વેરિઅન્ટ્સ ઉમેરવા વિશે

તમે માપ અથવા રંગ જેવા એક કરતાં વધુ વિકલ્પ ધરાવતી પ્રોડક્ટમાં વેરિઅન્ટ્સ ઉમેરી શકો છો. પ્રોડક્ટ માટેના વિકલ્પ મૂલ્યોનું દરેક સંયોજન તે પ્રોડક્ટનું વેરિઅન્ટ હોઈ શકે છે.

જ્યારે તમે પ્રોડક્ટ ઉમેરો છો, ત્યારે તમે પ્રોડક્ટ વિગતોના પેજ પરથી પ્રોડક્ટ માટે કિંમત, ઇન્વેન્ટરી અને શિપિંગ સેટિંગ્સ એડજસ્ટ કરી શકો છો. જોકે, જ્યારે તમે પ્રોડક્ટમાં વેરિઅન્ટ ઉમેરો છો, ત્યારે તમારે વેરિઅન્ટની વિગતોના પેજ પરથી દરેક વેરિઅન્ટ માટે તે સેટિંગ્સ એડજસ્ટ કરવાની જરૂર હોય છે.

વેરિઅન્ટ્સ ઉમેરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો

તમારી પ્રોડક્ટમાં વેરિઅન્ટ્સ ઉમેરતા પહેલા, ધ્યાનમાં રાખવા જેવી નીચેની બાબતોની સમીક્ષા કરો:

  • તમે પ્રોડક્ટ માટે 2,048 સુધીના વેરિઅન્ટ બનાવી શકો છો.
  • દરેક પ્રોડક્ટમાં 3 જેટલા વિકલ્પો હોઈ શકે છે. વિકલ્પો પ્રોડક્ટ અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક પ્રોડક્ટ માપ, રંગ અને સ્ટાઇલનો ઉપયોગ કરી શકે છે અને બીજી પ્રોડક્ટ વજન, ફિનિશિંગ અને મટિરિયલનો ઉપયોગ કરી શકે છે.
  • વેરિઅન્ટ વિકલ્પો બનાવવા માટે તમે કૅટેગરી મેટાફીલ્ડ્સ નો ઉપયોગ કરી શકો છો. ડેટાનો ફરીથી ઉપયોગ કરી શકાય છે, જેથી તમારી પાસે વધુ સુસંગત સામગ્રી હોય. ઉદાહરણ તરીકે, જો તમારે તમારા રંગનું નામ black થી બદલીને graphite કરવું હોય, તો તમે એક વખત ફેરફાર કરી શકો છો અને જ્યાં તમે તે કૅટેગરી મેટાફીલ્ડ એન્ટ્રી કનેક્ટ કરી હોય ત્યાં બધે તે અપડેટ થઈ જશે. જ્યારે તમે વેરિઅન્ટ વિકલ્પો તરીકે રંગની એન્ટ્રીઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે તમારા સ્ટોરફ્રન્ટની પ્રોડક્ટ પેજ પર રંગના વિકલ્પો માટે સ્વોચ તરીકે વેરિઅન્ટ વિકલ્પો બતાવી શકો છો.
  • જો તમે તમારા વેરિઅન્ટ માટે વિશેષ માહિતી સાચવવા માંગતા હો, તો તમે મેટાફીલ્ડ્સ નો ઉપયોગ કરીને તમારા વેરિઅન્ટ વિગતોના પેજમાં કસ્ટમ ફીલ્ડ ઉમેરી શકો છો. જો તમે સુસંગત થીમ નો ઉપયોગ કરો છો, તો તમે થીમ એડિટર દ્વારા તમારા પ્રોડક્ટ વેરિઅન્ટ મેટાફીલ્ડ્સમાં સંદર્ભો ઉમેરી શકો છો.
  • જો તમારા સ્ટોરમાં 5,00,000 કે તેથી વધુ વેરિઅન્ટ છે, તો તમે ઍપ અથવા CSV ફાઇલ આયાતનો ઉપયોગ કરીને વેરિઅન્ટ અપલોડ કરવા માટેની દૈનિક રેટ લિમિટને આધીન છો. લિમિટ પૂરી થાય તે પહેલાં તમે એક દિવસમાં 10,000 જેટલા નવા વેરિઅન્ટ ઉમેરી શકો છો. જો તમે Shopify Plus પ્લાન પર છો, તો વેરિઅન્ટ અપલોડ કરવા માટેની દૈનિક રેટ લિમિટ તમારા સ્ટોરને લાગુ પડતી નથી.
  • તમે તમારી વિવિધ સેલ્સ ચેનલ અને પ્રોડક્ટ કૅટેલોગમાં કયા પ્રોડક્ટ વેરિઅન્ટને પ્રકાશિત અથવા અપ્રકાશિત કરવા માંગો છો તે પસંદ કરી શકો છો. વધુ માહિતી માટે, વેરિઅન્ટના પ્રકાશનનું સંચાલન કરવું નો સંદર્ભ લો.

