પ્રોડક્ટ અને વેરિઅન્ટ ID શોધો

ચોક્કસ પ્રોડક્ટ અથવા પ્રોડક્ટ વેરિઅન્ટને લક્ષ્યાંકિત કરતા થીમ કોડના કસ્ટમાઇઝેશન કરવા માટે, અથવા થર્ડ-પાર્ટી ઍપ સાથે માઇગ્રેશન અથવા બલ્ક પ્રોડક્ટ અપડેટ માહિતીને મેળવવા માટે ક્યારેક પ્રોડક્ટ ID અને વેરિઅન્ટ ID ની જરૂર પડે છે. જો તમારે પ્રોડક્ટ ID અથવા વેરિઅન્ટ ID શોધવાની જરૂર હોય, તો તમે તમારા Shopify ઍડમિનમાંથી આમ કરી શકો છો.

પ્રોડક્ટ ID શોધો

પ્રોડક્ટ ID એ પ્રોડક્ટ વિગતોના પેજના URL ના ભાગરૂપે બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં પ્રદર્શિત થાય છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.

  2. તમે જે પ્રોડક્ટ માટે પ્રોડક્ટ ID જોવા માગતા હો તેના પર ક્લિક કરો.

  3. તમારા બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં URL તપાસો. તમારું URL નીચેના URL ઉદાહરણ જેવું હોવું જોઈએ:

https://admin.shopify.com/store/shopname/products/1234567

/products/ પછીનો નંબર એ પ્રોડક્ટ ID નંબર છે. આ ઉદાહરણમાં, પ્રોડક્ટ ID 1234567 છે.

વેરિઅન્ટ ધરાવતી પ્રોડક્ટ માટે વેરિઅન્ટ ID શોધો

જો પ્રોડક્ટમાં વેરિઅન્ટ હોય, જેમ કે જુદા જુદા રંગ, માપ અથવા સ્ટાઇલ, તો વેરિઅન્ટ ID URL ના ભાગ રૂપે બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં પ્રદર્શિત થાય છે. તે વ્યક્તિગત વેરિઅન્ટ માટે વેરિઅન્ટ ID નક્કી કરવાની ઝડપી રીત બની શકે છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.

  2. વેરિઅન્ટ ધરાવતી પ્રોડક્ટ પર ક્લિક કરો.

  3. વેરિઅન્ટ વિભાગમાં, તમે જેનું પ્રોડક્ટ વેરિઅન્ટ ID જોવા માગતા હો તે પ્રોડક્ટ વેરિઅન્ટ પર ક્લિક કરો.

  4. તમારા બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં URL તપાસો. તમારું URL નીચેના URL ઉદાહરણ જેવું હોવું જોઈએ:

https://admin.shopify.com/store/shopname/products/1234567/variants/36485954240671

/variants/ પછીનો નંબર એ વેરિઅન્ટ ID નંબર છે. આ ઉદાહરણમાં, વેરિઅન્ટ ID 36485954240671 છે.

વેરિઅન્ટ વિનાની પ્રોડક્ટ માટે વેરિઅન્ટ ID શોધો

જે પ્રોડક્ટમાં કોઈ વેરિઅન્ટ નથી તેમાં હજુ પણ વેરિઅન્ટ ID અસાઇન કરેલું હોય છે. જોકે, વેરિઅન્ટ ધરાવતી પ્રોડક્ટથી વિપરીત, જ્યારે તમે Shopify ઍડમિનમાંથી પ્રોડક્ટની વિગતોના પેજને ઍક્સેસ કરો છો ત્યારે વેરિઅન્ટ ID બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં પ્રદર્શિત થતું નથી.

તમે સંપૂર્ણ પ્રોડક્ટની માહિતીને JSON ફોર્મેટમાં પ્રદર્શિત કરીને પ્રોડક્ટ માટે વેરિઅન્ટ ID ને ઍક્સેસ કરી શકો છો. તે વ્યક્તિગત પ્રોડક્ટ માટે વેરિઅન્ટ ID નક્કી કરવાની ઝડપી રીત બની શકે છે.

JSON ફોર્મેટિંગને વધુ વાંચવાલાયક બનાવવા માટે, તમારા બ્રાઉઝરમાં JSON વ્યૂઅર એક્સ્ટેન્શન ઇન્સ્ટૉલ કરવાનું, અથવા મોટા ભાગના આધુનિક વેબ બ્રાઉઝર્સમાં ડિફૉલ્ટ રૂપે ઉપલબ્ધ હોય તેવી પ્રિટી-પ્રિન્ટ ક્ષમતાનો ઉપયોગ કરવાનું વિચારો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.

  2. તમે જેનું વેરિઅન્ટ ID શોધવા માગતા હો તે પ્રોડક્ટ પર ક્લિક કરીને પ્રોડક્ટની વિગતોનું પેજ ખોલો.

  3. બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં, URL ના અંતમાં .json ઉમેરો અને JSON માં પેજને ફરીથી લોડ કરવા માટે Enter દબાવો.

  4. વૈકલ્પિક: જો તમારી પાસે JSON વ્યૂઅર એક્સ્ટેન્શન ઇન્સ્ટૉલ કરેલું ન હોય, તો JSON ફાઇલને વધુ યુઝર-ફ્રેન્ડલી ફોર્મેટમાં જોવા માટે વેબપેજ પર Pretty-print સેટિંગ ઍક્ટિવેટ કરો.

