Launchpad માર્ગદર્શિકા અને મર્યાદાઓ

Launchpad ઇવેન્ટ્સ બનાવવા વિશે નીચેની માર્ગદર્શિકાનો રિવ્યૂ કરો, જેમાં કલેક્શન, શેડ્યૂલિંગ અને B2B ભાવપત્રકો સાથે સંબંધિત મર્યાદાઓ શામેલ છે.

તમારી ઇવેન્ટ શેડ્યૂલ કરવી

  • તમે ઓવરલેપ થતી ઇવેન્ટ ચલાવી કે શેડ્યૂલ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે કોઈ ઇવેન્ટ શેડ્યૂલ કરેલી હોય જેની કોઈ અંતિમ તારીખ ન હોય અને તમે નવી ઇવેન્ટ શેડ્યૂલ કરવા માગતા હો, તો તમારે વર્તમાન ઇવેન્ટને એવી રીતે એડિટ કરવાની જરૂર પડશે કે તેની અંતિમ તારીખ નવી ઇવેન્ટની શરૂઆતની તારીખ પહેલાં હોય.
  • અગાઉની ઇવેન્ટ પૂરી થયાના ઓછામાં ઓછા પાંચ મિનિટ પછી શરૂ થાય તે રીતે ઇવેન્ટ શેડ્યૂલ કરવી આવશ્યક છે.

પ્રોડક્ટ્સ ઉમેરવી અને એડિટ કરવી

  • જ્યારે તમે કોઈ Launchpad ઇવેન્ટમાં કલેક્શન ઉમેરો છો, ત્યારે ખરાઈ કરો કે કોઈપણ કલેક્શનમાં 1000થી વધુ પ્રોડક્ટ્સ ન હોય.
  • જો તમે ઇવેન્ટ દરમિયાન પ્રોડક્ટની કિંમત એડિટ કરો છો, તો ઇવેન્ટ પૂરી થાય ત્યારે પ્રોડક્ટ તેની ઇવેન્ટ પહેલાંની કિંમત પર પાછી આવી જશે. જો તમારે વારંવાર પ્રોડક્ટની વિગતો અપડેટ કરવાની જરૂર હોય, તો નાની ઇવેન્ટ્સ શેડ્યૂલ કરો જેથી ઇવેન્ટ્સ વચ્ચે વિગતો અપડેટ કરી શકાય.