100 થી વધુ વેરિઅન્ટ ઉમેરવા માટેની વિચારણાઓ

100 થી વધુ વેરિઅન્ટ ઉમેરવા માટે નીચેની વિચારણાઓનો રિવ્યૂ કરો:

  • તમારી પાસે દરેક પ્રોડક્ટ દીઠ 250 જેટલી મીડિયા આઇટમ, જેમ કે ઇમેજ હોઈ શકે છે. દરેક વેરિઅન્ટ પર એક મીડિયા આઇટમ લાગુ કરી શકાય છે, જે પ્રોડક્ટના મીડિયા લિસ્ટમાંથી હોવી આવશ્યક છે. પ્રોડક્ટ મીડિયા ઉમેરવા વિશે વધુ જાણો.
  • જો તમે ઇચ્છતા હો કે માત્ર મુખ્ય પ્રોડક્ટ લિસ્ટિંગ બતાવવાના બદલે કલેક્શન અને શોધ પરિણામની પ્રોડક્ટ ગ્રિડમાં ચોક્કસ પ્રોડક્ટ વેરિઅન્ટ બતાવવામાં આવે, તો કમ્બાઇન્ડ લિસ્ટિંગ્સ નો ઉપયોગ કરવાનું વિચારો.
  • કેટલીક થર્ડ-પાર્ટી થીમ 100 થી વધુ વેરિઅન્ટને સપોર્ટ ન કરે એવું બની શકે છે. વધુ વેરિઅન્ટની સંખ્યાને સપોર્ટ કરવા માટે થીમને કેવી રીતે અપડેટ કરવી તે વિશે વધુ જાણો.
  • કેટલાક થીમ ઍપ એક્સ્ટેન્શન, સાર્વજનિક ઍપ અને સેલ્સ ચેનલ 100 થી વધુ વેરિઅન્ટને સપોર્ટ ન કરે એવું બની શકે છે. વધુ માહિતી માટે સીધા ઍપ ડેવલપરનો સંપર્ક કરો.
  • Stocky ઍપ અને લેગસી Order Printer ઍપ 100 થી વધુ વેરિઅન્ટને સપોર્ટ કરતી નથી.
  • કેટલીક કસ્ટમ ઍપ 100 થી વધુ વેરિઅન્ટને સપોર્ટ ન કરે એવું બની શકે છે. જો કોઈ કસ્ટમ ઍપ REST Admin API નો ઉપયોગ કરતી હોય, તો તેમણે GraphQL Admin API પર માઇગ્રેટ કરવું આવશ્યક છે.

પ્રોડક્ટમાં વેરિઅન્ટ ઉમેરો

તમે તમારી પ્રોડક્ટ માટે નવા વેરિઅન્ટ જનરેટ કરવા વિકલ્પો અને વિકલ્પના મૂલ્યો ઉમેરી શકો છો. તમે વેરિઅન્ટ સેવ કરી લો તે પછી, તમે તેમાં કિંમતો ઉમેરી શકો છો.

ડેસ્કટૉપ

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, પ્રોડક્ટ પર જાઓ.

  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  3. વેરિઅન્ટ વિભાગમાં, + માપ અથવા રંગ જેવા વિકલ્પો ઉમેરો પર ક્લિક કરો.

  4. વિકલ્પનું નામ ફીલ્ડમાં, વિકલ્પ માટે કોઈ નામ દાખલ કરો, જેમ કે Size. તમારા ગ્રાહકોને વિકલ્પનું નામ બતાવવામાં આવે છે.

  5. વિકલ્પના મૂલ્યો વિભાગમાં, દરેક વિકલ્પનું મૂલ્ય દાખલ કરો, જેમ કે Small, Medium, અથવા Large. જ્યારે તમારા ગ્રાહકો કોઈ વેરિઅન્ટ પસંદ કરે છે ત્યારે તેમને વિકલ્પના મૂલ્યો બતાવવામાં આવે છે.

  6. વૈકલ્પિક: તમારા વેરિઅન્ટમાં અન્ય વિકલ્પ ઉમેરવા માટે, જેમ કે Color અથવા Material, + અન્ય વિકલ્પ ઉમેરો પર ક્લિક કરો. તમે દરેક પ્રોડક્ટ માટે 3 જેટલા વિકલ્પો રાખી શકો છો.

