ફીલ્ડમાં, તમારા સબ્સ્ક્રિપ્શન પ્લાન માટે કોઈ નામ દાખલ કરો. તમારા ઑનલાઇન સ્ટોરના પ્રોડક્ટ લિસ્ટિંગ પૃષ્ઠ પર ગ્રાહકોને શીર્ષક પ્રદર્શિત થાય છે.
આંતરિક વર્ણન ફીલ્ડમાં, ફક્ત તમારા સંદર્ભ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન વિશેની કોઈપણ વિગતો દાખલ કરો.
વૈકલ્પિક: ઉત્પાદનો વિભાગમાં, સબ્સ્ક્રિપ્શન પ્લાન લાગુ કરવા માટે પ્રોડક્ટ શોધો અથવા બ્રાઉઝ કરો.
ડિસ્કાઉન્ટ અને આવર્તન વિકલ્પો વિભાગમાં:
- વૈકલ્પિક: સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ડિસ્કાઉન્ટ ઑફર કરવા માટે:
- ડિસ્કાઉન્ટનો પ્રકાર ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી ટકાવારીની છૂટ, રકમની છૂટ અથવા નિશ્ચિત કિંમત પસંદ કરો.
- તમારા પસંદ કરેલા ડિસ્કાઉન્ટના પ્રકાર માટે લાગુ પડતા ફીલ્ડમાં ડિસ્કાઉન્ટની રકમ દાખલ કરો.
- ડિલિવરીની આવર્તન ફીલ્ડમાં, એક નંબર દાખલ કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી સાપ્તાહિક, માસિક અથવા વાર્ષિક ડિલિવરી અંતરાલ પસંદ કરો.
- વૈકલ્પિક: સાપ્તાહિક પ્લાન માટે દર અઠવાડિયે સમાન દિવસે, માસિક પ્લાન માટે દર મહિને સમાન તારીખે અથવા વાર્ષિક પ્લાન માટે ચોક્કસ મહિનાની સમાન તારીખે હંમેશા તમારા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવા માટે, ચોક્કસ બિલિંગનો દિવસ સેટ કરો પસંદ કરો અને પછી લાગુ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમારી પસંદગીઓ કરો.
- વૈકલ્પિક: ચોક્કસ સંખ્યાના ઑર્ડર પછી દરેક ગ્રાહકનું સબ્સ્ક્રિપ્શન સમાપ્ત કરવા માટે, નિશ્ચિત સંખ્યાના ઑર્ડર પછી સમાપ્ત કરો પસંદ કરો અને પછી સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થાય તે પહેલાંના ઑર્ડરની કુલ સંખ્યા 2 થી 1,000 ની વચ્ચે દાખલ કરો. પ્રથમ ઑર્ડરની આ કુલ સંખ્યામાં ગણતરી કરવામાં આવે છે, જ્યારે સ્કિપ કરેલા ઑર્ડર ગણાતા નથી. અંતિમ ઑર્ડર પછી, સબ્સ્ક્રિપ્શનનું સ્ટેટસ બદલાઈને સમાપ્ત થયેલ થાય છે અને ગ્રાહકને એક ઇમેઇલ મળે છે. સબ્સ્ક્રિપ્શન પ્લાન નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ રહે છે.
- વૈકલ્પિક: ગ્રાહકો માટે વધુ ડિલિવરીની આવર્તન, બિલિંગ દિવસ, ઑર્ડરની સંખ્યા અને ડિસ્કાઉન્ટના વિકલ્પો ઉમેરવા માટે,
વિકલ્પ પર ક્લિક કરો અને પછી સંબંધિત વિગતો પૂર્ણ કરો.
- વૈકલ્પિક: સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ડિસ્કાઉન્ટ ઑફર કરવા માટે:
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
ઍપ > Subscriptions પર ટૅપ કરો.
Subscriptions ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી પ્લાન પર ટૅપ કરો.
આઇકન પર ટૅપ કરો.
શીર્ષક ફીલ્ડમાં, તમારા સબ્સ્ક્રિપ્શન પ્લાન માટે કોઈ નામ દાખલ કરો. તમારા ઑનલાઇન સ્ટોરના પ્રોડક્ટ લિસ્ટિંગ પૃષ્ઠ પર ગ્રાહકોને શીર્ષક પ્રદર્શિત થાય છે.
આંતરિક વર્ણન ફીલ્ડમાં, ફક્ત તમારા સંદર્ભ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન વિશેની કોઈપણ વિગતો દાખલ કરો.
