ઍનાલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડનો ઉપયોગ કરવો

ઍનાલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ તમારા સ્ટોરના પ્રદર્શન મેટ્રિક્સનો સારાંશ પ્રદાન કરે છે, જેમાં વેચાણ, સત્રો અને ફુલફિલમેન્ટના ડેટાનો સમાવેશ થાય છે, જે આશરે 1 મિનિટમાં અપડેટ થાય છે. કસ્ટમાઇઝ કરી શકાય તેવા મેટ્રિક કાર્ડ્સ ડેશબોર્ડ પરના તમામ મેટ્રિક્સ માટે વિઝ્યુઅલાઇઝેશન પ્રદર્શિત કરે છે, અને તમે સંબંધિત રિપોર્ટ પર સીધા જવા માટે કાર્ડના શીર્ષક પર ક્લિક કરી શકો છો.

ટ્રેન્ડને ઓળખવા અને તમારા વ્યવસાય વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે તમે તારીખની રેન્જને કસ્ટમાઇઝ કરી શકો છો, જુદા-જુદા સમયગાળાના પ્રદર્શનની સરખામણી કરી શકો છો અને આપમેળે જનરેટ થતી આંતરદૃષ્ટિનો રિવ્યૂ કરી શકો છો.

ઍનાલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ પર ક્વિક ફિલ્ટર્સ

ક્વિક ફિલ્ટર્સ એ ઍનાલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડની ટોચ પર મેનૂનો સંગ્રહ છે, જે તમને તમારા વ્યવસાય માટે સૌથી યોગ્ય હોય તે રીતે તમારા મેટ્રિક ડેટાને ફિલ્ટર અને ફોર્મેટ કરવાની મંજૂરી આપે છે.

ઍનાલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડમાં નીચેના ક્વિક ફિલ્ટર મેનૂ શામેલ હોય છે:

  • તારીખ રેન્જ મેનૂ: તમારા મેટ્રિક ડેટાને તારીખ અને સમય રેન્જ દ્વારા ફિલ્ટર કરો. પ્રીસેટ તારીખ રેન્જમાંથી પસંદ કરો, જેમ કે છેલ્લા 7 દિવસો, મહિનાની આજ સુધીની તારીખ અથવા બ્લેક ફ્રાઇડે સાઇબર મન્ડે, અથવા તમારી પોતાની કસ્ટમ તારીખ રેન્જ સેટ કરો. ઍનાલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ ડેટા માટે તારીખ રેન્જ સેટ કરવા વિશે વધુ જાણો.
  • સરખામણી મેનૂ: 2 અલગ-અલગ સમયગાળા દરમિયાન તમારા મેટ્રિક ડેટાની સરખામણી કરો. ઉદાહરણ તરીકે, છેલ્લા 30 દિવસોમાં ચોખ્ખું વેચાણની અગાઉના 30-દિવસના સમયગાળા સાથે અથવા ગયા વર્ષના સમાન સમયગાળા સાથે સરખામણી કરવી.
  • ચલણ મેનૂ: તમારા મેટ્રિક ડેટાને તમારા સ્ટોર ચલણ સિવાયના અન્ય ચલણમાં પ્રદર્શિત કરો. ઉપયોગમાં લેવાયેલ ચલણ કન્વર્ઝન રેટ ટ્રાન્ઝેક્શનના દિવસે ઐતિહાસિક દર પર આધારિત છે.

ઍનાલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ પર તમારા મેટ્રિક્સનાં ડિસ્પ્લે સેટિંગ્સને કન્ફિગર કરો

ડેશબોર્ડ સૌથી મૂલ્યવાન મેટ્રિક્સ પ્રદર્શિત કરે છે, જે તમને તમારા સ્ટોરના પ્રદર્શન અને તમારા ગ્રાહકોના વર્તનની આંતરદૃષ્ટિ આપે છે. મેટ્રિક્સ સંખ્યાત્મક ફોર્મેટમાં કાર્ડ્સ તરીકે અને જ્યાં યોગ્ય હોય ત્યાં ગ્રાફ તરીકે પણ પ્રદર્શિત થાય છે.

