પિક્સેલ ઓવરવ્યૂ
ગ્રાહક ઇવેન્ટ ટ્રેક કરતા પિક્સેલને મેનેજ કરવા અને ઉમેરવા માટે તમે Shopify પિક્સેલ મેનેજરનો ઉપયોગ કરી શકો છો. ગ્રાહક ઇવેન્ટ એ ગ્રાહકના બ્રાઉઝરમાં થતી ક્રિયાઓ છે, ઉદાહરણ તરીકે, લિંક પર ક્લિક કરવું અથવા કાર્ટમાં પ્રોડક્ટ ઉમેરવી. તમે તમારા Shopify ઍડમિનના ગ્રાહક ઇવેન્ટ વિભાગમાં પિક્સેલ ઉમેરી અને મેનેજ કરી શકો છો.
અગાઉ, વેપારીઓ તેમના ઑનલાઇન સ્ટોરમાં વિવિધ સ્થાનો પર મેન્યુઅલી JavaScript સ્નિપેટ ઉમેરી શકતા હતા: ઑનલાઇન પ્રાધાન્યતાઓમાં, ચેકઆઉટ સ્ક્રિપ્ટમાં અને ઍપમાં. આ સ્ક્રિપ્ટ સામાન્ય રીતે ગુણવત્તા નિયંત્રિત ન હતી અને તેને મેનેજ કરવામાં ઘણો સમય લાગતો હતો. પિક્સેલ મેનેજર વડે, તમારી સ્ક્રિપ્ટને સિંગલ મેનેજમેન્ટ ટૂલમાં સ્ટોર કરવામાં આવે છે અને તે સેન્ડબૉક્સ વાતાવરણમાં રન થાય છે. તમારા સ્ટોરમાં ઍપ પિક્સેલ અથવા કસ્ટમ પિક્સેલ ઉમેરવાથી નીચેના લાભ મળી શકે છે:
- ચેકઆઉટ ઇવેન્ટ સહિત, તમારા ઑનલાઇન સ્ટોર પર ગ્રાહક ઇવેન્ટના સ્ટ્રીમનો ઍક્સેસ.
- તમારા ઑનલાઇન સ્ટોર અને તમારા ગ્રાહકો માટે સુરક્ષાનું વધારાનું લેયર, જેમાં તમે તૃતીય-પક્ષ સેવાઓ સાથે શેર કરો છો તે ગ્રાહક ડેટા પર વધુ નિયંત્રણ શામેલ છે.
- નૉન-પર્ફોર્મિંગ Javascript રન કરતા તૃતીય-પક્ષ કોડને અટકાવવો અથવા તમારા ઑનલાઇન સ્ટોર અને ચેકઆઉટમાં દખલગીરીને રોકવી.
- પ્રાઇવસીના પાલન માટે બિલ્ટ-ઇન ટૂલ.
તમારા ઑનલાઇન સ્ટોરમાં પિક્સેલ 2 રીતે ઉમેરી શકાય છે: ઍપ પિક્સેલ દ્વારા, જે માર્કેટિંગ અને ડેટા એકત્રીકરણ ઍપ મારફતે ઇન્સ્ટૉલ કરવામાં આવે છે અને કસ્ટમ પિક્સેલ, જે તમારા Shopify ઍડમિનના પિક્સેલ મેનેજરમાં ડેવલપર દ્વારા મેન્યુઅલી ઉમેરી શકાય છે.
પિક્સેલ સ્ટોરફ્રન્ટ, ચેકઆઉટ, થેન્ક યુ પેજ અને ઑર્ડર સ્ટેટસ પેજ પર ઑટોમૅટિક રીતે લોડ થાય છે. ગ્રાહક એકાઉન્ટ પેજ પર, તમે ગ્રાહક એકાઉન્ટ માટે કસ્ટમ સબડોમેન કનેક્ટ કરો તે પછી જ પિક્સેલ લોડ થાય છે અને તે પેજ પર માત્ર page_viewed ગ્રાહક ઇવેન્ટ ટ્રેક કરે છે.
પિક્સેલ માટે સેન્ડબૉક્સ વાતાવરણ
ઍપ પિક્સેલ અને કસ્ટમ પિક્સેલ માટે Shopify સુરક્ષિત સેન્ડબૉક્સનો ઉપયોગ કરે છે. સેન્ડબૉક્સ એ એક અલગ વાતાવરણ છે જે તમને તમારા બાકીના ઑનલાઇન સ્ટોરને અસર કર્યા વિના સ્ક્રિપ્ટ રન કરવાની મંજૂરી આપે છે. સેન્ડબૉક્સવાળા પિક્સેલને તમારી વેબસાઇટ પર ગમે ત્યાં રન કરવાની સ્વતંત્રતા હોય છે, પરંતુ તે સેન્ડબૉક્સની અંદર ઉપલબ્ધ કરાવેલા ડેટા સુધી પ્રતિબંધિત હોય છે. આ સેન્ડબૉક્સ ખાતરી કરે છે કે પિક્સેલ મેનેજરમાં ઇન્સ્ટૉલ કરેલા અથવા બનાવેલા કોઈપણ પિક્સેલ પિક્સેલના જણાવેલ હેતુની બહાર ડેટા એકત્રિત કરી શકતા નથી અથવા પુનઃપ્રાપ્ત કરી શકતા નથી, જે સુરક્ષા માટે જોખમી બની શકે છે.
