Shopify Collabs સાથે Flow નો ઉપયોગ કરવો

Shopify Flow એ ઈકૉમર્સ ઑટોમેશન પ્લેટફોર્મ છે જે તમને તમારા સ્ટોરમાં અને તમારી તમામ ઍપમાં કાર્યો અને પ્રક્રિયાઓને ઑટોમેટ કરવામાં સક્ષમ બનાવે છે. હવે તમે પહેલેથી તૈયાર Shopify Flow ટેમ્પ્લેટ સાથે વારંવાર કરવામાં આવતા Collabs ના કાર્યોને ઑટોમેટ કરી શકો છો. Shopify Flow વિશે વધુ જાણો.

ઉપલબ્ધ ટેમ્પ્લેટ

તમે નીચે દર્શાવેલા સ્થાનો પર Collabs માટે Shopify Flow ટેમ્પ્લેટ શોધી શકો છો:

Collabs ઍપ માટે નીચે દર્શાવેલા Shopify Flow ટેમ્પ્લેટ ઉપલબ્ધ છે:

  • અરજદારને ઑટોમૅટિક રીતે મંજૂર કરો: જે નવા અરજદારો પાસે મજબૂત કમ્યુનિટી, પ્રમાણિક કન્ટેન્ટ અને સંકળાયેલા પ્રેક્ષકો હોય તેમને ઑટોમૅટિક રીતે મંજૂર કરવા માટે નિયમ બનાવો. અરજદારોને પ્રોગ્રામ અસાઇન કરો, ભેટ ઑફર કરો અને સ્વાગત ઇમેઇલ મોકલો.
  • મંજૂર કરેલા અરજદારોને Klaviyo માં એક્સપોર્ટ કરો: નવા મંજૂર થયેલા અરજદારોના ઇમેઇલ અને નામોને Klaviyo સાથે સિંક કરો. આ બિંદુ પછી તમારા પ્રોગ્રામમાં સ્વીકૃત કોઈપણ ક્રિએટર્સ Klaviyo માં સૂચિ અથવા સેગમેન્ટમાં ઑટોમૅટિક રીતે ઉમેરવામાં આવે છે. જો તમે અગાઉ તમારા Collabs એફિલિએટ પ્રોગ્રામમાં ક્રિએટર્સનો સ્વીકાર કર્યો હોય, તો તમારે Collabs માંથી CSV ફાઇલ એક્સપોર્ટ કરીને અને તેને Klaviyo માં અપલોડ કરીને આ ક્રિએટર્સને Klaviyo માં મેન્યુઅલી ઉમેરવા આવશ્યક છે.
  • ભેટ પર ફોલો-અપ લો: જ્યારે ક્રિએટર્સ ભેટનો દાવો કરે ત્યારે તેમને ઑટોમેટેડ ઇમેઇલ મેસેજ મોકલો. જો તમે Flow દ્વારા બનાવેલા કોઈપણ ઇમેઇલને વધુ વ્યક્તિગત કરવા માંગતા હો, તો તમે Flow વર્કફ્લોની અંદર ઇમેઇલની કૉપિમાં ફેરફાર કરી શકો છો.
  • પહેલા સેલ પર અભિનંદન: પહેલું સેલ ક્રિએટર્સને આભારી હોય ત્યારપછી તેમને ઑટોમેટેડ ઇમેઇલ નોટિફિકેશન મોકલો. Flow દ્વારા બનાવેલા ઇમેઇલને કસ્ટમાઇઝ કરવા માટે, તમે Flow વર્કફ્લોની અંદર ઇમેઇલ કૉપિમાં ફેરફાર કરી શકો છો.

FAQ

Collabs માટેના Shopify Flow ના ઇન્ટિગ્રેશનનો ખર્ચ કેટલો થાય છે?

Basic, Grow, Advanced અથવા Shopify Plus પ્લાન ધરાવતા Shopify સ્ટોર માટે Flow નો ઉપયોગ મફત છે.

હું Collabs માટે Shopify Flow ના ઇન્ટિગ્રેશનનો ઍક્સેસ કેવી રીતે મેળવી શકું?

તમે Shopify App Store માં Shopify Flow ઇન્સ્ટૉલ કરી શકો છો. Basic, Grow, Advanced અથવા Shopify Plus પ્લાન ધરાવતા Shopify સ્ટોર માટે Flow નો ઉપયોગ મફત છે.

શું Collabs માટે Shopify Flow નું ઇન્ટિગ્રેશન Klaviyo સાથે કામ કરે છે?

