Shopify Collabs Discover

તમારા Shopify Collabs ઍડમિનનું Discover પેજ ક્રિએટર સાથે કનેક્ટ થવા માગતા વ્યવસાયો પ્રદર્શિત કરે છે. તમે એવી બ્રાંડ સાથે કનેક્ટ થઈ શકો છો જે તમારી રુચિઓ સાથે મેળ ખાતી હોય. તમે ઑટોમૅટિક રીતે ઍફિલિએટ લિંક જનરેટ કરી શકો છો અને બ્રાંડ તેમજ પ્રોડક્ટ બ્રાઉઝ કરી શકો છો.

તમને Discover માટે મંજૂરી મળી જાય તે પછી તમે Shopify Collabsમાં જોડાઈ જાઓ છો અને તમે સાથે કામ કરવા માટે બ્રાંડ શોધી શકો છો.

જરૂરિયાતો

Discoverનો ઉપયોગ કરવા માટે, તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમે નીચેની જરૂરિયાતો પૂરી કરો છો:

  • તમારી પાસે પૂર્ણ કરેલી Shopify Collabs પ્રોફાઇલ હોવી જરૂરી છે.
  • તમે યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અથવા યુનાઇટેડ કિંગડમમાં સ્થિત હોવા જોઈએ.

જો તમે આ જરૂરિયાતો પૂરી કરો છો, તો તમારી પ્રોફાઇલ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે તેનું વિશ્લેષણ કરવામાં આવશે. એવા ક્રિએટરને પ્રાથમિકતા આપવામાં આવે છે જેઓ મજબૂત સમુદાયો, અધિકૃત સામગ્રી અને સક્રિય પ્રેક્ષક સભ્યો ધરાવતા હોય.

બ્રાંડ શોધો

જો તમે Discoverનો ઉપયોગ કરવા માટે યોગ્ય છો, તો તમે Discover ટૅબમાંથી સહયોગ કરવા માટેની બ્રાંડ શોધી શકો છો.

પગલાં:

  1. Shopify Collabs ક્રિએટર પેજ પર લૉગ ઇન કરો.
  2. Shopify Collabs ઍડમિનમાંથી, ☰ > Discover પર ટૅપ કરો.
  3. Discover પેજ પર, તમારી રુચિઓ સાથે મેળ ખાતા ક્રિએટર શોધી રહી હોય તેવી બ્રાંડ શોધવા માટે સ્ક્રોલ કરો.

તમે પ્રમોટ કરવા માટે નવી બ્રાંડ અને પ્રોડક્ટ શોધવા માટે Collabs ઍપનો પણ ઉપયોગ કરી શકો છો.

ભાગીદારીનો વિકાસ

તમે બ્રાંડ સાથે ઑટોમૅટિક રીતે કામ શરૂ કરવા અને તમારા પ્રેક્ષકો સમક્ષ પ્રોડક્ટ પ્રમોટ કરવા માટે Discover ટૅબનો ઉપયોગ કરી શકો છો. તમે બ્રાંડ સાથે વધુ નજીકથી કામ કરવા માટે ઍપ્લાય કરી શકો છો અને તમારા ઍફિલિએટ સંબંધને વિકસાવી શકો છો.

બ્રાંડ સાથે કનેક્ટ થાઓ

Shopify Collabsનો ઉપયોગ કરીને, તમે Shopify Collabs Discover પરથી ચોક્કસ બ્રાંડ સાથે કનેક્ટ થઈ શકો છો અને ઑટોમૅટિક રીતે ઍફિલિએટ લિંક જનરેટ કરી શકો છો.

જો કોઈ બ્રાંડ ઓપન ઍક્સેસ પ્રોગ્રામનો ભાગ હોય, તો તમે પસંદ કરેલી પ્રોડક્ટનો પ્રચાર કરવા માટે ઑટોમૅટિક રીતે ઍફિલિએટ લિંક જનરેટ કરી શકો છો.

પગલાં:

  1. Shopify Collabs ઍડમિનમાંથી, Discover પર ક્લિક કરો.
  2. Discover પેજ પર, તમે જે પ્રોડક્ટ અથવા બ્રાંડ સાથે કામ કરવા માગતા હો તેને શોધો.
  3. તમે જેની સાથે કામ કરવા માગતા હો તે બ્રાંડ અથવા પ્રોડક્ટ પર ક્લિક કરો.
  4. જો તમને એવી બ્રાંડ મળી ગઈ હોય જેની સાથે તમે કામ કરવા માગતા હો, તો ઍફિલિએટ સંબંધ માટે બ્રાંડ પાસે ઉપલબ્ધ પ્રોડક્ટ જોવા માટે પ્રોડક્ટ બ્રાઉઝ કરો પર ક્લિક કરો.
  5. તમે જે પ્રોડક્ટ શેર કરવા માગતા હો તેના પર ક્લિક કરો.
  6. તમારા પ્રેક્ષકો સાથે શેર કરવા માટે ઑટોમૅટિક રીતે ઍફિલિએટ લિંક જનરેટ કરવા ઍફિલિએટ લિંક મેળવો પર ક્લિક કરો.

Collabs મેનેજ કરો

તમે Shopify Collabs ઍડમિનના Collabs પેજ પર બ્રાંડ સાથેના તમારા બધા સક્રિય, બાકી અને નિષ્ક્રિય Collabsને ઍક્સેસ કરી શકો છો. Collabs પેજ તમને એવા પ્રત્યેક Collabની વિગતોને રિવ્યૂ કરવા દે છે કે જેની સાથે તમે કામ કરી રહ્યાં છો.

પગલાં:

  1. Shopify Collabs ઍડમિનમાંથી, ☰ > Collabs પર ટૅપ કરો.
  2. તમારા Collabsનો રિવ્યૂ કરવા માટે, નીચેના વિકલ્પોમાંથી એક પર ટૅપ કરો:
    • સક્રિય: સક્રિય ટૅબમાં બ્રાંડ સાથેના એ બધા વર્તમાન Collabsની વિગતો હોય છે, જેના પર તમે કામ કરી રહ્યાં છો.
    • બાકી: બાકી ટૅબ તમે બ્રાંડને સબમિટ કરેલી એવી બધી ઍપ્લિકેશનની વિગતો આપે છે જેનો બ્રાંડ દ્વારા રિવ્યૂ કરવામાં આવ્યો નથી.
    • નિષ્ક્રિય: નિષ્ક્રિય ટૅબ એવી બ્રાંડ સાથેના બધા Collabs ની વિગતો આપે છે જેના પર તમે હવે કામ કરતા નથી.
  3. તમે જે Collab નો રિવ્યૂ કરવા માંગો છો તેને શોધો અને બ્રાંડના નામ પર ટૅપ કરો.
  4. Collabs વિગતો પેજ પર, બ્રાંડ તરફથી મળતી ગિફ્ટ, કમિશન અને ડિસ્કાઉન્ટ, તમારી ઍફિલિએટ પ્રોડક્ટ, સ્ટોર લિંક અને ડિસ્કાઉન્ટ કોડ સહિત તમારા Collab ની વિગતોનો રિવ્યૂ કરો.

ગિફ્ટ

જો કોઈ બ્રાંડ તમને ગિફ્ટ અથવા ખરીદી માટે વધારાનું ડિસ્કાઉન્ટ મોકલે છે, તો તમે Shopify Collabs ઍડમિનના ગિફ્ટ પેજ પર વિગતોનો રિવ્યૂ કરી શકો છો.

પગલાં:

  1. Shopify Collabs ઍડમિનમાંથી, ☰ > ગિફ્ટ પર ટૅપ કરો.
  2. વૈકલ્પિક: જો અહીં સૂચિબદ્ધ બહુવિધ બ્રાંડ તરફથી તમારી પાસે બહુવિધ ગિફ્ટ છે, તો તમે કઈ બ્રાંડની ગિફ્ટનો રિવ્યૂ કરવા માંગો છો તે પસંદ કરવા માટે તમે ડ્રોપ-ડાઉન મેનૂનો ઉપયોગ કરી શકો છો.
  3. જ્યારે તમે તમને મોકલવામાં આવેલી ગિફ્ટમાંથી કોઈ એકને રિડીમ કરવા માટે તૈયાર હોવ, ત્યારે ગિફ્ટના નામની બાજુમાં આપેલા રિડીમ કરો પર ટૅપ કરો.
  4. ગિફ્ટ રિડમ્પ્શન પેજ પર, તમને જોઈતી ગિફ્ટ પર ક્લેમ કરો પર ટૅપ કરો.
  5. પ્રોડક્ટની વિગતો, તમારી સંપર્ક માહિતી અને શિપિંગ સરનામાંની પુષ્ટિ કરો અને પછી રિડીમ કરો પર ટૅપ કરો.
  6. તમારી ગિફ્ટ હવે રિડીમ થઈ ગઈ છે. તમે ગિફ્ટ પેજના રિડીમ કરેલું સ્ટેટસ વિભાગમાં વિગતોનો રિવ્યૂ કરી શકો છો અને ગિફ્ટના શિપમેન્ટ સ્ટેટસને ટ્રેક કરી શકો છો.