બધા મેટ્રિક્સ માટે, પાછલી તારીખ રેન્જમાંથી થયેલ ટકાવારીનો ફેરફાર પ્રદર્શિત કરી શકાય છે. તમે ડેશબોર્ડ પરના તમામ મેટ્રિક કાર્ડ્સમાં ઉપયોગમાં લેવાતા ચલણને પણ બદલી શકો છો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનાલિટિક્સ પર જાઓ.

  2. વૈકલ્પિક: ડેશબોર્ડ પર પ્રદર્શિત માહિતીને નીચેની કોઈપણ રીતે ગોઠવો:

    • અન્ય તારીખ રેન્જ માટે ડેટાનો રિવ્યૂ કરવા માટે, Calendar તારીખ મેનૂ પર ક્લિક કરો અને પછી એક અલગ તારીખ રેન્જ પસંદ કરો. તમે છેલ્લા 30 દિવસો જેવી પ્રીસેટ રેન્જ પસંદ કરી શકો છો, અથવા તમે કૅલેન્ડર પર તારીખો પર ક્લિક કરીને કોઈપણ કસ્ટમ રેન્જ સેટ કરી શકો છો. ઍનાલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ ડેટા માટે તારીખ રેન્જ સેટ કરવા વિશે વધુ જાણો.
    • પસંદ કરેલી તારીખ રેન્જના ડેટાની અગાઉના ડેટા સાથે સરખામણી કરવા માટે, Calendar Compare મેનૂ પર ક્લિક કરો અને પછી સરખામણી મૂલ્ય પસંદ કરો. તમે અગાઉના વર્ષ જેવી પ્રીસેટ રેન્જ પસંદ કરી શકો છો, અથવા તમે કસ્ટમ પસંદ કરીને અને કૅલેન્ડર પર તારીખો પસંદ કરીને કોઈપણ કસ્ટમ રેન્જ સેટ કરી શકો છો. સરખામણીને દૂર કરવા માટે તમે કોઈ સરખામણી નહીં પણ પસંદ કરી શકો છો.
    • કાર્ડ ડેટાને અન્ય ચલણમાં પ્રદર્શિત કરવા માટે, Currency મેનૂ પર ક્લિક કરો અને પછી ચલણ પસંદ કરો. ઉપયોગમાં લેવાયેલ ચલણ કન્વર્ઝન રેટ ટ્રાન્ઝેક્શનના દિવસે ઐતિહાસિક દર પર આધારિત છે.
  3. વૈકલ્પિક: સંબંધિત રિપોર્ટ ખોલવા અને મેટ્રિક વિશે વધુ વિગતો રિવ્યૂ કરવા માટે કાર્ડના નામ પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપમાંથી, Menu આઇકન પર ટૅપ કરો.

  2. ઍનાલિટિક્સ પર ટૅપ કરો. ડિફૉલ્ટ રૂપે, ઍનાલિટિક્સ ડેશબોર્ડ ગઈકાલની સરખામણીમાં આજના ડેટા પ્રદર્શિત કરે છે.

  3. વૈકલ્પિક: ડેશબોર્ડ પર પ્રદર્શિત માહિતીને નીચેની કોઈપણ રીતે ગોઠવો:

    • અન્ય તારીખ રેન્જ માટે ડેટાનો રિવ્યૂ કરવા માટે, Calendar તારીખ મેનૂ પર ટૅપ કરો અને પછી એક અલગ તારીખ રેન્જ પસંદ કરો. તમે છેલ્લા 30 દિવસો જેવી પ્રીસેટ રેન્જ પસંદ કરી શકો છો. તમે કસ્ટમ પર ટૅપ કરીને અને તારીખ રેન્જ પસંદ કરીને કોઈપણ કસ્ટમ રેન્જ પણ સેટ કરી શકો છો અને પછી લાગુ કરો પર ટૅપ કરી શકો છો. તમારા ઍનાલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ ડેટા માટે તારીખ રેન્જ સેટ કરવા વિશે વધુ જાણો.
    • તમારી પસંદ કરેલી તારીખની રેન્જના ડેટાની અગાઉના ડેટા સાથે સરખામણી કરવા માટે, Calendar Compare મેનૂ પર ટૅપ કરો અને પછી સરખામણી મૂલ્ય પસંદ કરો. તમે પ્રીસેટ રેન્જ પસંદ કરી શકો છો, જેમ કે અગાઉનું વર્ષ. તમે કસ્ટમ પર ટૅપ કરીને અને તારીખની રેન્જ પસંદ કરીને કોઈપણ કસ્ટમ રેન્જ પણ સેટ કરી શકો છો અને પછી લાગુ કરો પર ટૅપ કરો.
    • અન્ય ચલણમાં કાર્ડનો ડેટા ડિસ્પ્લે કરવા માટે, Currency મેનૂ પર ટૅપ કરો અને પછી ચલણ પસંદ કરો. ઉપયોગમાં લેવાતો ચલણનો કન્વર્ઝન રેટ ટ્રાન્ઝેક્શનના દિવસના ઐતિહાસિક દર પર આધારિત હોય છે.
  4. વૈકલ્પિક: સંકળાયેલો રિપોર્ટ ખોલવા માટે કાર્ડના નામ પર ટૅપ કરો અને મેટ્રિક વિશે વધુ વિગતો રિવ્યૂ કરો.