વૈકલ્પિક: ઉત્પાદનો વિભાગમાં, સબ્સ્ક્રિપ્શન પ્લાન લાગુ કરવા માટે પ્રોડક્ટ શોધો અથવા બ્રાઉઝ કરો.
ડિસ્કાઉન્ટ અને આવર્તન વિકલ્પો વિભાગમાં:
- વૈકલ્પિક: સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ડિસ્કાઉન્ટ ઑફર કરવા માટે:
- ડિસ્કાઉન્ટનો પ્રકાર ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી ટકાવારીની છૂટ, રકમની છૂટ અથવા નિશ્ચિત કિંમત પસંદ કરો.
- તમારા પસંદ કરેલા ડિસ્કાઉન્ટના પ્રકાર માટે લાગુ પડતા ફીલ્ડમાં ડિસ્કાઉન્ટની રકમ દાખલ કરો.
- ડિલિવરીની આવર્તન ફીલ્ડમાં એક નંબર દાખલ કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી અઠવાડિયાં, મહિનાઓ અથવા વર્ષો પસંદ કરો.
- વૈકલ્પિક: સાપ્તાહિક પ્લાન માટે દર અઠવાડિયે સમાન દિવસે, માસિક પ્લાન માટે દર મહિને સમાન તારીખે અથવા વાર્ષિક પ્લાન માટે ચોક્કસ મહિનાની સમાન તારીખે હંમેશા તમારા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવા માટે, ચોક્કસ બિલિંગનો દિવસ સેટ કરો પસંદ કરો અને પછી લાગુ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમારી પસંદગીઓ કરો.
- વૈકલ્પિક: ચોક્કસ સંખ્યાના ઑર્ડર પછી દરેક ગ્રાહકનું સબ્સ્ક્રિપ્શન સમાપ્ત કરવા માટે, નિશ્ચિત સંખ્યાના ઑર્ડર પછી સમાપ્ત કરો પસંદ કરો અને પછી સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થાય તે પહેલાંના ઑર્ડરની કુલ સંખ્યા 2 થી 1,000 ની વચ્ચે દાખલ કરો. પ્રથમ ઑર્ડરની આ કુલ સંખ્યામાં ગણતરી કરવામાં આવે છે, જ્યારે સ્કિપ કરેલા ઑર્ડર ગણાતા નથી. અંતિમ ઑર્ડર પછી, સબ્સ્ક્રિપ્શનનું સ્ટેટસ બદલાઈને સમાપ્ત થયેલ થાય છે અને ગ્રાહકને એક ઇમેઇલ મળે છે. સબ્સ્ક્રિપ્શન પ્લાન નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ રહે છે.
- વૈકલ્પિક: ગ્રાહકો માટે વધુ ડિલિવરીની આવર્તન, બિલિંગ દિવસ, ઑર્ડરની સંખ્યા અને ડિસ્કાઉન્ટના વિકલ્પો ઉમેરવા માટે,
વિકલ્પ પર ટૅપ કરો અને પછી સંબંધિત વિગતો પૂર્ણ કરો.
- વૈકલ્પિક: સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ડિસ્કાઉન્ટ ઑફર કરવા માટે:
સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
સબ્સ્ક્રિપ્શન પ્લાન એડિટ કરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Subscriptions પર જાઓ.
પ્લાન પર ક્લિક કરો.
તમે જે પ્લાનમાં ફેરફાર કરવા માગતા હો, તેના પર ક્લિક કરો.
સબ્સ્ક્રિપ્શન પ્લાનની વિગતો એડિટ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
ઍપ > Subscriptions પર ટૅપ કરો.
Subscriptions ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી પ્લાન પર ટૅપ કરો.
તમે એડિટ કરવા માંગતા હો તે પ્લાન પર ટૅપ કરો.
સબ્સ્ક્રિપ્શન પ્લાનની વિગતો એડિટ કરો.
સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
સબ્સ્ક્રિપ્શન પ્લાન કાઢી નાખો
તમે Subscriptions ઍપમાંથી સબ્સ્ક્રિપ્શન પ્લાન કાઢી નાખી શકો છો. કાઢી નાખેલા પ્લાન પુનઃપ્રાપ્ત કરી શકાતા નથી.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Subscriptions પર જાઓ.
પ્લાન પર ક્લિક કરો.
તમે જે સબ્સ્ક્રિપ્શન પ્લાન કાઢી નાખવા માંગો છો તેને પસંદ કરો.
પ્લાન ડિલીટ કરો પર ક્લિક કરો.
સંવાદમાં, પ્લાન ડિલીટ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
ઍપ > Subscriptions પર ટૅપ કરો.
Subscriptions ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી પ્લાન પર ટૅપ કરો.
