નફાના રિપોર્ટ

તમે તમારા ખર્ચ, માર્જિન અને નફા વિશેની માહિતી જોવા માટે નફાના રિપોર્ટનો ઉપયોગ કરી શકો છો.

તમારી પ્રોડક્ટમાં આઇટમ દીઠ ખર્ચ ઉમેરવો

માત્ર એવી પ્રોડક્ટ્સ અને વેરિઅન્ટ માટે જ નફાની જાણ કરવામાં આવે છે, જે વેચવામાં આવ્યાં તે સમયે તેમનો ખર્ચ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તમારા નફાના રિપોર્ટ્સમાંથી વૅલ્યૂ મેળવવા માટે, તમારે તમારી પ્રોડક્ટ્સ અને વેરિઅન્ટ માટે આઇટમ દીઠ ખર્ચ ઉમેરવાની જરૂર છે. પ્રોડક્ટ માટે આઇટમ દીઠ ખર્ચ કેવી રીતે ઉમેરવો તે વિશે જાણો.

નફાના રિપોર્ટ જોવા

ફક્ત નફાના માર્જિનના રિપોર્ટ પ્રદર્શિત કરવા માટે તમે તમારી રિપોર્ટ સૂચિને ફિલ્ટર કરી શકો છો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍનલિટિક્સ > રિપોર્ટ પર જાઓ.

  2. કૅટેગરી ફિલ્ટર પર ક્લિક કરો.

  3. રિપોર્ટને ફિલ્ટર કરીને ફક્ત નફાના માર્જિનના રિપોર્ટ પ્રદર્શિત કરવા માટે નફાનું માર્જિન પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપમાંથી, Menu આઇકન પર ટૅપ કરો.

  2. ઍનલિટિક્સ > રિપોર્ટ પર ટૅપ કરો.

  3. ફિલ્ટર આઇકન પર ટૅપ કરો અને પછી કૅટેગરી પર ટૅપ કરો.

  4. રિપોર્ટને ફિલ્ટર કરીને ફક્ત નફાના માર્જિનના રિપોર્ટ પ્રદર્શિત કરવા માટે નફાનું માર્જિન પર ટૅપ કરો.

  5. < આના દ્વારા ફિલ્ટર કરો અથવા ← પર ટૅપ કરો અને પછી ફિલ્ટર કરેલી રિપોર્ટ સૂચિ પર પાછા નેવિગેટ કરવા માટે X પર ટૅપ કરો.

માર્કેટ મુજબ સરેરાશ નફાનું માર્જિન

માર્કેટ મુજબ સરેરાશ નફાનું માર્જિન રિપોર્ટ માર્કેટ દ્વારા જૂથબદ્ધ કરેલા નફાના મેટ્રિક પ્રદર્શિત કરે છે. આ રિપોર્ટ તમારા સ્થાનિક માર્કેટના ઑર્ડરની નફાકારકતાની સરખામણીમાં તમારા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નફાકારકતા પર થતી અસરને હાઇલાઇટ કરે છે. સંબંધિત મેટ્રિકમાં તમારા ગ્રાહકો માટે પ્રોડક્ટ ચાર્જ, શિપિંગ ચાર્જ, ડ્યૂટી અને આયાત કર તેમજ તમારા સ્ટોર દ્વારા ચૂકવવામાં આવેલ પ્રોડક્ટ ખર્ચ, શિપિંગ ખર્ચ, ડ્યૂટી અને આયાત કર શામેલ છે.

તમે કોઈ ચોક્કસ માર્કેટમાં ઑર્ડર અનુસાર નફાના માર્જિન માટે ડ્રિલ-ડાઉન રિપોર્ટ પણ ડિસ્પ્લે કરી શકો છો. ડેટા ટેબલમાં, કોઈ માર્કેટ પર ક્લિક કરો અને પછી ઑર્ડર અનુસાર માર્કેટનો રિપોર્ટ જુઓ પર ક્લિક કરો. આ રિપોર્ટ પસંદ કરેલા માર્કેટ માટે એક ફિલ્ટર લાગુ કરે છે અને માત્ર પસંદ કરેલા માર્કેટમાં મૂકવામાં આવેલા ઑર્ડર માટે જ ઑર્ડર દીઠ માર્જિનની માહિતી ડિસ્પ્લે કરે છે.