  7. થઈ ગયું પર ક્લિક કરો અને પછી સેવ કરો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, પ્રોડક્ટ આઇકન પર ટૅપ કરો .
  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.
  3. વેરિઅન્ટ વિભાગમાં, + રંગ, માપ વગેરે જેવા વિકલ્પો ઉમેરો પર ટૅપ કરો.
  4. વિકલ્પ ફીલ્ડમાં, વિકલ્પ માટે કોઈ નામ દાખલ કરો, જેમ કે Size. તમારા ગ્રાહકોને વિકલ્પનું નામ બતાવવામાં આવે છે.
  5. મૂલ્યો વિભાગમાં, દરેક વિકલ્પનું મૂલ્ય દાખલ કરો, જેમ કે Small, Medium, અથવા Large. જ્યારે તમારા ગ્રાહકો કોઈ વેરિઅન્ટ પસંદ કરે છે ત્યારે તેમને વિકલ્પના મૂલ્યો બતાવવામાં આવે છે.
  6. વૈકલ્પિક: તમારા વેરિઅન્ટમાં અન્ય વિકલ્પ ઉમેરવા માટે, જેમ કે Color અથવા Material, + અન્ય વિકલ્પ ઉમેરો પર ટૅપ કરો. તમે દરેક પ્રોડક્ટ માટે 3 જેટલા વિકલ્પો રાખી શકો છો.
  7. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.

કૅટેગરી મેટાફીલ્ડ્સ સાથે વેરિઅન્ટ ઉમેરો

તમે કોઈ વેરિઅન્ટ વિકલ્પને કૅટેગરી મેટાફીલ્ડ સાથે કનેક્ટ કરીને વેરિઅન્ટ ઉમેરી શકો છો. જ્યારે વેરિઅન્ટ વિકલ્પો મેટાફીલ્ડ્સ સાથે કનેક્ટ હોય, ત્યારે તે આખા સ્ટોરમાં ડેટાનો ફરીથી ઉપયોગ કરી શકાય તેવો બનાવે છે અને કન્ટેન્ટ એડિટ કરવાનું વધુ સરળ બની જાય છે. ઉદાહરણ તરીકે, જો તમારે તમારા રંગનું નામ black થી બદલીને graphite કરવું હોય, તો તમે તમારા ઍડમિનમાં કન્ટેન્ટ > મેટાઑબ્જેક્ટ્સ પેજ પરથી એન્ટ્રી એડિટ કરી શકો છો અને જ્યાં પણ રંગ કનેક્ટ કરેલો હશે ત્યાં બધે જ ફેરફાર અપડેટ થઈ જશે.

જ્યારે તમે વેરિઅન્ટ ઉમેરતા હોવ, ત્યારે કૅટેગરી મેટાફીલ્ડ્સનું લિસ્ટ બતાવવામાં આવે છે, જેની સાથે તમે કનેક્ટ કરી શકો છો અથવા કસ્ટમ વિકલ્પ બનાવી શકો છો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, પ્રોડક્ટ પર જાઓ.

  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  3. વેરિઅન્ટ વિભાગમાં, + માપ અથવા રંગ જેવા વિકલ્પો ઉમેરો પર ક્લિક કરો.

  4. જો કૅટેગરી મેટાફીલ્ડ કનેક્ટ કરવા માટે ઉપલબ્ધ હોય, તો તેને પસંદ કરો. વિકલ્પના મૂલ્યોમાં તમે કૅટેગરી મેટાફીલ્ડમાં ઉમેરેલી કોઈપણ એન્ટ્રી ઑટોમૅટિક રીતે ભરાઈ જાય છે. તમે વધુ વિકલ્પના મૂલ્યો પસંદ કરી શકો છો અથવા નવા બનાવી શકો છો.

  5. વૈકલ્પિક: જો તમે કસ્ટમ વિકલ્પના મૂલ્યો ઉમેરવા માંગતા હો, તો એડિટ કરો પર ક્લિક કરો અને પછી નવી એન્ટ્રી ઉમેરો પર ક્લિક કરો. એન્ટ્રી ફીલ્ડ્સ ભરો અને પછી સેવ કરો પર ક્લિક કરો.

  6. પ્રોડક્ટ સેવ કરવા માટે સેવ કરો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, પ્રોડક્ટ આઇકન પર ટૅપ કરો .
  2. પ્રોડક્ટ પર ટૅપ કરો.
  3. જો તમારી પાસે કોઈ વેરિઅન્ટ વિકલ્પો ન હોય, તો વેરિઅન્ટ વિભાગમાં, + માપ અથવા રંગ જેવા વિકલ્પો ઉમેરો પર ટૅપ કરો. જો તમારી પાસે વેરિઅન્ટ વિકલ્પો હોય, તો વિકલ્પો વિભાગમાં એડિટ કરો પર ટૅપ કરો અને પછી વિકલ્પ ઉમેરો પર ટૅપ કરો.
  4. જો કૅટેગરી મેટાફીલ્ડ કનેક્ટ કરવા માટે ઉપલબ્ધ હોય, તો તેને પસંદ કરવા માટે ટૅપ કરો. વિકલ્પના મૂલ્યોમાં તમે કૅટેગરી મેટાફીલ્ડમાં ઉમેરેલી કોઈપણ એન્ટ્રી ઑટોમૅટિક રીતે ભરાઈ જાય છે. તમે મૂલ્ય ઉમેરો પર ટૅપ કરીને અને પછી તમે જે મૂલ્યો ઉમેરવા માંગો છો તેના પર ટૅપ કરીને વધુ વિકલ્પના મૂલ્યો પસંદ કરી શકો છો અથવા નવા બનાવી શકો છો.
  5. વૈકલ્પિક: જો તમે કસ્ટમ વિકલ્પના મૂલ્યો ઉમેરવા માંગતા હો, તો મૂલ્ય ઉમેરો ફીલ્ડમાં વિકલ્પ ટાઇપ કરો. + {option name} ઉમેરો પર ટૅપ કરો, એન્ટ્રી ફીલ્ડ્સ ભરો અને પછી સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
  6. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.