તમે જે સબ્સ્ક્રિપ્શન પ્લાન ડિલીટ કરવા માગતા હો તેના પર ટૅપ કરો.
તમારી પસંદગીની પુષ્ટિ કરવા માટે ડિલીટ કરો > પ્લાન ડિલીટ કરો પર ટૅપ કરો.
ઉત્પાદન પૃષ્ઠ પરથી સબ્સ્ક્રિપ્શન પ્લાનનું સંચાલન કરવું
તમે તમારા Shopify ઍડમિનમાં ખરીદીના વિકલ્પો વિભાગમાં પ્રોડક્ટની વિગતોના પૃષ્ઠ પરથી પ્રોડક્ટ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવી અને મેનેજ કરી શકો છો.
જો તમે પ્રોડક્ટની વિગતોના પેજ પરથી સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવો છો, તો તમે તેને માત્ર તે જ પ્રોડક્ટ પર લાગુ કરી શકો છો. પ્લાન બન્યા પછી, તમે તેને Shopify Subscriptions ઍપમાંથી અથવા અન્ય પ્રોડક્ટના પ્રોડક્ટની વિગતોના પેજ પરથી અન્ય પ્રોડક્ટ્સ પર લાગુ કરી શકો છો.
પ્રોડક્ટમાં હાલનો સબ્સ્ક્રિપ્શન પ્લાન ઉમેરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જેમાં સબ્સ્ક્રિપ્શન પ્લાન ઉમેરવા માગતા હો તે પ્રોડક્ટ પર ક્લિક કરો.
ખરીદીના વિકલ્પો વિભાગમાં,
ખરીદીનો વિકલ્પ પર ક્લિક કરો.
ડ્રોપ-ડાઉન મેનૂના હાલનું પસંદ કરો વિભાગમાં, તમે પ્રોડક્ટ પર લાગુ કરવા માંગતા હો તે સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ક્લિક કરો.
મોબાઇલ
- Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો .
- તમે જેમાં સબ્સ્ક્રિપ્શન પ્લાન ઉમેરવા માગતા હો તે પ્રોડક્ટ પર ટૅપ કરો.
- ખરીદીના વિકલ્પો પર ટૅપ કરો અને પછી
આઇકન પર ટૅપ કરો.
- ડ્રોપ-ડાઉન મેનૂના હાલનું પસંદ કરો વિભાગમાં, તમે પ્રોડક્ટ પર લાગુ કરવા માંગતા હો તે સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ટૅપ કરો.
પ્રોડક્ટ માટે નવો સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જે પ્રોડક્ટ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવવા માગતા હો તેના પર ક્લિક કરો.
ખરીદીના વિકલ્પો વિભાગમાં,
ખરીદીનો વિકલ્પ પર ક્લિક કરો.
ડ્રોપ-ડાઉન મેનૂમાં, નીચેનામાંથી કોઈ એક કરો:
- જો Shopify Subscriptions તમારી એકમાત્ર ખરીદીના વિકલ્પોની ઍપ હોય, તો
નવો બનાવો પર ક્લિક કરો.
- જો તમારી પાસે એક કરતા વધુ ખરીદીના વિકલ્પોની ઍપ હોય, તો નવો બનાવો વિભાગમાં Shopify Subscriptions પર ક્લિક કરો.
- જો Shopify Subscriptions તમારી એકમાત્ર ખરીદીના વિકલ્પોની ઍપ હોય, તો
Subscriptions સંવાદમાં, શીર્ષક ફીલ્ડમાં, તમારા સબ્સ્ક્રિપ્શન પ્લાન માટે નામ દાખલ કરો. તમારા ઑનલાઇન સ્ટોરના પ્રોડક્ટ લિસ્ટિંગ પેજ પર ગ્રાહકોને શીર્ષક દેખાય છે.
આંતરિક વર્ણન ફીલ્ડમાં, ફક્ત તમારા સંદર્ભ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન વિશેની કોઈપણ વિગતો દાખલ કરો.
વૈકલ્પિક: ડિસ્કાઉન્ટ આપવા માટે, ડિસ્કાઉન્ટ અને ડિલિવરી ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો, ટકાવારી મુજબ છૂટ, રકમ મુજબ છૂટ અથવા નિશ્ચિત કિંમતમાંથી કોઈ એક પસંદ કરો અને ત્યારબાદ સંબંધિત ફીલ્ડમાં ડિસ્કાઉન્ટની રકમ દાખલ કરો.