પ્રોડક્ટ અનુસાર કુલ નફો

પ્રોડક્ટ અનુસાર કુલ નફોનો રિપોર્ટ પસંદ કરેલી તારીખની રેન્જ માટે પ્રોડક્ટ અનુસાર તમારો કુલ નફો ડિસ્પ્લે કરે છે. રિપોર્ટ માત્ર એ વેરિઅન્ટને ધ્યાનમાં લે છે જેમાં વેચાણ સમયે પ્રોડક્ટના ખર્ચની માહિતી હોય છે. જો આ રિપોર્ટમાંથી ઑર્ડર ખૂટે છે, તો સંભવ છે કે આ વેરિઅન્ટમાં ખર્ચની માહિતી ન હોય.

વેચાણ સમયે જેનો ખર્ચ રેકોર્ડ કરવામાં આવ્યો હોય તેવી દરેક પ્રોડક્ટ માટે, નીચેની માહિતી ડિસ્પ્લે થાય છે:

ઑનલાઇન સ્ટોરના પ્રોડક્ટ અનુસાર નફાના રિપોર્ટમાં કૉલમ અને વર્ણન
કૉલમવર્ણન
ચોખ્ખો જથ્થોઆ સમયગાળા દરમિયાન વેચાયેલા યુનિટની કુલ સંખ્યા.
ચોખ્ખું વેચાણઆ સમયગાળા દરમિયાન કુલ ચોખ્ખું વેચાણ.
ખર્ચઆ સમયગાળા દરમિયાન વેચાયેલા યુનિટનો કુલ ખર્ચ.
ગ્રોસ માર્જિનઆ સમયગાળા દરમિયાન આ પ્રોડક્ટ પરના નફાનું માર્જિન. માર્જિનની ગણતરી ([ચોખ્ખું વેચાણ - ખર્ચ] / ચોખ્ખું વેચાણ) * 100 તરીકે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારું ચોખ્ખું વેચાણ $50 હોય અને તમારો ખર્ચ $30 હોય, તો ગ્રોસ માર્જિન (જેની ગણતરી ([50 - 30] / 50) * 100 મુજબ કરવામાં આવે છે) 40% છે.
કુલ નફોઆ સમયગાળા દરમિયાન આ પ્રોડક્ટ પર થયેલો કુલ નફો. તેની ગણતરી ચોખ્ખા વેચાણમાંથી ખર્ચની બાદબાકી કરીને કરવામાં આવે છે.

ડિસ્કાઉન્ટ અને રિફંડ તમારા નફાના માર્જિનને અસર કરે છે. જો તમે આ સમયગાળા દરમિયાન ડિસ્કાઉન્ટવાળી પ્રોડક્ટ વેચી હોય અથવા રિફંડ આપ્યા હોય, તો રિપોર્ટ કરવામાં આવેલ ગ્રોસ માર્જિન અનુરૂપ પ્રોડક્ટ વિગતના પેજ પર દેખાતા માર્જિન કરતા અલગ હોય છે. ડિસ્કાઉન્ટ અને રિફંડ નફાના માર્જિનને કેવી રીતે અસર કરે છે તેના વિશે વધુ જાણો.

પ્રોડક્ટ વેરિઅન્ટ અનુસાર કુલ નફો

પ્રોડક્ટ વેરિઅન્ટ અનુસાર કુલ નફોનો રિપોર્ટ વેરિઅન્ટ અનુસાર તમારો કુલ નફો ડિસ્પ્લે કરે છે.

વેચાણ સમયે જેનો ખર્ચ રેકોર્ડ કરવામાં આવ્યો હોય તેવા દરેક પ્રોડક્ટ વેરિઅન્ટ માટે, નીચેની માહિતી ડિસ્પ્લે થાય છે:

પ્રોડક્ટ વેરિઅન્ટના SKU અનુસાર નફાના રિપોર્ટમાં કૉલમ અને વર્ણન
કૉલમવર્ણન
ચોખ્ખો જથ્થોઆ સમયગાળા દરમિયાન વેચાયેલા યુનિટની કુલ સંખ્યા.
ચોખ્ખું વેચાણઆ સમયગાળા દરમિયાન કુલ ચોખ્ખું વેચાણ.
ખર્ચઆ સમયગાળા દરમિયાન વેચાયેલા યુનિટનો કુલ ખર્ચ.
ગ્રોસ માર્જિનઆ સમયગાળા દરમિયાન આ પ્રોડક્ટ વેરિઅન્ટ પરના નફાનું માર્જિન. માર્જિનની ગણતરી ([ચોખ્ખું વેચાણ - ખર્ચ] / ચોખ્ખું વેચાણ) * 100 તરીકે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારું ચોખ્ખું વેચાણ $50 હોય અને તમારો ખર્ચ $30 હોય, તો ગ્રોસ માર્જિન (જેની ગણતરી ([50 - 30] / 50) * 100 મુજબ કરવામાં આવે છે) 40% છે.
કુલ નફોઆ સમયગાળા દરમિયાન આ પ્રોડક્ટ વેરિઅન્ટ પર થયેલો કુલ નફો. તેની ગણતરી ચોખ્ખા વેચાણમાંથી ખર્ચની બાદબાકી કરીને કરવામાં આવે છે.

ડિસ્કાઉન્ટ અને રિફંડ તમારા નફાના માર્જિનને અસર કરે છે. જો તમે આ સમયગાળા દરમિયાન ડિસ્કાઉન્ટવાળી પ્રોડક્ટ વેચી હોય અથવા રિફંડ આપ્યા હોય, તો રિપોર્ટ કરવામાં આવેલ ગ્રોસ માર્જિન અનુરૂપ પ્રોડક્ટ વિગતના પેજ પરના માર્જિન કરતા અલગ હોય છે. ડિસ્કાઉન્ટ અને રિફંડ નફાના માર્જિનને કેવી રીતે અસર કરે છે તેના વિશે વધુ જાણો.

POS સ્થાન અનુસાર કુલ નફો

POS સ્થાન અનુસાર કુલ નફોનો રિપોર્ટ પૉઇન્ટ ઑફ સેલ સ્થાન અનુસાર તમારો કુલ નફો ડિસ્પ્લે કરે છે.

પ્રત્યેક POS સ્થાન માટે, નીચેની માહિતી ડિસ્પ્લે થાય છે:

પૉઇન્ટ ઑફ સેલ સ્થાન અનુસાર નફાના રિપોર્ટમાં કૉલમ અને વર્ણન
કૉલમવર્ણન
ચોખ્ખો જથ્થોઆ સમયગાળા દરમિયાન વેચાયેલા યુનિટની કુલ સંખ્યા.
ચોખ્ખું વેચાણઆ સમયગાળા દરમિયાન કુલ ચોખ્ખું વેચાણ.
ખર્ચઆ સમયગાળા દરમિયાન વેચાયેલા યુનિટનો કુલ ખર્ચ.
ગ્રોસ માર્જિનઆ સમયગાળા દરમિયાન આ પ્રોડક્ટ વેરિઅન્ટ પરના નફાનું માર્જિન. માર્જિનની ગણતરી ([ચોખ્ખું વેચાણ - ખર્ચ] / ચોખ્ખું વેચાણ) * 100 તરીકે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારું ચોખ્ખું વેચાણ $50 હોય અને તમારો ખર્ચ $30 હોય, તો ગ્રોસ માર્જિન (જેની ગણતરી ([50 - 30] / 50) * 100 મુજબ કરવામાં આવે છે) 40% છે.
કુલ નફોઆ સમયગાળા દરમિયાન આ પ્રોડક્ટ વેરિઅન્ટ પર થયેલો કુલ નફો. તેની ગણતરી ચોખ્ખા વેચાણમાંથી ખર્ચની બાદબાકી કરીને કરવામાં આવે છે.