તમારા ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડની તારીખની રેન્જ ઍડજસ્ટ કરો

જ્યારે તમે ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ ખોલો છો, ત્યારે ડેટા છેલ્લા 90 દિવસની ડિફૉલ્ટ તારીખની રેન્જ માટે ડિસ્પ્લે થાય છે.

તમે પૂર્વવ્યાખ્યાયિત લિસ્ટમાંથી તારીખની રેન્જ પસંદ કરી શકો છો, જે લોકપ્રિય વિકલ્પો, સમયગાળાથી અત્યાર સુધીની રેન્જ, ત્રિમાસિક સમયગાળા અને બ્લૅક ફ્રાઇડે સાઇબર મન્ડે (BFCM) સહિતના વિભાગોમાં ગોઠવવામાં આવેલ છે. કૅલેન્ડરનો ઉપયોગ કરીને મેન્યુઅલી તારીખ અને સમયની રેન્જ પસંદ કરવા માટે, કસ્ટમ રેન્જ પસંદ કરો અને પછી કૅલેન્ડરનો ઉપયોગ કરીને પ્રારંભ અને સમાપ્તિ તારીખો ઍડજસ્ટ કરો. પૂર્વવ્યાખ્યાયિત લિસ્ટની સૌથી તાજેતરના સમયની રેન્જ છેલ્લી 30 મિનિટ છે, પરંતુ જ્યારે તમે ચાલુ ઇવેન્ટને ચોક્કસપણે મૉનિટર કરવા માંગતા હો ત્યારે તમે સમયની રેન્જને મેન્યુઅલી 1 મિનિટ જેટલી ઓછી પણ સેટ કરી શકો છો.

જ્યારે તારીખ અને સમયની રેન્જ મેન્યુઅલી પસંદ કરતા હોવ, ત્યારે તમે નીચેના પ્રકારની તારીખની રેન્જમાંથી પસંદગી કરી શકો છો:

  • નિશ્ચિત: સેટ કરેલ તારીખની રેન્જનું પ્રતિનિધિત્વ કરે છે જે સમય જતાં બદલાતી નથી, જેમ કે 20 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025 અથવા Q4 2024.
  • રોલિંગ: તમે સેટ કરેલા રેન્જના માપદંડોને આધારે સમય જતાં બદલાતા હોય એવા દિવસો ધરાવતી તારીખની રેન્જનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ કે છેલ્લા 7 દિવસ અથવા છેલ્લું અઠવાડિયું. જ્યારે તમે રોલિંગ તારીખની રેન્જ પસંદ કરો છો, ત્યારે તમે તારીખ અથવા સમયની રેન્જમાં વર્તમાન સમયગાળાનો સમાવેશ કરવાનું પસંદ કરી શકો છો, જેનો અર્થ એ છે કે જો તમે છેલ્લા 7 દિવસ પસંદ કરો, ઉદાહરણ તરીકે, તો તમે "છેલ્લા 7 દિવસ" ના ભાગરૂપે આજનો સમાવેશ કરવાનું પસંદ કરી શકો છો. જો તમે રોલિંગ તારીખની રેન્જને સમાવિષ્ટ થવા માટે સેટ કરો છો, તો ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડમાંના મેટ્રિક કાર્ડ વર્તમાન ડેટાના વલણના આધારે ચાલુ સમયગાળા માટે એક સંકેત ડિસ્પ્લે કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે "છેલ્લા 7 દિવસ" ના ભાગરૂપે આજનો સમાવેશ કરવાનું પસંદ કરો છો, તો મેટ્રિક કાર્ડ વિઝ્યુઅલાઈઝેશનમાં આજના સમયગાળાને ચાલુ ગણવામાં આવે છે કારણ કે આજનો દિવસ હજી પૂરો થયો નથી.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનાલિટિક્સ પર જાઓ.

