Chipper 2X BT કાર્ડ રીડરનું મુશ્કેલીનિવારણ
Chipper 2X BT કાર્ડ રીડરની સામાન્ય સમસ્યાઓના મુશ્કેલીનિવારણ માટે આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરો. તમે અનુભવી રહ્યાં છો તે ચોક્કસ સમસ્યા પસંદ કરો તે પહેલાં પગલું 1: Chipper 2X BT કાર્ડ રીડર માટે સામાન્ય મુશ્કેલીનિવારણ પૂર્ણ કરો. જો મુશ્કેલીનિવારણના પગલાંથી સમસ્યા હલ ન થાય, તો તમે Shopify સપોર્ટને રિપોર્ટ મોકલી શકો છો.
આ પેજ પર
પગલું 1: Chipper 2X BT કાર્ડ રીડર માટે સામાન્ય મુશ્કેલીનિવારણ
Chipper 2X BT કાર્ડ રીડરની સમસ્યાઓ માટે નીચેના સામાન્ય મુશ્કેલીનિવારણના પગલાં પૂર્ણ કરો:
ચકાસો કે તમે Chipper 2X BT કાર્ડ રીડરનો ઉપયોગ કરવા માટે આવશ્યકતાઓ પૂરી કરો છો.
ચકાસો કે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન છે. ચુકવણીઓ પર પ્રક્રિયા કરવા માટે Shopify POS ને Wi-Fi અથવા તમારા ઉપકરણના સેલ્યુલર ડેટા મારફતે ઇન્ટરનેટથી કનેક્ટ થવું જરૂરી છે. જો તમે ઇન્ટરનેટથી કનેક્ટ કરી શકતા ન હોવ, તો તમે જેટલો સમય ઑફલાઇન હોવ તે દરમિયાન તમારે અલગ ચુકવણીના પ્રકારનો ઉપયોગ કરવો પડશે.
POS ઍપમાં કાર્ડ રીડર કનેક્ટ થયેલા ઉપકરણ તરીકે દેખાય છે તેની ખાતરી કરવા નેવિગેશનમાં કનેક્ટિવિટી આઇકન પર ટૅપ કરો. કાર્ડ રીડર કનેક્ટ ન થાય, તો તમારા ઉપકરણ સાથે કાર્ડ રીડરને પેર કરો.
તમારા ફાયરવૉલ સેટિંગ્સ તપાસો.
ખાતરી કરો કે Shopify POS અપ ટુ ડેટ છે.
ખાતરી કરો કે તમારું ઉપકરણ અપ ટુ ડેટ છે:
- તમારા iOS ઉપકરણને અપડેટ કરવા માટે, તમારા ઉપકરણના સેટિંગ્સમાં જાઓ અને પછી General > Software Update પર ટૅપ કરો. જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય, તો તમે Update now પર ટૅપ કરી શકો છો.
- તમારા Android ઉપકરણને અપડેટ કરવા માટે, તમારા ઉપકરણના સેટિંગ્સમાં જાઓ અને પછી Software update પર ટૅપ કરો. જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય, તો તેને ઇન્સ્ટૉલ કરવા માટે સ્ક્રીન પરની સૂચનાઓ અનુસરો.
ચકાસો કે તમારા Shopify POS ઉપકરણ પર બ્લૂટૂથ ચાલુ છે.
તમારા ઉપકરણના સેટિંગ્સમાં ચકાસો કે POS ઍપને બ્લૂટૂથથી કનેક્ટ કરવાની પરવાનગી છે.
પગલું 2: Chipper 2X BT કાર્ડ રીડરની સમસ્યા પસંદ કરો
Chipper 2X BT કાર્ડ રીડરની સમસ્યા પસંદ કરો અને મુશ્કેલીનિવારણના તમામ પગલાં અનુસરો.
Shopify POS Hub કનેક્શનની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
જો તમારું POS હાર્ડવેર Shopify POS Hub મારફતે કનેક્ટ થતું ન હોય, તો Shopify POS Hub મુશ્કેલીનિવારણના પગલાં પૂર્ણ કરો.
પેરિંગની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
જો તમે તમારું Chipper 2X BT કાર્ડ રીડર પેર કરી શકતા ન હોવ, તો નીચેના પગલાં વડે કનેક્શનનું મુશ્કેલીનિવારણ કરો:
- જો તમે તમારા Android ઉપકરણ સાથે માઇક્રો-USB કનેક્શન વાપરતા હોવ, તો રીડરને અનપ્લગ કરો અને તેને ફરીથી પ્લગ ઇન કરો.
- જો તમે રિટેલ સ્ટૅન્ડ વાપરતા હોવ, તો ટૅબ્લેટને અનડૉક અને રીડૉક કરવાનો પ્રયાસ કરો.
- Chipper 2X BT કાર્ડ રીડરની બેટરી 50% કરતાં વધુ ચાર્જ થયેલી છે તેની ખાતરી કરો. જો ન હોય, તો ફરી પેર કરવાનો પ્રયાસ કરતાં પહેલાં તેને 50% કરતાં વધુ ચાર્જ કરો. બેટરી 50% કરતાં ઓછી હોય તો રીડર ચાર્જિંગમાં જોડેલું હોવા છતાં તેને પેર કરવામાં સમસ્યા આવી શકે છે.
- ચકાસો કે Chipper 2X BT કાર્ડ રીડર અલગ ઉપકરણ સાથે કનેક્ટ થયેલું છે કે નહીં. જો તેમ હોય, તો તેને નવા ઉપકરણ સાથે પેર કરવાનો પ્રયાસ કરતા પહેલાં તે ઉપકરણ પરથી અનપેર કરો. Chipper 2X BT કાર્ડ રીડર એક સમયે માત્ર એક જ ઉપકરણ સાથે પેર થઈ શકે છે.
- POS ઍપને ફોર્સ ક્લોઝ કરો અને તેને ફરીથી ખોલો.
- જો તમે માઇક્રો-USB કેબલનો ઉપયોગ કરતા હોવ, તો બ્લૂટૂથનો ઉપયોગ કરીને રીડરને કનેક્ટ કરવાનો પ્રયાસ કરો. જો તમારી પાસે Android ટૅબ્લેટ છે અને તમે બ્લૂટૂથનો ઉપયોગ કરીને રીડરને કનેક્ટ કરી રહ્યાં છો, તો માઇક્રો-USB કેબલનો ઉપયોગ કરીને રીડરને કનેક્ટ કરવાનો પ્રયાસ કરો.
કનેક્શનની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
જો તમારું Chipper 2X BT કાર્ડ રીડર તમારા POS ઉપકરણથી ડિસ્કનેક્ટ થઈ જાય, તો નીચેના પગલાં વડે કનેક્શનનું મુશ્કેલીનિવારણ કરો.
પગલાં:
- Shopify POS માટે તમારા ઉપકરણના સેટિંગ્સમાં નીચેની પરવાનગીઓની સમીક્ષા કરો:
- iOS અને Android: Location એ When using this app પર સેટ કરેલું છે
- iOS અને Android: Camera એ On અથવા Allowed છે
- iOS : Local Network એ On છે
- iOS : Bluetooth એ On છે
- iOS : Allow Cross-Website Tracking એ On છે
- Shopify POS માંથી,
પર ટૅપ કરો.
- ઉપકરણની માહિતી વાળા પેજ પર કાર્ડ રીડર સૂચિબદ્ધ છે કે નહીં તેની પુષ્ટિ કરો. જો તે ઉપકરણ તરીકે સૂચિબદ્ધ હોય, તો Forget card reader પર ટૅપ કરો.
- ઉપકરણના બ્લૂટૂથ સેટિંગ્સમાંથી, કાર્ડ રીડર સૂચિબદ્ધ છે કે નહીં તેની પુષ્ટિ કરો. જો તે ઉપકરણ તરીકે સૂચિબદ્ધ હોય, તો તેને ભૂલી જવા (ફરગેટ કરવા) માટે ટૅપ કરો.
- તમારા ઉપકરણ પર બ્લૂટૂથને નિષ્ક્રિય કરો.
- ઓછામાં ઓછી 3 મિનિટ માટે ઉપકરણને સંપૂર્ણપણે બંધ કરો.
- કાર્ડ રીડરને રીસેટ કરવાનો પ્રયાસ કરો. રીડરના તળિયે ચાર્જિંગ પોર્ટની બાજુમાં પિનહોલ શોધો અને છિદ્રમાં પેપર ક્લિપના છેડા જેવી પાતળી અણીવાળી વસ્તુ દાખલ કરો. રીડરને રીસેટ કરવા માટે પાંચ સેકન્ડ સુધી નીચે દબાવી રાખો. અન્ય ચુકવણી માટે કાર્ડ રીડરનો ઉપયોગ કરતા પહેલાં, તે કનેક્ટેડ છે તેવું સ્ટેટસ લાઇટ દર્શાવે તેની રાહ જુઓ.
- ઉપકરણને પાછું ચાલુ કરો અને ઉપકરણના સેટિંગ્સમાં બ્લૂટૂથ ફરીથી સક્રિય કરો, પરંતુ ખાતરી કરો કે રીડરને ફરીથી પેર ન કરવું.