ઑર્ડર અનુસાર નફાનું માર્જિન

ઑર્ડર અનુસાર નફાનું માર્જિનનો રિપોર્ટ પસંદ કરેલી સમયમર્યાદામાં તમામ ઑર્ડર ડેટા માટે નફાનું માર્જિન ડિસ્પ્લે કરે છે. સંબંધિત મેટ્રિકમાં તમારા ગ્રાહકો માટે પ્રોડક્ટના ચાર્જ, શિપિંગ ચાર્જ, ડ્યૂટી અને આયાત કર તેમજ તમારા સ્ટોર દ્વારા ચૂકવવામાં આવતા પ્રોડક્ટ ખર્ચ, શિપિંગ ખર્ચ, ડ્યૂટી અને આયાત કરનો સમાવેશ થાય છે.

ડિસ્કાઉન્ટ અને રિફંડ

ડિસ્કાઉન્ટ અને રિફંડ તમારા ચોખ્ખા વેચાણ અને નફાના માર્જિનને અસર કરે છે.

પ્રોડક્ટ વિગતના પેજ પર દેખાતું માર્જિન પ્રોડક્ટની પૂરી કિંમત પર આધારિત છે. તમારા નફાના રિપોર્ટમાંનું ગ્રોસ માર્જિન પ્રોડક્ટના ચોખ્ખા વેચાણ પર આધારિત છે, જેમાં તમે રિપોર્ટિંગના સમયગાળા દરમિયાન ઑફર કરેલ કોઈપણ ડિસ્કાઉન્ટ કે રિફંડને ધ્યાનમાં લેવામાં આવે છે.

ઉદાહરણ: નફાના રિપોર્ટ પર ડિસ્કાઉન્ટની અસર

$20 USDની સામાન્ય કિંમત અને $10 USDના ખર્ચવાળું T-shirt પ્રોડક્ટ વિગતના પેજ પર 50% માર્જિન ધરાવતું હોવાનું ડિસ્પ્લે થાય છે.

જો તમે રિપોર્ટિંગના સમયગાળા દરમિયાન આ T-shirt $15 USDમાં વેચવા માટે 25% ડિસ્કાઉન્ટ આપો છો, તો એ જ T-shirt પ્રોડક્ટ અનુસાર કુલ નફો રિપોર્ટમાં 33% માર્જિન ધરાવતું હોવાનું ડિસ્પ્લે થાય છે.

ડાયનેમિક રિપોર્ટિંગના વિકલ્પો માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

આઇટમ દીઠ ખર્ચનું ફિલ્ડ સ્ટેટિક ડેટા ધરાવે છે, જેનો અર્થ છે કે તમારા નફાના રિપોર્ટનો ડેટા માત્ર અમુક ચોક્કસ સમય પૂરતો જ સંબંધિત છે. જો તમારે ડાયનેમિક હોય એવો ડેટા રિપોર્ટ કરવાની જરૂર હોય, તો તમારી પાસે નીચેના વિકલ્પો છે:

  • તમારા નાણાકીય રિપોર્ટને કોઈ અન્ય બિઝનેસ સિસ્ટમમાં રન કરો, જેમ કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) અથવા એકાઉન્ટિંગ સિસ્ટમ.
  • તમારી ઇન્વેન્ટરીના કુલ મૂલ્યનો રિપોર્ટ કરવા માટે Shopify App Storeમાંથી રિપોર્ટિંગ ઍપ વાપરવા વિશે વિચાર કરો.
  • ખર્ચ, નફો અને નુકસાનની મેન્યુઅલી ગણતરી કરો.