તમારા રિપોર્ટ ફિલ્ટર કરવા અને એડિટ કરવા

તમને જરૂરી ચોક્કસ માહિતી ડિસ્પ્લે કરવા માટે તમે તમારા રિપોર્ટ ફિલ્ટર કરી શકો છો. તમે કન્ફિગરેશન પૅનલમાં મેટ્રિક્સ અને પરિમાણો મેનૂનો ઉપયોગ કરીને તમારા રિપોર્ટમાં કૉલમ ઉમેરી પણ શકો છો અથવા હટાવી શકો છો.

તમે લાગુ કરો છો તેવા કોઈ પણ ફિલ્ટર કે એડિટ હંગામી છે, પરંતુ તમે તમારા ફિલ્ટર કરેલા અને એડિટ કરેલા રિપોર્ટને કસ્ટમ રિપોર્ટ તરીકે સાચવી શકો છો.

Shopify Analytics ફિલ્ટર્સનું ઓવરવ્યૂ

ફિલ્ટર એવું સ્ટેટમેન્ટ છે જે કોઈ પણ વસ્તુને તેમાંથી પસાર થવા માટે સાચું હોવું જરૂરી છે અને બીજું બધું જ બ્લૉક કરવામાં આવે છે અથવા છુપાવવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, તમે વેચાણ રિપોર્ટમાં ફિલ્ટર તરીકે Billing country is Australiaનો ઉપયોગ કરી શકો છો. આ કિસ્સામાં, રિપોર્ટમાં ફક્ત ઑસ્ટ્રેલિયામાં થયેલા વેચાણનો જ સમાવેશ થાય છે. બાકીના બધા વેચાણને રિપોર્ટમાંથી બાકાત રાખવામાં આવે છે.

અન્ય ઉદાહરણ માટે, તમે Billing country is not Australiaનો ઉપયોગ કરી શકો છો. જો વેચાણ રિપોર્ટ આ ફિલ્ટરનો ઉપયોગ કરતો હોય, તો રિપોર્ટ ઑસ્ટ્રેલિયામાં થયેલા કોઈ પણ વેચાણ સિવાય દુનિયાભરમાં થયેલા તમારા તમામ વેચાણને ડિસ્પ્લે કરે છે. ઑસ્ટ્રેલિયન વેચાણને રિપોર્ટમાંથી બાકાત રાખવામાં આવે છે.

તમે તમારા રિપોર્ટને ફિલ્ટર કરવા માટે કન્ફિગરેશન પૅનલમાં ફિલ્ટર્સ મેનૂનો ઉપયોગ કરી શકો છો. તમે રિપોર્ટની ShopifyQL ક્વેરીને મોડિફાય કરીને પણ ફિલ્ટર્સ લાગુ કરી શકો છો.

ફિલ્ટરના ઘટકો

ફિલ્ટર હંમેશાં નીચેના ક્રમમાં ત્રણ ઘટકોનું બનેલું હોય છે:

નામ > ઑપરેટર > મૂલ્યો

  • નામ ચોક્કસ ફિલ્ટરને ઓળખે છે અને કૉલમ સાથે સંકળાયેલું છે. ઉદાહરણ તરીકે: Billing city.
  • ઑપરેટર તમે સ્પષ્ટ કરો છો તે મૂલ્યોની વાસ્તવિક ડેટા સાથે સરખામણી કરે છે. તમે પસંદ કરો છો તે ફિલ્ટરના આધારે, પસંદ કરવા માટે ઘણા ઑપરેટર્સ ઉપલબ્ધ હોય છે. is ઑપરેટર માટે બરાબરની નિશાની તરીકે વર્તન કરતા, ચોક્કસ મૅચની જરૂર પડે છે.
  • મૂલ્યો એવા ચોક્કસ શબ્દો અથવા નંબર્સ છે, જેના પર તમે ફિલ્ટર કરવા માગતા હો. ઉદાહરણ તરીકે: Australia અથવા Toronto or New York.