  5. "product" > "variants" > "id" મૂલ્ય શોધો. JSON ફાઇલની શરૂઆત નીચેના ઉદાહરણ જેવી જ દેખાય છે:

{
  "product": {
    "id": 12345678901234,
    "title": "Example Product",
    "body_html": "<p>This is an example product.</p>",
    "vendor": "Example Vendor",
    "product_type": "Test Items",
    "created_at": "2025-07-09T12:40:46-04:00",
    "handle": "example-product",
    "updated_at": "2025-07-09T12:40:50-04:00",
    "published_at": "2025-07-09T12:40:47-04:00",
    "template_suffix": "",
    "published_scope": "global",
    "tags": "demo, test",
    "status": "active",
    "admin_graphql_api_id": "gid://shopify/Product/12345678901234",
    "variants": [
      {
        "id": 11223344556677,
        "product_id": 12345678901234,
        "title": "Default Title",
        "price": "30.00",
......}
.....]
....}
...}

ઉપરના ઉદાહરણમાં, 11223344556677 એ પ્રોડક્ટનો વેરિઅન્ટ ID છે.

કસ્ટમ ઇન્વેન્ટરી રિપોર્ટમાં બલ્કમાં વેરિઅન્ટ ID બતાવો

કસ્ટમ ડેટા એક્સપ્લોરેશનમાં વાપરવા માટે પ્રોડક્ટ વેરિઅન્ટ ID પરિમાણ ઉપલબ્ધ છે. એક જ રિપોર્ટમાં ઘણી પ્રોડક્ટ માટે વેરિઅન્ટ ID બતાવવા માટે આ એક ઉપયોગી રીત હોઈ શકે છે, અને તેને સાચવી, પ્રિન્ટ અથવા નિકાસ કરી શકાય છે. આ ડેટા એક્સપ્લોરેશનમાં ડિફૉલ્ટ રૂપે ડ્રાફ્ટ પ્રોડક્ટ સહિત તમામ પ્રોડક્ટ શામેલ હોય છે, પરંતુ તમે રિપોર્ટને ફિલ્ટર કરીને ફક્ત અમુક પ્રોડક્ટ્સ બતાવવાનું પસંદ કરી શકો છો.

કસ્ટમ ડેટા એક્સપ્લોરેશન બનાવવા વિશે વધુ જાણો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનલિટિક્સ > રિપોર્ટ પર જાઓ.

  2. નવું એક્સપ્લોરેશન પર ક્લિક કરો.

  3. મેટ્રિક્સ મેનૂમાં, પ્રાથમિક મેટ્રિક લાગુ કરો:

    1. ⊕ પર ક્લિક કરો.
    2. વેચાયેલી ઇન્વેન્ટરીની ટકાવારી પસંદ કરો.
    3. લાગુ કરો પર ક્લિક કરો.
  4. પરિમાણ મેનૂમાં, જરૂરી પરિમાણો લાગુ કરો:

    1. ⊕ પર ક્લિક કરો.
    2. પ્રોડક્ટનું શીર્ષક, પ્રોડક્ટ વેરિઅન્ટ શીર્ષક અને પ્રોડક્ટ વેરિઅન્ટ ID પસંદ કરો.
    3. લાગુ કરો પર ક્લિક કરો.
  5. વૈકલ્પિક: પ્રોડક્ટ્સનો સબસેટ બતાવવા માટે, ફિલ્ટર મેનૂમાં, કોઈ પણ ફિલ્ટર લાગુ કરો:

    • ફક્ત વેરિઅન્ટ વિનાની પ્રોડક્ટ બતાવવા માટે, Product variant title > is > Default Title ફિલ્ટર લાગુ કરો.
    • ફક્ત વેરિઅન્ટ ધરાવતી પ્રોડક્ટ બતાવવા માટે, Product variant title > is not > Default Title ફિલ્ટર લાગુ કરો.
  6. વૈકલ્પિક: આ ડેટા એક્સપ્લોરેશનને ભવિષ્યમાં ઉપયોગમાં લેવા માટે કસ્ટમ રિપોર્ટ તરીકે સાચવવા, નીચેના પગલાં લો:

    1. સાચવો પર ક્લિક કરો.
    2. રિપોર્ટ સાચવો ડાયલૉગમાં, તમારા કસ્ટમ રિપોર્ટને એક નામ આપો, જેમ કે વેરિઅન્ટ ID સહિતનું પ્રોડક્ટ લિસ્ટ.
    3. સાચવો પર ક્લિક કરો.
  7. વૈકલ્પિક: આ ડેટા એક્સપ્લોરેશનની નિકાસ કરવા, મેનૂ > નિકાસ કરો પર ક્લિક કરો. તમારી પસંદગીનું નિકાસ ફાઇલ ફોર્મેટ પસંદ કરો અને પછી નિકાસ કરો પર ક્લિક કરો.

હવે તમે રિપોર્ટમાં બતાવવામાં આવેલી તમામ પ્રોડક્ટના વેરિઅન્ટ ID વાંચી અને નોંધી શકો છો.