પિક્સેલ સાથે સંકળાયેલા સંભવિત જોખમો વિશે વધુ જાણો.
પિક્સેલ સેન્ડબૉક્સની મર્યાદાઓ
કઈ માહિતી ઍક્સેસ કરી શકાય તેના પર કેટલીક મર્યાદાઓ છે, કારણ કે પિક્સેલ સુરક્ષિત સેન્ડબૉક્સ વાતાવરણમાં રન થાય છે. વધેલી સુરક્ષા તમને અને તમારા ગ્રાહકોને તૃતીય પક્ષો પાસે કયા ડેટાનો ઍક્સેસ છે તેના પર વધુ નિયંત્રણ આપે છે. આ મર્યાદાઓ કદાચ કેટલાક તૃતીય-પક્ષ પિક્સેલ સાથે સુસંગત ન પણ હોય. કયા પિક્સેલ સુસંગત છે તેની પુષ્ટિ કરવા માટે તૃતીય-પક્ષ પિક્સેલ પ્રદાતાનો સંપર્ક કરો.
પિક્સેલ સેન્ડબૉક્સની નીચેની જાણીતી મર્યાદાઓ રિવ્યૂ કરો:
- પિક્સેલ સેન્ડબૉક્સ યુઝર ઇન્ટરફેસ એલિમેન્ટ રેન્ડર કરી શકતા નથી, જેમ કે બટન, ફોર્મ, બૅનર અથવા મોડલ.
- પિક્સેલ સેન્ડબૉક્સ ઑટોમૅટિક રીતે નીચેની માહિતી શોધી શકતા નથી:
- DOM (Document Object Model) સ્ક્રૅપિંગમાંથી ઇવેન્ટ.
- DOM સ્ક્રૅપિંગમાંથી મેટાડેટા.
- DOM સ્ક્રૅપિંગમાંથી ઇમેઇલ અને ફોન જેવી યુઝરની માહિતી.
- DOM સ્ક્રૅપિંગમાંથી આઉટબાઉન્ડ લિંક ક્લિક.
- પેજ સ્ક્રૉલિંગ.
- DOM સ્ક્રૅપિંગમાંથી હીટમેપ બનાવવા માટે ક્લિક અને માઉસની મૂવમેન્ટ.
લૅક્સ સેન્ડબૉક્સમાં પેજના URL શોધવાના ઑટોમૅટિક ડિટેક્શનમાં સેન્ડબૉક્સ વર્ઝન શામેલ છે અને તે બરાબર મુખ્ય વિન્ડોનું URL દર્શાવતું નથી. તમે page_viewed ઇવેન્ટમાંથી મુખ્ય વિન્ડોનું URL મેળવી શકો છો.
DOM સ્ક્રૅપિંગમાંથી ઇવેન્ટ, મેટાડેટા, યુઝરની માહિતી અને આઉટબાઉન્ડ લિંકના ઑટોમૅટિક ડિટેક્શન માટે, તમે વિકલ્પ તરીકે કસ્ટમ ઇવેન્ટ પ્રકાશિત કરી શકો છો. કદાચ બધા ઍપ પિક્સેલ દ્વારા કસ્ટમ ઇવેન્ટ પ્રકાશિત કરવાનું સમર્થિત ન પણ હોય.
પિક્સેલ ટ્રેકિંગ ક્ષમતાઓ
દરેક પિક્સેલ પ્રકાર માટે તમે સામાન્ય રીતે શું ટ્રેક કરવાની અપેક્ષા રાખી શકો છો, તેનું વર્ણન નીચે મુજબ છે:
- કન્વર્ઝન અને માર્કેટિંગ પિક્સેલ: સ્ટાન્ડર્ડ ચેકઆઉટ ઇવેન્ટ અને ગ્રાહક ક્રિયાઓ મોટાભાગના કન્વર્ઝન ટ્રેકિંગ માટે કાર્ય કરે છે. ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબર માટે ફોર્મ ઑટોમૅટિક રીતે સ્ક્રૅપ કરતી સુવિધાઓ સેન્ડબૉક્સમાં કદાચ કામ ન કરે. તેના બદલે મોટાભાગના પિક્સેલ પ્રદાતાઓ આ ડેટાને મેન્યુઅલી પાસ કરવાનું સમર્થન કરે છે.
