Facebook અને Instagram પર માર્કેટિંગ
તમે તમારી પ્રોડક્ટને Facebook પરના કૅટેલોગ સાથે સિંક કરવા માટે Meta દ્વારા Facebook અને Instagram નો ઉપયોગ કરી શકો છો, જેથી તમે Facebook પર તમારી પ્રોડક્ટ માટે માર્કેટિંગ પ્રવૃત્તિઓ બનાવી શકો.
Facebook, Instagram, Messenger અથવા ઑડિયન્સ નેટવર્ક પર જાહેરાત બનાવવા માટે, Meta ના ઍડ્સ મેનેજર નો ઉપયોગ કરો.
તમે Meta દ્વારા Facebook અને Instagram નું સેટઅપ કરી લો તે પછી, તમે તમારી Shopify પ્રોડક્ટને પ્રદર્શિત કરવા માટે Facebook પર નીચેની જાહેરાતો બનાવી શકો છો:
- Facebook ઑડિયન્સ બિલ્ડિંગ જાહેરાતો તમારા ઑનલાઇન સ્ટોર પર ટ્રાફિક વધારી શકે છે.
- Facebook ડાયનેમિક રિટાર્ગેટિંગ જાહેરાતો તમારા ગ્રાહકોને તમારા સ્ટોરમાંથી નવી પ્રોડક્ટ શોધવામાં મદદ કરી શકે છે.
- Facebook પેજ પોસ્ટ તમારા વર્તમાન Facebook ઑડિયન્સને સ્ટોરના પ્રમોશન અથવા નવી પ્રોડક્ટથી માહિતગાર કરી શકે છે.
તમારી Facebook જાહેરાત ઝુંબેશ ઑપ્ટિમાઇઝ કરો
તમે તમારી Facebook જાહેરાત ઝુંબેશ બનાવી લો તે પછી, તમે Meta ના ઍડ્સ મેનેજરમાં મુખ્ય મેટ્રિકનો રિવ્યૂ કરીને તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન અને ઑપ્ટિમાઇઝ કરી શકો છો.
તમારી જાહેરાત ઝુંબેશ કેવું પ્રદર્શન કરી રહી છે તેનું મૂલ્યાંકન કરવા માટે, નીચે આપેલા પાયાના કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર (KPI) નો રિવ્યૂ કરો:
- CPC (ક્લિક દીઠ ખર્ચ): જ્યારે કોઈ વ્યક્તિ તમારી જાહેરાત પર ક્લિક કરે છે, ત્યારે તમે ચૂકવો છો તે સરેરાશ ખર્ચ.
- CTR (ક્લિક-થ્રુ રેટ): તમારી જાહેરાત જોયા પછી તેના પર ક્લિક કરનાર લોકોની ટકાવારી. એક બેન્ચમાર્ક તરીકે, ડેસ્કટૉપ અને ન્યૂઝ ફીડ જાહેરાતો પર ઓછામાં ઓછો 1% અને મોબાઇલ ન્યૂઝ ફીડ જાહેરાતો પર ઓછામાં ઓછો 2% CTR પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખો.
- CPP (ખરીદી દીઠ ખર્ચ): તમારી જાહેરાતો દ્વારા ગ્રાહક પાસેથી ખરીદી કરાવવાનો સરેરાશ ખર્ચ.
- ફ્રિક્વન્સી: દરેક વ્યક્તિને સરેરાશ કેટલી વાર તમારી જાહેરાત બતાવવામાં આવી હતી.
ઑપ્ટિમાઇઝેશનના નિર્ણયો લેતા પહેલાં તમારી ઝુંબેશ શરૂ કર્યા પછી 4-5 દિવસ રાહ જુઓ. આનાથી જાણકારી આધારિત ફેરફારો કરવા માટે પૂરતો ડેટા મળે છે.
તમે નીચે આપેલા પગલાંની મદદથી તમારી જાહેરાતના પ્રદર્શનની વિગતવાર ઝાંખી મેળવી શકો છો:
- Meta ના ઍડ્સ મેનેજરમાં, તમારી ઝુંબેશ ખોલો.
- પ્લેસમેન્ટ, વસ્તીવિષયક અને અન્ય પરિબળો દ્વારા પ્રદર્શનનો વિગતવાર ડેટા જોવા માટે બ્રેકડાઉન પર ક્લિક કરો.
- કયા ઍડ સેટ અને પ્લેસમેન્ટ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે તે ઓળખવા માટે આ ડેટાનો ઉપયોગ કરો અને તે મુજબ તમારું ટાર્ગેટિંગ અથવા બજેટ ઍડજસ્ટ કરો.
તમારી Facebook જાહેરાતોને ઑપ્ટિમાઇઝ કરવા વિશે વધુ માહિતી માટે, નીચે આપેલા સંસાધનોનો સંદર્ભ લો: