Dymo Label સૉફ્ટવેરનો ઉપયોગ કરવો

તમે તમારા ડેસ્કટૉપ પરથી બારકોડ લેબલને કસ્ટમાઇઝ કરવા અને પ્રિન્ટ કરવા માટે Dymo Label સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો. શરૂ કરતા પહેલાં, ખાતરી કરો કે તમે તમારી Shopify પ્રોડક્ટ પર બારકોડ ઉમેરો છો અને તમારી પ્રોડક્ટની માહિતીને CSV ફાઇલમાં એક્સપોર્ટ કરો છો. Dymo Label સૉફ્ટવેરમાં તમારા કસ્ટમાઇઝેશન દરમિયાન, સપોર્ટ કરાતી બારકોડની સ્ટાઇલ, Code 128 Auto પસંદ કરો.

તમારી Shopify પ્રોડક્ટ પર બારકોડ ઉમેરો

તમે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને Shopify માં તમારી પ્રોડક્ટ પર બારકોડ ઉમેરી શકો છો:

Dymo Label સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરો

તમે Dymo વેબસાઇટ પરથી તમારા Mac અથવા Windows ડેસ્કટૉપ પર Dymo Label સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરી શકો છો.

ઇન્સ્ટૉલેશનના અંતિમ પગલામાં ઇન્સ્ટૉલર તમને પ્રૉમ્પ્ટ ન કરે ત્યાં સુધી પ્રિન્ટરને તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરશો નહીં. તમારા પ્રિન્ટરને કનેક્ટ કરવા માટે, Dymo વેબસાઇટ પર LabelWriter 450 અથવા Dymo LabelWriter Wireless Printer માટેની ઝડપી શરૂઆત માર્ગદર્શિકાઓને અનુસરો.

તમારી પ્રોડક્ટની માહિતીને CSV ફાઇલમાં એક્સપોર્ટ કરો

તમે Dymo Label સૉફ્ટવેરમાં ઇમ્પોર્ટ કરો તે પહેલાં તમારી પ્રોડક્ટની માહિતીને CSV ફાઇલમાં એક્સપોર્ટ કરી શકો છો.

જો તમે એક પેજ સુધીની પ્રોડક્ટ (વધુમાં વધુ 50 પ્રોડક્ટ) એક્સપોર્ટ કરો, તો બ્રાઉઝર CSV ફાઇલ ડાઉનલોડ કરે છે. જો તમે એકથી વધુ પેજની પ્રોડક્ટ (51 કે તેથી વધુ પ્રોડક્ટ) એક્સપોર્ટ કરો, તો તમને ઇમેઇલ દ્વારા CSV ફાઇલ મળે છે. જો તમે સ્ટોર માલિક ન હો, તો સ્ટોર માલિકને પણ ઇમેઇલ દ્વારા આ ફાઇલ મળે છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.

  2. વૈકલ્પિક: જો તમે માત્ર તમારી કેટલીક પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા માગતા હો, તો તમે એક્સપોર્ટ કરવા માટે વિશિષ્ટ પ્રોડક્ટ જોવા અને પસંદ કરવા માટે તમારા પ્રોડક્ટ લિસ્ટને ફિલ્ટર કરી શકો છો.

  3. એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.

  4. CSV ફાઇલમાં પ્રોડક્ટ એક્સપોર્ટ કરો ડાયલૉગમાંથી, નીચેના વિકલ્પોમાંથી તમે એક્સપોર્ટ કરવા માગતા હો તે પ્રોડક્ટ પસંદ કરો:

  5. તમે કયા પ્રકારની CSV ફાઇલ એક્સપોર્ટ કરવા માંગો છો તે પસંદ કરો:

    • Excel, Numbers અથવા અન્ય સ્પ્રેડશીટ પ્રોગ્રામ માટે CSV ફાઇલ. જો તમે તમારી પ્રોડક્ટની CSV ફાઇલમાં ફેરફાર કરવા માટે સ્પ્રેડશીટ પ્રોગ્રામનો ઉપયોગ કરવાનું આયોજન કરતા હો, તો આ ફોર્મેટનો ઉપયોગ કરો.
    • પ્લેન CSV ફાઇલ. જો તમે તમારી પ્રોડક્ટની CSV ફાઇલ સાથે પ્લેન-ટેક્સ્ટ એડિટર વાપરવાનું આયોજન કરતા હો, તો આ ફોર્મેટનો ઉપયોગ કરો.
  6. પ્રોડક્ટ એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.

તમારા બારકોડ લેબલને કસ્ટમાઇઝ કરવા માટે Dymo Label સૉફ્ટવેરનો ઉપયોગ કરો

તમે તમારા બારકોડ લેબલ માટે કસ્ટમાઇઝ કરેલા લેઆઉટ ડિઝાઇન કરવા Dymo Label સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો.

પગલાં:

  1. Dymo Label સૉફ્ટવેર ખોલો અને પછી તમને જરૂરી હોય તેવા લેબલના માપ પર ક્લિક કરો.
  2. પ્રારંભિક લેઆઉટ પસંદ કરવા માટે Select layout બટન પર ક્લિક કરો.
  3. આ ઉદાહરણ માટે, ખાલી લેઆઉટ પર ક્લિક કરો.
  4. વૈકલ્પિક: પ્રિવ્યૂ લેબલને જોવાના વિસ્તારમાં સંપૂર્ણપણે ન સમાય ત્યાં સુધી તેને વિસ્તૃત કરવા માટે સ્લાઇડરનો ઉપયોગ કરો. આનાથી તમારા લેબલના ઑબ્જેક્ટ અને ક્લિપ આર્ટને યોગ્ય જગ્યાએ ગોઠવવાનું તમારા માટે સરળ બની જશે.
  5. તમે તમારા લેઆઉટમાં જે લેબલ ઑબ્જેક્ટ અને ક્લિપ આર્ટ ઉમેરી શકો છો તેને જોવા માટે Insert પર ક્લિક કરો. આ ઉદાહરણ માટે, તમે બારકોડ અને ટેક્સ્ટ ફીલ્ડ ધરાવતું એક લેબલ ડિઝાઇન કરશો.
  6. Label Objects હેઠળ, Barcode ઑબ્જેક્ટને શોધો અને પછી તેના પર ક્લિક કરીને તેને તમારા લેબલના પ્રિવ્યૂ પર ડ્રૅગ કરો.
  7. તમે બારકોડ ઑબ્જેક્ટને ગોઠવી દો ત્યારે તેના પર રાઇટ ક્લિક કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી Properties પસંદ કરો.
  8. Object settings વિભાગમાં, Symbology ડ્રોપ-ડાઉન મેનૂમાંથી Code 128 Auto પસંદ કરો અને પછી Ok પર ક્લિક કરો.
  9. Label Objects હેઠળ, Text લેબલ ઑબ્જેક્ટને શોધો અને પછી તેના પર ક્લિક કરીને તેને તમારા લેબલના પ્રિવ્યૂ પર ડ્રૅગ કરો.
  10. જ્યારે તમારા લેબલ પર જરૂરી બધા ઑબ્જેક્ટ આવી જાય, ત્યારે તમે આ રીતે લેઆઉટને રિફાઇન કરી શકો છો:
    • ઑબ્જેક્ટને ફરી ગોઠવવા: ઑબ્જેક્ટ પર ક્લિક કરો અને તેની બૉર્ડરને ખેંચો.
    • ઑબ્જેક્ટનું માપ બદલવું: ઑબ્જેક્ટ પર ક્લિક કરો અને બૉર્ડરની આસપાસના નાના બૉક્સમાંથી કોઈ એકને ખેંચો.
    • ઑબ્જેક્ટ કાઢી નાખવા: ઑબ્જેક્ટ પર ક્લિક કરો અને તમારા કીબોર્ડ પર delete દબાવો.
  11. જ્યારે તમે તમારું લેબલ લેઆઉટ બનાવવાનું સમાપ્ત કરી લો, ત્યારે File મેનૂ પર જાઓ અને Save as Layout પર ક્લિક કરો.
  12. તમારા લેઆઉટને નામ આપો અને પછી Save પર ક્લિક કરો.

તમારા લેબલ લેઆઉટને કસ્ટમાઇઝ કરીને સાચવ્યા પછી, તમે Shopify પરથી એક્સપોર્ટ કરેલી CSV ફાઇલમાંથી લેબલ ઑબ્જેક્ટમાં કઈ માહિતી ઉમેરવી તે પસંદ કરી શકો છો. જ્યારે તમે લેબલ લેઆઉટમાં તમારી પ્રોડક્ટની માહિતી ઉમેરી દો, ત્યારે તમે તમારા બારકોડ લેબલ પ્રિન્ટ કરવા માટે તૈયાર છો.

પગલાં:

  1. Dymo Label સૉફ્ટવેરના File મેનૂમાંથી, Import data and print પર કર્સર ફેરવો અને પછી New પર ક્લિક કરો.
  2. જ્યારે Getting Started ડાયલોગ બૉક્સ દેખાય, ત્યારે Next પર ક્લિક કરો.
  3. Shopifyમાંથી એક્સપોર્ટ કરેલી CSV ફાઇલ પસંદ કરવા માટે Browse (ફાઇલ શોધો) પર ક્લિક કરો.
  4. CSV ફાઇલના નામને શોધો અને તેના પર બે વાર ક્લિક કરો (ઉદાહરણ તરીકે, ProductLabels.csv).
  5. ખાતરી કરો કે લેબલ પ્રિવ્યૂ બારકોડ અને ટેક્સ્ટ લેબલ ઑબ્જેક્ટ સાથે તમે ડિઝાઇન કરેલું લેઆઉટ દર્શાવે છે. જો તમે કોઈ અલગ લેઆઉટનો ઉપયોગ કરવા માંગતા હો, તો પ્રીસેટ અને સાચવેલા લેઆઉટને બ્રાઉઝ કરવા Change layout... પર ક્લિક કરો અને તમે જેનો ઉપયોગ કરવા માંગતા હો તેના પર બે વાર ક્લિક કરો.
  6. Next (આગળ) પર ક્લિક કરો. Date fields (તારીખનાં ફીલ્ડ) વિભાગમાં CSV ડેટા દેખાય છે.
  7. Use first row as field names ચેકબૉક્સ પર ખરાની નિશાની કરો.
  8. તમારા લેબલ લેઆઉટમાં ટેક્સ્ટ ફીલ્ડ પર ક્લિક કરો અને પછી ટેક્સ્ટ ફીલ્ડમાં માહિતી ભરવા માટે Data fields વિભાગમાં કૉલમ હેડર પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, તમારા લેબલ લેઆઉટમાં બારકોડ લેબલ ઑબ્જેક્ટ પર ક્લિક કરો અને પછી તમારા CSV ડેટા ફીલ્ડ્સમાં barcode કૉલમના મથાળા પર ક્લિક કરો.
  1. તમારા અન્ય લેબલ ઑબ્જેક્ટ્સ માટે જરૂર મુજબ પુનરાવર્તન કરો. તમે Preview વિન્ડોમાં તમારા કાર્યનું પ્રિવ્યૂ જોઈ શકો છો.
  2. વૈકલ્પિક: ટેક્સ્ટ ફીલ્ડમાં નિર્ધારિત મૂલ્ય દાખલ કરો. ઉદાહરણ તરીકે, તમે price ટેક્સ્ટ ફીલ્ડમાં ડૉલરનું ચિહ્ન દાખલ કરી શકો છો. તમારા તમામ ફેરફારો પ્રિવ્યૂમાં જોવા મળશે.
  3. જ્યારે તમે તમારા તમામ લેબલ ઑબ્જેક્ટને ફીલ્ડનાં નામ અસાઇન કરી લો, ત્યારે Next પર ક્લિક કરો.
  4. તમે કઈ પ્રોડક્ટનાં બારકોડ લેબલ પ્રિન્ટ કરવા માંગો છો તે પસંદ કરવા ચેકબૉક્સનો ઉપયોગ કરો.
  5. ખાતરી કરો કે DYMO LabelWriter પ્રિન્ટર પસંદ થયેલ છે અને પછી Print પર ક્લિક કરો.