- ઍનાલિટિક્સ પિક્સેલ: સ્ટાન્ડર્ડ ગ્રાહક ઇવેન્ટ જેવી કે પેજ વ્યૂ, પ્રોડક્ટ વ્યૂ, કાર્ટ અપડેટ, ખરીદી અને શોધ, આ બધું કાર્ય કરે છે. તમે
Shopify.analytics.publish()પદ્ધતિનો ઉપયોગ કરીને કસ્ટમ ઇવેન્ટને ટ્રેક પણ કરી શકો છો. ફોર્મની ક્રિયાપ્રતિક્રિયાઓ અને લિંક ક્લિકને ટ્રેક કરવા માટે તેમને કસ્ટમ ઇવેન્ટ તરીકે પ્રકાશિત કરવાની જરૂર છે. - Google Tag Manager: તમે કસ્ટમ પિક્સેલ તરીકે Google Tag Manager રન કરી શકો છો. જોકે, Google Tag Manager જે પિક્સેલ લોડ કરે છે તે હજુ પણ Shopify સેન્ડબૉક્સમાં રન થાય છે, તેથી સમાન ટ્રેકિંગ ક્ષમતાઓ અને મર્યાદાઓ લાગુ થાય છે. કસ્ટમ પિક્સેલ તરીકે Google Tag Manager નો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.
ગ્રાહકની પ્રાઇવસી
સંમતિની આવશ્યકતા માટે કન્ફિગર કરેલા માર્કેટમાં (સામાન્ય રીતે યુરોપિયન આર્થિક ક્ષેત્ર (EEA) અને યુનાઇટેડ કિંગડમ), વેબ પિક્સેલ ત્યારે જ રન થાય છે જ્યારે મુલાકાતીઓએ પિક્સેલ કન્ફિગરેશનમાં જરૂરી પરવાનગી આપી હોય. ડિફૉલ્ટ રૂપે, નવા પિક્સેલને માર્કેટિંગ અને ઍનલિટિક્સ પરવાનગીઓની જરૂર હોય છે.
તેવી જ રીતે, ડેટા વેચાણ તરીકે કન્ફિગર કરેલા પિક્સેલ એવા ગ્રાહકો માટે રન થશે નહીં જેમણે ડેટાના વેચાણ અથવા શેરિંગમાંથી નાપસંદગી કરી હોય, સિવાય કે પિક્સેલ મર્યાદિત ડેટાના ઉપયોગને સમર્થન આપતું હોય.
કસ્ટમ પિક્સેલના ડેવલપર સંમતિ એકત્રિત કરવા અને રજિસ્ટર કરવા વિશે વધુ જાણી શકે છે.
સંભવિત જોખમો
હંમેશાં ખાતરી કરો કે તમે તમારા ઑનલાઇન સ્ટોર અથવા સ્ટોર ચેકઆઉટમાં ઉમેરો છો તે કોડ તમે સમજો છો, અથવા કસ્ટમ પિક્સેલ સંબંધિત મદદ માટે Shopify પાર્ટનરને કામે રાખો.
પ્રદર્શનના જોખમો
પિક્સેલ એ સ્ક્રિપ્ટ છે જે ગ્રાહક ઇવેન્ટને ટ્રેક કરવા માટે તમારા ઑનલાઇન સ્ટોરના બેકગ્રાઉન્ડમાં રન થાય છે. તમારી પાસે જેટલી વધુ સ્ક્રિપ્ટ હશે, તમારો સ્ટોર તેટલો ધીમો ચાલશે. આ ઉપરાંત, જો ઉમેરેલી સ્ક્રિપ્ટ તૂટેલી હોય અથવા ખોટી રીતે ફોર્મેટ કરેલી હોય, તો પ્રવૃત્તિ અનિશ્ચિત સમય સુધી ચાલી શકે છે, જેના કારણે તમારી સાઇટ ધીમેથી લોડ થઈ શકે છે અથવા લોડ કરવામાં નિષ્ફળ થઈ શકે છે.
પ્રાઇવસીના જોખમો
ગ્રાહકોની માહિતી ઑનલાઇન સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે વપરાશકર્તાની પ્રાઇવસીનું કડક નિયમન કરવામાં આવે છે. ગ્રાહકની સંમતિની આવશ્યકતાઓને બાયપાસ કરવા માટે કોડ સ્નિપેટનો ઉપયોગ કરી શકાય છે, જે Shopify સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે અને તમારા માટે કાનૂની જવાબદારી ઊભી કરી શકે છે. ખાસ કરીને જો તમે કેટલાક US રાજ્યો અથવા યુરોપિયન આર્થિક ક્ષેત્ર જેવા કડક પ્રાઇવસીના નિયમો ધરાવતાં સ્થાનોમાં રહેતા હોવ અથવા ગ્રાહકોને સેવા આપતા હોવ, તો આ વિશેષરૂપે લાગુ પડે છે. યાદ રાખો કે જ્યારે તમે ગ્રાહક ડેટા એકત્રિત કરવા માટે પિક્સેલનો ઉપયોગ કરો છો, ત્યારે તમે લાગુ કાયદાઓનું પાલન કરવા અને તમામ જરૂરી સંમતિઓ મેળવવા માટે જવાબદાર છો. જો તમે તમને લાગુ પડતી આવશ્યકતાઓ વિશે અચોક્કસ હોવ તો વકીલ સાથે વાત કરો.