ડિલિવરીની આવર્તન ફીલ્ડમાં, એક નંબર દાખલ કરો અને ત્યારબાદ ડિલિવરીનો અંતરાલ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી અઠવાડિયાં, મહિનાઓ અથવા વર્ષો પસંદ કરો.
વૈકલ્પિક: સાપ્તાહિક પ્લાન માટે દર અઠવાડિયે સમાન દિવસે, માસિક પ્લાન માટે દર મહિને સમાન તારીખે અથવા વાર્ષિક પ્લાન માટે ચોક્કસ મહિનાની સમાન તારીખે હંમેશા તમારા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવા માટે, ચોક્કસ બિલિંગનો દિવસ સેટ કરો પસંદ કરો અને પછી લાગુ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમારી પસંદગીઓ કરો.
વૈકલ્પિક: ચોક્કસ સંખ્યાના ઑર્ડર પછી દરેક ગ્રાહકનું સબ્સ્ક્રિપ્શન સમાપ્ત કરવા માટે, નિશ્ચિત સંખ્યાના ઑર્ડર પછી સમાપ્ત કરો પસંદ કરો અને પછી સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થાય તે પહેલાંના ઑર્ડરની કુલ સંખ્યા 2 થી 1,000 ની વચ્ચે દાખલ કરો. પ્રથમ ઑર્ડરની આ કુલ સંખ્યામાં ગણતરી કરવામાં આવે છે, જ્યારે સ્કિપ કરેલા ઑર્ડર ગણાતા નથી. અંતિમ ઑર્ડર પછી, સબ્સ્ક્રિપ્શનનું સ્ટેટસ બદલાઈને સમાપ્ત થયેલ થાય છે અને ગ્રાહકને એક ઇમેઇલ મળે છે. સબ્સ્ક્રિપ્શન પ્લાન નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ રહે છે.
વૈકલ્પિક: ગ્રાહકો માટે વધુ ડિલિવરીની આવર્તન, બિલિંગ દિવસ, ઑર્ડરની સંખ્યા અને ડિસ્કાઉન્ટના વિકલ્પો ઉમેરવા માટે,
વિકલ્પ પર ક્લિક કરો અને પછી સંબંધિત વિગતો પૂર્ણ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
- Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો .
- તમે જે પ્રોડક્ટ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવવા માગતા હો તેના પર ટૅપ કરો.
- ખરીદીના વિકલ્પો પર ટૅપ કરો અને પછી
આઇકન પર ટૅપ કરો.
- નીચેનામાંથી કોઈ એક કરો:
- જો Shopify Subscriptions તમારી એકમાત્ર ખરીદીના વિકલ્પોની ઍપ હોય, તો
નવું બનાવો પર ટૅપ કરો.
- જો તમારી પાસે એક કરતા વધુ ખરીદીના વિકલ્પોની ઍપ હોય, તો નવો બનાવો વિભાગમાં Shopify Subscriptions પર ટૅપ કરો.
- જો Shopify Subscriptions તમારી એકમાત્ર ખરીદીના વિકલ્પોની ઍપ હોય, તો
- શીર્ષક ફીલ્ડમાં, તમારા સબ્સ્ક્રિપ્શન પ્લાન માટે કોઈ નામ દાખલ કરો. તમારા ઑનલાઇન સ્ટોરના પ્રોડક્ટ લિસ્ટિંગ પૃષ્ઠ પર ગ્રાહકોને શીર્ષક પ્રદર્શિત થાય છે.
- આંતરિક વર્ણન ફીલ્ડમાં, ફક્ત તમારા સંદર્ભ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન વિશેની કોઈપણ વિગતો દાખલ કરો.
- વૈકલ્પિક: ડિસ્કાઉન્ટ ઑફર કરવા માટે, ડિસ્કાઉન્ટ અને ડિલિવરી ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો, ટકાવારીની છૂટ, રકમની છૂટ અથવા નિશ્ચિત કિંમત પસંદ કરો અને પછી લાગુ પડતા ફીલ્ડમાં ડિસ્કાઉન્ટની રકમ દાખલ કરો.
- ડિલિવરીની આવર્તન ફીલ્ડમાં, એક નંબર દાખલ કરો અને ત્યારબાદ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી સાપ્તાહિક, માસિક અથવા વાર્ષિક ડિલિવરીનો અંતરાલ પસંદ કરો.
- વૈકલ્પિક: સાપ્તાહિક પ્લાન માટે દર અઠવાડિયે સમાન દિવસે, માસિક પ્લાન માટે દર મહિને સમાન તારીખે અથવા વાર્ષિક પ્લાન માટે ચોક્કસ મહિનાની સમાન તારીખે હંમેશા તમારા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવા માટે, ચોક્કસ બિલિંગનો દિવસ સેટ કરો પસંદ કરો અને પછી લાગુ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમારી પસંદગીઓ કરો.