હા. તમે Shopify Flow ઇન્સ્ટૉલ કરો ત્યારપછી, સેટિંગ > ઇન્ટિગ્રેશન્સ પર જઈને Collabs માં મંજૂર કરેલા અરજદારોને Klaviyo માં એક્સપોર્ટ કરો ટેમ્પ્લેટ ચાલુ કરો.

Collabs x Flow ઇન્ટિગ્રેશન મને Klaviyo દ્વારા ક્રિએટર્સને ઇમેઇલ કરવાની મંજૂરી કેવી રીતે આપે છે?

તમે મંજૂર કરેલા અરજદારોને Klaviyo માં એક્સપોર્ટ કરો ટેમ્પ્લેટ ઇન્સ્ટૉલ કરો ત્યારપછી, તમે તમારા પ્રોગ્રામમાં જે ક્રિએટર્સને સ્વીકારો છો તેમના ઇમેઇલ Klaviyo માં સૂચિ અથવા સેગમેન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે. આનાથી તમે તમારા ક્રિએટર્સને Klaviyo ની અંદર તેમના પોતાના સેગમેન્ટ તરીકે ગણી શકો છો, જેથી તમે તેમને પૂરક વેલકમ કિટ અને માસિક બ્રાંડ અપડેટ્સ જેવી ચોક્કસ ઇમેઇલ ઝુંબેશ મોકલી શકો છો.

'અરજદારને ઑટોમૅટિક રીતે મંજૂર કરો' ટેમ્પ્લેટમાં રહેલો અરજદાર મંજૂરીનો ઇમેઇલ, Collabs ઍડમિનમાંથી મોકલેલા ઇમેઇલથી અલગ શા માટે છે?

Shopify Collabs ના અરજદારો ટૅબ પર ક્રિએટરને મંજૂર કરતી વખતે, Collabs ઑટોમૅટિક રીતે ક્રિએટરને સ્વીકૃતિનો ઇમેઇલ મોકલે છે. જો આ કાર્યને અરજદારને ઑટોમૅટિક રીતે મંજૂર કરો ટેમ્પ્લેટનો ઉપયોગ કરીને ઑટોમેટ કરવામાં આવે, તો સામાન્ય રીતે Collabs માં થતાં તમામ પગલાં Flow માં થવા જરૂરી છે. વર્કફ્લોમાં આ પગલું શામેલ કર્યા વિના, ક્રિએટરને ઇમેઇલ પ્રાપ્ત થશે નહીં. Flow માં ઇમેઇલને અલગ ક્રિયા તરીકે અલગ કરવાથી તે વધુ શક્તિશાળી બને છે, કારણ કે તમે અતિરિક્ત શરતોના આધારે અલગ-અલગ સ્વીકૃતિ ઇમેઇલ મોકલી શકો છો અને અન્ય Flow ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરી શકો છો (જેમ કે OpenAI).

જોકે સ્વીકૃતિ ઇમેઇલની કૉપિ તમારી બ્રાંડ દ્વારા Collabs ઍડમિનમાં અથવા અરજદારને ઑટોમૅટિક રીતે મંજૂર કરો ટેમ્પ્લેટની અંદર કસ્ટમાઇઝ કરી શકાય છે, પણ ઘણી બ્રાંડ્સ તેમના ક્રિએટર્સના પાર્ટનર્સને તેમના પ્રોગ્રામમાં આવકારવા માટે વધુ બ્રાંડ માહિતી મોકલવાનું પસંદ કરે છે. તમે તમારા પ્રોગ્રામમાં ક્રિએટરની સ્વીકૃતિ વિશેની મૂળભૂત બાબતો પહેલા તમારા ક્રિએટર્સને ટેમ્પ્લેટ ઇમેઇલમાં મોકલી શકો છો અને પછી વધુ માહિતી સાથે ફોલો-અપ ઇમેઇલ મોકલી શકો છો.

હું 'ભેટ પર ફોલો-અપ લો' અને 'પહેલા સેલ પર અભિનંદન' ટેમ્પ્લેટમાંના ઇમેઇલને મારી બ્રાંડ માટે વધુ ચોક્કસ કેવી રીતે બનાવી શકું?

Flow મારફતે બનાવેલા કોઈપણ ઇમેઇલને કસ્ટમાઇઝ કરવા માટે, તમે મૂળ ભેટ પર ફૉલો-અપ કરો અથવા પ્રથમ સેલ પર અભિનંદન ટેમ્પ્લેટમાંથી ઇમેઇલ મોકલવાની અંતિમ ક્રિયા હટાવી શકો છો અને તેને Klaviyoની ઝુંબેશ બનાવો ક્રિયા વડે બદલી શકો છો. તમે જે ઇમેઇલ મોકલવા માંગો છો તે Klaviyoની અંદર જ બનેલ હોવો જરૂરી છે.

ક્રિએટરના વેલકમ ઇમેઇલમાં મારે શું શામેલ કરવું જોઈએ?

ક્રિએટર્સ માટે તમારી પ્રોડક્ટ્સનું વેચાણ કરવાનું સરળ બનાવો. તમારા વેલકમ ઇમેઇલમાં, આ શામેલ કરો:

  • તમારી બ્રાંડની વાર્તા સાથે મુખ્ય વિગતો, જેમ કે તમારા સ્થાપકની વાર્તા અથવા તમારી પ્રોડક્ટનું પૅકેજિંગ
  • તમે જેમની સાથે કામ કર્યું હોય તેવા અન્ય ક્રિએટર્સની ઉચ્ચ-પ્રદર્શનવાળી સામગ્રીના ઉદાહરણો
  • તમારી પ્રોડક્ટ્સના શ્રેષ્ઠ ફોટા કેવી રીતે લેવા, તેના વિશેની માર્ગદર્શિકા
  • ક્રિએટરના પર્ક વિશેની વિગતો
  • તમારા એફિલિએટ પ્રોગ્રામની અપેક્ષાઓ અને શરતો
  • કોઈપણ બ્રાંડ ટૅગ કે હૅશટૅગ

એવું બીજું કંઈપણ શામેલ કરો જે ક્રિએટર્સને તેમનું પ્રથમ એફિલિએટ સેલ કરવામાં મદદ કરી શકે.

હું Klaviyoનો ઉપયોગ કરીને ક્રિએટર્સને બ્રાંડવાળો વેલકમ ઇમેઇલ કેવી રીતે મોકલી શકું?

જોકે સ્વીકૃતિ ઇમેઇલની કૉપિ તમારી બ્રાંડ દ્વારા Collabs ઍડમિનમાં અથવા અરજદારને ઑટોમૅટિક રીતે મંજૂર કરો ટેમ્પ્લેટની અંદર કસ્ટમાઇઝ કરી શકાય છે, પણ ઘણી બ્રાંડ્સ તેમના ક્રિએટર્સના પાર્ટનર્સને તેમના પ્રોગ્રામમાં આવકારવા માટે વધુ બ્રાંડ માહિતી મોકલવાનું પસંદ કરે છે. તમે તમારા પ્રોગ્રામમાં ક્રિએટરની સ્વીકૃતિ વિશેની મૂળભૂત બાબતો પહેલા તમારા ક્રિએટર્સને ટેમ્પ્લેટ ઇમેઇલમાં મોકલી શકો છો અને પછી વધુ માહિતી સાથે ફોલો-અપ ઇમેઇલ મોકલી શકો છો.

મંજૂર કરેલ અરજદારોને Klaviyoમાં એક્સપોર્ટ કરો ટેમ્પ્લેટ તમને સ્વીકૃત ક્રિએટર્સની ઇમેઇલ માહિતી ઑટોમૅટિક રીતે Klaviyo સેગમેન્ટમાં મોકલવાની મંજૂરી આપે છે, જેથી તમે Klaviyo મારફતે ઇમેઇલ મોકલી શકો. તમે Klaviyoની ઝુંબેશ બનાવો ક્રિયાનો પણ ઉપયોગ કરી શકો છો. વર્કફ્લો સક્રિય થાય તે પહેલાં, તમે જે ઇમેઇલ મોકલવા માંગો છો તે Klaviyoની અંદર બનેલો હોવો જરૂરી છે.

Flowનો ઉપયોગ કરીને ક્રિએટર્સને ઇમેઇલ મોકલવાની બીજી કઈ રીતો છે?

તમે Flow મારફતે Klaviyo જેવી કમ્યુનિકેશન ઍપમાં તમારા ક્રિએટરની સંપર્ક માહિતી ઉમેરી લો, ત્યારબાદ તમે કોઈપણ સમયે ક્રિએટર-આધારિત ઝુંબેશ ચલાવી શકો છો. નીચેની શ્રેષ્ઠ પદ્ધતિઓની સમીક્ષા કરો:

  1. તમારા ક્રિએટર્સ સાથે તમારા ગ્રાહકો જેવો વ્યવહાર કરો.
  • તમારી બ્રાંડમાં શું ચાલી રહ્યું છે તેની તેમને જાણ થાય તેની ખાતરી કરવા માટે તમારા ક્રિએટર્સને સમાન ઇમેઇલ મોકલીને નવા લૉન્ચ અને આગામી સેલ માટે તમે પહેલેથી જ બનાવી રહ્યાં છો તે માર્કેટિંગ સામગ્રીમાંથી મહત્તમ લાભ મેળવો. તમે પ્રોડક્ટ લૉન્ચ કરવાના ઇમેઇલમાંથી ઍસેટનો ફરીથી ઉપયોગ કરી શકો છો અને તમે લૉન્ચ કરો તેના એક અઠવાડિયા પહેલાં શું આવવાનું છે તેનું પ્રિવ્યૂ તમારા ક્રિએટર્સને આપવા માટે તમારા મેસેજિંગમાં થોડો ફેરફાર કરી શકો છો. તમે તેમને એ પણ યાદ અપાવી શકો છો કે તેઓ તમારી નવી પ્રોડક્ટ માટે લાવેલા દરેક સેલ પર કમિશન મેળવે છે.
  1. ક્રિએટર-આધારિત ઝુંબેશ અથવા માસિક ન્યૂઝલેટર્સ બનાવો.
  • નવી પ્રોડક્ટ અથવા ઝુંબેશ વિશેના પડદા પાછળની સામગ્રી શેર કરવા માટે ક્રિએટર-આધારિત ઝુંબેશ બનાવવી, અન્ય ક્રિએટર્સની કેટલીક શ્રેષ્ઠ પ્રદર્શનવાળી પોસ્ટ્સ ભેગી કરવી અથવા તમારી બ્રાંડ સંબંધિત સામગ્રી બનાવવામાં તેમને મદદ કરી શકે તેવી આગામી રજાઓ શેર કરવાથી, ખાતરી થશે કે તમે તેમના મનમાં મોખરે રહો છો.

હું Collabs x Flow ઇન્ટિગ્રેશનનો બીજો કેવી રીતે ઉપયોગ કરી શકું?

ઉપયોગમાં લેવા માટે તૈયાર ટેમ્પ્લેટ્સ ઉપરાંત, તમે ઉપલબ્ધ ટ્રિગર્સ અને ક્રિયાઓનો ઉપયોગ કરીને Collabs પરની પ્રવૃત્તિને તમારી અન્ય ઍપ સાથે કનેક્ટ કરવા માટે કસ્ટમ વર્કફ્લો સેટ કરી શકો છો. કેટલાક ઉદાહરણોમાં શામેલ છે:

  1. તમારા અનબૉક્સિંગ અનુભવને વિશેષ બનાવો.
  • Collabsને આભારી તમામ ઑર્ડર્સમાં અથવા રિડીમ કરવામાં આવેલી બધી Collabs ભેટોમાં ટૅગ ઉમેરવા માટે વર્કફ્લો સેટ કરો જેથી તે ઑર્ડર્સને કાળજીપૂર્વક સંભાળવા માટે તમારા ફુલફિલમેન્ટ સેન્ટરને સૂચિત કરી શકાય. તમે ખરીદી સાથે ભેટ ઉમેરવા, ગિફ્ટ રેપિંગ ઉમેરવા અથવા મેળવનારના અનબૉક્સિંગ અનુભવને બહેતર બનાવવા માટે વ્યક્તિગત કરેલી નોંધ ઉમેરવા ઑર્ડરને અપડેટ કરવા માટે ક્રિયાઓ બનાવી શકો છો. તમે ઑર્ડર માટે કારણભૂત (ક્રિએટર દ્વારા લાવવામાં આવેલા ઑર્ડર્સ માટે) અથવા ગિફ્ટનો દાવો કરેલ (ક્રિએટરની ભેટ માટે) Collabs-વિશિષ્ટ ટ્રિગરમાંથી કોઈ એકમાં ઑર્ડર નોંધ અપડેટ કરો ક્રિયા ઉમેરીને આવું કરી શકો છો.
  1. Collabs પર શું થઈ રહ્યું છે તે વિશે તમારી ટીમને સૂચિત કરો.
  • એવો વર્કફ્લો સેટ કરો કે જ્યારે પણ કોઈ નવા ક્રિએટર તમારા પ્રોગ્રામ માટે અરજી કરે અથવા સેલ કરે ત્યારે તે Slack પર તમારી ટીમને પિંગ કરે. તમારી ટીમના કાર્યો વિશે અપડેટ રહેવા માટે તમે Collabsને તમારી ટીમના પ્રોજેક્ટ મેનેજમેન્ટ સૉફ્ટવેર સાથે કનેક્ટ કરીને પણ વ્યવસ્થિત રહી શકો છો. તમે કોઈપણ Collabs-વિશિષ્ટ ટ્રિગર અને Shopify Flowમાં કનેક્ટર્સનો ઉપયોગ કરીને આ સેટ કરી શકો છો.