Launchpad વડે સેલ ઇવેન્ટનું મેનેજમેન્ટ કરવું
Shopify App Store પરથી Launchpad ઇન્સ્ટૉલ કરો.
તમે સેલ, પ્રોડક્ટ ડ્રોપ અને ઇન્વેન્ટરી રિસ્ટોક જેવી ઇવેન્ટને શેડ્યૂલ, કોઓર્ડિનેટ અને એક્ઝિક્યુટ કરવા માટે Launchpadનો ઉપયોગ કરી શકો છો. જેમ જેમ ઇવેન્ટ આગળ વધે છે, તેમ તમે ઍપનું રિયલ-ટાઇમ, ઍનલિટિક ડેશબોર્ડ જોઈને તેની સફળતાને ટ્રૅક કરી શકો છો.
તમે નીચેના ઇવેન્ટ સંબંધિત કાર્યોને ઑટોમેટ કરવા માટે Launchpad ઍપનો ઉપયોગ કરી શકો છો:
- ઇવેન્ટની શરૂઆતમાં અને અંતમાં પ્રોડક્ટની કિંમતમાં ફેરફાર કરો.
- પસંદ કરેલી પ્રોડક્ટને તમારી સેલ્સ ચેનલો માટે ઉપલબ્ધ કરાવો જેથી તેમને પસંદ કરેલા સમયે અને તારીખે રિલીઝ કરી શકાય.
- ઇવેન્ટની શરૂઆતમાં ઇન્વેન્ટરી સ્તર વધારો.
- ઇવેન્ટમાં સામેલ પ્રોડક્ટને વધુ સારી રીતે હાઇલાઇટ કરવા માટે ક્રિએટિવ અને થીમ કસ્ટમાઇઝેશન શેડ્યૂલ કરો.
- ઇવેન્ટ શરૂ થતાં પહેલાં ઉત્સાહ અને અપેક્ષા વધારવા માટે, નિશ્ચિત સમયગાળા માટે તમારા ઑનલાઇન સ્ટોરને પાસવર્ડથી સુરક્ષિત કરો.
- ઇવેન્ટની સફળતા વિશે ડેટા એકત્રિત કરો.