કૅટેગરી મેટાફીલ્ડ સાથે કનેક્ટ કરેલા વેરિઅન્ટ વિકલ્પોમાં ફેરફાર કરો

તમે કૅટેગરી મેટાફીલ્ડ સાથે કનેક્ટ કરેલા વેરિઅન્ટ વિકલ્પો ઉમેરી શકો છો અથવા તેમાં ફેરફાર કરી શકો છો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, પ્રોડક્ટ પર જાઓ.

  2. તમે જે વિકલ્પ મૂલ્યોમાં ફેરફાર કરવા કે ઉમેરવા માગતા હો, તેવા વિકલ્પ મૂલ્યો ધરાવતી પ્રોડક્ટ પર ક્લિક કરો.

  3. વેરિઅન્ટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી વિકલ્પ મૂલ્યના ફીલ્ડ પર ક્લિક કરો.

  4. તમે જે એન્ટ્રીમાં ફેરફાર કરવા માગતા હો તેના પર ક્લિક કરો અને પછી ફેરફાર કરો પર ક્લિક કરો.

  5. જરૂરિયાત મુજબ ફીલ્ડ્સમાં ફેરફાર કરો.

  6. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, પ્રોડક્ટ આઇકન પર ટૅપ કરો .
  2. તમે જે વિકલ્પ મૂલ્યોમાં ફેરફાર કરવા કે ઉમેરવા માગતા હો, તેવા વિકલ્પ મૂલ્યો ધરાવતી પ્રોડક્ટ પર ટૅપ કરો.
  3. કૅટેગરી મેટાફીલ્ડ સાથે કનેક્ટ કરેલા વિકલ્પ મૂલ્યોમાં ફેરફાર કરવા માટે, વિકલ્પો વિભાગમાં ફેરફાર કરો પર ટૅપ કરો અને પછી તમે જે વેરિઅન્ટ વિકલ્પોમાં ફેરફાર કરવા માગતા હો અથવા જેમના મૂલ્યો ઉમેરવા માગતા હો તેના પર ટૅપ કરો. મૂલ્ય ઉમેરો પર ટૅપ કરો અને પછી બધા જુઓ પર ટૅપ કરો. વધારાના મૂલ્યો પસંદ કરો. સાચવો પર ટૅપ કરો.
  4. કૅટેગરી મેટાફીલ્ડ સાથે કનેક્ટ કરેલા વિકલ્પ મૂલ્યો ઉમેરવા માટે, વિકલ્પો વિભાગમાં ફેરફાર કરો પર ટૅપ કરો અને પછી તમે જે વેરિઅન્ટ વિકલ્પોમાં ફેરફાર કરવા માગતા હો અથવા જેમના મૂલ્યો ઉમેરવા માગતા હો તેના પર ટૅપ કરો. મૂલ્ય ઉમેરો પર ટૅપ કરો અને પછી બધા જુઓ પર ટૅપ કરો. + પર ટૅપ કરો. તમારા કૅટેગરી મેટાફીલ્ડની નવી એન્ટ્રી માટેના ફીલ્ડ્સ ભરો.
  5. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.

વેરિઅન્ટમાંથી કૅટેગરી મેટાફીલ્ડને ડિસ્કનેક્ટ કરો

તમે વેરિઅન્ટમાંથી કૅટેગરી મેટાફીલ્ડને ડિસ્કનેક્ટ કરી શકો છો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, પ્રોડક્ટ પર જાઓ.

  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  3. વેરિઅન્ટ્સ વિભાગમાં, તમે તમારા કૅટેગરી મેટાફીલ્ડમાંથી જે વિકલ્પને ડિસ્કનેક્ટ કરવા માગતા હો, તેની બાજુમાં ફેરફાર કરો પર ક્લિક કરો.

  4. કૅટેગરી મેટાફીલ્ડના નામ પર ક્લિક કરો અને પછી ડિસ્કનેક્ટ કરો પર ક્લિક કરો. આ વિકલ્પ વેરિઅન્ટ્સ વિભાગમાંથી દૂર કરવામાં આવે છે અને મેટાફીલ્ડ્સ વિભાગમાં મૂકવામાં આવે છે.

