કસ્ટમ રિપોર્ટ મેનેજ કરવા

એકવાર કસ્ટમ રિપોર્ટ બની જાય, પછી તમે જરૂર મુજબ રિપોર્ટ વિશેની વિગતોમાં ફેરફાર કરી શકો છો.

કસ્ટમ રિપોર્ટ જુઓ

તમારા Shopify ઍડમિનના રિપોર્ટ પેજ પરના લિસ્ટમાં બનાવેલા અને સાચવેલા કસ્ટમ રિપોર્ટ દેખાય છે.

કસ્ટમ રિપોર્ટનું લિસ્ટ ફિલ્ટર કરો

Shopify દ્વારા લેખિત હોવાને બદલે, બધા કસ્ટમ રિપોર્ટ યુઝર દ્વારા જનરેટ થયેલા માનવામાં આવે છે. રિપોર્ટ લિસ્ટના લેખક કૉલમમાં રિપોર્ટ બનાવનાર સ્ટાફના મેમ્બરનું નામ લેખક તરીકે સૂચિબદ્ધ છે.

જ્યારે તમે લેખકો દ્વારા લિસ્ટ ફિલ્ટર કરો અને માત્ર યુઝર્સ પસંદ કરો, ત્યારે તમે માત્ર તમારા કસ્ટમ રિપોર્ટનું લિસ્ટ ડિસ્પ્લે કરી શકો છો. જો લાગુ પડતું હોય, તો તમે રિપોર્ટ લખનાર સ્ટાફ મેમ્બર દ્વારા લિસ્ટને વધુ ફિલ્ટર કરી શકો છો.

કસ્ટમ રિપોર્ટ માટે સ્ટાફની પરવાનગીઓ

જે કોઈ પણ સ્ટોર સ્ટાફ પાસે ઍનલિટિક્સ ની પરવાનગીઓ હોય તેઓ તમે ફેરફાર કરેલા અથવા બનાવેલા બધા રિપોર્ટ ઍક્સેસ કરી શકે છે અને તેઓ તે રિપોર્ટની ડુપ્લિકેટ કૉપી બનાવી શકે છે તથા તેમાં ફેરફાર કરી શકે છે.

સ્ટાફ માટે ઍનાલિટિક્સની પરવાનગીઓ વિશે વધુ જાણો.

કસ્ટમ રિપોર્ટમાં ફેરફાર કરો

કસ્ટમ રિપોર્ટ બની જાય તે પછી પણ કોઈ પણ સમયે તેમાંના ફિલ્ટર અને કૉલમ ડેટામાં ફેરફાર કરી શકાય છે.

તમારા રિપોર્ટને ફિલ્ટર કેવી રીતે કરવા અને તેમાં ફેરફાર કેવી રીતે કરવો તે વિશે જાણો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનલિટિક્સ > રિપોર્ટ પર જાઓ.

  2. તમે જે કસ્ટમ રિપોર્ટમાં ફેરફાર કરવા માગો છો તેના નામ પર ક્લિક કરો.

  3. તમે ઇચ્છો છો તે નવી માહિતી ડિસ્પ્લે કરવા માટે ફિલ્ટરને ઍડજસ્ટ કરો અને કૉલમમાં ફેરફાર કરો.

  4. સેવ કરો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, મેનૂ આઇકન પર ટૅપ કરો.

  2. ઍનલિટિક્સ મેનૂમાં, નીચે તરફનો એરો આઇકન પર ટૅપ કરો અને પછી રિપોર્ટ પર ટૅપ કરો.

  3. તમે જે કસ્ટમ રિપોર્ટમાં ફેરફાર કરવા માગતા હો તેના પર ટૅપ કરો.

  4. તમે ઇચ્છો છો તે નવી માહિતી ડિસ્પ્લે કરવા માટે ફિલ્ટરને ઍડજસ્ટ કરો અને કૉલમમાં ફેરફાર કરો.

  5. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.

કસ્ટમ રિપોર્ટનું નામ બદલો

તમે ગમે ત્યારે કસ્ટમ રિપોર્ટનું નામ બદલી શકો છો. ડિફૉલ્ટ Shopify રિપોર્ટનાં નામ બદલી શકાતાં નથી.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનલિટિક્સ > રિપોર્ટ પર જાઓ.

  2. તમે જે કસ્ટમ રિપોર્ટનું નામ બદલવા માગો છો તેના નામની બાજુમાં આપેલા પેન્સિલ આઇકન પર ક્લિક કરો.

  3. નામ બદલો ડાયલૉગમાં, રિપોર્ટ માટે નવું નામ દાખલ કરો.

  4. સેવ કરો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, મેનૂ આઇકન પર ટૅપ કરો.

  2. ઍનલિટિક્સ મેનૂમાં, નીચે તરફનો એરો આઇકન પર ટૅપ કરો અને પછી રિપોર્ટ પર ટૅપ કરો.

  3. તમે જે કસ્ટમ રિપોર્ટનું નામ બદલવા માગતા હો, તેના માટે … > નામ બદલો પર ટૅપ કરો.

  4. રિપોર્ટનું નામ બદલો ડાયલૉગમાં, રિપોર્ટ માટે નવું નામ દાખલ કરો.

  5. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.

કસ્ટમ રિપોર્ટ ડિલીટ કરો

રિપોર્ટ ડિલીટ કર્યા પછી તેને પાછો લાવી શકાતો નથી.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનલિટિક્સ > રિપોર્ટ પર જાઓ.

  2. તમે જે કસ્ટમ રિપોર્ટને ડિલીટ કરવા માગો છો તેના નામની બાજુમાં આપેલા ટ્રૅશ કૅન આઇકન પર ક્લિક કરો.

  3. તમે રિપોર્ટ ડિલીટ કરવા માગો છો તેની ખાતરી કરો અને પછી ડિલીટ કરો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, મેનૂ આઇકન પર ટૅપ કરો.

  2. ઍનલિટિક્સ મેનૂમાં, નીચે તરફનો એરો આઇકન પર ટૅપ કરો અને પછી રિપોર્ટ પર ટૅપ કરો.

  3. તમે જે કસ્ટમ રિપોર્ટને ડિલીટ કરવા માગતા હો તેના માટે … > ડિલીટ કરો પર ટૅપ કરો.

  4. તમે રિપોર્ટ ડિલીટ કરવા માગો છો તેની પુષ્ટિ કરો અને પછી ડિલીટ કરો પર ટૅપ કરો.