ડિસ્કાઉન્ટ મેનેજ કરવાં

  • એક ઇવેન્ટમાં તમામ ટકાવારી ડિસ્કાઉન્ટ પ્રોડક્ટની નિયમિત કિંમતો પર લાગુ થાય છે, સરખામણી કિંમતો પર નહીં. જ્યારે સેલ ઇવેન્ટ શરૂ થાય છે, ત્યારે તમે ઇવેન્ટ માટે નિર્દિષ્ટ કરેલી સેલ કિંમતો ગ્રાહકોને પ્રદર્શિત થાય છે. જો તમારી પાસે તમારી પ્રોડક્ટ માટે સરખામણી કિંમતો હોય, તો ઇવેન્ટના સમયગાળા માટે આ મૂલ્યો પ્રોડક્ટની નિયમિત, સેલ પહેલાંની કિંમતોમાં બદલાઈ જશે. જ્યારે ઇવેન્ટ સમાપ્ત થાય છે, ત્યારે નિયમિત અને સરખામણી બંને કિંમતો ઇવેન્ટ પહેલાંનાં તેમનાં મૂલ્યોમાં પાછી ફરી જાય છે. જો તમે ઇવેન્ટ દરમિયાન સરખામણી કિંમતો પ્રદર્શિત કરવા માગતા ન હો, તો તમારી ઇવેન્ટ થીમમાંથી તેને હટાવો.
  • જો તમે એવી ઇવેન્ટ બનાવો છો કે જે કલેક્શન પર ડિસ્કાઉન્ટ લાગુ કરે છે, તો જ્યારે ઇવેન્ટ શરૂ થાય છે અને જ્યારે ઇવેન્ટ સમાપ્ત થાય છે ત્યારે તે કલેક્શનમાં પ્રોડક્ટ્સની કિંમતો બદલાય છે. ઇવેન્ટ દરમિયાન કલેક્શનમાં પ્રોડક્ટ ઉમેરવાથી ડિસ્કાઉન્ટ લાગુ પડતું નથી. ઇવેન્ટ દરમિયાન કલેક્શનમાંથી પ્રોડક્ટને હટાવવાથી ડિસ્કાઉન્ટ હટી જતું નથી, જોકે ઇવેન્ટ સમાપ્ત થાય ત્યારે પ્રોડક્ટ હજુ પણ ઑટોમૅટિક રીતે નિયમિત કિંમત પર પાછી ફરે છે.
  • જથ્થાબંધ કિંમતો Launchpad ઇવેન્ટ્સથી પ્રભાવિત થઈ શકે છે.
  • ગ્રાહકો Launchpad ઇવેન્ટ દરમિયાન ડિસ્કાઉન્ટ કોડનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહક સેલમાં હોય તેવી પ્રોડક્ટ માટે ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરે તો તે સેલ કિંમત પર લાગુ થાય છે. ઉદાહરણ તરીકે, Launchpad ઇવેન્ટ દરમિયાન $1,000 USDની કિંમતનું શર્ટ $500 USDમાં મળે છે. ઇવેન્ટ દરમિયાન ગ્રાહક 10% ડિસ્કાઉન્ટ કોડ વાપરીને આ શર્ટ $450 USDમાં ખરીદી શકે છે. ડિસ્કાઉન્ટ કોડ નિષ્ક્રિય કરવા માટે Launchpadનો ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ ઇવેન્ટ ચાલે ત્યાં સુધી જાતે ડિસ્કાઉન્ટ કોડ નિષ્ક્રિય કરી શકાય છે અને ઇવેન્ટ પૂરી થયા પછી તેને ફરી સક્રિય કરી શકાય છે. Shopify Plus પ્લાન પરના સ્ટોર માટે, ખાસ કરીને ઘણા ડિસ્કાઉન્ટ કોડ હોય તેવા સ્ટોર માટે, કોડ જાતે નિષ્ક્રિય કરવાની સામાન્ય રીતે ભલામણ કરાતી નથી.
  • જો તમે તમારી ઇવેન્ટના ભાગરૂપે ગિફ્ટ કાર્ડ માટે ડિસ્કાઉન્ટ સેટ કરો છો, તો ગિફ્ટ કાર્ડનું મૂલ્ય પણ ઘટી જશે. ગિફ્ટ કાર્ડને ચલણનું સ્વરૂપ ગણવામાં આવતું હોવાથી, તમે Launchpadનો ઉપયોગ કરીને ગિફ્ટ કાર્ડને તેના મૂલ્ય કરતાં ઓછી કિંમતે વેચી શકતા નથી. ઉદાહરણ તરીકે, 50% ડિસ્કાઉન્ટ ધરાવતા $50 USDના ગિફ્ટ કાર્ડની કિંમત અને મૂલ્ય બંને $25 USD હશે.
  • એક જ ઇવેન્ટમાં એક જ પ્રોડક્ટને અલગ-અલગ કિંમતો માટે એકથી વધુ વાર ઉમેરવામાં આવે તે શક્ય છે. જ્યારે આવું થાય છે, ત્યારે કિંમત નિર્ધારણના કોઈપણ તફાવતો આ મુજબ ઉકેલવામાં આવે છે:
    • જો પ્રોડક્ટની કોઈ સેટ કરેલી કિંમત હોય, તો તમારા ગ્રાહકને આ કિંમત ઑફર કરવામાં આવે છે. કોઈ કલેક્શન ડિસ્કાઉન્ટ લાગુ પડતાં નથી.

    • જો પ્રોડક્ટ માટે કોઈ સેટ કરેલી કિંમત ન હોય, તો તમારા ગ્રાહકને સૌથી ઓછી ડિસ્કાઉન્ટેડ કિંમત ઑફર કરવામાં આવે છે.