  5. પ્રોડક્ટ સેવ કરવા માટે સેવ કરો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, પ્રોડક્ટ આઇકન પર ટૅપ કરો .
  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.
  3. વિકલ્પો વિભાગમાં ફેરફાર કરો પર ટૅપ કરો અને પછી તમે તમારા કૅટેગરી મેટાફીલ્ડમાંથી જે વિકલ્પને ડિસ્કનેક્ટ કરવા માગતા હો, તેના પર ટૅપ કરો.
  4. મેટાફીલ્ડ સાથે કનેક્ટ કરેલ છે પર ટૅપ કરો અને પછી ડિસ્કનેક્ટ કરો પર ટૅપ કરો.
  5. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.

વેરિઅન્ટ વિકલ્પોને કૅટેગરી મેટાફીલ્ડ્સમાં માઇગ્રેટ કરો

જો તમે વેરિઅન્ટ વિકલ્પો સાથે પહેલેથી જ કોઈ પ્રોડક્ટ બનાવી છે, તો તમે તમારા મૂલ્યોને કૅટેગરી મેટાફીલ્ડ્સમાં માઇગ્રેટ કરી શકો છો અને ઝડપથી બહુવિધ નવા વેરિઅન્ટના સંયોજનો જનરેટ કરી શકો છો. જો તમે તમારા વેરિઅન્ટ વિકલ્પો બનાવવા માટે કૅટેગરી મેટાફીલ્ડ્સનો ઉપયોગ કરો છો, તો તમે વેરિઅન્ટ વિકલ્પના નામોને એક જ સ્થાને અપડેટ કરી શકો છો અને જ્યાં પણ તે કૅટેગરી મેટાફીલ્ડનું મૂલ્ય કનેક્ટ કરેલ હશે, ત્યાં તે અપડેટ થઈ જશે.

ઉદાહરણ તરીકે, જો તમે હાલમાં ત્રણ માપ (નાનું, મધ્યમ અને મોટું) અને બે રંગ (લાલ અને વાદળી) ઑફર કરી રહ્યાં છો અને ત્રીજો રંગ પીળો ઉમેરવા માગો છો, તો આ પદ્ધતિ એકસાથે પીળા વેરિઅન્ટના 3 શક્ય માપ બનાવશે.

ડાયનેમિક સોર્સ આઇકન ⛁ પર ક્લિક કરીને કૅટેગરી મેટાફીલ્ડને વર્તમાન વિકલ્પ સાથે કનેક્ટ કરો;

ડેસ્કટૉપ

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, પ્રોડક્ટ પર જાઓ.

  2. તમે કૅટેગરી મેટાફીલ્ડ્સમાં માઇગ્રેટ કરવા માગતા હો એવા વેરિઅન્ટ વિકલ્પો ધરાવતી પ્રોડક્ટ પર ક્લિક કરો.

  3. વૈકલ્પિક: જો તમારી પ્રોડક્ટની કૅટેગરી ન હોય, તો નીચેનામાંથી કોઈ એક પગલું પૂર્ણ કરો:

    • તમારી પ્રોડક્ટની કૅટેગરી દાખલ કરો અને પછી પ્રોડક્ટ કૅટેગરીના લિસ્ટમાંથી સૌથી સચોટ પરિણામ પસંદ કરો.
    • તમારી પ્રોડક્ટ કૅટેગરી શોધવા માટે કૅટેગરીઓ અને સબકૅટેગરીઓના દરેક સ્તર પર ક્લિક કરો.
    • સૂચવેલી કૅટેગરી સ્વીકારવા માટે સૂચવેલ પર ક્લિક કરો.
  4. તમારા વેરિઅન્ટ વિકલ્પને કૅટેગરી મેટાફીલ્ડ સાથે કનેક્ટ કરવા માટે, નીચેનામાંથી કોઈ એક કાર્ય પૂર્ણ કરો:

    • વર્તમાન વિકલ્પ પર ક્લિક કરો, ડાયનેમિક સોર્સ આઇકન પર ક્લિક કરો અને પછી તમે જે કૅટેગરી મેટાફીલ્ડને કનેક્ટ કરવા માગતા હો તેના પર ક્લિક કરો.
    • અન્ય વિકલ્પ ઉમેરો પર ક્લિક કરો અને પછી તમે જે કૅટેગરી મેટાફીલ્ડને કનેક્ટ કરવા માગતા હો તેના પર ક્લિક કરો.
  5. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, પ્રોડક્ટ આઇકન પર ટૅપ કરો .
  2. તમે કૅટેગરી મેટાફીલ્ડ્સમાં માઇગ્રેટ કરવા માગતા હો એવા વેરિઅન્ટ વિકલ્પો ધરાવતી પ્રોડક્ટ પર ટૅપ કરો.
  3. વૈકલ્પિક: જો તમારી પ્રોડક્ટની કૅટેગરીન હોય, તો નીચેનામાંથી કોઈ એક પગલું પૂર્ણ કરો:
    • કૅટેગરી પસંદ કરો પર ટૅપ કરો, તમારી પ્રોડક્ટની કૅટેગરી દાખલ કરો અને પછી કૅટેગરીના લિસ્ટમાંથી સૌથી સચોટ પરિણામ પસંદ કરો.
    • કૅટેગરી પસંદ કરો પર ટૅપ કરો, સૌથી સચોટ પ્રોડક્ટ કૅટેગરી શોધવા માટે કૅટેગરીઓ અને સબકૅટેગરીઓના દરેક સ્તર પર ટૅપ કરો અને પછી તેને પસંદ કરવા માટે કૅટેગરી પર ટૅપ કરો.
  4. વિકલ્પો વિભાગમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
  5. તમારા વેરિઅન્ટ વિકલ્પને કૅટેગરી મેટાફીલ્ડ સાથે કનેક્ટ કરવા માટે, નીચેનામાંથી કોઈ એક કાર્ય પૂર્ણ કરો:
    • વર્તમાન વિકલ્પ પર ટૅપ કરો, કોઈ કનેક્ટ કરેલ સોર્સ નથી પર ટૅપ કરો અને પછી તમે જે કૅટેગરી મેટાફીલ્ડને કનેક્ટ કરવા માગતા હો તેના પર ટૅપ કરો.
    • વિકલ્પ ઉમેરો પર ટૅપ કરો અને પછી તમે જે કૅટેગરી મેટાફીલ્ડને કનેક્ટ કરવા માગતા હો તેના પર ટૅપ કરો.
  6. વર્તમાન મૂલ્યો સાફ થઈ જશે તેવા મેસેજ સાથે ડાયલૉગ બતાવવામાં આવે છે. ચાલુ રાખો પર ટૅપ કરો.
  7. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.

વર્તમાન વિકલ્પમાં મૂલ્યો ઉમેરો

જો તમે વેરિઅન્ટ વિકલ્પો સાથે પહેલેથી જ કોઈ પ્રોડક્ટ બનાવી છે, તો તમે બહુવિધ નવા વેરિઅન્ટ સંયોજનો ઝડપથી જનરેટ કરવા માટે તેમાં નવા મૂલ્યો ઉમેરી શકો છો.

ઉદાહરણ તરીકે, જો તમે હાલમાં ત્રણ માપ (નાનું, મધ્યમ અને મોટું) અને બે રંગ (લાલ અને વાદળી) ઑફર કરી રહ્યાં છો અને ત્રીજો રંગ પીળો ઉમેરવા માગો છો, તો આ પદ્ધતિ એકસાથે પીળા વેરિઅન્ટના 3 શક્ય માપ બનાવશે.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, પ્રોડક્ટ પર જાઓ.

  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  3. વેરિઅન્ટ્સ વિભાગમાં, તમે જે વિકલ્પમાં મૂલ્ય ઉમેરવા માગતા હો તેની બાજુમાં ફેરફાર કરો પર ક્લિક કરો.

  4. અન્ય મૂલ્ય ઉમેરો ફીલ્ડમાં, અન્ય મૂલ્ય દાખલ કરો.

  5. થઈ ગયું પર ક્લિક કરો.

  6. વૈકલ્પિક: પ્રત્યેક નવા વેરિઅન્ટ માટે અલગ પ્રોડક્ટ ઇમેજ ઉમેરો. તમે નવા વેરિઅન્ટ માટે કિંમતો, જથ્થાઓ, SKU, બારકોડ્સ, હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ (HS) કોડ્સ, મૂળ દેશ/પ્રદેશ અને સ્થાનો ઉમેરી શકો છો અથવા પ્રોડક્ટની વિગતોના આધારે ડિફૉલ્ટનો ઉપયોગ કરી શકો છો.

  7. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, પ્રોડક્ટ આઇકન પર ટૅપ કરો .
  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.
  3. વિકલ્પો વિભાગમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
  4. તમે જે વિકલ્પમાં મૂલ્યો ઉમેરવા માગતા હો તેમાં, મૂલ્યો પર ટૅપ કરો,
  5. મૂલ્ય ફીલ્ડમાં, અન્ય મૂલ્ય દાખલ કરો.
  6. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.

તમે નવા વેરિઅન્ટ માટે પ્રોડક્ટ ઇમેજ, કિંમતો, જથ્થાઓ, SKU, બારકોડ્સ, HS કોડ્સ, મૂળ દેશ/પ્રદેશ અને સ્થાનો પણ ઉમેરી શકો છો અથવા પ્રોડક્ટની વિગતોના આધારે ડિફૉલ્ટનો ઉપયોગ કરી શકો છો.

