વેપારીઓ માટે Shopify Collabs
Shopify Collabs એ એક એફિલિએટ માર્કેટિંગ ઍપ છે જે તમને સેલ લાવી શકે અને નવા પ્રેક્ષકો સુધી પહોંચવામાં મદદ કરી શકે તેવા ક્રિએટર્સની ભરતી કરવામાં અને તેમને મેનેજ કરવામાં મદદ કરે છે.
તમે સીધા આમંત્રણો મોકલીને, ઑપન ઍક્સેસ પ્રોગ્રામ મારફતે ઇન્સ્ટન્ટ કમિશન ઑફર્સ શેર કરીને અથવા એફિલિએટ ઍપ્લિકેશનો સ્વીકારવા માટે ઑનલાઇન સ્ટોર પેજ સેટ કરીને ક્રિએટર્સ સાથે કનેક્ટ કરી શકો છો. ભેટ કે ડિસ્કાઉન્ટ કોડ્સ મોકલવા, એફિલિએટ સેલને ટ્રેક કરવા અને ક્રિએટર્સને ચુકવણીઓ મોકલવા માટે તમે Shopify Collabsનો ઉપયોગ કરી શકો છો.
Shopify Collabs એ Starter અને Retail પ્લાન સિવાયના તમામ Shopify પ્લાન પર ઉપલબ્ધ છે. પ્રાઇસિંગ પ્લાન વિશે વધુ જાણો. જો તમે Shopify Flowનો ઉપયોગ કરવા માટે પાત્ર છો, તો તમે Shopify Collabsને ઇન્ટિગ્રેટ કરી શકો છો અને તમારી Collabsની પ્રક્રિયાને ઑટોમેટ કરી શકો છો.