  2. Calendar તારીખ રેન્જ મેનૂ પર ક્લિક કરો.

  3. નીચેની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારી કસ્ટમ તારીખ અથવા સમયની રેન્જ પસંદ કરો:

    • સાઇડબારમાં પૂર્વવ્યાખ્યાયિત તારીખ અથવા સમયની રેન્જ પસંદ કરો, જેમ કે આજે અથવા ગઈકાલે. વધારાના વિકલ્પોને ઍક્સેસ કરવા માટે તમે વિભાગોને વિસ્તૃત કરી શકો છો, જેમ કે સમયગાળાથી અત્યાર સુધીની રેન્જ, ત્રિમાસિક સમયગાળા અને BFCM ના સમયગાળા.
    • નિશ્ચિત તારીખ અથવા સમયની રેન્જ પસંદ કરવા માટે, આના પર ક્લિક કરો: કસ્ટમ રેન્જ. તમે નીચેનામાંથી કોઈ એક પગલું લઈને નિશ્ચિત રેન્જ સેટ કરી શકો છો:
      • મેન્યુઅલી પ્રારંભ અને સમાપ્તિ તારીખો દાખલ કરવા માટે, પ્રારંભ અને સમાપ્તિ તારીખના ક્ષેત્રો પર ક્લિક કરો.
      • તારીખની રેન્જને દૃષ્ટિગત રીતે પસંદ કરવા માટે, કૅલેન્ડર પરની તારીખો પર ક્લિક કરો.
      • વૈકલ્પિક: તમારા પસંદ કરેલા દિવસોમાં ચોક્કસ પ્રારંભ અને સમાપ્તિ સમય સેટ કરવા માટે પ્રારંભ અને સમાપ્તિ સમયના ક્ષેત્રો ખોલવા, Clock આઇકન પર ક્લિક કરો.
    • કૅલેન્ડરમાં ડિસ્પ્લે થતી રોલિંગ તારીખ અથવા સમયની રેન્જ પસંદ કરવા માટે, આના પર ક્લિક કરો: છેલ્લું વિભાગ. રેન્જ એકમ સેટ કરીને રોલિંગ રેન્જને વ્યાખ્યાયિત કરો, જેમ કે મિનિટ અથવા દિવસ, અને પછી રોલિંગ મૂલ્યને છેલ્લું # ક્ષેત્રમાં ઉમેરો.
      • વૈકલ્પિક: તારીખ અથવા સમયની રેન્જમાં વર્તમાન સમય એકમનો સમાવેશ કરવા માટે, વર્તમાન સમયગાળાનો સમાવેશ કરો પસંદ કરો.
  4. લાગુ કરો પર ક્લિક કરો.

સરખામણી માટે તારીખની રેન્જ ઍડજસ્ટ કરો

તમે સરખામણી મેનૂનો ઉપયોગ કરીને તમારી પસંદ કરેલી તારીખની રેન્જની અગાઉના સમયગાળા સાથે સરખામણી કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનાલિટિક્સ પર જાઓ.

  2. સરખામણી મેનૂ ખોલવા માટે Calendar Compare મેનૂ પર ક્લિક કરો.

  3. નીચેની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને સરખામણી માટે તારીખની રેન્જ પસંદ કરો:

    • સાઇડબારમાંથી પૂર્વવ્યાખ્યાયિત સરખામણી રેન્જ પસંદ કરો, જેમ કે અગાઉનો સમયગાળો અથવા અગાઉનું વર્ષ.
    • નીચેના પગલાં ભરીને સરખામણી માટે કસ્ટમ તારીખની રેન્જ સેટ કરો:
      1. કસ્ટમ પર ક્લિક કરો.
      2. કૅલેન્ડર પરની તારીખો પર ક્લિક કરો અથવા તારીખ ક્ષેત્રોમાં ફેરફાર કરો. તમે સમયમર્યાદા પસંદ કરવા માટે Clock Icon આઇકન પર પણ ક્લિક કરી શકો છો.
      3. લાગુ કરો પર ક્લિક કરો.
    • ડેશબોર્ડમાંથી સરખામણીને હટાવવા માટે કોઈ સરખામણી નહીં પસંદ કરો.
  4. વૈકલ્પિક: જો તમારી તારીખની રેન્જમાં આજનો સમાવેશ થયેલ હોય, તો ડેશબોર્ડ પર ઑટોમૅટિક ડેટા રિફ્રેશને ઍક્ટિવેટ કરવા માટે Horizontal menu > ઑટો-રિફ્રેશ ચાલુ કરો પર ક્લિક કરો. આ સેટિંગ દર 60 સેકન્ડમાં ડેશબોર્ડ પર ડેટાને રિફ્રેશ કરે છે.

ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ પરનો ડેટા

જ્યારે તમે ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ ખોલો છો, ત્યારે ડેટા લગભગ 1 મિનિટની અંદર અપ-ટૂ-ડેટ હોય છે.

ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ પર ડિસ્પ્લે થતા મેટ્રિક તમે ઉપયોગમાં લો છો તે સેલ્સ ચેનલને પ્રતિબિંબિત કરે છે. જો તમે ઑનલાઇન સ્ટોર ચેનલનો ઉપયોગ કરતા નથી, તો ઑનલાઇન સ્ટોર સત્રો સંબંધિત મેટ્રિક ડિસ્પ્લે થતા નથી. તેવી જ રીતે, જો તમે પૉઇન્ટ ઑફ સેલ ચેનલનો ઉપયોગ કરતા નથી, તો તે મેટ્રિક ડિસ્પ્લે થતા નથી.

ડેશબોર્ડમાંનો ડેટા અન્ય કંપનીઓના ઍનલિટિક્સ અને રિપોર્ટિંગ ટૂલ્સ તથા સેવાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાથી થોડો અલગ હોઈ શકે છે. ડેટા શા માટે અલગ હોઈ શકે છે તે વિશેની માહિતી માટે, રિપોર્ટની વિસંગતતાનો રિવ્યૂ કરો.

ડેશબોર્ડ પર ડેટાની ફ્રેશનેસ

જ્યારે તમે ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ ખોલો છો, ત્યારે ડેટા લગભગ 1 મિનિટ સુધીનો અદ્યતન હોય છે. નવો ડેટા પ્રદર્શિત કરવા માટે, તમે નીચેની કોઈપણ ક્રિયા કરી શકો છો:

  • તમારા Shopify ઍડમિનમાં કોઈ અલગ પેજ પર નેવિગેટ કરીને અને પછી પાછા ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ પર આવીને ડેશબોર્ડ ફરીથી ખોલો.
  • બ્રાઉઝર પેજ રિફ્રેશ કરો.
  • જ્યારે તમારી પસંદ કરેલી તારીખની રેન્જમાં આજનો સમાવેશ થતો હોય, ત્યારે ડેશબોર્ડ પર દર 60 સેકન્ડે ડેટા રિફ્રેશ કરવા માટે ઑટોમૅટિક ડેટા રિફ્રેશ સેટિંગ સક્રિય કરો. ઑટોમૅટિક રિફ્રેશ સક્રિય કરવા માટે Horizontal menu > ઑટો-રિફ્રેશ ચાલુ કરો પર ક્લિક કરો. તમે તેને કોઈપણ સમયે ફરીથી બંધ કરી શકો છો.

ડેશબોર્ડ પર સત્ર અને મુલાકાતીનો ડેટા

સત્રોની સંખ્યા અને મુલાકાતીઓની સંખ્યા કૂકીઝ પર આધારિત છે. કૂકીઝ નાની ફાઇલો હોય છે, જે જ્યારે મુલાકાતી તમારા ઑનલાઇન સ્ટોરની મુલાકાત લે ત્યારે ડેસ્કટૉપ અથવા સ્માર્ટફોન જેવા તેમના ઉપકરણ પર સ્ટોર થાય છે. એક કૂકી ઉપકરણને (મુલાકાતીને) ઓળખે છે. બીજી કૂકી સત્રની લંબાઈને ટ્રેક કરે છે.