      ઉદાહરણ તરીકે, તમે એક સ્નોમેન ટી-શર્ટ (નિયમિત કિંમત $30 USD) ઉમેરો છો અને સેલ કિંમત $20 USD સેટ કરો છો. પછી, તમે એક કલેક્શન ઉમેરો છો જેમાં એ જ સ્નોમેન ટી-શર્ટ શામેલ છે અને 50% ડિસ્કાઉન્ટ સેટ કરો છો. ઇવેન્ટ દરમિયાન, ટી-શર્ટ તમારા ગ્રાહકોને $20 USDની સેટ કરેલી કિંમતે ઑફર કરવામાં આવે છે.

      પછીથી, તમે એક અલગ ઇવેન્ટ બનાવો છો અને બે કલેક્શન ઉમેરો છો જેમાં બંનેમાં સમાન સ્નોમેન ટી-શર્ટ (નિયમિત કિંમત $30 USD) શામેલ છે. પ્રથમ કલેક્શન પર 25% ડિસ્કાઉન્ટ છે અને બીજા કલેક્શન પર 50% ડિસ્કાઉન્ટ છે. આ ઇવેન્ટ દરમિયાન, સ્નોમેન ટી-શર્ટ તમારા ગ્રાહકોને $15 USDની 50% ડિસ્કાઉન્ટેડ કિંમતે ઑફર કરવામાં આવે છે.

B2B ભાવપત્રકો

  • Launchpad ઇવેન્ટ દ્વારા બનાવવામાં આવેલ ડિસ્કાઉન્ટ, B2B કૅટેલોગમાં શામેલ પ્રોડક્ટ્સ પર લાગુ થાય છે. જો કોઈ B2B ગ્રાહક એવી આઇટમ ખરીદે છે જે Launchpad ઇવેન્ટ અને B2B કૅટેલોગ બંને દ્વારા ડિસ્કાઉન્ટેડ છે, તો બંને ડિસ્કાઉન્ટ લાગુ થાય છે.
  • જો કોઈ ગ્રાહક B2B ગ્રાહક તરીકે લૉગ ઇન કરે છે અને તમારા સ્ટોરમાં કોઈ પ્રોડક્ટ પેજની મુલાકાત લે છે જે Launchpad ઇવેન્ટ અને B2B કૅટેલોગ બંને દ્વારા ડિસ્કાઉન્ટેડ છે, તો પ્રોડક્ટ અથવા કલેક્શન પેજ પર સરખામણી કિંમતો અને સેલ ટૅગ પ્રદર્શિત થતાં નથી.

તમારું પાસવર્ડ પેજ સક્રિય કરવું

  • જ્યારે તમે ઇવેન્ટ બનાવી રહ્યા હોવ, ત્યારે જો તમે Launchpad ઍપમાંથી પાસવર્ડ પેજ સક્રિય કરો છો, તો તે તમારા સ્ટોરના સેટિંગ્સને ઓવરરાઇડ કરી શકે છે:
    • જો તમારી પાસે અગાઉથી જ તમારા સ્ટોર માટે પાસવર્ડ પેજ સક્રિય છે અને જ્યારે તમે તમારી ઇવેન્ટ બનાવો છો ત્યારે Launchpadમાં પેજ સક્રિય કરતા નથી, તો તમારી ઇવેન્ટ ચાલી રહી હોય તે સમય દરમિયાન પાસવર્ડ પેજ સક્રિય રહે છે. જ્યાં સુધી તમે તેને તમારા Shopify ઍડમિનમાં ઑનલાઇન સ્ટોર > પ્રાથમિકતાઓમાંથી જાતે હટાવતા નથી ત્યાં સુધી પાસવર્ડ પેજ હટાવવામાં આવતું નથી.
    • જો તમારી પાસે અગાઉથી જ તમારા સ્ટોર માટે પાસવર્ડ પેજ સક્રિય છે અને જ્યારે તમે તમારી ઇવેન્ટ બનાવો છો ત્યારે Launchpadમાં પેજ સક્રિય કરો છો, તો જ્યારે ઇવેન્ટ શરૂ થાય છે ત્યારે તમારું પાસવર્ડ પેજ હટાવી દેવામાં આવે છે. તમારી ઇવેન્ટ સમાપ્ત થાય ત્યારે તે રિસ્ટોર કરવામાં આવતું નથી.