- Shopify POS ઍપ ખોલો અને પછી કાર્ડ રીડર પેર કરવાના પગલાં પૂર્ણ કરો.
ઓવર-ધ-ઍર અપડેટની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
જો તમે તમારી Shopify POS ઍપ મારફતે Chipper 2X BT કાર્ડ રીડરને અપડેટ કરો છો અને અપડેટ ફ્રીઝ થઈ જાય છે અથવા નિષ્ફળ જાય છે, તો તમારે કાર્ડ રીડરને અલગ ઉપકરણ સાથે પેર કરીને ફરીથી પ્રયાસ કરવો પડશે.
પગલાં:
- ખાતરી કરો કે રીડર પાવર સોર્સમાં પ્લગ ઇન કરેલું છે અને તેની બૅટરી તેની ક્ષમતાના ઓછામાં ઓછા 50% જેટલી ચાર્જ થયેલી છે.
- ખાતરી કરો કે તમે Shopify POS ના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો.
- તમારા ઉપકરણ પર Shopify POS ઍપ બંધ કરો અને ફરીથી ખોલો.
- Shopify POS માંથી, કાર્ડ રીડરને અનપેર કરો અને પછી કાર્ડ રીડરને ફરીથી Shopify POS સાથે પેર કરો.
- કાર્ડ રીડરનું અપડેટ ફરી શરૂ કરો.
ચુકવણી સ્વીકારવામાં આવતી સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
જો તમારું Chipper 2X BT કાર્ડ રીડર ચુકવણીઓ પ્રોસેસ કરી રહ્યું ન હોય, તો નીચેનાં પગલાં વડે મુશ્કેલીનિવારણ કરો.
પગલાં:
- કાર્ડ યોગ્ય રીતે દાખલ કરો.
- Shopify Paymentsનો ટેસ્ટ મોડ બંધ છે તેની ખાતરી કરો.
- ઉપકરણ પર સ્થાન સેવાઓ ચાલુ કરો અને ખાતરી કરો કે Shopify POS ઍપ પાસે ઉપકરણના સ્થાનને ઍક્સેસ કરવાની પરવાનગી છે.
- POS ઍપને ફોર્સ ક્લોઝ કરો અને પછી ઉપકરણ બંધ કરો. ઉપકરણ ફરી ચાલુ કરો, Shopify POS ખોલો અને કાર્ડ રીડર કનેક્ટ થયેલું છે તેની ખાતરી કરો. કાર્ડ રીડરની સ્થિતિ દર્શાવતી લાઇટ રીડર કનેક્ટ થયેલું હોવાનું સૂચવે ત્યારે બીજી ચુકવણી કરવાનો પ્રયાસ કરો.
ચિપ કાર્ડની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો
જ્યારે તમે કાર્ડ દાખલ કરો ત્યારે જો Chipper 2X BT કાર્ડ રીડર પ્રતિસાદ આપતું ન હોય, તો તમારે ચિપ સ્લોટ સાફ કરવાની જરૂર છે.
પગલાં:
- કાગળના ટુકડાને ક્રેડિટ કાર્ડની સમાન જાડાઈનો થાય એ રીતે વાળો.
- વાળેલા કાગળના ટુકડાને ચિપ સ્લોટમાં દાખલ કરો અને કાગળને આજુબાજુ તથા આગળ-પાછળ ફેરવો.
- સ્લોટમાંથી કાગળ કાઢી લો અને પછી ચિપ સ્લોટ સાફ કરવા માટે કમ્પ્રેસ્ડ એરના કૅનનો ઉપયોગ કરો.
જો આ પગલાં કામ ન કરે, તો ચિપ સ્લોટમાં સંપર્કોને હળવાશથી સાફ કરવા આઇસોપ્રોપાઇલ આલ્કોહૉલ અને પાતળા કોટન સ્વેબનો ઉપયોગ કરો.
તમારા Chipper 2X BT કાર્ડ રીડર વિશે Shopify સપોર્ટનો સંપર્ક કરો
જો સામાન્ય મુશ્કેલીનિવારણના પગલાં અને સમસ્યાના મુશ્કેલીનિવારણના પગલાંને અનુસરવા છતાં પણ તમારું Chipper 2X BT કાર્ડ રીડર હજી પણ કામ કરી રહ્યું ન હોય, તો તમે Shopify સપોર્ટને રિપોર્ટ મોકલી શકો છો.
તમારી Shopify POS ઍપમાંથી, > સપોર્ટ > સપોર્ટનો સંપર્ક કરો પર ટૅપ કરો.