Billing country is Australia ઉદાહરણ ફિલ્ટર માટે:

  • Billing country નામ છે
  • is ઑપરેટર છે
  • Australia મૂલ્ય છે

અહીં ફિલ્ટર્સના થોડા વધુ ઉદાહરણો આપ્યા છે:

  • Sales channel is Point of Sale: આ ફિલ્ટરનો ઉપયોગ કરતા રિપોર્ટમાં માત્ર પૉઇન્ટ ઑફ સેલ ઑર્ડર્સ શામેલ હોય છે. અન્ય ચેનલો મારફત થયેલા વેચાણને બાકાત રાખવામાં આવે છે.
  • Product type is not Bracelet: આ ફિલ્ટરનો ઉપયોગ કરતા રિપોર્ટમાં બ્રેસલેટ સિવાયની કોઈપણ પ્રોડક્ટનો ડેટા શામેલ હોય છે.

એકથી વધુ ફિલ્ટરનો ઉપયોગ કરવો

તમે કન્ફિગરેશન પેનલમાં ફિલ્ટર્સ મેનૂનો ઉપયોગ કરીને રિપોર્ટ માટે એક કરતાં વધુ ફિલ્ટર સેટ અપ કરી શકો છો. ડિફૉલ્ટ રૂપે, રિપોર્ટની તારીખની શ્રેણી એક ફિલ્ટર તરીકે સેટ અપ કરેલી હોય છે, પરંતુ તમે રિપોર્ટમાં અતિરિક્ત ફિલ્ટર્સ ઉમેરવા માટે ⊕ પર ક્લિક કે ટૅપ કરી શકો છો.

જો કોઈ ફિલ્ટરમાં એક name ઘટક હોય, પરંતુ એક કરતાં વધુ value હોય, તો one of પ્રકારના ઑપરેટરનો ઉપયોગ કરો, જેથી પસંદ કરેલા મૂલ્યોમાંથી કોઈ એક મેળ ખાતું હોય તો ડેટાને રિપોર્ટમાં શામેલ કરવામાં આવે. ઉદાહરણ તરીકે:

  • Billing city is one of Toronto or New York City: આ ફિલ્ટર વાળા રિપોર્ટમાં, Toronto અને New York City બંનેના વેચાણ માટે ડેટા પ્રદર્શિત થાય છે.
  • Billing city is not one of Toronto or New York City: આ ફિલ્ટર વાળા રિપોર્ટમાં, Toronto અને New York City ના વેચાણ સિવાયના તમામ વેચાણ માટે ડેટા પ્રદર્શિત થાય છે.

જો ફિલ્ટર્સ is ઑપરેટરનો ઉપયોગ કરે છે અને તેમના name ઘટકો અલગ-અલગ હોય, તો જ ડેટા શામેલ કરવામાં આવે છે જ્યારે તમામ ફિલ્ટર્સ મેળ ખાતા હોય. ઉદાહરણ તરીકે:

  • Billing city is Toronto અને Sales channel is Online Store: આ ફિલ્ટર્સ વાળા રિપોર્ટમાં, માત્ર ઑનલાઇન સ્ટોરમાં થયેલા Toronto ના વેચાણનો ડેટા શામેલ કરવામાં આવે છે. Toronto ના POS વેચાણો શામેલ થતા નથી. New York ના ઑનલાઇન સ્ટોરના વેચાણો પણ નહીં.

તમારા રિપોર્ટ ફિલ્ટર કરો

તમે ડિફૉલ્ટ રૂપે શામેલ કરવામાં આવતી માહિતીને ટૂંકી કરવા માટે રિપોર્ટને ફિલ્ટર કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે કોઈ વિશિષ્ટ સેલ્સ ચેનલ માટે અથવા કોઈ ચોક્કસ શિપિંગ વિસ્તારમાં જ વેચાણ પ્રદર્શિત કરવા માટે ફિલ્ટર ઉમેરી શકો છો.

કેટલાક રિપોર્ટ ફિલ્ટર કરી શકાતા નથી.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનલિટિક્સ > રિપોર્ટ પર જાઓ.

  2. તમે જેમાં ફિલ્ટર ઉમેરવા માગતા હો તે રિપોર્ટ પર ક્લિક કરો.

  3. કન્ફિગરેશન પેનલમાં, ફિલ્ટર્સ મેનૂમાં ⊕ પર ક્લિક કરો.

  4. રિપોર્ટમાં ઉમેરવા માટે મેનૂમાંથી કોઈ ફિલ્ટર પસંદ કરો. ફિલ્ટર્સને કૅટેગરી મુજબ ગ્રૂપ કરેલા હોય છે.

  5. તમારા નવા ફિલ્ટરને કસ્ટમાઇઝ કરો:

    1. સૂચિમાંથી નવું ઑપરેટર પસંદ કરવા માટે ડિફૉલ્ટ is ઑપરેટર પર ક્લિક કરો.
    2. મૂલ્ય ઉમેરો પર ક્લિક કરો અને પછી તમે જેના દ્વારા ફિલ્ટર કરવા માગતા હોવ તે કોઈ મૂલ્ય દાખલ કરો અથવા ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી મૂલ્ય પસંદ કરો. ડ્રોપ-ડાઉન મેનૂ એવા મૂલ્યો પ્રદર્શિત કરે છે જે રિપોર્ટ અને સમય મર્યાદા માટે સુસંગત હોય, ભલે તે મૂલ્યો હાલમાં રિપોર્ટમાં પ્રદર્શિત ન થતા હોય. ખાલી મૂલ્ય દ્વારા ફિલ્ટર કરવા માટે, None પસંદ કરો.
    3. લાગુ કરો પર ક્લિક કરો.
  6. વૈકલ્પિક: વધુ ફિલ્ટર ઉમેરવા માટે, ⊕ પર ક્લિક કરો અને તેમને સેટ કરો. જો ફિલ્ટર અલગ-અલગ નામના ઑપરેટરનો ઉપયોગ કરતા હોય, તો જ્યારે બધા જ ફિલ્ટર મેળ ખાતા હોય ત્યારે જ ડેટા શામેલ કરવામાં આવે છે.

જો તમે ભવિષ્યના ઉપયોગ માટે ફિલ્ટર કરેલા રિપોર્ટને સાચવવા માગતા હોવ, તો આ રીતે સાચવો પર ક્લિક કરો, કોઈ નામ દાખલ કરો અને સાચવો પર ક્લિક કરો. ત્યારબાદ તમે રિપોર્ટ પેજ પરથી તમારો કસ્ટમ રિપોર્ટ ખોલી શકો છો.

ફિલ્ટર્સ હટાવો

જો તમે હવે ફિલ્ટરનો ઉપયોગ કરવા માગતા ન હોવ, તો તમે તેને કાયમી ધોરણે હટાવી શકો છો. તમે ફિલ્ટરને રિકવર કરી શકતા નથી, તેથી જો તમે જટિલ ફિલ્ટર સેટ કર્યું હોય, તો રિપોર્ટને નવા નામ સાથે સેવ કરવાનું વિચારો.

ફિલ્ટર હટાવવા માટે, કન્ફિગરેશન પેનલના ફિલ્ટર્સ મેનૂમાં તેની બાજુમાં આપેલા કચરાપેટીના આઇકન પર ક્લિક કરો.

ઉદાહરણ: સમય જતાં વેચાણના રિપોર્ટને ફિલ્ટર કરો

સમય જતાં કુલ વેચાણ રિપોર્ટ તમારી તમામ સેલ્સ ચેનલ પર થયેલું તમારું વેચાણ બતાવે છે. તમે તમારા વેચાણ ડેટાને માત્ર તમારી ઑનલાઇન ચેનલ સુધી મર્યાદિત કરી શકો છો અને કોઈ ચોક્કસ પ્રોડક્ટના વેચાણ સિવાયના તમામ વેચાણ પ્રદર્શિત કરી શકો છો.

પગલાં:

  1. Shopify ઍડમિનમાંથી, સમય જતાં કુલ વેચાણ નો રિપોર્ટ ખોલો.
  2. કન્ફિગરેશન પેનલમાં, ફિલ્ટર્સ મેનૂમાં ⊕ પર ક્લિક કરો.
  3. ફિલ્ટર પસંદ કરો ડ્રોપ-ડાઉન મેનૂમાં, સેલ્સ ચેનલ પસંદ કરો. તમારે is ઑપરેટર પસંદ કરવાની જરૂર નથી, કારણ કે તે ડિફૉલ્ટ છે.
  4. મૂલ્ય પસંદ કરો ફીલ્ડમાં, ઑનલાઇન સ્ટોર પસંદ કરો.
  5. લાગુ કરો પર ક્લિક કરો.

હવે રિપોર્ટમાં માત્ર ઑનલાઇન સ્ટોર ચેનલ મારફત થયેલા વેચાણને જ શામેલ કરવામાં આવેલ છે.

કોઈ એક ચોક્કસ પ્રોડક્ટ (ઉદાહરણ તરીકે, Dock Shoes) સિવાય બધી જ પ્રોડક્ટના તે ચેનલ પરના વેચાણને શામેલ કરવા માટે તમે ડેટાને વધુ ફિલ્ટર પણ કરી શકો છો:

  1. કન્ફિગરેશન પેનલમાં, ફિલ્ટર્સ મેનૂમાં ⊕ પર ક્લિક કરો.
  2. બીજા ફિલ્ટર માટેના ફિલ્ટર પસંદ કરો ડ્રોપ-ડાઉન મેનૂમાં, પ્રોડક્ટનું શીર્ષક પસંદ કરો.
  3. is ઑપરેટર પર ક્લિક કરો અને પછી કોઈ મૂલ્યને બાકાત રાખવા માટે is not પસંદ કરો.
  4. મૂલ્ય પસંદ કરો ફીલ્ડમાં, Dock Shoes પસંદ કરો.
  5. લાગુ કરો પર ક્લિક કરો.

રિપોર્ટમાં હવે બંને ફિલ્ટર્સ છે. તે માત્ર ઑનલાઇન સ્ટોર ચેનલ મારફતના વેચાણને શામેલ કરે છે અને Dock Shoes પ્રોડક્ટને બાકાત રાખે છે.

જો આ એક જ વાર ઉપયોગ કરવાનો રિપોર્ટ હોય, તો તમે તેને પ્રિન્ટ અથવા નિકાસ કરી શકો છો. જો તમે ભવિષ્યના ઉપયોગ માટે રિપોર્ટને રાખવા માગતા હોવ, તો તમે તેને કસ્ટમ રિપોર્ટ તરીકે સાચવી શકો છો.

તમારા રિપોર્ટમાં કૉલમ ઉમેરો અથવા હટાવો

ડિફૉલ્ટ રૂપે પ્રદર્શિત થતી માહિતી કરતાં વધુ અથવા ઓછી માહિતી શામેલ કરવા માટે તમે મોટાભાગના રિપોર્ટના ડેટા ટેબલમાં કૉલમ ઉમેરી અને હટાવી શકો છો. તમે કન્ફિગરેશન પેનલનો ઉપયોગ કરીને તમારા રિપોર્ટમાં કયા મેટ્રિક્સ અને પરિમાણો શામેલ કરવા છે તે ઍડજસ્ટ કરીને કૉલમ ઉમેરી કે હટાવી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનલિટિક્સ > રિપોર્ટ પર જાઓ.

  2. તમે જે રિપોર્ટને કસ્ટમાઇઝ કરવા માગતા હો તેના પર ક્લિક કરો.