મેન્યુઅલી વેરિઅન્ટ ઉમેરો

તમે એક સમયે એક વેરિઅન્ટ ઉમેરી શકો છો. નવું વેરિઅન્ટ સાચવી શકાય તે પહેલાં, તેના વિકલ્પ મૂલ્યોમાંથી ઓછામાં ઓછું એક મૂલ્ય નવું હોવું જરૂરી છે. તમે પહેલાથી જ અસ્તિત્વ ધરાવતા અન્ય વેરિઅન્ટની સમાન ડુપ્લિકેટ કૉપિ સાચવી શકતા નથી.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, પ્રોડક્ટ પર જાઓ.

  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  3. વેરિઅન્ટ્સ વિભાગમાં, વેરિઅન્ટ ઉમેરો પર ક્લિક કરો.

  4. વર્તમાન વિકલ્પોના ફીલ્ડ્સમાં વિકલ્પ મૂલ્યો દાખલ કરો.

  5. વૈકલ્પિક: પ્રત્યેક નવા વેરિઅન્ટ માટે અલગ પ્રોડક્ટ ઇમેજ ઉમેરો. તમે નવા વેરિઅન્ટ માટે કિંમતો, જથ્થાઓ, SKU, બારકોડ્સ, HS કોડ્સ, મૂળ દેશ/પ્રદેશ અને સ્થાનો પણ ઉમેરી શકો છો અથવા પ્રોડક્ટની વિગતોના આધારે ડિફૉલ્ટનો ઉપયોગ કરી શકો છો. જો તમે ફેરફારો કરો છો, તો પછી સાચવો પર ક્લિક કરો.

  6. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, પ્રોડક્ટ આઇકન પર ટૅપ કરો .
  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.
  3. વેરિઅન્ટ્સ વિભાગમાં, + પર ટૅપ કરો.
  4. વર્તમાન વિકલ્પોના ફીલ્ડ્સમાં વિકલ્પ મૂલ્યો દાખલ કરો.
  5. વૈકલ્પિક: તમારા નવા વેરિઅન્ટમાં પ્રોડક્ટ ઇમેજ ઉમેરવા માટે, + પર ટૅપ કરો અને પછી વેરિઅન્ટ ઇમેજ પસંદ કરો. તમે નવા વેરિઅન્ટ માટે કિંમતો, જથ્થો, SKU, બારકોડ, HS કોડ, મૂળ દેશ/પ્રદેશ અને સ્થાનો પણ ઉમેરી શકો છો.
  6. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.

અસ્તિત્વમાં હોય તેવા વેરિઅન્ટને ડુપ્લિકેટ કરીને વેરિઅન્ટ ઉમેરો

સમાન વેરિઅન્ટ ઉમેરતી વખતે સમય બચાવવા માટે, સમાન વિગતો ફરીથી દાખલ કરવાને બદલે તમે વેરિઅન્ટનું ડુપ્લિકેટ બનાવી શકો છો. ડુપ્લિકેટ વેરિઅન્ટમાં મૂળ વેરિઅન્ટ જેટલી જ વિગતો હોય છે.

ડુપ્લિકેટ કરેલા વેરિઅન્ટને સાચવતા પહેલાં, તમારે તેના ઓછામાં ઓછા એક વિકલ્પ મૂલ્યમાં ફેરફાર કરવાની જરૂર છે. તમે તેનું અથવા અસ્તિત્વમાં હોય તેવા અન્ય વેરિઅન્ટનું આબેહૂબ ડુપ્લિકેટ સાચવી શકતા નથી. તમે ડેસ્કટૉપ અથવા મોબાઇલ પર Shopify ઍડમિનમાં જ વેરિઅન્ટનું ડુપ્લિકેટ બનાવી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, પ્રોડક્ટ પર જાઓ.

  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  3. વેરિઅન્ટ વિભાગમાં, તમે જે વેરિઅન્ટનું ડુપ્લિકેટ બનાવવા માંગતા હો તેના પર ક્લિક કરો અને પછી ડુપ્લિકેટ બનાવો પર ક્લિક કરો.

  4. યુનિક વેરિઅન્ટ બનાવવા માટે વિકલ્પ મૂલ્યમાં ફેરફાર કરો. તમે નવું વિકલ્પ મૂલ્ય ઉમેરી શકો છો અથવા પ્રોડક્ટ વેરિઅન્ટ માટે પહેલેથી ઉપયોગમાં હોય તેવું વિકલ્પ મૂલ્ય ઉમેરી શકો છો.

  5. વૈકલ્પિક: દરેક નવા વેરિઅન્ટ માટે અલગ પ્રોડક્ટ ઇમેજ ઉમેરો. તમે નવા વેરિઅન્ટ માટે કિંમતો, જથ્થો, SKU, બારકોડ, HS કોડ, મૂળ દેશ/પ્રદેશ અને સ્થાનો પણ ઉમેરી શકો છો અથવા પ્રોડક્ટની વિગતોને આધારે ડિફૉલ્ટનો ઉપયોગ કરી શકો છો.

