Shopify Tap & Chip કાર્ડ રીડર વડે સુરક્ષા વધારવી

આ પેજ પર Shopify Tap & Chip Card Readerનું રક્ષણ કરતી અને ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રીતે પ્રોસેસ થાય તેની ખાતરી કરતી સુરક્ષા સુવિધાઓની માહિતી છે. Shopify Tap & Chip Card Readerમાં એવી સુરક્ષા સુવિધાઓ છે, જે તેને સુરક્ષા તપાસ કરવા દે છે અને કોઈ રીડર સાથે ચેડાં કરે તો સંવેદનશીલ માહિતીનું રક્ષણ કરે છે. આ સુરક્ષા સેટિંગ્સ કેવી રીતે ચાલુ કરવાં અને સુરક્ષા ચેતવણીઓ મળે ત્યારે શું કરવું તે જાણો.

સ્થાન પરવાનગીઓ

Shopify POS સુરક્ષા તપાસ સફળતાપૂર્વક કરી શકે તે માટે સ્થાન ઍક્સેસ કરવાની પરવાનગીઓ ચાલુ કરવી જરૂરી છે. સ્થાનની પરવાનગીઓ ચાલુ કરવા માટે આ પગલાં અનુસરો:

iPhone

પગલાં:

  1. તમારા ઉપકરણના સેટિંગ્સ ખોલો.
  2. Shopify POS પર નીચે સ્ક્રોલ કરો અને પછી તેના પર ટૅપ કરો.
  3. Location > While Using this App પર ટૅપ કરો.
Android

પગલાં:

  1. તમારા ઉપકરણના સેટિંગ્સ ખોલો.
  2. Apps > Shopify POS પસંદ કરો.
  3. Permissions > Location પર ટૅપ કરો.
  4. Allow only while using the app પસંદ કરો.

છેડછાડ કરાયેલી સ્થિતિ

ચેડાં થયાની સ્થિતિ એ એક સુરક્ષા સુવિધા છે, જે રીડરને નિષ્ક્રિય કરી દે છે. રીડરની ડાબી અને જમણી બંને બાજુએ લાલ LED લાઇટ ચાલુ હોય તો તે ચેડાં થયાની સ્થિતિ સૂચવે છે. નીચે આપેલી પરિસ્થિતિઓમાં રીડર ચેડાં થયાની સ્થિતિમાં જઈ શકે છે:

  • જો કોઈ રીડર સાથે ચેડાં કરે.
  • જો કોઈ રીડરને નીચે પાડે અને તેને જોરદાર આંચકો લાગે.
  • જો કોઈ રીડરને અસ્થિર વીજ પુરવઠા સાથે જોડે.

રીડર ચેડાં થયાની સ્થિતિમાં જાય પછી તેને બદલવું જરૂરી છે.