નિષ્ક્રિયતાના 30 મિનિટ પછી સત્ર સમાપ્ત થાય છે. એક જ મુલાકાતી બહુવિધ સત્રો ધરાવી શકતો હોવાથી, સામાન્ય રીતે સત્રોની સંખ્યા મુલાકાતીઓની સંખ્યા કરતાં વધુ હોય છે.

ઉદાહરણ: વપરાશકર્તા 20 મિનિટ માટે તમારા સ્ટોર પર પ્રોડક્ટ જુએ છે, પછી 2 કલાક પછી વધુ 10 મિનિટ માટે તમારા સ્ટોર પર પાછો આવે છે. તેમાં બે સત્ર અને એક મુલાકાતીનો રિપોર્ટ થાય છે. તેના બદલે, જો વપરાશકર્તા 5 મિનિટ માટે તમારો સ્ટોર જુએ, ત્યાંથી જતો રહે, અને 10 મિનિટ પછી પાછો આવે, તો એક સત્ર અને એક મુલાકાતીનો રિપોર્ટ થાય છે.

જો તમે તમારો ઑનલાઇન સ્ટોર જોવા માંગતા હો અને તેને તમારા એક્વિઝિશન રિપોર્ટમાં સત્ર તરીકે ગણવા ન માંગતા હો, તો તમારા ડેસ્કટૉપ Shopify ઍડમિન પર, નવા બ્રાઉઝર ટૅબમાં તમારો સ્ટોર ખોલવા માટે View સ્ટોર જુઓ પર ક્લિક કરો. ડેસ્કટૉપ પર તમારો ઑનલાઇન સ્ટોર જોવાની કોઈપણ અન્ય પદ્ધતિ તમારા રિપોર્ટમાં સત્ર તરીકે ગણાય છે.

જો તમે iPhone અથવા Android પર Shopify ઍપમાંથી તમારો ઑનલાઇન સ્ટોર જોશો, તો તે તમારા એક્વિઝિશન રિપોર્ટમાં સત્ર તરીકે ગણાય છે.

ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડ પર આંતરદૃષ્ટિ

આંતરદૃષ્ટિ એ તમારા સ્ટોરના પ્રદર્શન વિશેના ડેટા-સંચાલિત અવલોકનો છે, જેનો ઉપયોગ તમે તમારા વ્યવસાયિક નિર્ણયોને માહિતગાર કરવા માટે કરી શકો છો. આંતરદૃષ્ટિ ઍનલિટિક્સ ઓવરવ્યૂ ડેશબોર્ડમાં સૌથી ઉપર પ્રદર્શિત થાય છે અને નીચેના ક્ષેત્રોમાં અર્થપૂર્ણ વલણોને હાઇલાઇટ કરે છે:

  • વેચાણ: એકંદર વેચાણ, ચોખ્ખું વેચાણ, ઑર્ડર, સરેરાશ ઑર્ડર મૂલ્ય અને રિટર્નિંગ ગ્રાહકના રેટમાં વલણોને ટ્રેક કરે છે.
  • સત્રો: સત્રો, મુલાકાતીઓ, કન્વર્ઝન રેટ, કાર્ટમાં ઉમેરતા ગ્રાહકો અને ચેકઆઉટ સુધી પહોંચતા ગ્રાહકોના ફેરફારોનું નિરીક્ષણ કરે છે.
  • ફુલફિલમેન્ટ: પૂર્ણ કરેલ ઑર્ડર, ડિલિવર કરેલ ઑર્ડર, શિપ કરેલ ઑર્ડર, ડિલિવરીની ઝડપ અને શિપિંગની ઝડપ સહિત શિપિંગ અને ડિલિવરીની કાર્યક્ષમતામાં ફેરફારોને ઓળખે છે.

છેલ્લા 6 મહિનામાં અઠવાડિયા દીઠ સરેરાશ ઓછામાં ઓછા 10 ઑર્ડર ધરાવતા સ્ટોર માટે દરરોજ આંતરદૃષ્ટિ જનરેટ કરવામાં આવે છે. તમારા સ્ટોર માટે ઓળખવામાં આવેલા વલણોના આધારે તમે દરરોજ 5 જેટલી આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરી શકો છો, અને તે 24 કલાક પછી સમાપ્ત થાય છે.