  6. સાચવો પર ક્લિક કરો.

બલ્કમાં એકથી વધુ વેરિઅન્ટનું ડુપ્લિકેટ બનાવો

જો તમારે તમે પહેલેથી કસ્ટમાઇઝ કરેલા હોય તેવા વેરિઅન્ટના સમાન વિકલ્પો સાથે નવું વેરિઅન્ટ બનાવવાની જરૂર હોય, તો તમે અસ્તિત્વમાં હોય તેવા વેરિઅન્ટનું ડુપ્લિકેટ બનાવવા માટે બલ્ક ઍક્શનનો ઉપયોગ કરી શકો છો અને નવો વિકલ્પ ઉમેરી શકો છો.

નવા વેરિઅન્ટ ઉમેરવા માટે બલ્ક ઍક્શનનો ઉપયોગ કરવા માટે, તમારે એકથી વધુ સમાન વેરિઅન્ટ પસંદ કરીને તેમની વિગતો ડુપ્લિકેટ કરવાની જરૂર છે અને પછી ઓછામાં ઓછા એક વિકલ્પ મૂલ્યને બદલવાની જરૂર છે.

ઉદાહરણ તરીકે, તમે બે વિકલ્પો સાથે T-શર્ટ વેચતા હોઈ શકો છો: માપ અને રંગ. તમારા વાદળી અને લાલ શર્ટ પૂરતા સ્ટૉકમાં છે અને તેમની કિંમત સમાન છે, પરંતુ તમારા તમામ પીળા શર્ટ લિમિટેડ-એડિશન છે, તેનો ખર્ચ વધુ છે અને અલગ વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવ્યા છે. જો તમે નવા લિમિટેડ-એડિશન રંગ તરીકે લીલો દાખલ કરવા માંગતા હો, તો પીળા વેરિઅન્ટને ડુપ્લિકેટ કરવાથી તમારા લીલા વેરિઅન્ટ માટે જથ્થો, કિંમતો અને સ્થાનો સેટ કરતી વખતે તમારો સમય બચશે.

જો કોઈ વેરિઅન્ટ પહેલેથી જ અસ્તિત્વમાં હોય, તો વેરિઅન્ટને ડુપ્લિકેટ કરવાથી તેની બીજી કૉપિ બનશે નહીં. ઉદાહરણ તરીકે, તમે નાના, મધ્યમ અને મોટા માપમાં પીળા T-શર્ટ વેચો છો. તમે નાના માપ માટે જાતે જ લીલા T-શર્ટનું વેરિઅન્ટ ઉમેરો છો. જો તમે ઉપલબ્ધ તમામ માપમાં લીલા T-શર્ટ બનાવવા માટે રંગના વેરિઅન્ટ (પીળા)નું ડુપ્લિકેટ બનાવો છો, તો ડુપ્લિકેશન ફક્ત મધ્યમ અને મોટા માપમાં જ લીલા T-શર્ટ બનાવશે, કારણ કે નાના માપના લીલા T-શર્ટનું વેરિઅન્ટ પહેલેથી અસ્તિત્વમાં છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, પ્રોડક્ટ પર જાઓ.

  2. તમે જે પ્રોડક્ટને એડિટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  3. વેરિઅન્ટ વિભાગમાં, તમે જે વેરિઅન્ટનું ડુપ્લિકેટ બનાવવા માંગતા હો તેને પસંદ કરો. તમે પસંદ કરો છો તે વેરિઅન્ટમાં તમે જે ઉમેરી રહ્યા છો તેના સમાન વિકલ્પ મૂલ્ય હોવા જોઈએ, અને અન્ય તમામ વિકલ્પો માટે અલગ વિકલ્પ મૂલ્યો હોવા જોઈએ, જેમ કે નાના અને મધ્યમ માપમાં લીલા T-શર્ટ.

  4. Horizontal menu પર ક્લિક કરો.

  5. વેરિઅન્ટ ડુપ્લિકેટ કરો વિભાગમાં, તમે પસંદ કરેલા વેરિઅન્ટના સેટના આધારે "...અન્ય વિકલ્પમાં" પર ક્લિક કરો.

  6. ડુપ્લિકેટ વેરિઅન્ટ બનાવો ડાયલૉગમાં, તમે જે નવા વેરિઅન્ટ બનાવવા માંગો છો તેના માટે મૂલ્ય દાખલ કરો અને પછી અસ્તિત્વમાં હોય તેવા વેરિઅન્ટમાંથી કૉપિ કરવા માટેની માહિતી પસંદ કરો.

  7. ડુપ્લિકેટ બનાવો પર ક્લિક કરો.