Dymo Label સૉફ્ટવેર અપડેટ કરો

Retail Barcode Printer ઍપ માત્ર Dymo Label સૉફ્ટવેર વર્ઝન 8.7.3 અને તેનાથી ઉપરનાં વર્ઝન સાથે જ કામ કરે છે.

Dymo Label સૉફ્ટવેરને અપડેટ કરવા માટે, નીચેના પગલાં ભરો:

Mac
  1. Dymo Label સૉફ્ટવેરનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો.
  2. ઇન્સ્ટૉલરને રન કરો અને ઇન્સ્ટોલેશન પ્રૉમ્પ્ટ અનુસરો.
  3. જો સુરક્ષા પ્રૉમ્પ્ટ System Extension Blocked દેખાય, તો Open Security Preferences પર ક્લિક કરો. Security and Privacy વ્યુમાં, General ટૅબ પર ક્લિક કરો અને પછી Allow પર ક્લિક કરો.
Windows
  1. Dymo Label સૉફ્ટવેરનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો.
  2. ઇન્સ્ટૉલરને રન કરો અને ઇન્સ્ટોલેશન પ્રૉમ્પ્ટ અનુસરો.

Dymo Label સૉફ્ટવેરનું મુશ્કેલીનિવારણ

જો તમને Dymo Label સૉફ્ટવેરની મદદથી બારકોડ લેબલ પ્રિન્ટ કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમારા પ્રિન્ટર સેટઅપનું મુશ્કેલીનિવારણ કર્યા પછી આ પગલાં અજમાવો:

જો Dymo Label સૉફ્ટવેરનું મુશ્કેલીનિવારણ કર્યા પછી પણ તમને હજુ મુશ્કેલી પડી રહી હોય, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.

Try to increase width ભૂલ

જો તમને Try to increase width ભૂલ મળે, તો લેબલ માટે બારકોડ ખૂબ મોટો છે. બારકોડ ઑબ્જેક્ટને લેબલ પર વધુ પહોળો બનાવવા માટે તમે તમારા લેઆઉટમાં બારકોડ ઑબ્જેક્ટનું માપ બદલી શકો છો.

જો તમે બારકોડ ઑબ્જેક્ટને શક્ય તેટલો પહોળો કરી દીધો હોય અને તેમ છતાં તમને Try to increase width ભૂલ દેખાય, તો તમારે લેબલના મોટા માપનો ઉપયોગ કરવાની જરૂર છે.

દરેક બારકોડ લેબલના માપ પર મહત્તમ નીચે દર્શાવેલા અક્ષરો સમાઈ શકે છે:

  • મોટું: 40 અક્ષર
  • મધ્યમ: 22 અક્ષર
  • નાનું: 8 અક્ષર
  • X-Small: 12 અક્ષરો.

જો તમે તમારા બારકોડમાં અક્ષરો અથવા પ્રતીકોનો ઉપયોગ કરો છો, તો આ અક્ષરો સંખ્યાઓ કરતાં લેબલ પર વધુ જગ્યા રોકે છે.

કસ્ટમ બારકોડ લેબલ સ્કેન કરી શકાતા નથી

જો તમે Dymo Label સૉફ્ટવેર વડે પ્રિન્ટ કરેલા કસ્ટમ બારકોડ લેબલ સ્કેન કરી શકતા નથી, તો તમે જ્યારે તમારા કસ્ટમાઇઝ કરેલા લેબલ પ્રિન્ટ કર્યા ત્યારે તમે CSV ફાઇલમાં બારકોડ કૉલમ પસંદ કરી હતી તે ચેક કરો.