આંતરદૃષ્ટિનો ઉપયોગ કરવો

તમે નીચેના પ્રકારની આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરી શકો છો:

  • ઉપરની તરફ વલણ અથવા નીચેની તરફ વલણ: આ આંતરદૃષ્ટિ અગાઉની સમય-મર્યાદાના આધારે પ્રદર્શનમાં થતા ફેરફારોને હાઇલાઇટ કરે છે. આ પ્રકારની આંતરદૃષ્ટિ એવા મેટ્રિક્સને શોધી શકે છે, જે સળંગ બહુવિધ અઠવાડિયામાં સતત વધી કે ઘટી રહ્યાં હોય અથવા ગયા વર્ષના આ જ સમયગાળાની તુલનામાં અસામાન્ય રીતે આગળ વધી રહ્યા હોય. ઉદાહરણ તરીકે: “વન-ટાઇમ ઑર્ડરથી થતું વેચાણ ગયા મહિના કરતાં વધુ થવાના માર્ગ પર છે. જો આ જ ગતિ ચાલુ રહેશે, તો આ મહિનાની આવક $13Kને પાર કરી જશે.”
  • શ્રેષ્ઠ પ્રદર્શનકર્તાઓ: આ આંતરદૃષ્ટિ ટોચનું પ્રદર્શન કરનારા મેટ્રિક સેગમેન્ટના ફેરફારોને હાઇલાઇટ કરે છે, જેમ કે જ્યારે નવી પ્રોડક્ટ, શિપિંગ પ્રદેશો અથવા સેલ્સ ચેનલો શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા બને છે. ઉદાહરણ તરીકે: “સૌથી ઝડપી ડિલિવરી માટે તમારા ટોચના પ્રદેશો. ફ્લોરિડા છેલ્લા 30 દિવસમાં 3 દિવસના સરેરાશ ડિલિવરીના સમય સાથે 1લા સ્થાને આવી ગયું છે.”

તમે આંતરદૃષ્ટિ પર કારણ જુઓ પર ક્લિક કરીને દરેક આંતરદૃષ્ટિ માટે સંકળાયેલા રિપોર્ટને ઍક્સેસ કરી શકો છો. રિપોર્ટમાંથી, તમે નીચેની ક્રિયાઓ કરી શકો છો:

  • આંતરદૃષ્ટિ ટ્રિગર કરનારા વિગતવાર વલણો અને ફેરફારોની મેન્યુઅલ રીતે સમીક્ષા કરો.
  • તમારા વ્યવસાયના પ્રદર્શન વિશે વધારાની માહિતી મેળવવા માટે ફિલ્ટર અને અલગ-અલગ સમયગાળાનો ઉપયોગ કરીને તમારા ડેટાનું અન્વેષણ કરવાનું ચાલુ રાખો.
  • આંતરદૃષ્ટિ વિશે Sidekickના પ્રી-લોડેડ સંદર્ભની સમીક્ષા કરો.

આંતરદૃષ્ટિનું મુશ્કેલીનિવારણ

આંતરદૃષ્ટિ દૈનિક ધોરણે જનરેટ કરવામાં આવે છે અને 24 કલાક માટે ઉપલબ્ધ હોય છે. તમારા સ્ટોર માટે ઓળખવામાં આવેલા વલણોના આધારે તમે દરરોજ 0થી 5 આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરી શકો છો. જો કોઈ નવી આંતરદૃષ્ટિ જનરેટ થતી નથી, તો તે નીચેના કોઈપણ કારણોસર હોઈ શકે છે:

  • તમે પાત્ર નથી: આંતરદૃષ્ટિ માટે પાત્ર બનવા માટે, આંતરદૃષ્ટિ જનરેટ કરવા માટે પૂરતી માહિતી મળે તે માટે, છેલ્લા 6 મહિનામાં દર અઠવાડિયે સરેરાશ 10 ઑર્ડર હોવા આવશ્યક છે. જો તમારી સંખ્યા તે મર્યાદાથી નીચે જાય છે, તો આંતરદૃષ્ટિ જનરેટ થતી નથી.
  • દર્શાવવા માટે કોઈ પ્રસ્તુત આંતરદૃષ્ટિ નથી: આંતરદૃષ્ટિ માત્ર ત્યારે જ પ્રદર્શિત થાય છે જ્યારે અંતર્ગત ડેટાને શેર કરવા માટે કોઈ મૂલ્યવાન માહિતી મળે, જેમ કે શ્રેષ્ઠ પ્રદર્શનકર્તાઓ અથવા વલણો.