- વૈકલ્પિક: ચોક્કસ સંખ્યાના ઑર્ડર પછી દરેક ગ્રાહકનું સબ્સ્ક્રિપ્શન સમાપ્ત કરવા માટે, નિશ્ચિત સંખ્યાના ઑર્ડર પછી સમાપ્ત કરો પસંદ કરો અને પછી સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થાય તે પહેલાંના ઑર્ડરની કુલ સંખ્યા 2 થી 1,000 ની વચ્ચે દાખલ કરો. પ્રથમ ઑર્ડરની આ કુલ સંખ્યામાં ગણતરી કરવામાં આવે છે, જ્યારે સ્કિપ કરેલા ઑર્ડર ગણાતા નથી. અંતિમ ઑર્ડર પછી, સબ્સ્ક્રિપ્શનનું સ્ટેટસ બદલાઈને સમાપ્ત થયેલ થાય છે અને ગ્રાહકને એક ઇમેઇલ મળે છે. સબ્સ્ક્રિપ્શન પ્લાન નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ રહે છે.
- વૈકલ્પિક: ગ્રાહકો માટે વધુ ડિલિવરીની આવર્તન, બિલિંગ દિવસ, ઑર્ડરની સંખ્યા અને ડિસ્કાઉન્ટના વિકલ્પો ઉમેરવા માટે,
વિકલ્પ પર ટૅપ કરો અને પછી સંબંધિત વિગતો પૂર્ણ કરો.
- સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
પ્રોડક્ટના સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં ફેરફાર કરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જે પ્રોડક્ટના સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં ફેરફાર કરવા માગતા હો, તેના પર ક્લિક કરો.
ખરીદીના વિકલ્પો વિભાગમાં, તમે જે સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં ફેરફાર કરવા માગતા હો તેના માટેના
આઇકન પર ક્લિક કરો.
સબ્સ્ક્રિપ્શન પ્લાનની વિગતો એડિટ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
- Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો .
- તમે જેનો સબ્સ્ક્રિપ્શન પ્લાન એડિટ કરવા માગતા હો તે પ્રોડક્ટ પર ટૅપ કરો.
- પ્રોડક્ટની વિગતોના પૃષ્ઠના ખરીદીના વિકલ્પો વિભાગમાં, તમે જે સબ્સ્ક્રિપ્શન પ્લાન એડિટ કરવા માગતા હો તેની બાજુમાં રહેલા પેન્સિલ આઇકન પર ટૅપ કરો.
- સબ્સ્ક્રિપ્શન પ્લાનની વિગતો એડિટ કરો.
- સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
પ્રોડક્ટમાંથી સબ્સ્ક્રિપ્શન પ્લાન હટાવો
તમે તમારા Shopify ઍડમિનમાં પ્રોડક્ટની વિગતોના પેજના ખરીદીના વિકલ્પો વિભાગમાંથી હાલના સબ્સ્ક્રિપ્શન પ્લાનમાંથી પ્રોડક્ટ હટાવી શકો છો. આ પ્રોડક્ટ માટેના કોઈપણ હાલના સબ્સ્ક્રિપ્શન્સ રદ કરતું નથી. જો તમે સબ્સ્ક્રિપ્શન પ્લાન ડિલીટ કરવા માગતા હો, તો તમે તેને Shopify Subscriptions ઍપમાંથી ડિલીટ કરી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જે પ્રોડક્ટમાંથી સબ્સ્ક્રિપ્શન પ્લાન હટાવવા માગતા હો તેના પર ક્લિક કરો.
ખરીદીના વિકલ્પો વિભાગમાં, તમે પ્રોડક્ટમાંથી જે સબ્સ્ક્રિપ્શન પ્લાન હટાવવા માગતા હો તેના માટેના
આઇકન પર ક્લિક કરો.
ખરીદીનો વિકલ્પ હટાવો સંવાદમાં, કન્ફર્મ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
- Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો .
- તમે જેનો સબ્સ્ક્રિપ્શન પ્લાન એડિટ કરવા માગતા હો તે પ્રોડક્ટ પર ટૅપ કરો.
- પ્રોડક્ટની વિગતોના પૃષ્ઠના ખરીદીના વિકલ્પો વિભાગમાં, તમે જે સબ્સ્ક્રિપ્શન પ્લાન હટાવવા માગતા હો તેની બાજુમાં રહેલા X આઇકન પર ટૅપ કરો.
- પુષ્ટિ કરો પર ટૅપ કરો.