  3. નીચેનામાંથી કોઈ એક ક્રિયા કરો:

    • ડેટા ટેબલમાં કૉલમ ઉમેરવા માટે, કન્ફિગરેશન પેનલમાં મેટ્રિક્સ અથવા પરિમાણો મેનૂનો ઉપયોગ કરો અને ⊕ પર ક્લિક કરો. પછી, તમે ઉમેરવા માગતા હોવ તે કૉલમ પસંદ કરો.
    • ડેટા ટેબલમાંથી કૉલમ હટાવવા માટે, તમે હટાવવા માગતા હો તે મેટ્રિક અથવા પરિમાણની બાજુમાં આપેલા કચરાપેટીના આઇકન પર ક્લિક કરો.

જો તમે ભવિષ્યના ઉપયોગ માટે સંપાદિત કરેલા રિપોર્ટને સાચવવા માગતા હોવ, તો આ રીતે સાચવો પર ક્લિક કરો, કોઈ નામ દાખલ કરો અને સાચવો પર ક્લિક કરો. ત્યારબાદ તમે રિપોર્ટ પેજ પરથી તમારો કસ્ટમ રિપોર્ટ ખોલી શકો છો.

ઉદાહરણ: રેફરર દ્વારા સત્રો રિપોર્ટમાં કૉલમ ઉમેરો

જો તમે રેફરર દ્વારા સત્રો રિપોર્ટનો સંદર્ભ લઈ રહ્યા છો અને તમે તમારા રેફરર્સ વિશે વધુ ચોક્કસ વિગતો જોઈતી હોય, તો તમે રિપોર્ટના ડેટા ટેબલમાં કૉલમ તરીકે રેફરર સાઇટ ઉમેરી શકો છો. રેફરર સાઇટ એ એક પરિમાણ છે, તેથી તમે પરિમાણો મેનૂનો ઉપયોગ કરીને તેને ડેટા ટેબલમાં ઉમેરી શકો છો.

પગલાં:

  1. Shopify ઍડમિનમાંથી, રેફરર દ્વારા સત્રો રિપોર્ટ ખોલો.
  2. કન્ફિગરેશન પેનલમાં, પરિમાણો મેનૂમાં ⊕ પર ક્લિક કરો.
  3. પરિમાણ પસંદ કરો ડ્રોપ-ડાઉન મેનૂમાં, રેફરર સાઇટ પસંદ કરો.
  4. લાગુ કરો પર ક્લિક કરો.

રિપોર્ટ હવે તમે ઉમેરેલ કૉલમ અને સાઇટ રેફરલ ડેટા પ્રદર્શિત કરે છે.

રિપોર્ટ્સમાં મેટ્રિક્સ અને પરિમાણો વચ્ચેના સંબંધો

જેમ જેમ તમે તમારા રિપોર્ટ્સને કસ્ટમાઇઝ કરો છો, તેમ મેટ્રિક્સ અથવા પરિમાણો મેનૂમાંના અમુક વિકલ્પો તમારા રિપોર્ટમાં ઉમેરવા માટે અનુપલબ્ધ થઈ જાય છે. આ તમે પસંદ કરેલા મેટ્રિક્સ અને પરિમાણો વચ્ચેના સંબંધને કારણે થાય છે, કારણ કે Shopify Analytics પહેલેથી જ રિપોર્ટમાં ઉમેરવામાં આવેલા મેટ્રિક્સ અને પરિમાણોના આધારે ઉપલબ્ધ વિકલ્પોને ચતુરાઈથી મર્યાદિત કરે છે. આ સુનિશ્ચિત કરે છે કે તમે અસંગત ડેટા સંયોજનો સાથે રિપોર્ટ્સ બનાવી શકતા નથી.

ઉદાહરણ તરીકે, જો તમારું પસંદ કરેલ મેટ્રિક સરેરાશ ઑર્ડર મૂલ્ય છે, તો તમે મહિનો અથવા પ્રોડક્ટનું શીર્ષક જેવા પરિમાણો ઉમેરી શકો છો, કારણ કે તે માહિતી સમાન sales ડેટાસેટમાં એકત્રિત કરવામાં આવે છે. જો કે, તમે પરિમાણ તરીકે ક્રેડિટ કાર્ડનો પ્રકાર ઉમેરી શકતા નથી, કારણ કે તે માહિતી payments ડેટાસેટના ભાગ રૂપે એકત્રિત કરવામાં આવે છે, અને તે સરેરાશ ઑર્ડર મૂલ્યના વેચાણ ડેટાથી સંબંધિત નથી. જો તમે તમારો ડેટા ક્રેડિટ કાર્ડનો પ્રકાર પરિમાણ દ્વારા જૂથબદ્ધ કરીને પ્રદર્શિત કરવા માગતા હો, તો તમારે પ્રદર્શિત કરવા માટે કુલ ચુકવણીઓ અથવા ટ્રાન્ઝેક્શનની રકમ જેવું સંબંધિત ચુકવણી-લક્ષી મેટ્રિક પસંદ કરવાની જરૂર છે.

અસંગત મેટ્રિક્સ અને પરિમાણો તેમના સંબંધિત કન્ફિગરેશન પેનલ મેનૂમાં ગ્રે-આઉટ થઈ જાય છે, જેમાં એક સંદેશ હોય છે કે મેટ્રિક અથવા પરિમાણ "હાલની પસંદગી જોતાં ઉપલબ્ધ નથી" ("Not available given the existing selection"). ShopifyQL ક્વેરી ઍડિટરમાં, તમારી ક્વેરીમાં અસંગત મેટ્રિક અથવા પરિમાણ ઉમેરવાથી એક ભૂલ પ્રદર્શિત થાય છે, જેમાં સમસ્યાને કેવી રીતે ઉકેલવી તેના માર્ગદર્શન સામેલ હોય છે.

તમારા રિપોર્ટ્સમાં મેટાફીલ્ડ્સનો પરિમાણો અથવા ફિલ્ટર્સ તરીકે ઉપયોગ કરવો

તમે તમારા Shopify રિપોર્ટ્સમાં પરિમાણો અથવા ફિલ્ટર્સ તરીકે પ્રોડક્ટ કૅટેગરી મેટાફીલ્ડ્સ અને સમર્થિત કસ્ટમ મેટાફીલ્ડ્સનો ઉપયોગ કરી શકો છો. સંસાધનનો પ્રકાર પસંદ કર્યા પછી સક્રિય મેટાફીલ્ડ્સ કન્ફિગરેશન પેનલના કૅટેગરી મેટાફીલ્ડ્સ અથવા કસ્ટમ મેટાફીલ્ડ્સ વિભાગમાં પસંદ કરી શકાય તેવી સૂચિ તરીકે પ્રદર્શિત થાય છે.

Shopify રિપોર્ટ્સ નીચેના સંસાધન પ્રકારો માટે કસ્ટમ મેટાફીલ્ડ્સને સપોર્ટ કરે છે:

  • ઉત્પાદનો
  • વેરિઅન્ટ્સ
  • ગ્રાહકો
  • ઑર્ડર્સ

લાગુ પડતા પ્રત્યેક સંસાધન પ્રકારો માટે, તમે માત્ર નીચેના પ્રકારના કસ્ટમ મેટાફીલ્ડનો ઉપયોગ કરી શકો છો:

કૅટેગરી દ્વારા ગોઠવાયેલ, Shopify રિપોર્ટ્સ માટે સમર્થિત મેટાફીલ્ડ પ્રકારોની સૂચિ.
મેટાફીલ્ડની કૅટેગરીપ્રકાર
ટેક્સ્ટ
  • સિંગલ લાઇન ટેક્સ્ટ
  • મલ્ટિ-લાઇન ટેક્સ્ટ
સંદર્ભ
  • પ્રોડક્ટ
નંબર
  • ID
  • પૂર્ણાંક
  • દશાંશ
  • રેટિંગ
લિંક
  • URL
તારીખ અને સમય
  • તારીખ
  • તારીખ અને સમય
અન્ય
  • ખરું અથવા ખોટું
  • રંગ
ઍરે (મૂલ્યોની સૂચિ)
  • સિંગલ લાઇન ટેક્સ્ટની સૂચિ
  • મલ્ટિ-લાઇન ટેક્સ્ટની સૂચિ
  • પૂર્ણાંકોની સૂચિ
  • દશાંશોની સૂચિ

કસ્ટમ મેટાફીલ્ડ બનાવતી વખતે, Shopify રિપોર્ટ્સમાં તેનો પરિમાણ અથવા ફિલ્ટર તરીકે ઉપયોગ કરી શકાય તે પહેલાં Analyticsમાં ડેટા ફિલ્ટર અથવા ગ્રુપ કરોનો વિકલ્પ સક્રિય કરેલો હોવો જોઈએ. જ્યારે વિકલ્પ સક્રિય હોય છે, ત્યારે મેટાફીલ્ડ કન્ફિગરેશન પેનલના પરિમાણો અથવા ફિલ્ટર્સ મેનૂમાં ઉપલબ્ધ કસ્ટમ મેટાફીલ્ડ્સ વિકલ્પોની સૂચિમાં પ્રદર્શિત થાય છે.

ઉદાહરણ તરીકે, જો તમે પ્રત્યેક પ્રોડક્ટ કઈ સામગ્રીમાંથી (જેમ કે પૉલિએસ્ટર, સુતરાઉ, લિનન અને નાયલોન) બની છે તેનો પ્રકાર સ્ટોર કરવા માટે તમારી પ્રોડક્ટ માટે સામગ્રી મેટાફીલ્ડનો ઉપયોગ કરતા હો, તો તમે તમારા રિપોર્ટને કોઈ ચોક્કસ સામગ્રીના પ્રકાર માટે ફિલ્ટર કરી શકો છો. ઉદાહરણ તરીકે, organic cotton માટે ફિલ્ટર લાગુ કરવા, ફિલ્ટર્સ > ઉત્પાદનો પર ક્લિક કરો અને પછી સામગ્રી પસંદ કરો. ત્યાર બાદ તમે ફિલ્ટરને Material is organic cotton તરીકે સેટ કરી શકો છો, જેથી માત્ર એવા જ પરિણામો પ્રદર્શિત થાય જ્યાં પ્રોડક્ટની સામગ્રીનું મેટાફીલ્ડ "organic cotton" હોય.

તમારા રિપોર્ટ્સમાં પરિમાણો અથવા ફિલ્ટર્સ તરીકે મેટાઑબ્જેક્ટ ફીલ્ડ્સનો ઉપયોગ કરવો

તમે તમારા Shopify રિપોર્ટ્સમાં પરિમાણો અથવા ફિલ્ટર્સ તરીકે તમારા મેટાઑબ્જેક્ટ્સમાંથી ફીલ્ડ્સનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમે મેટાઑબ્જેક્ટ સ્ટોર કરે છે તેવી સંરચિત માહિતી, જેમ કે ડિઝાઇનર, વૉરંટી અથવા લૉયલ્ટી ટિયર દ્વારા તમારા રિપોર્ટ ડેટાને ગ્રુપ કરી શકો છો અને ફિલ્ટર કરી શકો છો.

મેટાઑબ્જેક્ટ ફીલ્ડ્સ રિપોર્ટ્સમાં મેટાફીલ્ડ સંદર્ભ મારફતે ઉપલબ્ધ થાય છે. જ્યારે મેટાઑબ્જેક્ટ નીચેનામાંથી કોઈ પણ સંસાધન પ્રકાર પરના મેટાફીલ્ડ દ્વારા સંદર્ભિત હોય ત્યારે તમે તમારા રિપોર્ટ્સમાં મેટાઑબ્જેક્ટના ફીલ્ડ્સનો ઉપયોગ કરી શકો છો:

  • ઉત્પાદનો
  • વેરિઅન્ટ્સ
  • ગ્રાહકો
  • ઑર્ડર્સ

સંદર્ભિત મેટાફીલ્ડ સિંગલ મેટાઑબ્જેક્ટ સંદર્ભ અથવા મેટાઑબ્જેક્ટ સંદર્ભોની સૂચિ હોવું આવશ્યક છે. મિશ્ર સંદર્ભ મેટાફીલ્ડ દ્વારા સંદર્ભિત મેટાઑબ્જેક્ટમાંથી ફીલ્ડ્સનો પરિમાણો અથવા ફિલ્ટર્સ તરીકે ઉપયોગ કરી શકાતો નથી.

મેટાઑબ્જેક્ટના સમર્થિત ફીલ્ડ્સ કન્ફિગરેશન પેનલના પરિમાણો અથવા ફિલ્ટર્સ મેનૂમાં મેટાઑબ્જેક્ટ્સ વિભાગ હેઠળ પ્રદર્શિત થાય છે. દરેક પ્રકારના મેટાઑબ્જેક્ટ ફીલ્ડનો રિપોર્ટ્સમાં ઉપયોગ કરી શકાતો નથી.

ઉદાહરણ તરીકે, ધારો કે તમે દેશ ફીલ્ડ સાથે "ડિઝાઇનર" મેટાઑબ્જેક્ટ બનાવ્યું છે અને તેને પ્રોડક્ટ મેટાફીલ્ડમાંથી સંદર્ભિત કર્યું છે. ત્યારબાદ તમે તમારા ડિઝાઇનર્સ જે દેશોમાં રહે છે તે દેશોમાં વેચાણની તુલના કરવા માટે ડિઝાઇનરના દેશ દ્વારા વેચાણ રિપોર્ટને ગ્રુપ કરી શકો છો.

કસ્ટમાઇઝ કરી ન શકાય તેવા રિપોર્ટ્સ

દરેક રિપોર્ટમાં ફિલ્ટર કરવાનો કે એડિટ કરવાનો વિકલ્પ હોતો નથી. કસ્ટમાઇઝ કરી ન શકાય તેવા રિપોર્ટ્સ ફિલ્ટર અથવા કૉલમ્સનું આઇકન પ્રદર્શિત કરશે નહીં, જે સૂચવે છે કે રિપોર્ટમાં ડિફૉલ્ટ રૂપે ચોક્કસ ડેટા શામેલ હોવો આવશ્યક છે. જો કે, તમે હજી પણ બધા રિપોર્ટ્સ માટે સમયમર્યાદા સેટ કરી શકો છો.

નીચેના રિપોર્ટ્સને ફિલ્ટર અથવા એડિટ કરી શકાતા નથી:

  • યુનાઇટેડ સ્ટેટ્સ વેચાણ કર રિપોર્ટના અપવાદ સિવાય, Finance કૅટેગરીમાં તમામ ડિફૉલ્ટ રિપોર્ટ્સ (ફિલ્ટર્સ અને કૉલમ્સ એડિટ કરી શકાય છે).
  • Fraud કૅટેગરીના તમામ ડિફૉલ્ટ રિપોર્ટ્સ.
  • શિપિંગ લેબલ રિપોર્ટ (ફિલ્ટર્સ અને કૉલમ્સ એડિટ કરી શકાય છે) અને સમયાંતરે શિપિંગ લેબલ રિપોર્ટના (ફિલ્ટર્સ એડિટ કરી શકાય છે) અપવાદ સિવાય, Orders કૅટેગરીના તમામ ડિફૉલ્ટ રિપોર્ટ્સ.
  • વેબ પ્રદર્શન રિપોર્ટ.